અનાવિલ
અનાવિલ બ્રાહ્મણ જ્ઞાતિ ગુજરાતમા વસ્તીના પ્રમાણમા ઘણી નાની છે. ઍમ કહેવાય છેકે તેઓનો દક્ષિણ ગુજરાતમા તાપી નદી અને વાપી શહેરની વચ્ચે વસવાટ હતો. અનાવિલોનો ૧૦૦૦ ઉપરના વર્ષોનો ઇતીહાસ છે, જેને રામના યુગની સાથે સબંધ છે. આમતો અનાવિલ બ્રાહ્મણો દક્ષિણ ગુજરાતના અનાવલ ગામથી જોડાયેલા છે. અનાવલમા સુખલેશ્વર મહાદેવના મંદિર સાથે ઍમને ઘાડ સબંધ છે. અંબિકા નદીને અડીને આવેલુ અનાવલ ગામ બહુ જ સુંદર સ્થળ છે.
જોકે હવે તો વ્યયસાવને કારણે આખા ગુજરાતમા રહેતા થયા છે. દેસાઇ નામ ઍમના મૂળ વ્યયસાય સાથે સંકળાયેલો છે. ઇતિહાસીક પૂરાવા પ્રમાણે મોગલોઍ તેમને જમીન વેરો ઉઘારાવવા માટે હક્કો આપેલા હતા. પરન્તુ જેટલા ગામોમાથી વેરો ઉગરાવવાના હક્કો મળેલા તે પ્રમાણે તેમની સમૃધ્ધિ અને દરજ્જા જુદા જુદા હતા. આમ ગામોમાથી જમીન વેરો ઉઘારાવતા લોકો દેસાઈ કહેવાયા. મરાઠા વખતમા પણ ઍમના હક્કો ચાલુ રાખવામા આવ્યા હતા. મરાઠા અમલ દરમિયાન જમીન ટેક્ષ ઉગરાવવાના હક્કોનૂ લીલામી થતી, આથી દેસાઈઓનો પ્રભાવ વધ્યો. દેસાઈ અટક તમને પારસી, પટેલ, મુસ્લિમ, બ્રાહ્મણ વગેરે અનેક જ્ઞાતિમા જોવા મળશે. અનાવિલોની સ્થિતિ ઘણી સારી રહેતી કારણકે ઍમને વેરાઓની ઉઘરાણિમા સારો ઍવો હિસ્સો મળી રહેતો અને સાથે સાથે લાગતા વળગતા ગામો પર ઍમનુ પ્રભુત્વ પણ રહેતુ. ટુંકમા અનાવીલોમા તમને ક્ષત્રીયોના ઍટલેકે સામન્ત શાહીના ઘણા ગુણો અવગુણો જોવા મળશે. જેવા કે કેટલાક ગુણો વહીવટ નિપુણતા, પ્રામાણિકતા, આત્મ સન્માનની ભાવનાઓ અને સત્ય પ્રીયતા પરંતુ ઍની સાથે આવતા અવગુણોમા તોછડાઇ, મિથ્યા અભિમાન, અને અત્યંત નશો કરવાની આદતો સામાન્ય બની રહી. ઍમની આર્થિક પડતીમા ઍમના અવગુણો ઍમને માટે વધારે અસહ્ય બની ગયા. ઍમા ઘણા કુટુમ્બો આર્થિક રીતે તબાહ પણ થયા. તે છતા ઍમના ગુણોઍ જ્ઞાતીમાથી ઘણાને ટોચ પર પણ મૂકી દીઘા છે. જેવા કે મહાદેવ દેસાઈ(મહાત્મા ગાંધીના સેક્રેટરી), ભુલાભાઇ દેસાઈ(પ્રખ્યાત ધારાશાસ્ત્રી), મોરારજી દેસાઈ(ભારતનાપૂર્વ પ્રધાનમંત્રી), ખંડુભાઇ દેસાઈ(ભારતના પૂર્વ મજુર પ્રધાન), ધીરુભાઇ દેસાઈ,(સુપ્રીમ કોર્ટના ન્યાયમૂર્તિ) અને ઍમ જે દેસાઈ (ફોરેન સેક્રેટરી) , ઝીણા ભાઈ દેસાઈ (સ્નેહરશ્મિ- પ્રખ્યાત ગુજરાતી સાહિત્ય કાર),ઍમ ઍન દેસાઈ, (પૂર્વ કુલપતિ, ગુજરાત યૂનિવર્સિટી) જેવા અગ્રગણ્ય વ્યક્તિઓેઍ ભારતના રાજકારણમા, ન્યાયક્ષેત્રમા, સાહિત્ય, શિક્ષણ અને સિવિલ સર્વિસ ક્ષેત્રમા પણ સારુ ઍવુ પ્રદાન કરેલુ છે. તે ઉપરાંત દેસાઈઓઍ ઈન્સ્યુરૅન્સ, બૅંકિંગ, રેલવે, શિક્ષણ, અને વહીવટી ક્ષેત્રે પણ સારુ ઍવુ પ્રદાન કરેલુ છે.
