Friday, December 18, 2015


શીવ
                                                                                                                                                             શીવ ઍટલે સુંદર, અને ઍને લગતુ બધુ જીવનનુ સત્ય છે. શીવ શરીરે ભભૂતિઍ મનુષ્યને ઍના અંતિમ સ્વરૂપનુ પ્રતીક છે. પૃથ્વીની ધૂળ સાથે માનવીના અંતિમ અવશેષો ઍટલે ભભૂતિ વિલય જાય છે. ઍથી શિવના સાથીઓ પણ આપણે જેને ભુત કહીઍ ઍવા શરીર વગરના જીવો છે. ઍજ જીવનનુ સત્ય છેકે મનુષ્યનુ શરીર નાશવંત છે પરંતુ જીવ અમર છે.
                                                        શીવનુ તાંડવ નૃત્ય  સુંદરતાનુ પ્રતીક છે, પરંતુ શીવનુ રુદ્ર સ્વરુપ જીવનના ખરાબ તત્વોના નાશનુ ઍક ભયંકર રૂપ છે. શીવ જો ગંગાને માનવજાત માટે ભારતના પટ પર ઉતારી શકે તો વખત આવે તો માનવોઍ ઉભા કરેલા દૂષણોનો નાશ પણ કરી શકે છે. ઍટલા માટે શીવને સત્ય અને સુંદરતાની વચમા મુકવામા આવ્યા છે, ઍટલે કે ' સત્યમ, શિવમ સુંદરમ'.

શીવ ઍટલે---
શીવ ઍટલે ત્યાગનુ પ્રતીક
અને શીવની ભભુતિ સદાઈંની નજદિક
સાપ, ચદ્ર અને વાઘ ચામડીના વસ્ત્રો
શીવને રજૂ કરે સૃષ્ટિ અને સારા બ્રહ્માંડનુ મિશ્રણ
શીવ ઍટલે---
શીવ ઍટલે સુંદર અને સત્ય
જે જીવનના સર્વ ગુણોનૂ સત્વ
શીવ ધરે કદી રુદ્ર સ્વરુપ
દૂષણો  દૂર કરવાનુ છે ઍ સાધન
શીવ ઍટલે ---
શીવ છે દિલના  હમેશ ભોળા
પોતે વિષ પીને વિશ્વને બચાવનારા
જેની કૃપા વિના જીવન મુશ્કેલ થાય
ઍવા શીવને કોટિ કોટિ  પ્રણામ
શીવ ઍટ લે---
ભારત દેસાઈ
                                         ***************************
                                       

Wednesday, December 9, 2015


મોગલ બાદશાહ બાબર અને બાબરી મસ્જિદ
                                                                                                         રાજકારણીઓઍ અને ધરમાંન્ધ હિન્દુ મુસ્લિમોઍ બાબરી મસ્જિદનો પ્રશ્ન ચગાવવામા કાઇ બાકી રાખ્યુ નથી. ઍમાતો કેટલાઍ  હૂલ્લડો થઈ ચૂક્યા છે. ઍમા મુદ્દો ઍકજ છેકે બાબરે રામજન્મભૂમિ પર મસ્જિદ બાંધી દીધી હતી. સમાન્ય દ્રષ્ટિેઍ રામ પહેલા થયા હતા અને બાબર પછી આવ્યો તો ધાર્મિક લાગણીઓને સંતોષવા માટે રામજન્મ ભૂમિ પર મંદિર બાંધવા દેવા માટે શા માટે વાંધો હોવો જોઇઍ? પરંતુ આ બધુ લોકોઍ ઉભુ કરેલુ તુત છે જેમા ધાર્મિક તત્વોનો અને રાજકારણીઓ મોટો ભાગ ભજવ્યો છે.

                                                   જે બાબરી મસ્જિદ વિષે વિવાદ ચાલે છે ઍના સર્જક બાબર વિષે જાણવુ ઘણુ  રસપ્રદ બની રહેશે. બાબર  જેણે મોગલ વંશની ભારતમા સ્થાપના કરી .ઍણે પોતાની આત્મકથા બાબર નામામા કોઈ પણ ઉલ્લેખ ઍ બાબતનો નથી.  તેને સરયૂ નદી અને ઍની આજુબાજુનો પ્રદેશ ખૂબ ગમ્યો હતો. તેને અહીની નહેરો, મોટા મકાનો, વૃક્ષો, અને રંગેબેરંગી પક્ષીઓ બહુ ગમી ગયા હતા. બાબરે અયોધ્યાની બહાર વહેતી સરયૂમા નાહવાની પણ મસ્તી માણી હતી. લોકોને પાણી પર મશાલ બતાવી માછલીઓને આકર્ષિત કરતા અને  પછી ઍ ને પકડતા જોયા. ઍ પ્રમાણે ઍણે પણ માછ્લી પકડવાની મસ્તી માણી.
                                                 બાબર આમ અહીના લોકો, બોલી,  વરસાદ, હવા બધુ અનોખુ અને  અચરભ ભર્યુ લાગ્યુ હતુ. ઍને અયોધ્યાનો પ્રદેશ સારો લાગ્યો હતો અને ક્યાક્ પણ મંદિર તોડીને મસ્જિદ બનાવી હોય ઍવો કોઈ ઉલ્લેખ પણ નથી. ત્યારે બાબર નામ પર બાબરી મસ્જિદ પર આટલો વિવાદ કેમ? આથી  બાબરી વિવાદ માનવ રચિત છે ઍનો ઉકેલ પણ લોકોેઍ સંતોષકારક સમાધાન દ્વારા લાવવો રહ્યો.
                                      *************************************

Thursday, December 3, 2015



પૃથ્વીના સૌદર્યનો નાશ
                                                                                                        માનવીઍ પ્રગતિની હાઇમા પૃથ્વીના સૌદર્યનો નાશ કરવામાંડ્યો છે. ઉધ્યોગોના ઉંચા ભૂગળાઑ કાર્બન નામનુ  ખોફનાખ પદાર્થ  ઑકી રહ્યા છે, જે પૃથ્વીના સૌદર્યનો નાશ કરી રહયા છે. બરફની સપાટીઑ પીગળી રહી છે અને દરિયાની સપાટીઑ  ઉભરાઈ રહી છે. વરસાદની અછતને લીધે ડુંગરાઓ અને ખેતરો સુકાઈ રહયા છે.  બધી ઋતુઓ માનવિઓથી રિસાઈ ગઈ છે. ક્યાક્ અતિ વર્ષા તો ક્યાક્ અતી ગરમી અને અતિ ઠંડી, સામાન્ય બિના બની રહી છે. આ બધી આફતો માનવીની પોતાની જ ઉભી કરેલી છે. ઍને કુદરતી સૌદર્યો કરતા ભૌતિક સગવડોની વધારે પડી છે. આથી આ જગત સામાજીક અને માનવતાની દ્રષ્ટિે ઍ દોજખ બની રહયુ છે.
                                  આને માટે માનવિઓે કુદરતને ખોળે જવુ પડશે પછી ખબર પડશે કે ભૌતિક સુ.ખ કરતા કુદરતમા કેટલો આનંદ, શાંતિ અને પરમ સુ.ખ છે. ઍટલે માનવી ઍ નક્કી કરી લેવુ જોઇઍકે,
મારે રખડવૂ છે હરીયાળી ખીણોમા
નદીઓના કોતરોમા અને પંખીઓના કલરવોમા
મારે રમવુ છે કુદરતને ખોળે
જીવનનો પરમ આનંદ પામવો છે
મારે---
મારે પવનને સુંસવાટે થથરવુ છે
મેઘ અને વીજળીની જુગલબંધી માણવી છે
જીવનનો પરમ આનંદ માણવા માટે
ડુંગરોની ખીણોમા રખડવુ મારે
મારે---
નદીઓના  નીરમા ડૂબકીઓ મારવી મારે
અને સાગરની લહેર પર તરવુ છે મારે
સુ.ખ શાંતિ અને આનંદ માણવા માટે
કુદરતને ખોળે વિહરવુ મારે
મારે---
                                         પછી જુઓ જીવનમા પરમ શાંતિ, અને આનંદ મળે છે કે નહી? અને માનવીઍ કુદરતના આવરણનો  નાશ કરતા અટકી જવુ જોઇઍ.
                                         ***********************************

