Monday, January 20, 2025

 


હતાશા 

                                               હતાશ થયેલ વ્યક્તિ એકદમ બેબસ  થઇ જાયછે અને બીજા અર્થમાં જીવનમાં લાચારી અને ગુંચવણ અનુભવે છે. એને કોઈ પણ વસ્તુનો ઉકેલ દેખાતો નથી અને નિરાશા અનુભવે છે. મોટા પ્રખ્યાત વ્યક્તિઓ પણ  ઘણીવાર એનો ભોગ બને છે. હતાશા ઘણીવાર મનુષ્યને આપઘાત  તરફ દોરી જાય. આપણે ઘણા સેલેબ્રીટીને પણ આપઘાત કરતા જોઈએ છે. અમેરિકાની બહુજ પ્રખ્યાત અભિનેત્રી મેરેલિન મનરો  જેની પાસે ધન , સંપત્તિ અને કીર્તિ હતી એણે હતાશામાં આપઘાત કર્યો હતો . હતાશ વ્યક્તિઓ ઘણી વાર અસલામતી પણ પીડાતા હોય છે. એમના ગાત્રો ગણી વાર ઢીલા થઇ જતા હોય છે અને ધ્રુજારીથી પણ પીડાતા હોય છે.  એમાંથી નીકળવા માટે યોગ્ય વ્યક્તિની દોરવણી જરૂર હોય છે.  

                                         આને માટે બહુ દૂર જવાની જરૂરિયાત નથી. ગીતામાં કુરુક્ષેત્રના યુદ્ધમાં અર્જુનની  સ્થિતિ પણ એના સ્વજનોની સામે યદ્ધ લડવા વખતે હતાશા જનક હતી. શ્રી કૃષ્ણે એને  એમાંથી બહાર કાઢ્યો હતો.  ગીતામાં અર્જુનનું હતાશા જનક સ્થતિનું  વર્ણન કર્યું છે  જેને આધુનિક જમાનામાં ડિપ્રેશન  કહેવાય છે.



                                          એમાં બધાજ સ્નાયુઓ જડ થઇ જાય છે.  તે  અજબ ભયથી પીડાતો હોય છે. સખત તણાવથી મોઢું સુકાતું હોય છે. શરીર ધ્રુજી રહ્યું હોય છે. વસ્તુઓ હાથમાંથી સરી જતી હોય છે.  ચિંતામાં ચામડીઓ બળતી હોય છે. શરીર પાર કાબુ ગુમાવી માનવી ઉભા રહેવાની શક્તિ પણ ગુમાવી દે છે.  જીવનમાં લાઈ બળતી હોય છે . આને જ ડિપ્રેસન કહેવાય છે.  એટલેકે જ્યારે  માનવી હતાશાથી પીડાય છે. 



                                          આને માટે ઉપાયો પણ છે. પ્રાર્થના કરવી અને ધ્યાન ધરવું. થોડી ધીરજ રાખી અને થોડું ચાલવું . લોકોને ક્ષમા આપવી  અને જેમ બને તેમ પોતાની જાતને સરળ બનાવી દેવી. બીજાને પોતાનું કામ સોંપીને એમને સમજવા પ્રયત્ન કરવો. સ્વભાવને પણ સકારત્મક રાખવો. આધ્યાત્મિકતા તરફ આગળ વધવું . સુવાંચન પણ કરતા રહેવું જોઈએ. બીજું જીવનમાં બધાને ખુશ રાખી શકાય નહી માટે ના કહેતા પણ શીખવું રહ્યું. આવી પ્રતિક્રિયા પણ ડિપ્રેશનમાંથી બહાર આવવામાં મદદ રૂપ નીવડે છે. 

                          ટૂંકમાં હતાશામાંથી નીકળવા માટે માનવીએ પોતેજ પ્રયત્નો કરવા રહ્યા.

                                         *****************************

   

                                         

Sunday, January 12, 2025



પોતાનામાં વિશ્વાસ એટલે આત્મવિશ્વાસ 

                                                        માનવી  જે પળે પોતાનો આત્મવિશ્વાસ ગુમાવે છે એ પળથી એની શારીરિક અને  માનસિક પડતી શરુ થઇ જાય છે. આત્મવિશ્વાસ  ગુમાવવાથી  માણસમાં એક ડર દાખલ થઇ જાય છે કે જીવનમાં એ કઈ પણ કરી શકશે નહિ.  અને ડર એ દુનિયામાં માનવીઓ માટે મોટો દુશ્મન બની રહે છે. વિશ્વમાં ડરને કારણે   જ મોટા દુષણો પોષાય રહ્યા છે. ટૂંકમાં આત્મવિશ્વાસ રહિત મનુષ્યોને ધનવાન અને સત્તાવાન લોકો શોષણ કરતા રહ્યા છે. 

