ભારતની આર્થિક તાકાત
અત્યારે ભારત ૫મી આર્થિક વિશ્વિક તાકાત છે અને ૧૯૨૬ માં એ વિશ્વની ૪થી આર્થિક તાકાત બનવાની તૈયારીમાં છે. એ જાપાનની આર્થિક તાકાતને પણ પાછી પડી દેશે . એ ભારત માટે ગર્વની વાત છે. તે ઉપરાંત થોડા વખતમાં એ જર્મનીની આર્થિક તાકાતને પણ પાર કરી જશે. એભારતની આર્થિક પ્રગતિને બતાવે છે. ઇન્ટરનેશનલ મોનટોરી ફંડ નું માનવું છે કે ૨૦૩૦ સુધીમાં ભારતની આર્થિક તાકાત વિશ્વમાં અમેરિકા અને ચીન પછી ત્રીજી આર્થિક તાકાત બની શકે છે.
તે છતાં ભારતને હજુ પણ બીજા આર્થિક આંકડોને જોતા ઘણું કરવાનું બાકી છે એ બતાવે છે. ભારતની સમૃદ્ધિ શહેરોમાં ઉંચા ઊંચા ભવ્ય મકાનો , અને મોટા લાંબા , અને સુંદર રસ્તાઓમાં દેખાય છે. એનું શેર માર્કેટ દિવસે દિવસે વિક્સિત થઇ રહ્યું છે. આશરે ૪૦ કરોડ લોકો ગરીબીમાંથી બહાર આવી ભારતમાં માધ્યમ વર્ગમાં પ્રવેશ કર્યો છે. એ પણ એક ધ્યાન લેનારી ભારતની સિદ્ધિ છે. તે છતાં ભારત હજુ ગરીબ દેશોની ગણતરીમાં આવે છે . એના કારણો ને ધ્યાનમાં લઇ એ બાબતમાં કામ કરવાની જરૂરત છે.
અત્યારે ભારતની માથા દીઠ આવકમાં ભારતનો ૧૨૬ મોં ક્રમ છે જેને નીચે લાવવાની જરૂર છે. પહેલા એ નંબર ૧૫૨ હતો તેમાં પ્રગતિ થઇ છે, પરંતુ હજુ વધુ કામ કરવાની જરૂર છે . એટલેકે ભારતની વધતી સમૃદ્ધિ ને યોગ્ય રીતે વહેંચણી કરવાની જરૂર છે. એટલેકે ગરીબોની આવકને વધારવાની જરૂર છે. તે છતાં ભારતનો ગરીબી રેશિયો છેલ્લા દસકામાં જેટલો ઘટવો જોઈએ એટલો ઘટ્યો નથી એમ વિશ્વ બેંક પણ માને છે. ભારતનો ભૂખમરાના રેશિયોમાં ટોટલ ૧૨૩ માં ૧૦૨ નંબર છે. એ ભારતની ગરીબાઈ વિષે ખ્યાલ આપી જાય છે.
તે ઉપરાંત ભારત પ્રદુષણની બાબતમાં ઘણું પાછળ છે. પ્રેસ સ્વત્રંત્રતાની બાબતમાં પણ વધુ કરવાની જરૂરત છે. આર્થિક તાકાત જ એકલી મહત્વની નથી પરંતુ કરોડો ભારતવાસીઓનું જીવનધોરણ ઉપ્પર લાવવું એ પણ મહત્વનું છે.
*************************************************
.jpg)

.jpg)

No comments:
Post a Comment