Saturday, December 13, 2025



 દેશથી વિદેશ અને વિદેશથી દેશ 

                                                             સમૃદ્ધ દેશમાં  વિક્સિત દેશમાં કારકિર્દી માટે પ્રસ્થાન કરવું  એ સામાન્ય વાત છે. પરંતુ એ બાબતમાં ભારત અગ્રગણ્ય બની રહ્યું છે. એમાં બે વર્ગ છે એકતો વિદ્યાર્થી અને બીજો  ભણેલો વર્ગ જે પોતાની કારકિર્દી માટે જાય છે. 

                                                    એમાં અમેરિકા જનારા  ૭૦%ભારતીય  સોફ્ટવેર  એંજિનયોર  એચ -બી૧ વિઝા પણ જાય છે. અને ૩૦% ભારતીય વિદ્યાર્થી અમેરિકા, અમેરિકન યુનિવર્સિટીમાં અભ્યાસ કરવા જાય છે.  એક વખત એને ભારતની બહાર  જનાર બુદ્ધિ ધન માનવામાં આવતું હતું  પરંતુ હવે બદલાતા સમય સાથે એને  સિરક્યુલેશન વસ્તી માનવામાં આવે છે. 



                                                એનું કારણ સમૃદ્ધ માનતા દેશો હવે એમના વહેતા ધોધને અટકાવવા પ્રયત્ન કરી રહ્યા છે. તેઓ માને છે કે બહારથી આવતા લોકો એ દેશની નોકરી લઇ લે છે. અને એમના દેશમાં બેકારી વધારી રહયા છે.  અને ઘણા ખરા  વિદ્યાર્થીઓ અભ્યાસ પૂરો કરી પાછા ફરતા નથી .



                                               આ સાચા કે ખોટા કારણ હોય પરંતુ  અમેરિકાએ  એચ બી ૧ વિઝાની ફી હવે $૧૦૦૦૦૦/- કરી નાખી છે. દાખલા તરીકે બ્રિટનમાં પરદેશી વિદ્યાર્થીઓમાં  ૨૫% જેટલા ભારતીય વિદ્યાર્થીઓ  હોય છે.  પરંતુ એ લોકોને અભ્યાસ પૂરો થયા બાદ પાછા ફરવા માટે ૧૮ મહિનાનીજ મુદત આપવામાં આવી છે. એટલે કે એમણે જલ્દીથી દેશ છોડો જવું જોઈએ. બ્રિટનને લાગે છે કે પરદેશી વિદ્યાર્થીઓ અભ્યાસ પૂરો કાર્ય પછી પાછા ફરવાને બદલે ગમેતે રીતે ત્યાંજ ઠસી પડે છે. કૅનેડાએ પણ પરદેશી વિદ્યાર્થી માટે  સંખ્યા ઓછી કરી નાખી છે. તે ઉપરાંત હવે વિદ્યાર્થીઓની ફીસ પર વધારેની ૬% લેવી નાખવાની તૈયારી કરી લીધી છે. આથી વિદ્યાર્થીઓની સંખ્યામાં ઘટાડો થઇ ગયો છે. આમ છતાં ૧.૫ મિલિયન ભારતીય વિદ્યાર્થીઓ આખા વિશ્વમાં પથરાયેલા છે. પરંતુ હવે સમૃદ્ધ પરદેશોમાં  બહારના વિદ્યાર્થોઓને આવકારતા ખચકાય છે. જેને માટે એમના પોતાના  સામાજિક કે આર્થિક કારણ પણ હોઈ શકે.