                                                       આત્મવિશ્વાસ ધરાવનાર લોકો માટે આ જગતમાં કોઈ પણ વસ્તુ અશક્ય નથી. વિશ્વના ધનિક સાહસીક એલન  મસ્ક માટે કહેવાય છેકે એને આદત છે કે એ એવી વસ્તુઓ પર કામ કરે છે કે બીજા એને અશક્ય  વસ્તુ સમજે છે.  આથી જેનામાં મજબૂત ઇચ્છાશક્તિ હોય છે એજ સાહસિક બને છે. 

                                                       અબ્રાહમ લિંકન એ અમેરિકામાંથી રંગભેદ નાબૂદ કરવાનું બીડું ઝડપ્યુ જે વખતમાં અમેરિકામાં  અશક્ય હતું . દક્ષિણ અમેરિકાના રાજ્યોમાં એની સામે સખત વિરિદ્ધ હતો કારણકે એમની માન્યતા અને આર્થિક કારણો પણ જવાબદાર હતા . માઈલો અને માઈલો સુધી પથરાયેલા ખેતરોમાં ગોરાઓ કાળા આફ્રિકનોનું ગુલામ બનાવી શોષણ કરતા હતા. એમના માટે એ ગુલામોને છુટા કરવા એ એક મોટું નુકશાન હતું. દક્ષિણના રાજ્યો મધ્યસ્થ સરકારની સામે થઇ ગયા હતા. અમેરિકાના અસ્થિત્વનો સવાલ હતો. પરંતુ લિંકનમાં આત્મવિશ્વાસ હતો અને એમણે આંતર યુદ્ધના ભોગે પણ પણ ગુલામી પ્રથા નાબૂદ કરી. તે જમાનામાં ગુલામી પ્રથા નાબૂદ કરાવી મુશ્કેલ પ્રશ્ન હતો . આજ બતાવે છેકે માણસે પોતાની શક્તિને ઓછી ન આંકવી જોઈએ  પરંતુ એના માટે આત્મવિશ્વાસની  જરૂર હોય છે.

                                                    શિવાજીએ  અતિ બળવાન મોગલ સલ્તનત સામે યુદ્ધ આદર્યું  તેના માટે તેમનો સંકલ્પ  જવાબદાર હતો . એમણે અશક્યને એમના આત્મવિશ્વાસ દ્વારા જ  સિદ્ધ કરીને બતાવ્યું હતું. ઘણીવાર આત્મવિસ્વાસ  માનવીના શારીરિક શક્તિ કરતા પ્રબળ માનસિક શક્તિ પર આધારિત હોય છે.

                                                    ગાંધીજીને અહિંસા પર પૂર્ણ  વિશ્વાસ હતો સાથે એમનો આત્મવિશ્વાસ હતો કે તેઓ એના વડે જ ભારતને આઝાદી અપાવશે  જયારે ક્રાંતિકારીઓ , ઉગ્રવાદીઓ અને સામ્યવાદીઓને એમાં બહુ વિશ્વાસ ન હતો . તે છતાં ગાંધીજીએ ભારતને આઝાદી અપાવી એમ બહુમત લોકો માને છે.  હું મારા ઉદ્દેશને સિદ્ધ કરી બતાવીશ  એમ માનવું એ  એક આત્મવિશ્વાસનો ઉત્તમ નમૂનો છે. 

                                                     આમ આત્મ વિશ્વાસ એક એવો વિચાર આપે છેકે એવી કોઈ પણ સમસ્યા નથી કે જેનો ઉકેલ ન હોય કારણકે ઉકેલ તમે ધારો એના કરતા સરળ હોય છે. અશક્ય પણ પ્રયત્નો દ્વારાજ શક્ય બની શકે છે.

