અહમ
અહમને લીધે દુનિયામાં મોટા યુદ્ધો થાય છે. દુર્યોધનના અહમને લીધે મહાભારતનું યુદ્ધ થયું હતું અને મોટો રક્તપાત થયો હતો. રાવણ અહમને લીધે રામ રાવણ વચ્ચે યુદ્ધ થયું હતું . આખા વિશ્વને જીતવાના હિટલરના અહમને લીધે ભયંકર વિશ્વ યુધ્દ્ધ ભભકી ઉઠ્યું હતું.
શ્રી કૃષ્ણએ દ્રૌપદીને કહ્યું હતું કે તે દુર્યોધનને 'આંધળાનો છોકરો આંધળો ' એવો કટાક્ષ ન માર્યો હોત તો મહાભારતનું યુદ્ધ અટકાવી શકાત. એમાં દુર્યોધનનો અહમ ઘવાયો હતો અને પછી એનું પરિણામ મહાયુદ્ધમાં આવ્યું હતું. આ વસ્તુ માનવીના જીવનમાં પણ લાગુ પડે છે. ઘણા ખરા કુટુમ્બીક ઝગડાનું મૂળ અહમના ટકરાવમાં હોય છે .અહમ એ દુનિયાનું મોટામાં મોટું દુષણ છે.
આથી માનવીએ જીવનમાં ક્ષમાનો રસ્તો અપનાવવાની જરૂર છે. અહમનો રસ્તો છોડી સમાધાનનો રસ્તો જ ઉત્તમ છે. તમે દુનિયામાં જોશો તો ઘણી વસ્તુઓ આ દિશામાં દોરી જાય છે.
બરફ એકદમ ઠંડો હોય છે. કોઈએ પૂછ્યું ' બરફ કેમ આટલો ઠંડો હોય છે?' કારણકે બરફને એના ભૂતકાળમાં અને ભવિષ્યમાં એનો અંત પાણી છે એની ખબર છે. એટલે એને અહમ નડતો નથી .તેવી જ રીતે મનુષ્યનો આરંભ અને અંત પણ ખાલી હાથે આવવાનું અને જવાનું . પછી અહમ શા માટે ?
જેમકે પાસ અને ફેઈલ બંને શબ્દો વિરોધી શબ્દો છે પણ એના ઇંગ્લીશમાં ચાર શબ્દો જ હોય છે . એમાં પણ ટકરાવ નથી . એવું ક્રાય અને જોયમાં ત્રણ જ અક્ષરો છે. એ પણ ટકરાવ બતાવતા નથી. એટલે કુદરત પણ અહમ અને ટકરાવને ટેકો આપતું નથી.
એથી સંદેશો બહુ જ સ્પષ્ટ છે કે અહમથી સામાજિક , આર્થિક, અને કુટુમ્બીક સંબંધોમાં પણ નુકસાન જ છે. રાજા રાવણનો પણ અહમ ટક્યો ન હતો અને વિશ્વ વિજેતા સિકંદરે પણ અંતિમ યાત્રામાં ખાલી હાથ બતાવી એની તરફ જ ઈશારો કર્યો છે.
***************************************
.jpg)

.jpg)

.jpg)
.jpg)
.jpg)

.jpg)