                                        આવી વિદ્યાર્થી માટેની વિશ્વિક વિષમ  પરિસ્થિતિમાં ભારતને  પરદેશી ચલણનો  ખર્ચો ઓછો થઇ જશે.  બીજું ભારતીય  વિદ્યાર્થીઓ  જર્મની, ફ્રાન્સ , રશિયા અને ચીન તરફ વળવા માંડ્યા છે. વ્યવસાયીઓ માટે હવે અમેરિકન પ્રતિબંધોને કારણે ભારતમાં તકો વધી રહી છે. અમેરિકન કંપનીઓ હવે એનું કામ ભારતીય કંપનીઓને સોંપવા જવા માંડી છે. બૅંગ્લૉરુમાં દરેક અમેરિકન કંપનીઓએ ગ્લોબલ કેપેબીલીટી સેંટર ખોલી નાખ્યા છે. જેઓ હવે સંધોધનો , ફરમાસિકેલ લેબો , અને આઉટ સોર્સીંગ કરવા માંડ્યું છે. એ ભારતને માટે લાભકારક છે.  ઘણા ભારતીય  એન્જીનયરો હવે  ભારતમાં પાછા ફરી પોતાની કંપનીઓ ખોલી રહયા છે નહીતો બીજી કંપનીઓમાં રોકાણ કરી રહ્યા છે. તે ઉપરાંત ભારત સરકારે પણ નવી કંપનીઓને મદદ કરવા માંડી છે. આથી ભારત તરફનો  ભારતીય અમેરિકન નો પ્રસ્થાનને પ્રોત્સાહન મળી રહ્યું છે.  પરદેશથી દેશનો પ્રવાહ શરુ થયો છે. આમ બ્રેન ડ્રેઇનનો  હવે બ્રેઈન ગેઇનના  રૂપાંતરની  શરૂઆત થઇ ચુકી છે. 



                                                      આમ સ્થળાન્તર ઉપરના સમૃદ્ધ દેશોના પ્રતિબંધો ઘણી વાર વિક્સિત દેશોને લાભ થઈ શકે છે. કારણકે આજે જ્યાં તકો મળે ત્યાં લોકો જાય છે. એથી આ સમય હવે બ્રેન સિરક્યુલેશનનો  સમય છે એમાં શંકા નથી. 

                                       ***********************************  

                                            

Sunday, December 7, 2025



ભારતની  આર્થિક  તાકાત 

                                                      અત્યારે ભારત ૫મી આર્થિક વિશ્વિક તાકાત છે અને ૧૯૨૬ માં એ વિશ્વની ૪થી આર્થિક  તાકાત બનવાની તૈયારીમાં છે. એ જાપાનની આર્થિક તાકાતને પણ પાછી પડી દેશે . એ ભારત માટે ગર્વની વાત છે. તે ઉપરાંત થોડા વખતમાં એ  જર્મનીની આર્થિક તાકાતને પણ પાર કરી જશે. એભારતની આર્થિક પ્રગતિને બતાવે છે. ઇન્ટરનેશનલ મોનટોરી  ફંડ  નું માનવું છે કે ૨૦૩૦ સુધીમાં  ભારતની આર્થિક તાકાત વિશ્વમાં અમેરિકા અને ચીન પછી ત્રીજી આર્થિક તાકાત બની શકે છે.



                                         તે છતાં ભારતને  હજુ પણ બીજા આર્થિક આંકડોને જોતા ઘણું કરવાનું બાકી છે એ બતાવે છે.  ભારતની સમૃદ્ધિ શહેરોમાં ઉંચા ઊંચા ભવ્ય  મકાનો , અને મોટા લાંબા , અને સુંદર રસ્તાઓમાં દેખાય છે. એનું શેર માર્કેટ દિવસે દિવસે વિક્સિત થઇ રહ્યું  છે. આશરે ૪૦ કરોડ લોકો ગરીબીમાંથી બહાર આવી ભારતમાં માધ્યમ વર્ગમાં પ્રવેશ કર્યો છે. એ પણ એક ધ્યાન લેનારી ભારતની સિદ્ધિ છે. તે છતાં ભારત હજુ ગરીબ દેશોની ગણતરીમાં  આવે છે . એના કારણો ને ધ્યાનમાં લઇ એ બાબતમાં કામ કરવાની જરૂરત છે.



