આદિ માનવનું રહેઠાણ- ગુફા
આદિ માનવીઓ હંમેશા અસલામતીમાં જીવતા. હિંસક પ્રાણીઓ અને આંતરિક લડાઈઓ એમને સતાવતી. ત્યારે કાયદા અને વ્યવસ્થા જેવું કઈ હતુજ નહિ અને લોકોનું જીવન અસ્તિવ એમની કાબેલિયતને અને આવડત પર અવલંબિત હતી. એવા ભયજનક વાતાવરણમાં તેઓ કુદરતને ખોળે જે રક્ષણ મળતું લઈને રહેતા.
એમાં એમનું રહેઠાણ ગુફાઓમાં રહેતું. ઘણીવાર તેઓ કુદરતી ગુફાઓમાં વાસ કરતા. અને જેમ જેમ એમની કલા વિકસતી ગઈ તેમ જાતે પણ પથ્થરો કોતરી ગુફા બનાવી રહેવા માંડ્યા. જેમ સંસ્કૃતિ વિકસી તેમાં નકશીકામ અને ચિત્રકામ પણ વિકસાવ્યું. આવી ઘણી ગુફાઓ દુનિયામાં ઘણી જગાએ મળી આવી છે. આ પથ્થર યુગની વાત છે જે વખતે પથ્થરના શસ્ત્રો શિકાર કરવા અથવા નાના મોટા સંગર્ષો પણ વપરાતા હતા.
આવી ૨૦૦૦ જેટલી ગુફાઓ જેમાં આદિ માનવો જીવતા હતા તે સ્પેઇનના ડુંગરાળ પ્રદેશમાં શોધવામાં આવી છે. યુરોપની સૌથી મોટામાં મોટી ગુફાની વસાહત આજે ત્યાં ૩૦૦૦ માણસોને સમાવે છે. આજે પણ દક્ષિણ ઓસ્ટ્રેલિયામાં સખત ગરમીથી બચવા માટે એવી ગુફા જેવા ઘરોમાં રહે છે.
આદિ માનવીઓ જ ગુફામાં રહેતા હતા એવું નથી પણ આજના યુગમાં પણ અમેરિકામાં ઉટાહ ખાતે મોર્મોન્સ લોકો ૧૫ જેટલી ગુફામાં ઘર બનાવી રહે છે.
તે ઉપરાંત ગ્રેનાડા, સ્પેઇનમાં ગુફામાં રહેનાર લોકોએ ફલેમનકો જેવી નૃત્ય કલાને ૫૦૦ વર્ષ પહેલા વિકસાવી હતી જે આજે જગપ્રખ્યાત કલા બની ગઈ છે. આજે પણ સ્પેઇનમાં એવા જ વાતાવરણ વચ્ચે રાત્રીના સમયે એ નૃત્યકલાનું પ્રદર્શન કરવામાં આવે છે.
આવી ગુફા સંસ્કૃતિએ દુનિયાને અનોખી કળાની પણ ભેટ આપી છે. તે સાથે ગુફાના ઠંડા અને આલ્હાદક વાતાવરણમાં રહેતા કેટલા તંદુરસ્ત વાતાવરણ માં રહેતા હતા અને એમાં પ્રદુષિત વાતાવરણને સ્થાન પણ ન હતું .
એમાંથી એક પ્રશ્ન ઉદ્ભવે છે.કે કોણ સુખી હતા? આદિ માનવ કે પછી આધુનિક માનવી?
***********************************
.jpg)
.jpg)

.jpg)
.jpg)
.jpg)