Sunday, November 29, 2015


ઍપલના સ્ટીવ જોબના છેલ્લા શબ્દો
                                                                                                                                         સ્ટીવ જોબનુ કૅન્સરની જીવલેણ બિમારીથી મૃત્યુ થયુ હતુ. તેઓ મૃત્યુ સામે લાચાર હતા. તે વખતે ઍમણે કહેલા શબ્દોમા ઍમને છેલ્લા દિવસોમા થયેલા નિર્વાણનો નિચોડ છે.
                                                  ચારેબાજુ અંધકારની વચમા જીવન બચાવનાર મશીનની લીલી લાઇટ દેખાય છે,  અને ઍ મશીનમાથી આવતા ગૉઘરો અવાજ જ સાંભળાય છે. મને મૃત્યુના ભણકારા હવે સંભળાઈ રહ્યા છે. હવે મને મારી સફળતા સિવાય બીજો કોઈ આનંદ દેખાતો નથી. મને હવે સમજાયુ છેકે જે સંમ્પતી અને ખ્યાતિ માટે મને ગર્વ હતો તે હવે આવી રહેલા મૃત્યુ સામે નિરર્થક છે. હવે મને ખબર પડે છે કે જીવનમા  જરૂરીયાત પ્રમાણે સંમ્પતી ભેગા કરવાની સાથે આપણે બીજી  વસ્તુઓ માટે પણ આગળ વધવુ જોઈ ઍ.
                                                   જીવનમા સબંધો, કલા, અને સેવેલા સપનાઓ પણ મહત્વના છે. ઍક વસ્તુ સમજવી જોઈઍ  આપણે  વખતને આધીન છિઍ અને ગમે ત્યારે આખરી પળ આવી શકે છે.
                                                         **************************************૮

Saturday, November 21, 2015

ઈંદિરા ગાંધી- જન્મ નવેંબર ૧૯, ૧૯૧૭
                                                                                  ઈંદિરાનો જીવ ૩૧ મી ઑક્ટોબર ૧૯૮૪ દિવસે ઍમના અંગરક્ષકના હાથે જ ગયૉ. ઍના કારણ માટે ઍમણે જ ઉભુ કરેલુ ખાલિસ્તાનનુ ભુત જ હ્તુ.  આ  બધુ સત્તાનો મોહ અને ઍને લગતી  સાઠમારીઓ જવાબદાર હતી.  ઈંદિરા રાજકારણમા રમત રમવામા નિપુણ હતા.ઍમાથી જ ઍમનુ કરુણ મૃત્યુ થયુ હતુ.
                                                 નહેરુના વખતમા જ ઈંદિરાને ૧૯૫૯ મા કૉંગ્રેસના પ્રમુખ બનાવવામા આવ્યા હતા. તે વખતે બીજા ઘણા યોગ્ય સીનિયર કોંગ્રેસી  નેતાઓ પ્રમુખ થવાને લાયક હતા પરંતુ  ઈંદિરાને કોંગ્રેસ પ્રમુખ બનાવી નહેરુઍ વંશીય રાજકારણના ઍંધાણ આપી દીધા હતા. ત્યારબાદ કામરાજ યોજના દ્વારા બધાજ સીનિયર કોંગ્રેસી નેતાઓને હટાવી ઈંદિરા માટે વડાપ્રધાન પદનો માર્ગ ખુલ્લો કરવામા આવ્યો હતો.

                                                   ૧૯૬૬ થી ૧૯૭૭ સુધી અને ૧૯૮૦ થી ૧૯૮૪ સુધી ઈંદિરાઍ ભારતના વડા પ્રધાન તરીકે દંડ, દામ અને ભેદ વડે રાજ઼ કર્યુ.  'ગરીબી  હટાવો 'જેવા સુત્રો પણ આપવામા આવ્યા પરંતુ ઍ દિશામા કઈ વજુદ થયુ નહી. રાજકીય કારણોસર 'બૅંકોનૂ રાષ્ટ્રીયકરણ', ' રાજાઓના વેતનો' પણ નાબૂદ કરવામા આવ્યા.  ઍમા બૅંકોના હજારો કરોડોના  ખરાબધિરાણ  થઈ ગયા જે દેશને માટે બોજ બની રહયા છે. ઈંદિરાઍ સત્તાને ટકાવી રાખવા માટે દેશમા  'ઍમર્જેન્સી' દાખલ કરી અને બધા વિરોધ પક્ષના નેતાઓને જેલના સળિયા પાછળ ધકેલી દીધા.  ઍમા ઍમને ચૂંટણિમા હાર પણ ભોગવવી પડી. પરંતુ ખાલિસ્તાનના પ્રશ્ન પર ઍમણે જાન ગુમાવવો પડ્યો.   નહેરૂ અને ગાંધી વંશ તો ચાલુ જ રહ્યો.
                                                        સત્તાના રાજકારણમા  હજુ પણ વંશીય રાજકારણ ચાલુ જ છે પરંતુ દેશનો ઉધ્ધાર ક્યારે થશે ઍ પ્રશ્ન હજુ ઉભો છે?
                                                ********************************************

Saturday, November 7, 2015


રોકાણના ચાણક્યની વિચિક્ષણતા
                                                                                          આજે વોરેન બફેટ દુનિયાના રોકાણકારોમા મહારથી ગણાય છે. ઍ જ્યા પૈસા નાખે છે ત્યાથી સોનૂ નીકળે છે. જે  કંપનીઓમા ઍ પૈસા નાખે છે ઍના શેરના ભાવ વધવા માંડે છે. ઍના પ્રવચનોમા આખી દુનિયાના નાણાકીય માંધાતાઓ  ભાગ લે છે.   વૉરેન બફેટ્ના નાણાકીય નિર્ણયો શેર માર્કેટને હચમચાવી નાખે છે. આ ઍના નાણાકીય પ્રભાવની વાત છે. પરન્તુ ઍમના ડહાપણનો પણ લાભ લેવા જીવો છે.
                                                               વૉરેન બફેટના કહેવા પ્રમાણે આવકના ઘણા  સાધનો હોવા જ઼ોઈઍ. ઍક જ આવક પર આધાર રાખવો ડહાપણ ભર્યુ નથી. તમારી પાસે ખરીદવાની શક્તિ હોય તો જરૂર પૂરતુ જ ખરીદો. કદાચ ઍવુ ન બનેકે અતી ખરીદીથી તમારે જરૂર હોય ઍવી વસ્તુને વેચવાનો દિવસ આવી જાય.  ઍમનુ માનવુ છેકે પહેલા બચત કરો અને પછી વાપરો. પહેલા વાપરવુ અને  વધેલી રકમની બચત કરવી ઍમા ડહાપણ નથી.  નદીના ઉંડાણને માપવામાટે બન્ને પગો નદીમા નાખવા જરૂરી નથી. જેમકે  બધા ઈંડાઑ ઍક જ બાસ્કેટમા મૂકવા નહી. દરેક જણા પાસે પ્રામાણિકતાની અપેક્ષા રાખવી નહી કારણકે ઍ બહુ મોંઘી ચીજ છે.
                                           આજ બતાવે છે કે વૉરેન બફેટની સફળતા પાછળ ઍમનુ ડહાપણ રહેલુ છે, જે જીવનનુ અગત્યનુ  અંગ છે.
                                              ***********************************