                                                અત્યારે ભારતની માથા દીઠ આવકમાં ભારતનો  ૧૨૬ મોં ક્રમ છે જેને નીચે  લાવવાની જરૂર છે. પહેલા એ નંબર ૧૫૨ હતો  તેમાં પ્રગતિ થઇ છે, પરંતુ હજુ  વધુ કામ કરવાની જરૂર છે . એટલેકે ભારતની વધતી સમૃદ્ધિ ને યોગ્ય રીતે વહેંચણી કરવાની જરૂર છે. એટલેકે  ગરીબોની આવકને વધારવાની જરૂર છે. તે છતાં ભારતનો ગરીબી રેશિયો  છેલ્લા દસકામાં જેટલો ઘટવો જોઈએ એટલો ઘટ્યો નથી એમ વિશ્વ બેંક પણ માને છે. ભારતનો ભૂખમરાના રેશિયોમાં   ટોટલ ૧૨૩ માં  ૧૦૨ નંબર છે. એ ભારતની ગરીબાઈ વિષે ખ્યાલ આપી જાય છે.




                                     તે ઉપરાંત ભારત  પ્રદુષણની   બાબતમાં ઘણું પાછળ છે.   પ્રેસ સ્વત્રંત્રતાની બાબતમાં પણ વધુ કરવાની જરૂરત છે. આર્થિક તાકાત જ એકલી મહત્વની નથી પરંતુ કરોડો ભારતવાસીઓનું  જીવનધોરણ  ઉપ્પર લાવવું  એ પણ મહત્વનું છે.

                  *************************************************              

Wednesday, December 3, 2025

 


ભારતીયોનું અમેરિકામાં પ્રદાન 

                                                       અમેરિકાની અર્થવ્યવસ્થામાં ભારતીયોનું બહુજ પ્રદાન છે. ભારતીયો અમેરિકાની અર્થવ્યવસ્થામાં મહત્વનું સ્થાન  ધરાવી રહ્યા છે.  ૪૦ % ભારતીય મૂળના લોકો અમેરિકાના મોટેલ ઉદ્યોગમાં  માલિકી ધરાવે છે.

                                                               અમેરિકાની સિલીકોન વેલીમાં ૪૦% કામકારનારા લોકો ભારતીય મૂળના છે. એમના  પ્રસ્થાનથી વેલી વેરાન થઇ જાય એમ છે.

                                                                   તે ઉપરાંત નાસામાં કામ કરનારા ૧/૩ લોકો ભારતીય મૂળના છે. એનાથી અમેરિકાનું અવકાશ વિજ્ઞાન વિકસિત થઇ રહ્યું છે.



                                     વિજ્ઞાનિક રિસર્ચમાં  પણ ભારતીયો વગર અમેરિકામાં અવકાશ સર્જાઈ શકે છે.  અમેરિકાની વિશ્વ બેન્કિંગ સિસ્ટમમાં  પણ ૨૦% ભારતીય મૂળના લોકો કામ કરે છે. ભારત અમેરિકામાં ૪૦% જર્ણીક દવાઓ ભારતથી આવે છે. એના વિના અમેરિકાની આરોગ્ય વ્યવસ્થાને પણ નુકશાન થઇ શકે છે. અમેરિકાની હોસ્પિટલોમાં ડોક્ટરો અને નર્સો પણ ભારતીય મૂળના સારા એવા લોકો કામ કરી રહ્યા છે. એના વગર હોસ્પિટલની ઈમરજંસી સેવાઓ પર પણ અસર થઇ શકે છે.

                                     ભારતીય મૂળના ટેકનીકલ માણસો વગર અમેરિકાની ઘણી એપ્સ ક્રેશ થઇ જાય, પેમેન્ટ સિસ્ટમ પણ નિસ્ફળ થઇ શકે અને ડેટા સેંટરમાં પણ ગભરાટ ફેલાઈ શકે છે.વેપારમાં પણ એની અસર થઇ શકે છે.



                                       ' અમેરિકામાં ભારતીયો અમેરિકન નાગરિકોના  કામ  લઇ રહ્યા છે એમ કહેવાય છે. ' એમાં આશ્ચર્ય જનક  નથી  કારણકે ભારતીય મૂળના લોકોએ અમેરિકામાં સિસ્ટમ બનાવી છે જે અમેરિકન આર્થિક વ્યવસ્થાને ધીમી કરી શકે છે. એને શ્વાસ લેવામાં તકલીફ પડી શકે છે. એટલા માટે જ ભારતીય મૂળના લોકોના પ્રદાનનું મહત્વ છે . 

                                          ************************************