હાઈટેક દ્વારા સ્નાયુઓની નિસ્ફળતા પર કાબુ
સ્નાયુઓની નિસ્ફળતાને ઇંગ્લીશમાં 'ડિજનરેશન ઓફ મસલ્સ ' કહેવામાં આવે છે. ૨ મિલિયન લોકોએ એ રોગને લીધે પોતાની આંખો ગુમાવી દીધી છે. એમાં લોકો બીજાને ઓળખી શકતા નથી , વાંચી શકતા નથી અને અજાણી જગ્યાએ ફરી શકતા પણ નથી . આ ઘણીવાર બુઢાપાની પણ બીમારી પણ હોય છે.
એવા લોકો માટે હવે દ્રષ્ટિ મેળવવી હવે હાઈટેક દ્વારા શક્ય બની રહ્યું છે. સર્જનો હવે '૨-એમએમ બાઈ ૨-એમએમ ચિપ સાથે ૪૦૦ હેંક્સએગોનલ ઇલેક્ટ્રોડ રેટિનામાં મુકવામાં આવે છે. એનાથી ચિપ સંદેશાઓ મગજની નસોને પહોંચાડે છેજે માનવી જોવાની શક્તિ આપે છે. એનાથી પીડાતા લોકો વાંચી અને લખી શકે છે.
હવે વિજ્ઞાનીકો લખવા , જેવા પીડિતને મદદ કરવા સીધા મગજમાં જ ચિપ્સ નાખી રહ્યા છે જેથી પીડિત કોમ્પ્યુટર , સ્માર્ટ ફોન, વિહિલ ચેરને પણ ચલાવી શકશે. એ લોકો લાઈટ અને બીજી વસ્તુઓને પણ ચલાવી શકશે. હવે વિજ્ઞાનીકો એવા ચિપ ની શોધમાં છે જે મૂંગાં માણસોને પણ વાચા અપાવી શકે.
આગળ જતા ચિપ્સને મગજમાં એવા ન્યુરૉન્સ સાથે ભેળવી દેવામાં આવશે કે જે માનવીના અવાજ , અને ક્રિએટિવિટી સાથે જોડાયેલા છે. એ એક અદભુત શોધ હશે. આને કારણે મગજ અને કોમ્પ્યુટર પર કામ કરનાર કંપનીઓ એટલેકે બ્રેન કોમ્પ્યુટર કંપનીઓની કિંમત ૧૯૨૨ સુધીમાં ૧.૭૪ બિલ્લીઓન જેટલી થઇ ગઈ છે અને ૧૯૩૦ માં એની કિંમતો ૬.૨ બિલ્લીઓન ડોલર જેટલી થઇ જશે. એજ એની મહત્વતા બતાવે છે.
એવો પણ વખત આવશે કે મગજમાં ચિપ ઇમ્પ્લાન્ટ વ્યક્તિ આર્ટિફિશ્યલ ઈંટેલિજેંટ સાથે વધારે સારી રીતે ઉપયોગ કરી શકશે. જ્યાં સામાન્ય માનવી આર્ટિફિશ્યલ ઈંટેલિજેંટ ના ઉપયોગમાં પાછળ પડી જશે.
***************************************

.jpg)
.jpg)
No comments:
Post a Comment