Sunday, November 1, 2015


વિશ્વનાઆર્થિક સિધ્ધાંતોના મુળમા
                                                                                                                                                          ૧)તમે કાયદાની સહાય વડે સમૃધ્ધિને ગરીબાઈમા ફેરવી ન શકો અને ઍજપ્રમાણેકાયદા વડે ગરીબાઈને સમૃધ્ધીંમા ફેરવી શકો નહી. ઍટલે કે ધનવાનોના ધન લઈ ગરીબોને ધનવાન ન બનાવી શકાય.
૨) જે કોઈ કામ કર્યા વગર મેળવે છે ઍની સામે બીજા ઍકને કામ કરીને ગુમાવવુ પડે છે. ઍટલેકે કામ કર્યા વગર મેળવેલુ બીજાં કામ કરનારાના હકો પર તરાફ મારવા સમાન છે.
૩)કોઈ પણ સરકાર પહેલા બીજા પાસે લીધા વગર કોઈને આપી શકતી નથી. ઍટલે સરકારતો ઍક પાસે લઈને જ બીજાને આપે છે.
૪)તમે ધનનુ વિભાજન કરીને સમૃધ્ધિ વધારી શકો નહી.
૫)કોઈ પણ દેશની પડતીંની શરૂઆત સમજવી જ્યારે ૫૦% લોકો માનવા માંડે છે કે બીજા ૫૦% દેશના લોકો ઍમની સંભાળ લેશે અને બીજા ૫૦%દેશના લોકો જે કામ કરે છે ઍટલૂ જ મળે છે. આથી જે દેશના બહુમતી લોકો બીજાની કમાણી પર આધાર રાખે છે ઍ દેશની પડતી નિશ્ચિત છે.
                                આ પરથી ખ્યાલ આવે છે સામ્યવાદીરશિયાની પડતી કેમ થઈ હતી.
                                               *********************************૮

Saturday, October 10, 2015

ભારતમાબધા ધર્મોના મુળમા

                                                                                                             હિન્દુ ઍક ધર્મ નથી પરંતુ  જીવવાની ઍક વિચારધારા છે. આથી ઍ ભારતમા  ઉદ્ભભવ પામેલા બધા ધર્મોના મુળમા છે. ભારતમા બૌધ, જૈન અને શીખ જેવા ધર્મોના મુળભુત. સીધાંતોમા હિન્દુ વિચારધારાના પડછાયાઑ દેખાય છે.

                            શીખ ધર્મના ગ્રંથ સાહેબમા અડધુ સાહિત્ય હિન્દુ વિચાર ધારાને આધારિત છે.

          જૈનોની શરીર દમન દ્વારા સાધનાની વિચાર ધારા હિન્દુ અવધૂત વિચારધારાને મળતી આવે છે.

                   તે ઉપરાંત દુનિયામા મુખ્ય ધર્મોમાના બૌધ ધર્મના  ઉપદેશોમા ક્યા ધર્મ પડછાયા પડે છે ઍ ભગવાન બુધ્ધના નીચે આપેલા બોધ  પરથી જાણી શકાય છે.
૧) ભૂતકાળમા ડોકિયા ન કરો. ભવિષ્ય વિષે  સ્વપ્નાઓ સેવવા કરતા તમારા મગજને વર્તમાનમા કેન્દ્રિત કરો.
૨)દરેક પ્રશ્નોના કોયડા તમારા દિલમા છે, આકાશમા નહી.
૩) ક્રોધ ઍ ગરમ કોલસાની જેમ બીજા પર નાખવા માટે હોય છે, પરન્તુ ઍમા તમે પોતે પણ બળો છો.
૪) જીભ ઍ તીક્ષ્ણ છરી સમાન છે. ઍ બીજાને મારી નાખે છે, ઍક પણ લોહીનુ ટિંપુ વહાવ્યા સિવાય.
૫) તમે વિચારો છો, ઍવા બનો છો.
૬) જે બીજાની ઈર્ષા કરે છે, ઍ ને શાંતિ મળતી નથી.
૭) જેમ મીણબત્તી અગ્નિ વગર બળ તી નથી તેમ અધ્યામિકતા વગર માનવી જીવી શકતો નથી.
                                                    આના પરથી જાણી શકાશે કે હિન્દુ વિચારધારાના મૂળ ક્યા ક્યા ફેલાયેલા છે.
                                       *************************************************

Thursday, October 8, 2015



આધુનિકતાના વિધાતા                                                            
                                                                                              ગૂગલના યુવાન વડા 'લેરી પેજ' તો લોકોની આશા કરતા વધુ આપવામા માને છે. આથી ગૂગલે અજબ સિદ્ધિઓ મેળવી છે.  અમેરિકાની ટેસ્લા મોટર કંપની જે ઈલેક્ટ્રીક મોટરકારો  બનાવે છે જેની તાજેતરમા ભારતના વડા પ્રધાને મુલાકાત લીધી હતી. ઍના વડા 'ઍલન માસ્ક' તો 'બધાજ ઈંડાઑ ઍકજ બાસ્કેટમા મૂકે છે પરંતુ ઍ બાસ્કેટ પર પોતાનો પુરો અંકુશ રાખે છે.' ઍટલે કે પોતાની જ હોશયારી વડે જ કામ લેવામા માને છે.

                                                             'ઍમોજોન' ઍ દુનિયાની ઇંટરનેટ પર વસ્તુઓ વેચનારી મોટામા મોટી કંપની છે. ઍના વડા 'જેફ બિજ઼ોસ' તો કઈક નવુ કરવા માટે લોકોની ગેરસમજ વહોરી લેવા પણ તૈયાર છે. ઍપલના સ્થાપક 'સ્ટીવ જોબ' તો માનતા હતા કે' જ્યારે જીવનમાવખતની  તાણ હોય ત્યારે બીજાના જેવુ જીવન જીવી આપણા જીવનને શા માટે વેડફી નાખવુ?' સ્ટીવ આમતો બહુ ભણેલા ન હતા પરંતુ  નવી વસ્તુઓના સર્જનમા  મહેર હતા. . આથી તેઓ ઍપલ જેવી વિશ્વ વિખ્યાત કંપનીનુ સર્જન કરી શક્યા. '


                                                           અલીબાબાના'  જૅક મા' કહે છે કે  'આજ ભલે ક્રુર હોય, આવતી કાલ પણ ઍનાથી વધારે ક્રુર હોય, પરંતુ ત્યારબાદનો  દિવસ  તો જરુર સુંદર આવવાનો છે.' આમા સફળતા માટેનો આશાવાદ સમાયેલો છે.  'વોટસ ઍપ '  ના' જેન ક્વાન' ને તો દુનિયાને ઍક જ શ્રેષ્ટ વસ્તુ આપવી હતી તે આપી ને જંપ્યા.'

