Saturday, November 15, 2025



 એલ્ઝહેઈમર

                                                                                એલ્ઝહેઈમર એ એવો રોગ છે જેમ માનવી પોતાની ઓળખ જ ભૂલી જાય છે. પોતાના સ્વજનોને ભૂલી જાય છે તો દુનિયામાં પોતાની ઓળખ ભુલાવી દે છે. ઘણે ભાગે એ રોગ વૃદ્ધાવસ્થામાં વધારે દેખાય છે. કેટલાએ દુનિયાની મહાન વ્યક્તિઓ એનો ભોગ બનીછે. એ રોગના ભોગ બનેલા લોકોની સ્થિતિ બહુજ દયાજનક થઇ જાય છે. અમેરિકાના પૂર્વ પ્રમુખ રેનોલ્ડ રેગન એ રોગના ભોગ બન્યા હતા. ઘણીવાર સેન મોનિકાના દરીયા કિનારે એમનો  પૌત્ર એમને લાકડી સાથે દોરી જતા નઝરે પડતા . એ દ્રશ્ય એક વખતના દુનિયાના તાકાતવાન માનવ માટે દયાજનક હતી. પરંતુ તો રોગ જેનાથી એ પીડાતા હતા તે ભયંકર રોગ હતો.

                                             એ રોગના ઉકેલ માટે દુનિયાના કેટલાએ વિજ્ઞાનીકો લાગેલા છે પણ સંતોષજનક ઉકેલ હજુ મળી શક્યો નથી. એ એટલો ભયંકર રોગ છેકે સમયની સાથે પરિસ્થિતિ વિપરીત  થતી જાય છે. 

                                              અત્યાર સુધીના વિજ્ઞાનિક  તારણો જણાવે છે કે  એલ્ઝહેઈમરને ખોરાકની આદતો બદલવાથી કે કસરતો દ્વારા અટકાવી શકાય છે. તે ઉપરાંત સામાજિક રીતે લોકસંપર્કમાં રહેવાથી એની અસરને ઓછી કરી શકાય છે.


                                               એલ્ઝહેઈમર  માટે  'સિલ્વર  બુલેટ'  જેવી દવાઓ પણ  આપવામાં  આવે છે પણ એની અસર વષે  હજુ પણ શંકાઓ ઉભી છે. 

                                                 એલ્ઝહેઈમરને શરૂઆતથી શોધવા માટે લોહીનો ટેસ્ટ પ લેવામાં આવે છે પણ એના તારણ હજુ પણ એટલો આધાર રાખી શકતો નથી .એવું નિષ્ણાતોનું માનવું છે.

                                                દુન્યવી કારણો જેવાકે રંગભેદ , તંદુરસ્તી , આજુ બાજુનું વાતાવરણ પણ  એ રોગને વધારવામાં કારણભૂત બનતા હોય છે એવું પણ માનવામાં આવે છે. કેટલાક સંધોધન  કરનારાઓ એ બાબતમાં ઉકેલ શોધવા પ્રયત્નો કરી રહ્યા છે. 



                                                મૂળમાં વિજ્ઞાનીકોનું  માનવું  છેકે  એલ્ઝહેઈમર નું ઉદ્ધભવ 'તાઓ' અને  એમિલોઈડ બીટા જેવા પ્રોટીન મગજમાં  ભેગા થવાથી થાય છે. એ સમયની સાથે નેયુરોન સેલને નુકસાન કરે છે . એમાંથી જ અલઝહેઈમર જેવો રોગ ઉત્પન્ન થાય છે. એના પરસંધોધન દ્વારા દવાઓ બનાવવા પ્રયત્ન કરી રહયા છે.

એ દવાઓમાં 'સાઈડ ફફેક્ટ' નો પણ ભય હોય છે. એમાં મગજમાં લોહી સ્ત્રાવ અથવા લખવા જેવી ફફેક્ટ લાગે એવી ઘટના બનવાનો સંભવ પણ હોય છે.

                                                  આથી અલઝહેઈમરના ઉકેલમાં અનેક અવરોધો છે તે છતાં પહેલા કરતા અત્યારે  વિજ્ઞાનીકોની શોધોને લીધે એ રોગના ઉકેલમાં સારી એવી પ્રગતિ કરી છે.