                                         **********************************   

                                                       

                 

Monday, January 6, 2025

 


માં તે માં બીજા વગડાના  વા 

                                                       માં જેવો નિશ્વાર્થ પ્રેમ અને સંતાનો પ્રત્યેનું બલિદાન અજોડ હોય છે. માં ની  જગ્યા  દુનિયામાં કોઈ લઇ શકે નહિ . એટલામાટે કહેવાય છે કે કોઈની માતા  મૃત્યુને ભેટવી ન  જોઈએ.  મનુષ્યને શાંતિ  અને હૂંફ જોઈતી હોય તે માના ખોળામાં જ મળે છે. દુનિયામાં એક એવો માનવી બતાવો કે જે એની માતાને પ્રેમ ન કરતો હોય? માં પ્રેમ , બલિદાનની અને કરુણતાની સાક્ષાત મૂર્તિ હોય છે.લોકો ઈશ્વરની શોધમાં  ભટકતા હોય છે પરંતુ ઈશ્વર તો માની ગોદમાં જ જોવા મળે છે. 



                                                      વિશ્વમાં કોઈ પણ મહાન વ્યક્તિની આત્મકથા વાંચશો તો એમાં એના માના એના જીવનમાં કેટલું પ્રદાન હતું  એ જાણવા મળશે . અબ્રાહમ લિંકન , મહાત્મા ગાંધી , શિવાજી વગેરે ઘણી ઇતિહાસિક  મહાન વ્યક્તિઓના જીવનમાં એમની માતાનું અદભુત પ્રદાન હતું . શિવાજીની માતા જીજીબાઈનું હાલરડું પ્રેરણાત્મક  અને મધુર છે જે આજે પણ પ્રચલિત છે.  અમેરિકાના  પૂર્વ પ્રમુખ બિલ ક્લિન્ટને કહ્યું છે કે એની માતાનો એના જીવનના ઘડતરમાં મહત્વનો ફાળો હતોકારણકે એના દારૂ જેવી બદીઓથી ઘેરાયેલા હતા.ઘણા  મોટી વ્યક્તિઓ સારા કામો માટે હંમેશા માં આશીર્વાદ લેતા રહેતા હોય છે.



                                                     ભગવાન શ્રી કૃષ્ણ  એમના શિશુકાળમાં વ્રજમાં એમની માતા જશોદા જે જમીન પરથી પસાર થતા તેની ધૂળ ચાટતા રહેતા એમ કહેવાય છે. કૃષ્ણ મથુરા છોડી સોનાની દ્વારકા બનાવી ત્યાં રહેતા હતા ત્યારે પણ માં યશોદાની યાદમાં ઝૂરતા રહેતા. એમના ભીના ઓશિકાઓ જોઈને એમની રાણીઓ સમજી જતીકે રાતભર કલાકો સુધી  એમની માની યાદમાં કેટલાએ આશુંઓ વહાવ્યા હશે. માની વિરહ બાદ વર્ષો પછી માં જશોદાને દ્વારકામાં મળ્યા ત્યારે માના  ખોળામાં સૂઈને આંસુઓનો વરસાદ વર્ષાવ્યો હતો. આજ બતાવે  છેકે માનો પ્રેમ કેવો હોય છે .



                                                  સંતાનો ગમે તેટલા મોટા થઇ જાય પરંતુ માના પ્રેમમાં રતિભાર પણ ફર્ક પડતો નથી સંતાનને જો ઠોકર વાગે તો એની પીડા માને થતી હોય છે. આવો અદભુત હોય છે માનો પ્રેમ. સારા અને ખરાબ બંને જાતના સંતાનો માટે માનો પ્રેમ હંમેશા સરખો રહે છે એજ એની મહાનતા છે. મહાત્મા ગાંધીના મોટા પુત્ર હરિલાલે એકવાર ભરી સભામાં એમની માતા કસ્તુરબાને સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા  હતા અને ગાંધીજી ની અવગણના કરી હતી અને કહ્યું હતું ' મારા પિતા  મહાત્મા બન્યા પણ તે  મારી માતાના બલિદાનને આભારી છે. '



                                               આ પણ માતૃ પ્રેમનો એક અદભુત નમૂનો છે. કસ્તુરબાને પણ એના બાગી પુત્ર તરફ પણ એટલોજ પ્રેમ હતો.  માનો પ્રેમ બધાજ સંતાનો પ્રત્યે સરખોજ પ્રેમ હોય છે એનો આ ઉત્તમ દાખલો છે.

                                               ****************************************