Friday, February 7, 2025



ફાઇઝર

                                                                             ફાઇઝર અમેરિકાની દવાઓ  અને વેકસીન બનાવનારી એક મોટી કંપની છે. અમેરિકાના પ્રસિદ્ધ મેગેઝીન ' ટાઇમે' પણ એની સેવાની આલોચના કરી છે. કોવિદના બીમારીના  આક્રમક વખતે પણ એ કંપની એ અદભુત સેવા બજાવી હતી ને  કોવિદની અસરકારક રસી બનાવી ને માનવતાની અદભુત સેવા બજાવી હતી .

                               દુનિયામાં પહેલી કોવિદની વેકસીન બનાવી  ૨૦૨૩ માં રજુ કરી હતી . એનાથી લાખો જિંદગીઓ બચી ગઈ હતી. તે વખતે દુનિયામાં ૬.૪ મિલિયન બાળકો , વૃદ્ધો  કોવિદના ચેપી રોગથી પીડાતા હતા.



                               જાપાનીસ સામાજિક સંસ્થાના અહેવાલ મુજબ તે વખતે  એકલા જાપાનમાંજ  કોવિદ વેકસીને ૨૦% સ્વાસોસ્વાશની  બીમારીથી  પીડાતા  અને કોવીડથી પીડાતા ૨૭% લોકોને બચાવી લેવામાં મદદ રૂપ નીવડી  હતી . કંપનીની એવું પ્લાનિંગ હતું કે એવી સસ્તી અને અસરકારક  વેકસીન બનાવવી જેથી દુનિયાના  વધુ લોકો એનો લાભ લઇ શકે . આમ કંપનીએ એક ઉમદા કામ પણ કરી બતાવ્યું છે.

                               ૨૦૨૩ માં ફાઈઝરે  દુનિયાના ૪૫ દેશોને  અગત્યની દવાઓ અને વેકસીનો પુરી પાડી  ને માનવતાની અદ્ભૂતસેવા બજાવી હતી .

                                                    ************************************** 

                                  

Wednesday, February 5, 2025

 


સુખની ચાવી 

                                                             દરેક માનવી સુખ  શોધે છે. અને દુઃખથી કિનારો કરેછે. પરંતુ સત્ય તો એ છેકે સુખ અને દુઃખ બંનેને સરખા પ્રમાણ લેતા શીખવું જોઈએ . આમ કરવાથી જીવનમાં સંતાપ ઓછો રહે છે. સુખ અને દુઃખ માટે એવો કોઈ પણ ઉકેલ નથી પણ એને  માનવીની  સમતુલન  માનસિક સ્થિતિ જ સુખમય જવાબ આપી શકે છે. 

                       એના માટે માનસિક રીતે માનવી એ  પોતાની જાતને તૈયાર કરવી રહી . જીવન માં સફળતા કે નિસ્ફળતા , કે પછી જશ કે અપજશ તો આવ્યા જ કરે છે. પણ એથી માનવીએ કર્તવ્ય કરવાનું બંધ ન કરવું જોઈએ.

                     સુખ ધન કે પછી સત્તાથી  મળે છે એ વાત સત્યથી પરછે . કારણકે એનાથી તો મનુષ્યની અપેક્ષાઓ અને અસલામતી ભાવના વધતી જાય છે. પરંતુ સુખ અને શાંતિ માટે  મન પર કાબુ રાખવો જરૂરી છે . વધુ પડતી કામના  મનુષ્યની શાંતિ હરી જાય છે.



                      મનુષ્યએ પોતાની  શક્તિ અને કાબેલિયત પ્રમાણે કર્તવ્ય કરતા રહેવું જોઈએ અને પરિણામ પર બહુ પરવાહ કરવી ન જોઈએ. એનાથી નિષફળતાનો આઘાત લાગતો નથી.

                       બીજાઓની સાથે વ્યહવાર સારો રાખવો જરૂરી છે. પછી  બીજા પાસે સારા વ્યહવારની અપેક્ષા રાખવી ઉચિત છે. એમાં  જીવનના ઘણા દુઃખ અને સંતાપઓને  દૂર રાખી શકાય છે.