                                  *******************************************

                                                  

Friday, November 7, 2025

 


આર્ટિફિશ્યલ ઇન્ટેલીજન્ટ (એઆઈ ) -અમેરિકા અને ચીન

                                                                                                                         અમેરિકન ઉપ પ્રમુખ જે ડી વાંસ કહે છે. આર્ટિફિશ્યલ ઇન્ટેલીજન્ટ માં  હરીફાઈ એ  હથિયારો બનાવવાની  એક  દોડ છે. ' અમેરિકા જો એના પાર કાબુ રાખવાની જંજાળમાં પડશે તો એમજ ગૂંગળાઈ રહેશે. આજ બતાવે છે આર્ટિફિશ્યલ ઇન્ટેલીજન્ટ ની કેટલી મહત્વતા છે. અમેરિકન  કંપનીઓ પણ એના પર અંકુશો ઓછા રાખવાની હિમાયત  કરે છે. ટૂંકમાં તો આ વિષય પર આગળ વધવા માટેની અમેરિકા અને ચીન વચ્ચેની   હરીફાઈ છે. 



                                                                                           એમાં અમેરિકાનો અને ચીનના માર્ગો જુદા છે. અમરિકાનું ભાષાકીય  એઆઈ મોડેલ સામે ચીને દિપસિંક મોડેલ બહાર પાડ્યું છે. એ ઓછા ફંડથી બનાવી લોકો માટે બહાર પાડ્યું છે. ચીન એનો ઉપયોગ દરરોજની મુશ્કેલીઓ સામે એનો ઉપયોગ કરવા માગે છે. એનો ઉપયોગ ચીન એની ફેક્ટરીઓના ઉત્પાદન વધારવા કરી રહ્યું છે.  જયારે એના મોડેલનો ઉપયોગ  મોટા  આંકડાકીય સેન્ટરો ઉભા કરવા માટે કરી રહ્યું છે. ચીન એના મોડેલનો  ઉપયોગ લોકોઉપયોગી  કરવા માટે આગળ વધી રહ્યું  છે.  અમેરિકા આર્ટિફિશ્યલ ઇન્ટેલીજન્ટનો ઉપયોગ  માનવ શક્તિ ને ઓળંગી સર્વોચ્ચ ઇન્ટેલીજન્ટ વ્યવસ્થા બનાવવાનો  છે. 

                                                                                              ચીન 'એઆઈ માં આંધળી દોડમાં  નથી . એ  એનો ઉપયોગ વિવિધ  માનવી ક્રિયાઓમાં  એનો  ઉપયોગ કરી માનવી સુવિધાઓ વધારવામાં કરવાનો છે. તે ઉપરાંત એઆઈ  ને સસ્તું અને વધુ ગતિવાન બનાવવા ચીન પ્રયત્ન કરી રહ્યું છે. એટલે કે કોમ્પ્યુટી શક્તિ વધારવા કરતા એને લોકો માટે કરવા આગળ વધી રહ્યું છે. એઆઈ નો ઉપયોગ  રોબટૉને વધારેને  વધારે માનવી બુદ્ધિ આપી તેનો ઉપયોગ કરવા  માંગે છે. એને માનવીય  મગજની શક્તિ આપવા માંગે છે જેથી એ સામાન્ય માનવીય પ્રવૃત્તિઓ વધારે સારી રીતે કરી શકે.



                                                                                         આમ જુદા રસ્તાઓ અમેરિકાની આર્થિક વ્યવસ્થાને વધારે મદદ રૂપ બની રહે છે. પણ ચીનનો રસ્તો માનવી પ્રવૃત્તિઓને વધારે પ્રોત્સાહિત કરી શકે છે અને માનવીને વધુ શક્તિવાન બનાવી શકે છે,

                                                                                     તંદુરસ્ત હરીફાઈ હંમેશા માનવ સમાજ માટે હિતકારક હોય છે.

