ચોગડીયું
હિન્દૂ ધર્મમાં સારું ચોગડીયું એ કોઈ પણ શુભ કામના શરૂઆત માટે પસંદ કરવાંમાં આવે છે. ચોગડીયું કામની સફળતામાં અગત્યનો ભાગ ભજવે છે. એટલે લોકો શુભ મુર્હત છેપણ જોવડાવે છે. એમાં ચોગડિયાની પસંદગી પણ આવી જાય છે.
દિવસના આઠ ચોગડીયા હોય છે જે દોઢ કલાકને અંતરે બદલાય છે. પહેલું ચોગડીયું અને છેલ્લું ચોગડીયું એક જ હોય છે. એટલેકે પહેલું અંતે પાછું આવે છે. ટૂંકમાં જેવી શરૂઆત એવો દરેક વસ્તુનો અંત હોય છે. એજ જીવનનો મુખ્ય સંદેશ છે. આજ બતાવે છેકે હિન્દૂ ધર્મમાં દરેક વસ્તુ પાછળ તર્ક અને વજૂદ કારણો હોય છે.
મૂળમાં આઠ ચોગડિયામાં ચલ શુભ લાભ, અમૃત , ઉદ્વેગ રોગ અને કાળ હોય છે જેમાએક ચોગડીયું બે વાર આવે છે. એમાં ઉદ્વેગ રોગ , અને કાળ નકારત્મક હોય છે જ્યારે શુભ , લાભ અને અમૃત હકારત્મક હોય છે. એટલે શુભ કામ માટે હકારત્મક વાતાવરણની જરૂરિયાત હોય છે. જયારે ચલને તટસ્થ માનવામાં આવે છે.
ટૂંકમાં વિજ્ઞાનક અને તર્ક ભર્યા કાર્યોં માટે શુભ સમયની જ પસંદગી કરવામાં આવેછે. એથી કાર્યોં સફળતા પૂર્વક પુરા થાય છે. એના માટે શુભ અને અશુભ સમય દિવસ દરમિયાન બતાવવામાં આવે છે. આથી જ હિન્દૂ માન્યતાઓ તર્ક અને વિજ્ઞાનિક કારણો પર આધારિત હોય છે.
**********************************
No comments:
Post a Comment