Wednesday, November 23, 2011


તમે જો નરી આંખે દેખાતા માનવીઓને પ્રેમ ન કરી શકો તો, અદ્રશ્ય ઍવા ઈશ્વરને પ્રેમ કેવી રીતે કરી શકો?
"મધર ટરેસા"
આને શુ કહેવુ?
માનવો માનવોની ધર્મને નામેહત્યા કરે અને જીવતાને જલાવી દે
ઍ ધર્મ હોય તો અધર્મ શુ છે?
માનવો માનવોના શિર પુણ્ય નામે ઉડાડે, અને છાતિમા ચાકુ ચલાવે
ઍ પુણ્ય છે, તો પાપ શુ છે?
માનવો માનવોના ઘરો ન્યાયને નામે બાળે, અને ઘરોમા લૂંટો ચલાવે
ઍ જો ન્યાય છૅ તો અન્યાય શુ છૅ?
આ બધુ સાચુ માની માનવીઓ સ્વર્ગની આશા સેવે
અને ઍજ સત્ય હોય તો પાગલપન શુ છે?
ભારત દેસાઈ
-----------------------

Monday, November 21, 2011


ઍપલના સ્ટીવ જોબે આ દુનિયાની સકલ ઍમની અદભૂત શક્તિવડે બદલી નાખી છે. તેઓનુ થોડા વખત પહેલાજ કેન્સરની બિમારીથી મૃત્યુ થયુ. ઍમના મૃત્યુ સામેના યુધ્ધમા ઍમણે મૃત્યુ વિષે સુંદર લખ્યુ છે-
"મૃત્યુ ઍ જીવનની ક્દાચ સૌથી શ્રેષ્ટ શોધ છે. ઍ જીવનના બદલાવનો કાર્યવાહક છે. જે જુનાને સ્થાને નવો માર્ગ બતાવે છે."
આ કાવ્યમા મૃત્યુ ની નક્કરતાને સમજાવવા જ્ પ્રયત્ન કર્યો છે.
"મૃત્યુ શુ છે?
=======
અકેલા આવેલા અકેલા જવાનુ
અજાણ્યા માર્ગે છે વિહરવાનુ
નવજીવન અજાણી જગાઍ શરૂ કરવાનુ
જુના રસ્તાઓ ભૂલી નવે માર્ગે જવાનુ 
અકેલા આવેલા અકેલા જવાનુ
અજાણી  જગાનો ભય સતાવે સર્વને
ઍનો ઍહ્સાસ થતા રડાવે સર્વને
મૃત્યુતો નિસ્ચીત છૅ  જનમ સાથે
તૉ પણ પામર મનુષ્યો લડવાના ઍની સામે
અકેલા આવેલા અકેલા જવાનુ
ભારત દેસાઈ

Friday, November 18, 2011


આ શુ વિચિત્ર નથી?
==============
શેર માર્કેટ ખરાબ છે પણ લોકો ઍમા પડ્યા પાથર્યા જ રહે છે.
પૈસા ખરાબ વસ્તુ છે ઍમ ઘણા માને છે પણ લોકો પૈસા ભેગા કરેજ રાખે છે.
ઉચી જગ્યા પ્રાપ્ત કરનાર મનુશ્ય ઍકાન્ત જીવન જીવે છે. છતા લોકો ઉચ્ચ પદની ખ્વાહિસ રાખતા રહે છે.
દારૂ અને જુગાર સમાજમા સામાન્ય રીતે ખરાબ ટેવો મનાય છે તૉ પણ ઘણા લોકો ઍમા સંડોવાયેલા હોય છે
ઘણા ગરીબો સાયકલ ચલાવતા હોય છે પણ ઘણા પૈસાવાળાઓ કસરત રૂપે સાયકલ જેવા મશીન પર ચાલતા હોય છે.
ઘણા ગરીબો કામ કરીને ચરબી બાળતા હોય છે જ્યારે પૈસાદારો ચાલીને ચરબી બાળતા હોય છે.
--------------
સંસારમા પણ આવુ બનતુ હોય છે જે સમજાવુ મુશ્કેલ છે-
"મને સમજાતુ નથી કે----
મને સમજાતુ નથી કે આવુ કેમ થાય છે
વિચાર્યુ હોય કઈ અને અણધાર્યુ જ થઈ જાય છે
જીવનભર મારુ મારુ કરતા રહ્યા
અને પળમા બધુ ધૂળભેગુ થઈ જાય છે
હુ કોણ? હુ કરુ, મારાથી આ જગ ચાલે છે
ઍવા ભ્રમમા રહેનારા પણ પંચભૂતમા મળી જાય છે
મંદિરો, મસ્જિદો અને ગિરીજાગરો ભક્તોથી ચિક્કાર છે
તો પણ જગમા પાપોનો ભાર ક્યા ઑછો થાય છે
મને સમજાતુ નથી કે----"
ભારત દેસાઈ

