Thursday, January 15, 2026

 


ક્રિકેટ હીરોની અજબ સફળતા 

                                               મુંબઈ એક મહામયિ  નગરી છે જ્યાં લોકો પોતાની મહત્વકાંક્ષાને સફળ બનાવવા સપના લઈને આવે છે. ઘણા સફળ થાય છે તો ઘણા એ મહા નગરીમાં ડૂબી પણ જાય છે.  એવાજ એક સફળ ક્રિકેટરની આ એક સફળ કહાની છે. 

                                               એ યશસ્વી જેસ્વાલની  સફળ  જીવન કથા છે. એક સામાન્ય કુટુંબમાં જન્મી ક્રિકેટ જગતમાં નામના મેળવનાર એક યુવાનની અદભુત કથા છે. એ એના પિતા સાથે ઘણીજ નાની ઉંમરમાં એના પિતા સાથે ઉત્તરપ્રદેશથી  મુંબઈમાં આવ્યો હતો . નાનપણથી જ એને ક્રિકેટમાં રસ હતો અને એને ખબર હતી કે મુંબઈ એના માટે યોગ્ય જગા હતી જ્યા તે એનું સ્વપ્ન સિદ્ધ કરી શકે એમ છે.



                                                 મુંબઈ જેવા તદ્દન અજાણ્યા શહેરમાં એના માટે કોઈ જાતની મદ્દદ પણ ન હતી . આથી જ્યાં કામ મળે અને ક્રિકેટમાં તક મળે તે કરવા તૈયાર હતો. થોડા પૈસા મેળવવા એણે ડેરી પણ કામ કર્યું. એણે પૈસા મેળવવા માટે અનાજના વેપારીઓ સાથે કામ કર્યું . પરંતુ પોતાના સ્વપ્ન ક્રિકેટ પર ધ્યાન આપવું ચાલુ રાખ્યું.

                                            ક્રિકેટને માટે એણે મુંબઈમાં આઝાદ મેદાનમાં ગ્રાઉન્ડ મેનના તંબુમાં પણ રહેવા માંડ્યો. મુંબઈનું આઝાદ મેદાન ક્રિકેટ પ્રેમીઓ માટે રમતોનું ક્ષેત્ર રહ્યું છે. ત્યાં ઘણી ક્રિકેટ પીચોઆવેલી છે જ્યાં યુવા ક્રિકેટ ખેલાડીઓ રમ્યા કરતા  હોય છે. હું પણ ત્યાં મારા સ્કૂલ દિવસોમાં મિત્રો સાથે સાંજના ક્રિકેટ રમી ચુક્યો છે. અહીએ યશસ્વીને ક્રિકેટ રમવાની સારી એવી તકો મળતી રહી .



                                            અહીએજ ને ગમે તે સંજોગોમાં સફળતા પૂર્વક બહાર આવવાની પ્રેરણા મળતી રહી. આગળ જતા એ પ્રેરણાએ એણે ક્રિકેટ જગતમાં હીરો બનાવી દીધો. ૨૩ વર્ષની ઉંમરમાં એક વર્ષમાં  એણે  આંતરાષ્ટ્રીય ટેસ્ટ  જગતમાં ૧૦૦૦ રનનો રેકોર્ડ સર્જી દીધો. એક ઉત્તર પ્રદેશના છોકરાએ  ક્રિકેટ જગતમાં એનું નામ નોંધાવી દીધું. હજુ તો એ ૨૩ વર્ષનો યુવાન ખેલાડી છે અને એને માટે હજુ સારી ક્રિક્ર્ટની દુનિયા પડી છે. એટલેકે આખું આકાશ એ એને માટે  મર્યાદા છે.

                                        એમાંથી એ વસ્તુ તો સાબિત થાય છેકે કોઈ પણ વ્યક્તિ  અથાગ મહેનતથી કોઈ પણ સ્વપ્ન સિદ્ધ  કરી શકે છે. 

                                        ******************************** 

No comments:

Post a Comment