Friday, January 23, 2026

  


 જમીનમાંથી કાર્બન કાઢવાની શોધ                                             

                                                      એક ભારતીય વિજ્ઞાનીકે એના માટે પ્રયત્નો શરુ કર્યા. એનું નામ છે શાંતનુ અગરવાલ જેમણે એમની  જમીનમાંથી કાર્બન કાઢવાની કલા વિકસાવી છે.

                                                   ભારતના ચોખાના ખેતરો જોઈને કોઈને પણ આવો ખ્યાલ ન આવે. પરંતુ એક  ભારતીય વિજ્ઞાનિકને ચોખાના ખેતરો જોઈને એક અદભુત વિચાર અનુભવ્યો. ભારત આમ પણ વિશ્વ માટે અન્નનો ભંડાર છે કારણકે એની જમીન બહુજ ફળદ્રુપ છે.  તે છતાં એક ભારતીય વિજ્ઞાનિકને વિચાર આવ્યો કે  જમીનને કેવી રીતે વધુને વધુ ઉત્પાદિક બનાવવી ?



                                            એમણે માટીમાં કેવી રીતે પરિવર્તન લાવી એને કાર્બન રહિત બનાવવી એની રીત શોધી કાઢી જેથી પાકનું ઉત્પાદન વધારી શકાય. જમીન પર બેસાલ્ટ રોકનો પાવડર પાથરી જમીનમાંથી કાર્બન ચૂસવાની પદ્ધતિ અપનાવવાથી જમીન વધુ ફળદ્રુપ બને છે અને પાક માં અનેક ગણો વધારો થઇ શકે છે.

                                           આ અદભુત સંધોધન ને કારણે  સંતનું અગરવાલના માટી કાર્બન ને જમીનમાંથી કાર્બન કાઢવાની શોધને માટે 50 મિલિયન ડોલરનું  એક્ક્ષ ઇનામ મળ્યું.  માટી કાર્બનનું કામ તાન્ઝાનિયા , ઝામ્બિયા  જેવા દેશોમાં પણ  ચાલી રહ્યું છે. 





                                         શાંતનુનું  લક્ષ્ય ૧૦૦ મિલિયન ખેડૂતો સુધી પહોંચવાનો છે. અને ૨૦૫૦ સુધીમાં  ૧૦૦  બિલ્લીઓન ટન કાર્બન  જમીનમાંથી કાઢવાનો છે.

                                            આ શોધ ભારતમાં ખેતીનું ઉત્પાદન વધારવામાં પણ મદદરૂપ બની રહેશે  એના માટે દરેક દેશવાસીઓ ગર્વ લઇ શકે છે.

                         **********************************************

                                      

Thursday, January 15, 2026

 


ક્રિકેટ હીરોની અજબ સફળતા 

                                               મુંબઈ એક મહામયિ  નગરી છે જ્યાં લોકો પોતાની મહત્વકાંક્ષાને સફળ બનાવવા સપના લઈને આવે છે. ઘણા સફળ થાય છે તો ઘણા એ મહા નગરીમાં ડૂબી પણ જાય છે.  એવાજ એક સફળ ક્રિકેટરની આ એક સફળ કહાની છે. 

                                               એ યશસ્વી જેસ્વાલની  સફળ  જીવન કથા છે. એક સામાન્ય કુટુંબમાં જન્મી ક્રિકેટ જગતમાં નામના મેળવનાર એક યુવાનની અદભુત કથા છે. એ એના પિતા સાથે ઘણીજ નાની ઉંમરમાં એના પિતા સાથે ઉત્તરપ્રદેશથી  મુંબઈમાં આવ્યો હતો . નાનપણથી જ એને ક્રિકેટમાં રસ હતો અને એને ખબર હતી કે મુંબઈ એના માટે યોગ્ય જગા હતી જ્યા તે એનું સ્વપ્ન સિદ્ધ કરી શકે એમ છે.



                                                 મુંબઈ જેવા તદ્દન અજાણ્યા શહેરમાં એના માટે કોઈ જાતની મદ્દદ પણ ન હતી . આથી જ્યાં કામ મળે અને ક્રિકેટમાં તક મળે તે કરવા તૈયાર હતો. થોડા પૈસા મેળવવા એણે ડેરી પણ કામ કર્યું. એણે પૈસા મેળવવા માટે અનાજના વેપારીઓ સાથે કામ કર્યું . પરંતુ પોતાના સ્વપ્ન ક્રિકેટ પર ધ્યાન આપવું ચાલુ રાખ્યું.

                                            ક્રિકેટને માટે એણે મુંબઈમાં આઝાદ મેદાનમાં ગ્રાઉન્ડ મેનના તંબુમાં પણ રહેવા માંડ્યો. મુંબઈનું આઝાદ મેદાન ક્રિકેટ પ્રેમીઓ માટે રમતોનું ક્ષેત્ર રહ્યું છે. ત્યાં ઘણી ક્રિકેટ પીચોઆવેલી છે જ્યાં યુવા ક્રિકેટ ખેલાડીઓ રમ્યા કરતા  હોય છે. હું પણ ત્યાં મારા સ્કૂલ દિવસોમાં મિત્રો સાથે સાંજના ક્રિકેટ રમી ચુક્યો છે. અહીએ યશસ્વીને ક્રિકેટ રમવાની સારી એવી તકો મળતી રહી .