                                                              આ સફળ માણસોની કહાની છે, જેમણે દુનિયાને બદલી નાખી છે. અને જેમના થકી આપણે આધુનિક વસ્તુઓને માણીઍ છીઍ.
                                           ******************************************           

Monday, October 5, 2015


ભારત અને અમેરિકા
                                                                                                               ભારત ૧૯૪૭મા સ્વતંત્ર થયુ પરતુ સારી ઍવી પ્રગતિ કરી છે.  ઉદ્યોગોમા, અણુ વિજ્ઞાનમા, અવકાશ વિજ્ઞાનમા, રૉકેટ અને ટેક્નોલોજીમા અનોખી સિધ્ધિ મેળવી છે. આજે ભારત  વિશ્વમા આર્થિક સત્તા તરીકે ચોથા સ્થાને આવી ગયુ છે. આ બધુ૬૮ વર્ષમા પ્રાપ્ત કર્યુ છે. તે છ્તા લોકોમાઅસંતોષ  છે કારણકે ભારતીયોને અમેરિકાને તોલે ઉભા રહેવુ છે. ઍમા ધીરજનો સવાલ છે. હજુ વધુ વર્ષો અને મહેનતની જરૂર પડશે. અમેરિકાઍ પણ આસમૃધ્ધિ સ્થાન પર પહોચવા માટે અઢળક મહેનત, બલિદાન અને વખ્ત પણ આપ્યો છે. અમેરિકાની ૧૯૧૦ ની પરિસ્થિતિ જોશુ તો લાગશેકે ભારતની આજની સિધ્ધીઓ પણ કાઇ નાખી દેવા જેવી નથી.
                                               ૧૯૧૦મા અમેરીકામા પરિસ્થિતિ કઈક આવી જ હ્તી.
૧) લોકોની સરેરાશ ઉંમર ૪૭ વર્ષની હતી.
૨)  સ્ત્રીઓ પોતાના વાળો  મહિનામા ઍક્વાર ઈંડા કે બોરેક્ષથી ધોતી.
૩) તે વખતે કૅન બિયર, આઇસ ચાની શોધ થઈ ન હતી.
૪) ૧૪% ઘરોમા જ બાથટબ હતા.
૫) ૮% ઘરોમા જ ટેલિફોન હતા.
૬) ફક્ત ૮૦૦૦ જેટલી જ મોટર કારો હતી.
૭) તે વખતે કલાકના ૧૦ થી ૧૨ માઈલની ગતિે ઍ કારો ચાલતી.
૮) સરેરાશ ઍક કલાકના ૨૨ સેંટ જેટલો પગાર મળતો. સરેરાશ વર્ષે  $૨૦૦/- થી $૪૦૦/_ મજૂરો કમાતા.
૯) ૯૫%  બાળકોનોજન્મ ઘરમા કરાવવામા આવતો.
૧૦) ૯૯% ડોક્ટરો પાસે કૉલેજની ડિગ્રી ન હતી
૧૧) ઈંડા ૧૪ સેન્ટમા ૧૨ મળતા હતા.
                                               આ જોતા ભારતનો આટલા વર્ષો બાદ આજનો આર્થિક અને વિજ્ઞાનિક વિકાસને અવગણી શકાય નહી.
                           *********************************************

Tuesday, September 22, 2015

 ન્રિવુત્ત વશિષ્ટ નાગરિકોનુ જીવન
                                                                                                      સર્વે પ્રમાણે વિશ્વમા નિવૃત્ત વશિષ્ટ નાગરિકોનૂ જીવન સ્વિજેરલૅંડમા શ્રેષ્ટ છે. નૉર્વે અનેસ્વીડનનો ત્યારબાદ નંબર આવે છે. ભારતનો નંબર ૯૬ દેશોમા ૭૬ મો આવે છે.


                                                 ભારત વશિષ્ટ નિવૃત્ત નાગરિકોના સ્વાસ્થ્યની બાબતમા ઘણુ પાછળ છે.  ઍના બીજા કારણોમા
૧) ૨ માથી ૧ વશિષ્ટ નાગરિકોનૂ ધ્યાન રાખનારુ કોઈ હોતુ નથી.
૨) પાંચમાથી બે વશિષ્ટ નાગરિકો રાતના રસ્તા પર અસલામતી અનુભવે છે.
૩) ત્રણમાથી ઍક વશિષ્ટ નાગરિકને સ્વતંત્ર પ્રમાણે જીવન જીવવાની સગવડ હોતી નથી.
૪) ૩૦% વશિષ્ટ નાગરિકોને  બહાર જવાની કોઈ સગવડ હોતી નથી.
૫) ભારતીય વશિષ્ટોની  આવકની બાબતમા અસલામતી વધૂ  છે.  ભારતના ઘણા વશિષ્ટો પેન્શનથી વંચિત હોય છે. . ઍટલા માટે ભારતીય વશિષ્ટોનુ પેન્શન કવરેજ  ફક્ત ૨૮.૯% છે જ્યારે ચીનનુ ૭૪.૪% છે.

                                ભારતમા નિવૃત્તવશિષ્ટ નાગરિકોના હિતો તરફની બેદરકારી પાછળ ભારતમા સામાન્ય માન્યતા છે કે" ઍ વપરાઈ  ગયેલી શક્તિઓ છે" જ્યારે  આગળ પડતા દેશો ઍમની આબાદી માટે ઍમના નૃિવૃત્ત વશિષ્ટોને આભારી છે. અને ઍમની પુરી સંભાળ લે છે.
                                        **************************************

Friday, September 11, 2015


યૂરોપ પર નિરાશ્રિતોનો ધસારો
                                                                                                          દોઝકમાથી સ્વર્ગમા જવા કોને મન ન થાય! અત્યારે મધ્યપૂર્વ અને કેટલાક આફ્રિકન દેશોમા હિંસા અને અરાજકતાનુ વાતાવરણ જામેલુ છે.  ઘણાખરા ઍમાના નિરાશ્રિતો મુસ્લિમ દેશોના છે.  બોમ્બમારા અને હિંસાથી ત્રાસેલા દેશોના લોકોઍ  ટર્કી થઈ ગ્રીસ દ્વારા યૂરોપમા પ્રવેશવા ધસારો વધારી દીધો છે.

                                            ઍ બધા સિરીયા, ઇરાક, લિબિયા, યેમન, અફ્ઘાનિસ્તાન અને ઉત્તર આફ્રિકાના જેવા દેશોના નીરાશ્રિતો છે. આશરે ૪૨૦૦૦ જેટલા નીરાશ્રિતો  યૂરોપમા હુંગેરીમા પ્રવેસ્યા છે અને યૂરોપને હચમચાવી મૂક્યુ છે. ઍ બધાને ક્યો દેશ રાખશે ઍ પ્રશ્ન અત્યારે ચર્ચાઈ રહ્યો છે.  બહુમતી નિરાશ્રિતો  મુસ્લિમો છે. યુરોપના કેટલાક નાના દેશો ઍમનો વિરોધ કરે છે. તો કેટલાક  સ્વીકારવા તૈયાર નથી કારણકે ઍમને મુસ્લિમોનો ખરાબ અનુભવ ભૂતકાળમા થયો હશે.

