Friday, April 26, 2013


ઍપલની પરંપરા
============


                                                                                      ઍપલ ઍ અમેરિકાની મોટામા મોટી કંપની છે જેણે આઇ પૅડ, આઇ ફોન, અને ટીવી આપી દુનિયાની સુરત ફેરવી નાખી છે. અમેરિકાની આગળ પડતી નવી નવી શોધો દ્વારા ક્રાંતિ લાવનારી કંપની છે. આર્થિક દ્રષ્ટિે ઍ પણ સધ્ધર કંપની છે.
                             
 અત્યારે ઍપલ ઍક ઍવી શોધની પાછળ છે જે દુનિયામા બીજી ક્રાંતિ લાવી દેશે.  ઍપલ અત્યારે ઍવી ઘડિયાળની શોધમા છે જે વિશ્વિક/ રાષ્ટ્રીય તરે અને માનવ જીવનને નવી અને અદ્યતન માહિતી ઍમના સ્વાસ્થ્ય અને માનવ જીવન વિષે પુરી પાડશે. ઍ ઘડિયાળ વખત સાથે તમે કેટલુ ખાધુ છે?  તમે કેટલી કેલરીસ ઍમાથી બાળી છે? તમારી ઉંધ કેવી હતી? ઍટલે કે સંતોષકારક કે અસંતોષકારક? તે સાથે ઍનો સંપર્ક તમારા આઇ પૅડ, આઇ ફોન, ઍપલ્ ટીવી અને ઇંટરનેટ સાથે પણ હશે. ઍનો અર્થ ઍ સાધન વડે તમે  તમારા ફોન, ક્રેટિટ કાર્ડની ચૂકવણી,  હવામાન આગાહી, બધાના જ સંપર્કમા રહી શકશો. ટૂકમા ઍ  સ્માર્ટ સાધન હશે જે તમારી બધી જ જરૂરીયાતો પુરી પડશે.
                             
 ઍના પરથી મેળવેલી માહિતીઓ રાષ્ટ્રીય કક્ષા ઍ સ્વાસ્થ્ય ને લગતા રીસેર્ચમા પણ ઉપયોગી થશે અને લાગતી વળગતી કંપનીઓે ને પણ ઉપયોગી થશે. ટૂકમા  દુનિયાની બધી જ માહિતી અને સગવડોનો ઍ અમૂલ્ય ભંડાર હશે.  માનવ જીવનને મુળભુતમાથી બદલી નાખનારી ઍમાની ઍક આ આધુનિક શોધ હશે ઍમા કોઈ શંકા ને સ્થાન નથી.
                                             ******************************************

Friday, April 19, 2013



મહાવીર જયંતિ- ૨૩ અપ્રિલ ૨૦૧૩
======================
                                          મહવીર સ્વામી જૈન ધર્મના ૨૪ મા અને છેલ્લા તીર્થંકર હતા. ઍમનુ જીવન ત્યાગ, તપસ્યા, મૌન, અને  ઉપવાસને આધીન હતુ.  જીવનના સત્યને  જાણવા માટે ઈન્દ્રીયોને કાબૂમા રાખવી જરૂરી છે. ઈન્દ્રીયોજો કાબૂમા આવે તો  આંતરઆત્મા પર આપોઆપ નિયંત્રણ કરી શકાય છે. મનના ભ્રમણમા પણ ઈન્દ્રીયોનો હાથ હોય છે. આથી ઍમણે પાંચ સિધ્ધાંતોને મહત્વ આપ્યુ છે.
૧) અહિંસા  પાળવી.
૨) સત્યને વળગી રહેવુ.
3)  બ્રમ્હચર્ય પાળવુ
૪) લોકો, જગ્યા, ભૌતિક વસ્તુઓતી દૂર રહેવુ.
૫) અયોગ્ય રીતે મળેલી વસ્તુ ન લેવી.
                                           ઍમનો સંદેશો -
તપ, ઉપવાસ અને મૌન દ્વારા
તૃસનાને મુળથી ભગાડો
મૃગજળ જેવી માયામાથી
જીવનને મુક્ત કરાવો
પજુસનના પર્વમા
તમ આત્માને ઢંઢોળો
સુવીચારના રટણ દ્વારા
સુગંધી મનમા ફેલાવો
ઈન્દ્રીયો પર કાબૂ થકી
જીવન સુખી અને શાંત બનાવો
તપ ઉપવાસ---
ભારત દેસાઈ
                                                     ******************************