                                            અહીએજ ને ગમે તે સંજોગોમાં સફળતા પૂર્વક બહાર આવવાની પ્રેરણા મળતી રહી. આગળ જતા એ પ્રેરણાએ એણે ક્રિકેટ જગતમાં હીરો બનાવી દીધો. ૨૩ વર્ષની ઉંમરમાં એક વર્ષમાં  એણે  આંતરાષ્ટ્રીય ટેસ્ટ  જગતમાં ૧૦૦૦ રનનો રેકોર્ડ સર્જી દીધો. એક ઉત્તર પ્રદેશના છોકરાએ  ક્રિકેટ જગતમાં એનું નામ નોંધાવી દીધું. હજુ તો એ ૨૩ વર્ષનો યુવાન ખેલાડી છે અને એને માટે હજુ સારી ક્રિક્ર્ટની દુનિયા પડી છે. એટલેકે આખું આકાશ એ એને માટે  મર્યાદા છે.

                                        એમાંથી એ વસ્તુ તો સાબિત થાય છેકે કોઈ પણ વ્યક્તિ  અથાગ મહેનતથી કોઈ પણ સ્વપ્ન સિદ્ધ  કરી શકે છે. 

                                        ******************************** 

Thursday, January 1, 2026

 


હાઈટેક દ્વારા  સ્નાયુઓની  નિસ્ફળતા  પર કાબુ 

                                                                                                 સ્નાયુઓની નિસ્ફળતાને ઇંગ્લીશમાં 'ડિજનરેશન ઓફ મસલ્સ ' કહેવામાં આવે છે.   ૨ મિલિયન લોકોએ એ રોગને લીધે પોતાની આંખો ગુમાવી દીધી છે. એમાં લોકો બીજાને ઓળખી શકતા નથી , વાંચી શકતા નથી  અને અજાણી જગ્યાએ ફરી શકતા પણ નથી . આ ઘણીવાર બુઢાપાની પણ  બીમારી પણ હોય છે.

                                                                       એવા લોકો માટે હવે દ્રષ્ટિ મેળવવી હવે હાઈટેક દ્વારા શક્ય બની રહ્યું છે.  સર્જનો હવે '૨-એમએમ બાઈ ૨-એમએમ ચિપ સાથે ૪૦૦ હેંક્સએગોનલ ઇલેક્ટ્રોડ રેટિનામાં મુકવામાં આવે છે. એનાથી ચિપ  સંદેશાઓ મગજની નસોને પહોંચાડે છેજે માનવી જોવાની શક્તિ આપે છે. એનાથી પીડાતા લોકો વાંચી  અને લખી શકે છે.



                                                                        હવે વિજ્ઞાનીકો  લખવા , જેવા પીડિતને મદદ કરવા સીધા મગજમાં જ ચિપ્સ નાખી રહ્યા છે જેથી પીડિત  કોમ્પ્યુટર , સ્માર્ટ ફોન, વિહિલ ચેરને પણ ચલાવી શકશે. એ લોકો લાઈટ અને બીજી વસ્તુઓને પણ ચલાવી શકશે. હવે વિજ્ઞાનીકો એવા ચિપ ની શોધમાં છે જે મૂંગાં માણસોને પણ વાચા અપાવી શકે. 

                                                                    આગળ જતા ચિપ્સને મગજમાં એવા ન્યુરૉન્સ સાથે  ભેળવી દેવામાં આવશે કે  જે માનવીના અવાજ , અને  ક્રિએટિવિટી સાથે જોડાયેલા છે. એ એક  અદભુત શોધ હશે. આને કારણે મગજ અને કોમ્પ્યુટર  પર  કામ કરનાર કંપનીઓ એટલેકે બ્રેન કોમ્પ્યુટર કંપનીઓની કિંમત ૧૯૨૨ સુધીમાં ૧.૭૪ બિલ્લીઓન જેટલી થઇ ગઈ છે અને ૧૯૩૦ માં એની કિંમતો ૬.૨ બિલ્લીઓન ડોલર જેટલી થઇ જશે. એજ એની મહત્વતા બતાવે છે. 



                                                                  એવો પણ વખત આવશે કે મગજમાં ચિપ ઇમ્પ્લાન્ટ વ્યક્તિ આર્ટિફિશ્યલ ઈંટેલિજેંટ સાથે વધારે સારી રીતે ઉપયોગ કરી શકશે. જ્યાં સામાન્ય માનવી આર્ટિફિશ્યલ ઈંટેલિજેંટ ના ઉપયોગમાં  પાછળ પડી જશે.

                                         ***************************************