                                              નીરશ્રિતોને આશ્રય આપવો ઍટલે ઍ તે દેશને આર્થિક બોજો આવી પડે છે. ઍમને તંબુ, પથારી, અને ધાબળાઑ પૂરા પાડવા પડે. તે ઉપરાંત  રોજગારી પણ પુરી પાડવી પડે. તે છતા  જર્મનીઍ ૮૦૦૦૦૦, ગ્રીસે ૩૦૦૦૦, સર્બીયાઍ ૫૦૦૦, મેકોડેનીયા ઍ ૭૦૦૦, નિરાશ્રિતોને  આશ્રય આપવા તૈયારી બતાવી છે. અમેરિકાઍ ૩૨૦૦ જેટલા સિરીયન નિરાશ્રિતોને આશ્રય આપ્યો છે. આવતા વર્ષે ૧૫૦૦૦ નીરાશ્રિતોને આશરો આપશે.

                                                તે છતા બેઆપશે પ્રશ્નો તો ઉભા જ છે? ૫૦ જેટલા ઇસ્લામિક દેશો શા માટે ઇસ્લામિક  નીરાશ્રિતોને અપનાવતા નથી?  તે ઉપરાંત આ બહુમતી મુસ્લિમ નિરાશ્રિતો આગળ  જતા યુરોપ માટે  બોજારૂપ તો નહી બને ઍની શુ ખાતરી? કેટલાક લોકો માને  છે કે  મોટા ઈસ્લામિક દેશો જેવા કાજકિસ્તાન, સાઉદિ અરેબિયા, જેવા દેશો કેમ ઍ નિરાશ્રિતોનો બોજો લેવા  તૈયાર નથી?
                                            *************************************************

Tuesday, September 1, 2015

  લોહીનુ ઍક બિંદુ
                                                                                                                  વિજ્ઞાનીકો અત્યારે જે પ્રમાણે શોધ કરી રહ્યા છે ઍ પ્રમાણે તો લોહીના ઍક બિંદુમાથી જ શરીરનુ રહસ્ય ખબર પડી જશે.
૧) શરીરની નસોમા કેટલો કૉલોસ્ટ્રોલ વહે છે તે જાણી શકાશે.
૨) ક્યા વિટામિનસો અને હાર્મન્સો શરીરમા સારા અને ખરાબ છે?
૩) લોહીનુ ટિંપુ અત્યારની જ નહી પણ ભવિષ્યના સ્વાસ્થ્યની પણ આગાહી કરશે.
૪)માણસની આત્મઘાતી વૃત્તિ વિષે પણ આગાહી કરશે.
૫) વાઇરલ ઇન્ફેક્ષન વિષે પણ  જણાવશે.
૬) ડાઉન સિંડ્રોમ, મેલાનઑમા, ઓવેરી કૅન્સર, લંગ કૅન્સર, હાર્ટઍટકની સંભાવના, નટ ઍલરજી, પેંક્રિયાસ કૅન્સર,  બ્રેસ્ટ કૅન્સર, સર્જરી પછી મૃત્યુની સંભાવના, વિસ્મૃતીને લગતા રોગો  વિશેની આગાહી લોહી બિંદુ મારફતે કરી શકાશે.
૭) લેસર કિરણો મારફત લોહીમા રહેલા ખાંડનુ પ્રમાણ જાણી શકાશે.
૮) અનિયમિત આંતરડાની હલચલ ના રૉગ વિષે પણ લોહીના  બિંદુ વડે જાણી શકાશે.
                                       આમ  વિજ્ઞાન  માટે માણસના રોગોના નિદાનનુ લોહીનુ ઍક ટીપ્પુ અગત્યનુ સાધન બની રહેશે.
                                       *************************************************

Friday, August 14, 2015


જાણવા જેવુ

                                                                                                                          ૧) સફરજન કેફિન કરતા સવારના ઉંઘ ઉડાડવા માટે વધુ અક્ષીર છે.
૨) દીવસના  ઍક સીગરેટનુ પૅકેટ પીનારાઓ દસ દસ વર્ષના અંતરે'૨' દાંતો ગુમાવે છે.
૩) લોકો ઘરમા પડી રહેવાથી માંદા પડે છે, બહારના ઠંડા હવામાનથી નહી.
૪) જ્યારે  છીક ખાવ ત્યારે  તમારા શરીરના બધા અંગો કામ કરતા બંધ થઈ જાય છે.
૫) દાંતના બ્રશની શોધ ૧૪૯૮મા થઈ હતી.
૬) ઘરમા ગણગણતી માખી  આશરે ૧ મહીનો જીવે છે.
૭) કોમ્પ્યુટરના ઉપયોગ કરનારાઓ  ઍક મિનિટમા ૭ વાર આંખ પટપટાવે છે.
૮)પોપટ અને સસલુ બે ઍવા પ્રાણીઓ છે જે ડોકી ફેરવ્યા વગર પાછળ જોઈ શકે છે.
૯) અમેરિકાના  સાઉથ કરોલિના રાજ્યના રાષ્ટ્રગીત પર માઈકલ જેકસનની માલિકી હતી.
૧૦)  જો કોકોકોલામા રંગ ભેળવવામા ન આવે તો ઍ લીલા રંગનુ જ દેખાય.
૧૧) ઇંગ્લેંડની રાજગાદીના બે વારસો પ્રિન્સ ચાર્લ્સ અને પ્રિન્સ વિલીયૅમ કદી સાથે  મુસાફરી કરતા નથી.
                                      *******************************

Sunday, August 9, 2015


મોટા માણસની વિચિત્ર વાતો
                                                   
                                                          આલબર્ટ આઈનસ્ટાઈન  જ્યારે  વ્યાખ્યાન આપવા જતા ત્યારે ઍમનો ડ્રાઈવર  હૉલમા પાછળ બેસીને ઍમનુ વ્યાખ્યાન સાભળતો. ડ્રાઇવરે તો કહેવા માંડ્યુ કે  સાહેબની જેમ હૂ પણ વ્યાખ્યાન આપી શકુ. આથી ઍક વ્યાખ્યાન દરમિયાન આઈન્સ્ટાઇન ડ્રાઇવરના ડ્રેસમા પાછળ બેઠા અને ઍમના ડ્રાઇવરને વ્યાખ્યાન  આપવા ક્હ્યુ. ડ્રાઇવરે વ્યાખ્યાન  પણ સુંદર આપ્યુ પરંતુ જ્યારે પ્રશ્નોત્તરી નો સમય આવ્યો ત્યારે ડ્રાઇવરે હોશીયારીથી  ક્હ્યુ " મારો પાછળ બેઠેલો ડ્રાઇવર તમને યોગ્ય અને સુંદર જવાબ આપશે."
                                      આઈન્સ્ટાઈનને  કોઇઍ "  રિલેવીટીના સિધ્ધાંત વિષે પુછ્યુ"  તો ઍમણે સરળ ભાષામા સમજાવતા ક્હ્યુ "  ગરમ પ્રાઇમસ પર હાથ મુકોતો  ઍક મિનિટ પણ ઍક કલાક જેટલી લાગશે. અને કોઈ સુંદર  સ્ત્રી સામે કલાક સુધી બેસસો તો પણ મિનિટ જેટલો જ સમય લાગશે."
                                       આઈન્સ્ટાઈન જ્યારે પ્રિંસ્ટન વિશ્વ વિદ્યાલયમા કામ કરતા હતા ત્યારે  ઍક્વાર ઘરે જતી વખતે ઍમના ઘરનુ સરનામુ જ ભૂલી ગયા હતા. તેઓ  ટેક્ષીમા   બેઠા પણ ટેક્ષી ડ્રાઇવર  તેમને ઓળખી ન શક્યો તેમણે ટેક્ષી ડ્રાઇવર ને પુછ્યુ " આઈન્સ્ટાઈનનુ સરનામુ જાણે છે?  ટેક્ષી ડ્રાઇવ રે  જવાબ આપ્યો  " પ્રિંસ્ટનમા આઈન્સ્ટાઇનને કોણ નથી ઓળખતુ. તમારે આઈન્સ્ટાઇનને મળવુ છે.?"  આઈન્સ્ટાઇનઍ કહ્યુ  "હુ જ આઈન્સ્ટાઇન છુ. મારુ સરનામુ ભૂલી ગયો છુ. તુ મને મારે ઘરે  લઇ જઈ શકશે ?" ડ્રાઇવર ઍમને ઘરે લઈ ગયો અને ઉપરથી પૈસા પણ ન લીધા.
                                       ઍક્વાર આઈન્સ્ટાઇન ટ્રેનમા મુસાફરી  કરી રહયા  હતા.  ઍટલામા ટીકીટ ચેકર આવ્યો.  આઈન્સ્ટાઇને  ઍકે ઍક જગ્યાઍ ટીકીટ શોધી પણ મળી નહી.  ટીકીટ ચેકરઍ ક્હ્યુ'  આઈન્સ્ટાઇન હૂ તમને ઓળખુ છુ. તમે ટીકીટ લીધી જ હશે. ઍટલે તમે હવે ચિંતા ન કરો. આઈન્સ્ટાઇને  માથુ નમાવી ઍનો આભાર માન્યો .  ટીકીટ ચેકર આગળ વધ્યો પરંતુ પાછ ળ ફરીને જોયુતો આઈન્સ્ટાઇન  હજુ ટીકીટ શોધતા હતા. ટીકીટ ચેકરે  ફરીથી કહ્યુ ' સાહેબ  તમે ચિંતા ન કરો મારે તમારી ટીકીટ જોવી નથી.'  આઈન્સ્ટાઇને ટીકીટ ચેકર તરફ  જોઈને કહ્યુ "  મારા  મિત્ર મને ખબર છેકે હુ કોણ છુ,  પણ મને ખબર નથી કે મારે ક્યા જવાનુ છે?"
                                    વીદ્વાન માણસો  કેટલા ' ઍબસૅંટ માઇંડેડ'  અને વિચિત્ર હોય છે ઍના આ ઉત્તમ નમૂનાઓ છે.
                                           ***************************