Saturday, April 13, 2013



આંતરાષ્ટ્રીય નાણાકિય વર્ચસ્વ
===================
                                                 આજે જોઈેઍતો  આંતરાષ્ટીય નાણાકીય વર્ચસ્વ અમેરિકાના હાથમાં છે. ઇંટરનૅશનલ મૉનિટરી ફંડ, વિશ્વ બૅંક, ડેવેલપ બૅંક પર અમેરિકા ઍ નીમેલા પ્રતિનિધિઓનુ વર્ચસ્વ છે. આવા સંજોગોમા  દેશોના નાણા ચલણનુ મૂલ્ય અમેરિકા કરે છે.

                                                 દેશોની પ્રગતી માટે નાણા સહાયનો દોર પણ અમેરિકાના હાથમા છે. ઍક વખત હતો જ્યારે દેશના નાણાનુ મૂલ્ય ઍના સોનાના જથ્થા પર રહેતુ પરતુ હવે ઍ અમેરિકાના હાથમા આડકરતી રીતે છે. ભારતીય રૂપિયાનુ મૂલ્ય ઍક ડૉલર સામે ૫૪ જેટલા રૂપિયા જેટલુ છે ઍમ નક્કી કરનાર સંસ્થા પણ અમેરિકાના વર્ચસ્વ હેટળ છે.
                                                  આંતરાષ્ટ્રીય નાણાકીય પરિસ્થિતિમા પણ મોટો ફરક આવી ગયો છે. ચીન હવે વિશ્વસતા તરીકે ઉપસી ચુક્યુ છે, અને અમેરિકાનૅ સૌથી વધુ ધિરાણ કરનાર રાષ્ટ્ર બની ચુક્યુ છે. ઍ પોતાનુ નાણાકીય ચલણને આંતરાષ્ટ્રીય ચલણ બનાવવાની માગણી કરી રહ્યુ છે. અત્યારની વ્યવસ્થા પ્રમાણે ડૉલર્સ હમેશા મજબૂત રહે છે, કારણકે આંતરાષ્ટ્રીય લેણદેણ ઘણુખરુ ડોલરમા કરવામા આવે છે. આથી અમેરિકાને જ લાભરૂપ બને છે. વિકાસશીલ દેશોની સ્થિતિ સુધરી રહી છે અને અમેરિકાના દેવાનો ભાર વધી રહ્યો છૅ. તેથી વિકાસશીલ દેશોમા આંતરાષ્ટ્રીય નાણાકીય વર્ચસ્વ માટેની હિલચાલ વધી રહી છે.
 
       
                                     

 અત્યારે જ પાંચ દેશોઍ ભેગા થઈને નવીજ આંતરાષ્ટ્રય બેન્કની રચના કરવાના પગલા લીધા છે, અને ઍનુ નામ 'બ્રિક્સ' આપવામા આવ્યુ છે.' બ્રિક્સ' ઍટલે પાંચ દેશોના નામ ઍમા સમાયેલા છે. બ્રાજીલ, રશિયા, ઇંડિયા, ચીન અને સાઉથ આફ્રિકા ઍનિ રચના કરનારા મુખ્ય દેશો છે. ૧૦૦ બિલિયન ડોલરથી  ઍનિ શરૂઆત કરવાની યોજના હતી પરંતુ અત્યારે ૫૦ બિલિયન ડૉલરથી શરૂ કરવામા આવશે. ઍમા ચીન જેવા મજબૂત રાષ્ટ્રનુ વર્ચસ્વ ન વધી જાય ઍનિ કાળજી લેવામા આવી છે.
                                     આમા અમેરિકાના વળતા પાણીના ઍંધાણ તો નથીને ઍ જોવાનુ રહ્યુ?
                                                  *****************************************

