ચીનની આર્થિક પડતી
ચીન આખી દુનિયામાં પોતાનો સસ્તો માલ વેચીને આર્થિક સંપત્તિઓ ઉભી કરી છે. આથી એ અમેરિકા જેવા સુપર શક્તિશાળી દેશને પણ હંફાવવા પ્રયત્ન કરી રહ્યો છે. એક તો ચીન સરમુખત્યાર દેશ છે અને એના લોકોને ઓછા વેતન દ્વારા કામ કરાવી તૈયાર માલ પરદેશમાં વેચી સારું એવું નાણું ભેગું કરે છે. અને એ નાણાંની મદદથી દુનિયામાં પ્રભુત્વ જમાવી રહ્યું છે. ચીની માલ દેખાવમાં સુંદર અને સસ્તો હોય છે પરંતુ એટલો ટકાવ હોતો નથી.
એક વાતમાં તથ્ય છેકે ભેગીકરેલી સંપત્તિથી ચીન આખી દુનિયા પાર દાદાગીરી કરી રહ્યું છે. દાદાગીરી એટલી હદે છે કે ચીનને અડીને આવેલા આશરે અઢાર જેટલા દેશો સાથે એનો સરહદ અંગેનો ઝગડાઓ છે. તે ઉપરાંત ગરીબ અને પૈસાના તંગી વાળા દેશોની કુદરતી સંપત્તિઓ હડપ કરવા તેમને આર્થિક સહાય આપે છે અને પછી એનું શોષણ કરવાની એની નીતિ છે. એમાં તાજોજ દાખલો શ્રી લંકા અને આફ્રિકાના પણ અનેક દેશો છે.
અમેરિકન પ્રમુખ ટ્રમ્પએ જ્યારથી ચીન સાથે અસહકાર અને વેપારી લડત ચલાવી ત્યારથી ચીનની પનોતી બેઠી છે. અત્યારના અમેરિકન પ્રમુખ બાઇડને પણ એ લડત ઘણે અંશે ચાલુ રાખી છે. અમેરિકન કંપનીઓએ પણ પોતાની ઓફિસો ચીનમાંથી ખસેડવા માંડી છે. એનાથી ચીનને સારું એવું આર્થિક નુકશાન થયું છે. અમેરિકાએ ઊંચ કક્ષાની હાઈ ટેક માહિતી ચીનને આપવા સામે પ્રતિબંધો લગાવ્યા છે.
તે ઉપરાંત ચીનની આર્થિક નીતિ પણ હવે નિષફળતા તરફ જવા માંડી છે. આર્થિક પ્રગતિનો વાર્ષિક દર ૩.૨% પહોંચી ગયો છે. ઘરોની કિંમત પણ ઓછી થઇ રહી છે. આથી ઘર બાંધતી કંપનીઓ હવે તકલીફમાં આવવા માંડી છે. વેપારમાં રોકાણ , નિકાસ અને લોકોની ખરીદ શક્તિ ઓછી થઇ ગઈ છે. આખી દુનિયામાં અત્યારે ભાવ વધારો ચાલી રહ્યો છે જયારે ચીનમાં અત્યારે ચીજોના ભાવ તદ્દન ઉતરી રહ્યા છે કારણકે લોકોની ખરીદ શક્તિ તદ્દન નીચે ગઈ છે. આ આર્થિક રીતે ખરાબ ચિન્હ છે.
લોકોના દેવા પણ વધી રહ્યા છે. તે ઉપરાંત મજબૂત , સફળ અને સાહસિક ઉદ્યોપતિઓને કાબુમાં રાખવા માટે ૨૦૨૦માં એમના પર સરકાર દ્વારા હુમલા કરવામાં આવ્યા. મજબૂત અને સફળ લોકો પર કાબુ જમાવવા જતા એના પ્રત્યાઘાતો ઘણા વિપરીત પડ્યા અને એથી ચીનને આર્થિક રીતે સહન કરવો પડ્યો. આ બધા માટે સત્તાને એક જગાએ કેન્દ્રિત કરવાની નીતિ જવાબદાર માનવામાં આવે છે. સરમુખત્યારીની આ મોટામાં મોટી નિર્બળતા હોય છે.
ચીનની વસ્તી પણ હવે વૃદ્ધાવસ્થા તરફ આગળ વધી રહી છે. ચીનનો જીડીપી ઘટી રહ્યો છે. અમેરિકા એક વખત માનતું હતું કે ચીનની આબાદી સાથે ચીનમાં લોકશાહીના ઉદયને તક મળશે પરંતુ એનાથી ઉલટુંજ બની રહ્યું છે. સરમુખત્યારીના મૂળિયાં જડ બની રહ્યા છે અને અંતે ચીનની પ્રગતિને નુકસાન રૂપ બની ગયા છે.
મૂળમાં સરમુખત્યારીનું ચિંત્ર થોડા સમય માટે સુંદર લાગે પરંતુ અંતે તો તો એનું કદરૂપ ચહેરો બતાવી જ દે છે.
************************************