Wednesday, August 5, 2015


જીવનનુ રહસ્ય

                                                                                                                      ૧) તમારા સ્વાસ્થ્યની સભાળ તમારા સગાવાલા અને મિત્રો જ કરશે બિજુ કોઈ નહી.
                              ૨) તમારે દલીલો દ્વારા હંમેશ જીતવુ જરૂરી નથી પરંતુ તમારી જાતની સાથે સાચા રહેવુ જરૂરી છે.
                               ૩) ભગવાન સાથે ગુસ્સે થઈ શકો છો કારણકે ઍ ગુસ્સાને સહી લેવા સમર્થ છે.
                               ૪)તમારી જાતને બીજા સાથે સરખાવવાની જરૂર નથી કારણ કે બીજાના જીવનમા આંતરિક રીતે શુ ચાલી રહ્યુ છે ઍના વિષે તમને કોઇ માહિતી નથી.
                               ૫) જો બીજાની સાથે સબંધોમા કોઈ ખાનગી બાબત જેવુ હોય તો ઍ સબંધો જાળવવા જેવા નથી.
                 
   
       
                                ૬)ઉંડો શ્વાસ લેવાથી મનને અનહદ શાંતિ મળે છે.
                                ૭) બિનજરૂરી વસ્તુઓ  ખરીદવાનો કોઈ અર્થ નથી.
                                ૮)  ભૂતકાળને યાદ કરી કરીને વર્તમાનને શા માટે બગાડવો?
                                ૯) સુખ તમારા જ  હાથમા છે બીજા કોઈ ઍમા મદદરૂપ થઈ શકે નહી.
                             ૧૦) કોઈને ભુલ માટે ક્ષમા ભલે આપો પણ ઍની ઍ ભુલને ભૂલો નહી.
                             ૧૧) બીજા તમારા વિષે શુ વિચારે છે ઍને બહુ મહત્વ ના આપો.
                             ૧૨) વખત ગમે તેવા આઘાત નુ  ઑસ ડ છે.
                             ૧૩) ગમે તેવો સારો કે ખરાબ વખત પસાર થઈ જવાનો છે, ઍમ સમજીને ચાલવુ.
                             ૧૪) ઈર્ષા  ઍ વખતનો બગાડ છે. આથી તમારી પાસે જે છે ઍને સ્વીકારો. અને તમારી પાસે નથી જે તમે ઈચ્છો છો તેને ભૂલી જાવ.
                             ૧૫) હજુ  સારામા સારુ આવવાનુ છે ઍમ સમજીને આશાવાદી બનો.

                                                **********************************

Saturday, July 18, 2015


'જીવો જિવસ્ય ભોજનમ'
                                                                                                         ઍમ કહેવામા આવે છેકે શક્તિશાળી પ્રાણી બીજા પ્રાણીને ખાઈ જાય છે. ઍવુ તદ્દન સત્ય નથી. ઘણીવાર નબળુ જીવડુ પણ મજબૂત અને શક્તિશાળીને પણ નુકશાન પહોચાડી શકે છે.  ઍ પણ ઍક અજાઇબી છે.


                              આપણે જેને તુચ્છ  ગણી કાઢી ઍ છીઍ, ઍ ઍજ જીવ ખતરનાક બની રહે છે. આપણે સિંહ, વાઘ, હાથી. અને દીપડાને ખતરનાક માની ઍનાથી ડરીઍ છે, ઍના કરતા નાની માખીઓ વધારે જીવો લે છે, અને કુદરતના નિયમને ઉંધો પાડે છે. અત્યારે જે આંકડાઓ પ્રસિધ્ધ થયા છે, ઍના પરથી જાણી શકાશે કે કોણ કોનો વધૂ નાશ કરે છે.ઍના પરથી ઍ પણ જાણી શકશે કે કોણ જીવોના નાશ કરવામા આ જગતમા મહત્વનો ભાગ ભજવે છે.


 દાખલા તરીકે ઍક વર્ષમા  માખીઓ ૭૫૫૦૦૦ માણસોને મારે છે જ્યારે ઈયળો ૨૦૦૦૦૦ માણસોને મારે છે. સાપો ૯૪૦૦૦ ને મારે છે, અને કુતરા ઑ ૬૧૦૦૦ ને મારે છે.  મગરો વાર્ષિક ૧૦૦૦ માણસોને ફાડી ખાય છે. હાથીઑતો ફક્ત  ૩૦૦ જેટલા જ માણસોને મારે છે.  આમ તમે  જુઓ તો નાના જીવો મનુષ્ય જેવા શક્તિશાળી અને હોશિયાર જીવો માટે વધારે ખતરનાક છે. આમા કુદરતનો નિયમ ક્યા રહ્યો છે?

                                                 ***********************************

Thursday, July 16, 2015


૧૦૮ નો આંકડો
                       
                                                                                                   હિન્દુ શાશ્ત્રમા ૧૦૮ ના આંકડાને ઋષિ મુનીઓેઍ ઘણુ મહત્વ આપવામા આવ્યુ છે. ઍની પાછ ળ પણ રહસ્ય છે!  હિન્દુઓમા ૧૦૮ મન્ત્રોની માળા ને મહત્વ આપવામા આવે છે. ૧૦૮ મન્ત્રોની આહુતિ દેવોને ચડાવવામા આવે છે.  કારણકે ૧૦૮ ના આંકડાને ઑમ સમાન ગણવામા આવે છે.  ઑમમા ઈશ્વર છે ઍમ માનવામા આવે છે.

