ધન
ઘન સર્વને માટે પોતાના આત્મસન્માન અને ગુજરાન માટે આવશ્યક છે. અતિશય ધન પ્રાપ્તિને જાળવવું અને પચાવવું પણ મુશ્કેલ હોય છે. કારણકે ધન બહુજ ચલિત હોય છે. એથી એમાંથી ઘણા અનર્થો પણ ઉત્ત્પન થાય છે. લોકઉપયોગી કામ માટે વાપરવું એ ધનનો ઉત્તમ ઉપયોગ છે. એનો દૂરઉપયોગ બધી જાતના અનિષ્ટો ઉભા કરે છે. ટૂંકમાં ધન મનુષ્યનો ઉદ્ધાર કરે છે અથવા એનો નષ્ટ પણ કરે છે.
આમ તો ધનનું કોઈ રૂપ નથી પણ સર્વને આકર્ષે છે. સાધુઓ અને સંતો જ એનાથી પર હોય છે . પરંતુ તેઓ પણ એનાથી આકર્ષે તો એમનું પતન થાય છે. તે ઉપરાંત એ કોઈ હાથ નથી પણ એનાથી કામો થઇ શકે છે . એ પગ પણ નથી પણ એનાથી બધે પહોંચી શકાય છે. એમ કહેવાય છેકે પૈસો બધે બોલે છે. એની પાસે કોઈ અવાજ નથી.
ધનમાં કોઈ શ્વાસોશ્વાસ નથી પણ તે ઘણાને નવ જીવન આપી દે છે. જેના પર એ કૃપા કરે એને હસાવે છે પરંતુ એના વિના ઘણા માનવીઓને જિંદગી ભર રડાવે છે. ઘણા નસીબદાર માનવીઓ ધનથી જીવનમાં તરી જાય છે. અને કમનસીબો બરબાદ થઇ જાય છે.
ધન કોઈ ભગવાન નથી પણ લોકો એને ભજે છે. કેટલાંકતો એને ઘરમાં ભગવાનની જેમ પુંજે છે. કેટલાએ કુટુંબોના ક્લેશો , મોટા યુદ્ધો પણ ઘન મેળવવા માટે થયા છે. અને દુનિયામાં બરબાદી સર્જી છે.
સત્તા એટલે સંપૂર્ણ આધિત્વ પરંતુ એવું પણ બન્યું છેકે ધન સત્તાને પણ ખરીદી લીધી છે. એ અર્થમાં ધન વિશ્વમાં અજય બની શકે છે . તે છતાં ઇતિહાસ કહે છેકે કેટલાક છાતીવાળા માનવીઓ મૂલ્યોને વળગી રહીને ધનની સામે ઝૂક્યા નથી. પરંતુ એવા વિરલા બહુ ભાગ્યે જ જોવા મળે છે.
***************************************

.jpg)
.jpg)
.jpg)
.jpg)

.jpg)
.jpg)