                                             **********************************

  

Saturday, November 1, 2025

 


મદિરાનો પ્રભાવ 

                                                                   મદિરાનું  સેવન એ આદિકાળથી ચાલી આવે છે. ભારતીય સંસ્કૃતિમાં એને સોમરસ તરીકે  ઓળખ આપવામાં આવી છે. એનો ઉપયોગ માનવીના દિલને વાસ્તવિકતાથી દૂર  કરી દહેલવા માટે કરવામાં આવે છે. દુનિયામાં વસ્તુઓ ખરાબ નથી હોતી પણ એનો ઉપયોગ કરનાર વ્યક્તિઓ જ જવાબદાર હોય છે. એનો ઉપયોગ માનવીના મગજના તંતુઓને જરાક હળવા કરવામાં આવે ત્યાં સુધી મદિરા  હાનિકારક બનતું નથી. પણજ્યારે એનો ઉપયોગ અતિશય કરી જીવનના કઠિન પ્રશ્નોને ભૂલવા માટે  કરવામાં આવે ત્યારે એ માનસિક અને શારીરિક રીતે નુકશાનકારક બની રહે છે. ત્યારે આધુનિક  જમાનામાં દારૂ બની જાય છે. અને ઘણીવાર માનવી જીવનને નાશ કરી નાખે છે. 

                             આથી દારૂને કાબુમાં રાખવા માટે અમેરિકી , રશિયન, ભારત જેવી સરકારોએ  કાયદા કર્યા પણ એમાં સફળતા મેળવામાં મુશ્કેલ બન્યું છે. કારણકે  દારૂ પર કાબુ વ્યક્તિ પોતે જ રાખી શકે છે . એમાં કાયદાઓ બહુ ઉપયોગી નીવડતા નથી . પરંતુ એક વસ્તુ તો સત્ય છે કે  દારૂના અતિ સેવનથી એની શરીર પર ઘણી અવળી અસર થાય છે. તે છતાં ધનિક અને શક્તિશાળી વ્યક્તિઓને દારૂના અતિસેવન કરતા અટકાવવા મુશ્કેલ છે. એટલેકે મનુષ્ય જ પોતાનો દુશ્મન બની રહે છે.



                               દારૂનું અતિસેવન માનવીના શરીરના ઘણા  અંગો પર અસર કરે છે .એમાં વધારેમાં વધારે નુકસાન માનવીના લીવરને થાય છે. ત્યારબાદ એ હાર્ટ ,આંતરડા, પેંક્રિયાસ અને મગજને દારૂની ભયંકર અસર થાય છે.આ બધી બીમારીઓનો આધાર 'દારૂ કેટલો પીવામાં આવે છે. અને કેટલા વખત એ લોહીમાં રહે છે.' એમ નિષ્ણાતો કહે છે. એમ  માનવામાં આવે છે કે  પુરુષો જો દિવસમાં   ચારથી  વધારે ડ્રિન્કનો  સેવન કરે અને સ્ત્રીઓ દિવસમાં  ત્રણ કરતા વધારે ડ્રિન્કનો ઉપયોગ કરે તો એમની તંદુરતીની  અસર કરે છે. એમને લાંબેગાળે હાઈ બ્લડ  પ્રેસર , હાર્ટ પ્રોબ્લેમ , અને લીવરની બીમારી લાગુ પડે છે. એ કૅન્સરને પણ નોતરી શકે છે. તે ઉપરાંત માનવીની ઇમ્યુન સિસ્ટમ નબળી પડી અને મગજને પણ એની અસર થાત છે.



                             દારૂનું સેવન બંધ કરવાથી લીવરની બીમારી ધીમે ધીમે ઓછી થવા માંડે છે એમ નિષ્ણાતોનું માનવું છે. દારૂનું સેવન ઊંઘની બીમારી , સ્વભાવ બદલવાની બીમારી અને ડિપ્રેશન જેવી બીમારીનું ઉદ્ભવ સ્થાન છે એવું સ્ટેન્ડફોર્ડ યુનિવરસિટીના નિષ્ણાતોનું માનવું છે. સ્ટેન્ડફોર્ડ યુનિવરસિટીના નિષ્ણાત ટેટનું  માનવું છે કે 'દારૂનું સેવનની  લત અને સામાન્ય સેવનની ટેવ વચ્ચે બહુ પાતળી  દોરી હોય છે જે સેવન કરનારની નજરથી ક્યારે ઓળંગી જવાય છે. તે ખબર પડતી નથી. 

                         થોડા સમયમાટે દારૂનું સેવન બંધ કરવાનો પ્રયોગે પણ સાબિત કર્યું છે કે' એ માનવીને શારીરિક , અને મગજને  પણ ફાયદાકારક  હોય છે.' આ એક સંપૂર્ણ સત્ય છે.

                                  ***********************************