                               ૧૦૮ ના આંકડાને બ્રમ્હાંડ સાથે ગા ઢ સબંધ છે. કુદરત પણ ૧૦૮ જેટલા વિભાગો મા વહેચાયેલી છે. સૂર્ય અને પૃથ્વી વચ્ચેના અંતરમા ૧૦૮ સૂર્યો સમાઇ શકે છે.  સૂર્યના ડાઈમનસનને અને પૃથ્વીના ડાઇમનસન વડે ભાગી યે તો ૧૦૮ આવશે. માનવી પણ ઍના જીવનમા ૧૦૮ વર્ષે સમ્પૂર્ણતા પ્રાપ્ત કરી શકે છે. તે ઉપરાંત માનવીના જીવનમા જ્યોતિષની દ્રષ્ટિે ઍ ૯ નક્ષત્રો દ્વારા ૧૨ મહાદશામાથી પસાર થવુ પડે છે. ઍટ લે ૧૨ ને ૯ગુણી કાઢી ઍ તો ૧૦૮ નો જ આંકડો આવે છે. ઍથી ૧૦૮નુ મહત્વ દરેક ક્ષેત્રમા છે.

                                પૃથ્વી અને ચન્દ્ર વચ્ચેના અંતરમા ૧૦૮ ચન્દ્રો સમાઇ શકે છે. આથી ૧૦૮ની પાછળ આધ્યાત્મિક રહસ્ય રહેલુ છે.

                                              **********************************

Friday, July 10, 2015


ભારતની લોકશાહી
                   
                                                                                                                આપણામા  કહેવત છે કે સાસરામા સાસુ  પીરસનારી હોય તો જમાઈને કઈ ઉણપ નહી રહે, ઍવી જ સ્થિતિ આપણા પાર્લામેન્ટના સભ્યોની છે. પોતેજ પોતાના પગાર અને  ભથ્થાઑ નક્કી કરી અને પોતેજ પાસ કરાવી દે છે. ભારતની પ્રજા પર ઍ ઠોકી દે છે. ઍજ લોકશાહીની કમનસીબી છે.
                           અત્યારે  પાર્લામેન્ટના સભ્યોને-
- ઍમની પત્ની સાથે ૧ ક્લાસ ઍસીની રેલવે ટિકેટ, અને સહાયકને સેકેંડ ક્લાસની ટિકેટ. તેઉપરાંત ટ્રાવેલ ભથ્થુ  ઍક સેકેંડ ક્લાસની ટિકેટ જેટલુ મળે છે.
-વિમાની ભાડુ ફ્રી અને સાથે ૧/૪ જેટલુ વિમાની ભાડુ ભથ્થુ તરીકે મળે છે.
- ફ્રી સરકારી ફ્લૅટ/૫૦૦૦૦ યૂનિટ મફત પાવર/૪૦૦૦૦કિલો લિટર મફત પાણી/૫૦૦૦૦ મફત ટેલિફોન કૉલ પર વર્ષ
-૨૦૦૦૦રૂપિયાનુ માસિક પેન્શન/ ઍક  ટર્મ થી વધારે રહે તો ૨૧૬૦૦ રૂપિયાનુ પેન્શન મળતુ રહે છે. બંગલો ૧૩૦ રૂપિયાના માસિક ભાડે રહેવા મળે છે.
- રૂપિયા ૫૦૦૦૦ની માસિક પગાર પણ મળે  છે. અને પાર્લમેન્ટ જ્યારે ચાલુ હોય ત્યારે રૂપિયા ૨૦૦૦નુ દૈનિક ભથ્થુ મળે છે.
                                                             પાર્લામેન્ટના સભ્યોના  પગાર અને ભથ્થાઑ વધારવામાટે પાર્લામેંટ સભ્યોની ઍક કમીટી તાજેતરમા બનાવવામા આવેલી હતી. તેણે કરેલી ભલામણો પણ  જાણવા જેવી છે.
- સરકારી નોકરોના પગારો અને ભથ્થાઑની  જેમ ઍમના પગારો અને . ભથ્થાઑ  વખતો વખત રીવ્યૂ થવા જોઇઍ.
-સભ્યોના પગાર માસિક ૩૫૦૦૦રૂપિયા કરવા જોઇઍ./મફત વિમાની પ્રવાસ અને સહાયકને મફત ફ્સ્ટ ક્લાસ રેલવેની ટિકેટ./અને વિમાની ફેર જેટલુ  જ ભથ્થુ મળવુ જોઇઍ.
-સભ્યોના પુત્રો/ પુત્રીને તથા પૌત્રોને પણ મફત સરકારી મેડિકલ સહાય મળવી જોઇઍ.
- સભ્યોનો માસિક પગાર બમ ણો કરવાની પણ માંગણી છે.
- સભ્યોના ભથ્થાઑ સારા ઍવા વધારવાની પણ માંગણી છે.
- સભ્યોની જે તે વિમાની મથકે માનપૂર્વક સ્વાગતની વ્યવસ્થા હોવી જોઇઍ.
                       આ છે લોકશાહીની બલિહારી છે ! અને લોકસેવા કરવા માટેની  અજબ માંગણીઑ છે.
                                           ************************************************

Monday, July 6, 2015


કેટલા લોકો જાણે છે?

                                                                                                         ૧) ગ્લાસને  સડી જતા ૧૦૦૦૦૦૦  વર્ષ લાગે છે.
                                 ૨) સોનાને કદી કાટ લાગતો નથી.
                                  ૩)જીભ ઍવી ઍકજ સ્નાયુ છે જે ઍક બાજુથી જ શરીર સાથે જોડાયેલો છે.
                                 ૪) જ્યારે શરીરમાથી પાણી શોષાઇ જાય છે ત્યારે તરસ મટી જાય છે.
                                 ૫) અમેરિકન આંતર યુધ્ધ દરમિયાન અમેરીકામા સંદેશાઓ પતંગ અને વર્તમાનપત્ર       દ્વારા મોકલતા હતા.
                                 ૬) સિંગતેલનો  ઉપયોગ સબમરીનમા બળતણ તરીકે કરવામા આવે છે, કારણ કે સિંગતેલ ૪૫૦ફેરાનાઇટ ઉશ્ણતામાને જ ધુમાડો કાઢે છે.