Saturday, November 12, 2011


કુદરત પાસે શાંતિ, પ્રેરણા, અને અનોખો આનંદ પ્રાપ્ત થાય છે. કુદરતનીની નિર્દોષતા, અને નિર્મળતા આપણા જીવનને સૂ:ખીમય બનાવી દે છે. આથી જ આપણા સંતો અને ઋષીઓ ડુંગરો અને જંગલોમા ભમ્યાકરી આપણને જ્ઞાનનુ રસપાન કરાવતા રહ્યા છે. સંસારીઓેઍ પણ દુ:ખનાભારને ઑછો કરવા માટે કુદરતને શરણે થોડે થોડે સમયે જવુ જ -
મારે ભમવુ છે ડુંગરે અને હરીયાળી ખીણોમા
નદીઓના કોતરોમા તો પંખીઓના કલરવોમા
મારે કુદરતનો ખોળે રમવુ છે
જીવનના પરમ આનંદને માણવા.
મારે પવનના સૂંસવાટે થથરવુ છે
મેઘ અને વીજની જુગલબંધીને માણવી છે
જીવનના પરમ આનંદને માણવા.
મારે ભમવુ છે ડુંગરે અને હરીયાળી ખીણોમા
નદીઓના કોતરોમા તો પંખીઓના કલરવોમા
ભારત દેસાઈ

Thursday, November 10, 2011


જીવન ઍક સંઘર્ષ છે. ઍટલે ફૂલની પથારીતો નથી. છતા સ્વપ્ન જોયા વિના સંઘર્ષનુ દુ:ખ પણ ઑછુ થતુ નથી.
આથી લખ્યુ છેકે-
જિંદગી આ તે શુ કર્યુ, આનંદને બદલે આપી આંધીયા
વિચાર્યુતુ જીવનમા હશે પુરી મજા, વહાવશુ પ્રેમની નદિયા
પણ જિંદગી આ તે શુ કર્યુ, આનંદને બદલે આપી આંધીયા
વિચાર્યુતુ સ્વપનાઓ થશે સાકાર, અને ફૂલોથી ભર્યો હશે સંસાર
પણ જિંદગી આ તે શુ કર્યુ, આનંદને બદલે આપી આંધીયા
ભારત દેસાઈ
=========================

Tuesday, November 8, 2011


જીવનમા દરેકને પોતાની જન્મભૂમિ યાદ આવે છે. ઍની વિશેષતાઓ ઍમના હદયમા છવાયેલી હોય છે. કોણ પોતાના ઍ જન્મ સ્થળને પ્રેમ નથી કરતો? આ કાવ્યમા સ્થળની વિશેષતા સુંદર શબ્દોમા વણી લેવામા આવી છે.
ઍક બાજુ છે દરિયો, બીજી બાજુ નદિયા
ઍવુ મારુ ગામ, સ્વર્ગ છે ઍનુ નામ
નિતસવારે ને સંધ્યાકાળે મંદિરના ઘંટારવમા
દિન દુ:ખીને ધનવાનો પણ નમાવે મસ્તક જ્યા
ઍવુ મારુ ગામ સ્વર્ગ છે ઍનુ નામ
વર્ષામા નદિયાના પાણી હરીયાળી ચાદર ફેલાવે
વસંતે દરિયાની હવા ફૂલોની મહેકો ફેલાવે
ઍવુ મારુ ગામ, સ્વર્ગ છે ઍનુ નામ
ભારત દેસાઈ
==============

Wednesday, November 2, 2011


ભગવાન બુધ્ધે કહ્યુ છે"તમે કોઈ પણ વસ્તુ સ્વીકારો નહી ત્યા સુધી ઍનાથિ દુખ થવાનુ જરૂરી નથી. તમે તમારા સુખ દુખ પ્રભુને અર્પી, તમારે નિરકારી થઈ જવુ. ઍમાજ તમને પરમ શાંતિ, સંતોષ અને સુખ પ્રાપ્ત થશે." આ કવિતાનુ ઍમાજ પ્રેરણા છે.
હરિ હુ તારે શરણે આવ્યો છુ
તારા આપેલા સુખ દુખને,
તુજ ચરણે ધરવા આવ્યો છુ
ભકતજનોને કાંટા ધર્યાં,
અને દુર્જનોને ફૂલમાળાઓ
તારી ઍ અજબ લીલાઓ સમજવા આવ્યો છુ
હરિ હુ તારે શરણે આવ્યો છુ
ભારત દેસાઈ
==========

Tuesday, November 1, 2011


1)જો ખોટુ કરશો તો અહિૈજ ભરસો
સ્વર્ગ અહી છે અનેનર્ક અહી છે
જેવુ કરશો ઍવૂ ભરસો
કોઈ ભરે શરીરની પીડાથી
તો કોઈ ભરે ગરીબીની વ્યથાથિ
સુખ સાયબી હોવા છતા
ધીમે મરસો મનની પીડાથી
જો ખોટુ કરશો તો અહિજ ભરસો
Bharat Desai
2)હવે ઍ બચપનની--
હવે ઍ બચપનની દોસ્તી ક્યા છે
સ્વાર્થ વગરની યારી ક્યા છે
પેલી નિર્દોષ લુચ્છાઈઓ ક્યા છે
નિમ બાબતમા થતી લડાઈઓ ક્યા છે
યુવાનિમા હવે ઍ દોસ્તી ક્યા
હુસાતુસિ અને અભિમાન હવે દોસ્તીમા
ઈર્ષા અને ઉંચનીચ પણ દોસ્તીમા
હવે ઍ બચપનની દોસ્તી ક્યા
ભારત દેસાઈ