ઇઝરાયેલ
બીજા યુદ્ધ દરમિયાન નાઝીઓને હાથે જ્યૂઝ લોકોએ ઘણા અત્યાચારો સહન કર્યા તે અસહનીય હતા. કેટલાક જ્યૂઝોને તો ગેસ ચૅમ્બરમાં નાખીને મારી નાખવામાં આવ્યા હતા. આમ જ્યૂઝ પ્રજાએ ઘણા જુલમો સહયા હતાઅને એમના પ્રત્યે દુનિયાને સહાનુભૂતિ હતી.આમ તો જ્યૂઝ પ્રજા આખી દુનિયામાં જઈને વસી હતી પરંતુ હિટલરે અને નાઝી સત્તાએ એમને વણી વણીને માર્યા હતા. જ્યૂઝ પ્રજા જ્યાં વસી ત્યાં એમની બુદ્ધિ અને આવડતને લીધે નામના કાઢી હતી. આજે પણ દુનિયામાં નોબલ પુરસ્કાર મેળવવામાં આગળ છે. અમેરિકામાં શેર માર્કેટમાં, હોલિવુડમાં, રાજકારણમાં અને સમાજના દરેક ક્ષેત્રમાં જ્યૂઝ લોકો આગળ પડતું સ્થાન ધરાવે છે અને ઘણુંજ શક્તિશાળી જૂથ છે. એમ કહેવાય છે કે જુના સમયમાં જ્યૂઝો પેલેસ્ટાઇનમાં રહેતા હતા પરંતુ એમને બહારના આક્રમણોકારોએ ત્યાંથી ભગાડયા હતા અને એ પ્રજા દુનિયામાં જ્યાં સ્થાન મળ્યું ત્યાં પથરાયેલા હતા. એટલેકે એમના માટે કોઈ દેશ હતો નહિ. એમના પર થયેલ જુલમો અને એમાંથી ઉત્ત્પન થયેલી સહાનુભૂતિ એ ૧૯૪૮ માં પેલેસ્ટાઇનમાં થોડો પ્રદેશ કાઢીને અમેરિકા અને પશ્ચિમી દેશોએ ઇઝરાયેલ નામનો દેશ જ્યૂઝઓ માટે ઉભો કરવામાં આવ્યો ત્યારથી પેલસ્ટાઈનો અને બધાજ મુસ્લિમ દેશોને ઇઝરાયેલ પ્રત્યે રોસ છે કે ઇઝરાયેલ ઉભું કરીને એમની જમીન પચાવી પાડી છે. અને આજુબાજુના દેશો સાથે ઇઝરાએલનો ટકરાવ ચાલુ રહ્યો છે.
એમાં 'હમાસ' નામની મુસ્લિમ ત્રાસવાદી સંસ્થાએ ઇઝરાયેલ પર હુમલો કરીને ઘણા ઇઝરાયલી નાગરિકોને મારી નાખી ૨૦૦ થી વઘારેનું અપહરણ કરી નાખ્યું હતું. આજ ઇઝરાયેલ માટે રોસનું કારણ બન્યું અને એ ઇઝરાયેલ અને ગાઝા પટ્ટી વચ્ચે યુદ્ધનું કારણ બન્યું. અને એ આજે પણ ચાલુ છે.
ત્રાસવાદી સંસ્થાના હમાસ દ્વારા ઇઝરાયેલ પર થયેલા હિંસક હુમલા બાદ ઈઝરાઈલે પોતાના રક્ષણ માટેના જે પગલાં લીધા એણે ગાઝાની બરબાદી નોતરી છે. ગાઝાના રસ્તાઓ , હોસ્પિટલો ખેતીની જમીનો ,સ્કૂલો ,અને માછીમારોના વહાણોનો પણ બોમ્બમારાથીં નાશ થયો છે. ઈઝરાઈલે હમાસ નાગરિકો , સ્કૂલો , હોસ્પીટલોનો ઉપયોગકરી પોતાનું રક્ષણ કરેછે' એમ કહી દરેક વસ્તુઓ પર બોમ્બમારો વર્ષાવી ગાઝાને જમીનદોસ્ત કરી નાખ્યું છે. 'ગાઝામાં ૬૦% મકાનો ,૬૨%રસ્તાઓ , ૮૪% ખેતીની જમીનો, ૮૯% સ્કૂલો , ૯૪% હોસ્પિટલો અને ૭૨% માછીમારોના વહાણો ભીષણ બોમ્બમારામાં નાશ પામ્યા છે . આજે ગાઝા ખંડેર હાલત માં છે. હામાસની શક્તિનો નાશ કરી નાખવામાં આવ્યો છે. તેછતાં લાગેછેકે હજુ ઇઝરાયેલનું લક્ષ્ય પૂરું થયું નથી.
બધી માનવાધિકારી સંસ્થાઓ , પશ્ચિમી રાષ્ટ્રો પણ તેમના પ્રજામતને લીધે ઇઝરાયેલ પર યુદ્ધવિરામ કરવા દબાણ લાવી રહ્યા છે. પરંતુ ઇઝરાયેલ યુદ્ધના ક્ષેત્રને લેબિનોન , સિરિયા , અને ઈરાન સુધી વધારી દીધું છે. એની પાછળ ઇઝરાયેલ એના અસ્તિત્વના ભયને આગળ કરી રહ્યું છે.
અમેરિકામાં પણ જ્યૂઝ લોબી બહુજ શક્તિશાળી છે જેથી અમેરિકા ઈઝરાયેલને શસ્ત્રોની મદદ કરી રહ્યું છે. આથી આ યુદ્ધ ક્યાં જઈને અટકશે એ એક વિકટ પ્રશ્ન છે.?
*******************************************
.jpg)
.jpg)
No comments:
Post a Comment