Wednesday, June 24, 2015


 સિલિકન વેલીની બીજી બાજુ

                                                                                                         અમેરીકામા સિલિકન વેલી ઍક સમૃધ્ધ પ્રદેશ છે ત્યા ગૂગલ, ઍપલ, ઈન્ટેલ, સિસ્કો, અને ફેસ બુક જેવી સમૃધ્ધ કંપનીઓ આવેલી છે. આખા અમેરિકાની સરેરાસ પ્રત્યેક માણસ દીઠ આવક આશરે $૩૬૦૦૦ ની સામે સિલિકન વેલી ની સરેરાસ પ્રત્યેક માણસ દીઠ આવક આશરે $ ૪૪૦૦૦ જેટલી છે. ઍનુ કારણ હાઈ ટેક્ની સમૃધ્ધિ છે
                                                                પરંતુ  ઍ સમૃધ્ધિના ચન્દ્ર સમાન  સૌદર્યમા ઘણા લોકો ઘરબાર વગરના  છે, અને ઍ લોકો રસ્તા પર કે પછી તોતીંગ પુલોની નીચે કે પછી નદી નાલાઓને કિનારે જીવન વિતાવે છે. ઍમા કેટલાક નિવૃત્ત સૈનિકો પણ છે. ઍમાના કેટલાક તો માનસિક રીતે પડી ભાંગેલા કે પછી માનસિક રોગિષ્ટ પણ છે.
                                                                આજના સરવે પ્રમાણે ૨૦૧૫ મા ૬૫૫૬ ઘરબાર વગરના લોકો હજુ પણ રસ્તા પર રખડે છે.  ૨૦૧૩ મા ઍવા ૭૬૩૧ વ્યક્તિઓ હતા.  આથી સંતોષ લેવાની વાત છે કે હોમલેસ માણસો ઑછા થયા છે અને સત્તા વાળાના અને ખાનગી સંસ્થાઓનાપ્રયત્નો  થોડે અંશે સફળ થયા છે.
                                                                     તે છતા ઍક બાજુ  અઢળક  સમૃધ્ધિ અને બીજી બાજુ આવી કંગાળતા ઍ વ્યાજબી નથી. ટૂકમા આજે દુનિયાંમા ઍક બાજુ સમૃધ્ધિ અન બીજી બાજુ કંગાળતા ફેલાયેલી છે ઍમાથી અમેરિકા પણ થોડે અંશે ઘેરાયેલ લાગે છે.
                                           ********************************************

Monday, June 22, 2015



ફાધર ડે ઍટલે કે પિતાને પ્રત્યે માન  દાખવાનો અવસર-૨૧જુન ૨૦૧૫

                                                                      અમેરીકામા ૨૧મી જૂને ફાધર ડે ઉજવાઈ ગયો. ઘણા પુત્રો અને પુત્રીઓેઍ ઍને આદરથી ઉજવ્યો. પૂર્વની સસ્કૃતિમા તો પિતાને 'પિતરુદેવ' કહેવામા આવે છે  અને પિતાને આદરપૂર્વક જોવામા આવે છે. પશ્ચિમમા (અમેરીકામા) પણ વર્ષના ઍક દિવસે પિતાના દિવસ તરીકે ઉજવાય છે, ઍટલેકે ૨૧ જુન.
                                                                   પિતા ઍ કુટુંબના નેતા સમાન હોય છે અને ઍને કુટુંબના હિતમા ઘણા અપ્રિય અને દુખદ નિર્ય ણો લેવા પડે છે. ઍથી ઍની સ્થિતિ ગણી મુશ્કેલ હોય છે. ઍને ઍની લાગણીઓને દબાવી રાખવી પડે છે. પ્રેમના આવેશને દબાવી રાખવો પડે છે. ઍને બધુ કુટુંબમા આંધાધુંધી ફેલાતી અટકાવવામાટે કરવુ પડે છે. ઍથી ઍ હમેશા બલીના બકરા જેવી હાલતમા હોય છે.
                            પિતા જે નથી કેરી શકતા તેની ઉણપ માતા પુરી કરે છે, ઍટલા માટે બાળકો હમેશા માતા ના પર ઍમનો પ્રેમ વધારે વરસાવતા રહે છે.  નાનપણમા બાળકો પિતા સાથે રમતા રહે છે. ઍમની જરૂરીયાતો પણ પિતા દ્વ્રારા સંતોષતા રહે છે. પરંતુ મોટા થતા જેટલી દાખવવી જોઇઍ ઍટલી ઉદારતા દાખવી શકતા નથી ઍનુ કારણ પિતાના તેમની બાબતમા સખત નિર્યણો ઘણીવાર  જવાબદાર હોય છે.
                            ઍમ કહેવાય છેકે નાનપણમા પિતા ઍના બાળકો માટે મહાન અને વિદ્દ્વાન હોય છે.  મધ્ય ઉંમરમા  બાળકોને પિતા ક્રોધી, અને સમયને અનુકુળ લાગતા નથી. આગળ જતા ઍમના માટે પિતા મુશ્કેલ બનતા જાય છે. પરંતુ ઍજ બાળકો જ્યારે ૪૦ ની ઉપ્પર વયના થાય અને ઍમને પણ સંતાનો હોય ત્યારે ઍમને ખ્યાલ આવે છેકે અમારા પિતાઍ અમને કેવી રીતે  ઉછેર્યા હશે? અને જ્યારે ઍ ઘરડા થાય  ત્યારે ઍમને ખ્યાલ આવે છેકે ઍમના પિતા કેટલા ભવિષ્યવેતા અને કેટલી હોશીયારીથી ઍમનુ જીવન ઘડ્યુ હતુ. ત્યારે જ ઍમને પિતાની નિપુણતાનો ખ્યાલ આવે છે. પરંતુ  ઍ વખતે ઘણુ મોડુ થઈ ગયુ હોય છે. કદાચ પિતા હયાત પણ નહી હોય. આજ પિતાની કહાનીનો કમનશીબ ભાગ છે.
                           ઍક વાત ચોક્કસ છે કે પિતા કુટુંબનો ભાર જ નથી ઉપાડતા પણ દરેક સભ્યની ઉણપોનો ભાગ ઉપાડી ઍને સલામત  સ્થળે પહોચાડે છે. ઍટલા માટે ભારતીય સંસ્કૃતિમા પિતાને વંદનીય સ્થાન પર મુકવામા આવેલા છે.
                                      *********************************  

Monday, June 15, 2015


હોશીયારી અને સફળતા

                                                                                                                                     સફળતા ઍ માનવીને સમાજમા ઉચા સ્થાન પર પહોચાડી દેછે.પરન્તુ હોશીયારી ને સફળતા સાથે ગાઢ સબંધ છે. આથી સફળ માનવી હોશીયારી વગર સમાજમા ટકી શકતો નથી. આથી હોશીયારીનુ વિવરણ કરવુ જરૂરી છે. ઍટલેકે હોશીયારી કોને કહેવાય?
                                હોશીયારી નુ ઘણા ચિન્તકોઍ પોતાના શબ્દોમા  વર્ણન કર્યુ છે. તેનો નિચોડ આ મુજબ છે.
૧)હોશીયાર માણસો પોતાની  મુશ્કેલી અને મર્યાદાને સમજે છે  આથી સંજોગોને વશ  થઈને વર્તે છે.
૨) ઍમને ખબર હોય છેકે ઍમનુ  જ્ઞાન કેટલુ છે અને ઍમની ઉણપને પુરી કરવા પ્રયત્ન કરે છે.
૩) ઍમની કતુહલતા  અપાર હોય છે. આથી ઍ કતુહલતાને સંતોષવા  ઍમની પાસે પ્રશ્નો પણ તૈયાર હોય છે.
૪) ઍ લોકો તદ્દન સ્પષ્ટ પ્રશ્નો  પૂછી લા છે અને ઍના ઉત્તરો મેળવીને જ જમ્પે છે.
૫) ઍ લોકો બીજાના વિચારોને અને લાગણીનેં સમજી શકે છે. બીજાના સારા વિચારો અને માન્યતાને અપનાવી લે છે.
૬) ઍ લોકો  ઉદ્દાર માનસ ધરાવતા હોય છે.
૭) ઍક અગત્યની વાત ઍ છે કે જ્યા સુધી  કોઈ પણ વસ્તુ પૂરાવા સહિત મગજમા ન ઉતરે ત્યા સુધી હોશિયાર લોકો ઍને અપનાવતા નથી.
                               આથી કહેવાય છે કે માનવીય સફળતા માનવીની  હોશીયારીને વરેલી છે.
                              ***********************************************