ગાયત્રી મંત્ર
ગાયત્રી મંત્ર એ ચાર વેદોના મૂળ આધાર છે. પ્રભું જો પ્રસન્ન થાય તો મનુષ્યને સદબુદ્ધિ આપે છે. સદબુદ્ધિ મનુષ્યને સારા કામ કરવાની પ્રેરણા આપે છે. હિન્દૂ સંસ્કૃતિના મહાન ગ્રંથો ચાર વેદો ગાયત્રી મંત્રના એકએક અક્ષર પર આધારિત છે.
ગાયત્રી મંત્ર ભારતીય સંસ્કૃતિ વિજ્ઞાનનું એક મૂળ તત્વ છે. એટલેકે એ માનવી જીવન પર તાત્વિક રીતે પ્રભાવિત કરે છે . એનો સારા કર્મો સાથે સીધો સબંધ છે. માનવી સદકર્મોથી જ સારા અને લોકઉપયોગી કામોકરી શકે છે. એટલા માટે ગાયત્રી મંત્રમાં જ સદબુદ્ધિ આપવાની પ્રભુને પ્રાર્થના છે.
દુનિયામાં કુબુદ્ધિને કારણે જ મોટા યુધ્ધો , અદાવત , અને અશુભ પ્રસંગો બન્યા છે. એથી સદબુદ્ધિ જરૂરી છે જે ખરાબ અને હાનિકારક વસ્તુઓ ને અટકાવી શકે છે. અને સદ્દબુધ્ધિના પાયામાં જ ગાયત્રી મંત્ર છે . એથી એનું રટણ હંમેશા લાભદાયક હોયછે. જેમ ગુજરાતીમાં કહેવત છે કે 'વિનાશ કાળે વિપરીત બુદ્ધિ ' એટલેકે કુબુદ્ધિ નાશનો માર્ગ છે. . એટલે ગાયત્રી મંત્ર એનો ઈલાજ છે જે મનુષ્યને કુબુદ્ધિથી દૂર રાખે છે.
રામકૃષ્ણ પરમહંસ અને સ્વામી વિવેકાનંદે પણ ગાયત્રી મંત્રની પૃષ્ટિ કરી છે. ગાયત્રી મંત્રની સાધના મનુષ્યની ખરાબ સંજોગોમાં પણ કઠિન નિર્ણયો લેવાની શક્તિ આપે છે. એટલેકે તમારી દ્રષ્ટિને ચોખ્ખો માર્ગ બતાવે છે. એ મનુષ્યને ભૂત , ભવિષ્ય , અને વર્તમાનને જોવાની દ્રષ્ટિ પણ આપે છે.
રામને ગાયત્રી મંત્ર એમના ગુરુ મહર્ષિ વશિષ્ટએ પરિચય કરાવ્યો હતો અને કૃષ્ણને એના ગુરુ સંદીપની ઋષિએ કરાવ્યો હતો. ગાયત્રી મંત્રથી પ્રભાવિત થઇ ઋષિ વિશ્વામિત્ર ક્ષત્રિયમાંથી ઋષિ બની ગયા હતા.
ભગવાન મનુ જેણે હિન્દૂ ધર્મમાં વિવિધ કાયદાઓની વ્યાખ્યા લખી છે એમણેપણ ગાયત્રીમંત્રને હૃદય અને મનને શુદ્ધ કરવા માટે એની ઉપાસના કરવાની ભલામણ કરી છે. મહર્ષિ વેદમવ્યાસે તો ગાયત્રી મંત્રને વેદોનો સાર કહ્યો છે.
ગાયત્રી મંત્રના ઉપાસનાથી પૂર્વ જન્મના અને વર્તમાન જન્મના સધળા પાપોમાંથી મુક્તિ મળે છે એમ માનવામા આવેછે. જેમ પુષ્પનો અર્ક મધ છે. દૂધનો અર્ક ઘી છે. તેમ ગાયત્રી મંત્ર વેદોનો સાર છે.
એક વસ્તુ સત્ય છે કે ગાયત્રી મંત્રની ઉપાસના મનુષ્યમાં નવી ઉર્જા ભરી દે છે. જે નવજીવન આપી મનુષ્યને જીવવાનો સારો રસ્તો બતાવે છે એમાં કોઈ શંકા નથી.
**********************************************

.jpg)
.jpg)
No comments:
Post a Comment