                           તે ઉપરાંત સુખની અનુભૂતિ માટે જે વ્યહવાર કરો એમાં ઈમાનદારી, નિષ્ટા  અને  નીસ્કામતા  જરૂરી હોય છે.  ધર્મનિષ્ટ માનવી જ શાંતિ અને સુખ માણી શકે છે.

                              એ પણ સત્ય છેકે  જે એક વસ્તુ એક માનવી માટે સુખ હોય છે જે બીજી વ્યક્તિ માટે દુઃખ અથવા શાપ રૂપ બની  રહે છે. ટૂંકમાં સુખની વ્યાખ્યા વિવિધ  માનવીઓ  માટે જુદી જુદી હોય છે. 

                              આથી સુખની ચાવી માનવીના માનસમાં  જ સમાયેલી છે. મનને જેટલું સ્થિતિ સ્થાપક બનાવો એટલુંજ જીવન સુખમય અને શાંતિમય બની શકે છે. 

                                ************************


                                

                        

  

Monday, February 3, 2025



ભૂતકાળની શોધમાં 

                                                માનવીની જેમ જેમ ઉંમર વધતી જાય છે તેમ એ એના ભૂતકાળને યાદ કરીને એમાંથી આત્મસંતોષ લેવા માંડે છે. એક વાત એ ભૂલી જાય છે કે જીવનમાં જેમ પરિવર્તન આવે છે તેમ દુન્યવી વસ્તુઓ પણ બદલાતી રહે છે. જેને એ જોવા માંગે છે અને આનંદ માણવા  એ  વસ્તુઓ  હવે રહી  નથી અને નવી વસ્તુઓ સામે પ્રગટ થતી જાય છે. 



                                              માનવી ઘડપણમાં એના બચપણને બહુ યાદ કરી ઝુરેછે. કારણકે એ બહુજ નિર્દોષ અને જવાબદારી વગરનો સમય  અને જીવનની કઠણાઈઓ તે વખતે એના  ઉપર  ઝઝૂમી રહી હોતી નથી. આથી બચપણની યાદો બહુ સુખદ હોય છે.



                                            જીવનની કઠીનતાઓનો સામનો કરી જયારે માનવી વૃદ્ધ બને છે ત્યારે એને એની બચપણની બધી વસ્તુઓ મધુર લાગે છે. 

                                   આના  પડઘા  કવિની આ કવિતામાં પડતા દેખાય છે.



        હવે એ શહેર ક્યાં ?

હવે રંગેબી રંગી  બરફના ગોળા વેચનાર વૃદ્ધ મુસા નથી 

અને ચટાકેદાર ચણાની  પેલી  લારી પણ નથી 

હવે સડકો પર ચાલવાની જગા નથી 

જ્યાં એકવાર  સાઇકલોની હોડ  લગાવતા હતા

       હવે એ શહેર ક્યાં?

અમારા રમવાની જગ્યા  પર તોતિંગ  મકાનો દેખાય છે. 

જે રેલવે સ્ટેશન ક્યારે વેરાન રહેતું હતું 

ત્યાં ઉભા રહેવાની જગ્યા નથી.

હવે આ શહેર  પહેલા જેવું  રહ્યું નથી.

       હવે એ શહેર ક્યાં?

એક જૂનું સિનેમા ગૃહ હતું ત્યાં હવે ખંડેર ઉભું છે.

એ ખંડેરમાં હું મારું બચપણ શોધતો રહ્યો 

મને એટલી પણ સમજણ ન પડી કે 

એને વર્તમાને ક્યારનું  મિટાવી દીધું છે. 

હવે  એ શહેર  નથી રહ્યું  અહીએ 

જેમ સમયે  મારા બચપણને  મિટાવી દીધું  છે.

    હવે એ શહેર ક્યાં ?

                                      આ તો કવિની નહિ પ્રત્યેક  માનવી વાત  છે.

                                ********************************************