Friday, April 12, 2013



રામનવમી-૨૦અપ્રિલ ૨૦૧૩
-------------------------------
ભારતમા રામને નામે ઘણા લોકો પોતાની ખિચડી પકાવી રહ્યા છે. રામમંદિરની અયોધ્યામા રચનાની બાબતમા રાજ઼ કારણ ટોચ પર પહોચ્યુ છે. રામના આદર્શો અને સીધાંતો પર જો લોકો અને રાજકારણીઓ ચાલ્યા હોત તો ભારતની આવી હાલત ન હોત. રામસેતુ પર પણ રાજકારણ ચાલુ છે. રામનો જન્મ અયોધ્યામા કઈ જગ્યા ઍ થયો હતો ઍ વિષે પણ વિવાદ ચલાવવામા આવેછે. આમા રામના કરતા ઍમના નામનો ઉપયોગ કરવાની વૃતિ વધારે છે. ગાંધીજી રામના ચારીત્રથી બહુજ પ્રભાવિત હતા અને રામને ઍમની જીવન શૈલીમા ઉતારી દીધા હતા. આથી તેઓ રામ નામ લેતા લેતા મૃત્યુને ભેટ્યા હતા. ઍમણે ઍમના શીષ્યોને સદાઈથી રહી રામની જેમ રાજ્ય ચલાવવા સલાહ આપી હતી. નાના ઘરોમા રહીને નામનો પગાર લઈ લોકોની સેવા કરવા કહ્યુ, તો ઍમની સલાહ ઍમનુ ગાંડપણ ગણી કાઢી નાખવામા આવી હતી. આવી જ રીતે ભારતમા રામનુ નામ રાખીને રામના આદર્શોને ફેકી દેવામા આવ્યા છે. ગાંધીનુ નામ રાખીને ગાંધીવાદને દફનાવી દેવામા આવ્યો છે. ઍજ આપણી કમનસીબી છે.
                                                       
       
                                                       રાવણના પૂતળાને દર વર્ષે બાળવામા આવે છે, પરંતુ રાવણની નિપુણતા પણ રાજ઼ ચલાવવામા દાખવી શક્યા નથી. રાવણ જ્યારે મૃત્યુ શપ્યા પર હતો ત્યારે રામે  લક્ષ્મણને ઍનિ પાસે રાજનીતિ શીખવા માટે મોકલ્યો હતો. રાવણની લંકા સોનાની હતી ઍટલેકે સમૃધ્ધ અને વહીવટની દ્રષ્ટિે ઍ સૂરાજ્ય હતુ. પોતાની ભક્તિની નિપુણતાથી શિવ સહિત બધા દેવતાઓના દિલ જીતી લીધા હતા. ઍટલેકે આધ્યાત્મિક દ્રષ્ટિેઍ ઉચ કક્ષાઍ પહેચેલો હતો. ઍટલેકે ભગવાન રામનો મહાન શત્રુ હતો. સિતાને ઉપાડી ગયો હતો પણ માનભેર રાખી હતી.   ભલે ગુનેગાર હતો પણ ચારિત્રવાન હતો. ઍને આત્મ વિશ્વાસ હતો કે સામાન્ય માણસ તો ઍને હરાવી શકે ઍમ ન હતો. આથી જ ઍણે ભગવાન રામને હાથે મૃત્યુને આવકાર્યુ હતુ. આજના જમાનામા ભગવાન તો ઘણા બની બેઠા છે. સ્ત્રીઓનુ અપહરણ કરી જનારા પણ ઘણા છે. પણ રામ જેવા આદર્શ ભગવાન અને રાવણ જેવા વીદ્વાન પ્રામાણિક ગુનેગારો પણ ક્યા છે? ઍને માટે આપણે બધે ફાંફાં મારવાની જરૂર નથી, ફ્ક્ત ઍમનાઆદર્શો અને ગુણો આપણા જીવનમા આવવા જોઇઍ જેથી સામાજીક અને રાજકીય શાંતિ અને સમૃધ્ધિ આવે. ભગવાન રામ સર્વને ઍવી સદબધ્ધિ આપે ઍવી પ્રાર્થના.
                                       ********************************