અંગ્રેજ રાજે ૧૮૦૦ મા ' રૅયેટ વારી' પ્રથા જમીન ટેક્સ ઉઘરાવવા માટે દાખલ કરી કારણ કે ઍમને વચલા માણસોને દૂર કરવા હતા. અંગ્રેજ રાજે અગ્રગણ્ય અનાવિલ કુટુમ્બોની નોધણી કરી તેમને માસિક ભથ્થુ' દેસાઈગીરી ' આપવાનુ નક્કી કર્યુ. અને ઍનાથી અનાવિલોની આર્થિક પરિસ્થિતિને ધક્કો લાગ્યો. ઍજ 'દેસાઈગીરીને ' ભારત સ્વતંત્ર થયા બાદ ૧૯૫૮ મા નાબૂદ કરવામા આવી.અનાવિલઓની આર્થિક પડતીના બીજા કારણો પણ ઘણા .છે.' વાંકડો' પ્રથા, ઉંચા દેસાઈઅને નીચા દેસાઈ જેવી માન્યતાઓ. નીચા દેસાઈઓ 'ભાટેલા' અને 'હાજીદ્રાસ' (હળથી ખેતી કરનારા) તરીકે ઓળખતા. નીચા દેસાઇઓને ઉચ્ચ દેસાઇની કન્યા માટે સારા ઍવા પૈસા વાકડા તરીકે આપવો પડતો. અને આ પ્રથા ઍ આગળ જતા સામાન્ય રિવાજ સ્વરુપ ધારણ કરી લીધુ. આ બધી પ્રથાઓઍ અનાવિલોની આર્થિક પરિસ્થિતિ વિપરીત બનાવી મૂકી. તેમા ઉચા દેસાઈ કુટુમ્બો જેવાકે' પેઢીવાળા ', 'દરવાજાવાળાનો' દરજ્જો ઘણો ઉંચો ગણાવવા લાગ્યો. 'પેઢીવાળા' કુટુમ્બો પાસે ઘણા ગામોના હક્કો હતા. અને તેઓ ઘણાસમૃધ્ધ હતા. બીજા 'દરવાજાવાળા' કુટુમ્બો પાસે અમુક ગામોના રક્ષણની પણ જવાબદારીઓ રહેતી. તેમની પાસે થોડી સત્તાઓ હતી આથી ઍ કુટુમ્બો પણ સમૃધ્ધ હતા. પલસાણા, મહુવા, ગણ દેવા જેવા ગામો ઉચ્ચ 'પેઢીવાળા' દેસાઈ કુટુંબોના ગામો ગણાય છે, જ્યારે પુની, ઉંટડી ગામો 'દરવાજાવાળા' ઉચ્ચ દેસાઇ કુટુંબોના ગામો ગણાય છે. તે ઉપરાંત વલસાડના મદનવાડ / દીક્ષિત મહોલ્લાના દેસાઇઓ અને ભદેલીના દેસાઈ કુટુમ્બોની ગણતરી ઉચ્ચ દેસાઈઓમા થાય છે.
દેસાઇઓની વસ્તી સુરત અને વાપીની વચમા મુખ્યત્વે ઓલપાડ, કામરેજ, ચોરાસી, પલસાણા, નવસારી, ગણદેવા, વલસાડ, હરિયા, ચણવઈ, ભદેલી, ઉંટડી, ચીખલી, ખરસા ડ, ઍરૂ, કાલિયાવાડી, મહુવા, બુહારી, વ્યારા, સુરભોણ, સંદલપૂર, વેસમા, પુની, મરોલી, પરુજણ, તલન્ગપોર, ડેલાડવા, કતારગામ, કોસ્મારા, વહાયૂ, દિહણ, દેસાઈપારીમા વધારે હતી.
અનાવિલ દેસાઈઓ આચક બ્રાહ્મણો નથી પરંતુ બ્રાહ્મણોંના નીતિ નીયમો પાડે છે. ઍક્જ 'પિંડ' અને 'ગોત્રમા' લગ્ન કરવાની મના છે. 'પિંડ ' ઍટલે કે વરકન્યાના વડદાદામા પણ સગપણ હોય તો લગ્નની મનાઈ છે. અને ઍકજ 'ગોત્ર 'ઍટલેકે વરકન્યા ઍકજ કટૂંબના હોય તો ઍવા લગ્નની પણ મનાઈ છે. અનાવિલ કુટુંબોમા દરેક કુટુંબના 'ગોત્રો' ઋષિઓના નામોથી ઓળખાય છે. ગોત્રોના નામો ગરગયા, વત્સસયના,કૌંદિન્યા, અગત્સ્ય, ભારદ્વાજ, ગૌતમ, કાશ્યપ, વશીસ્ટ, વિશ્વામિત્ર, કથાયના, લવના, ક્રિશ્નાત્રીસ,અને વલ્કિલ્ય જેવા છે. અનાવીલોમા' સાટા' પ્રથા લગ્નમા હતી.' સાટા' પ્રથામા બે કુટુમ્બો સામસામે પુત્ર અને પુત્રીને લગ્ન દ્વારા જોડતા. આ પ્રથા પાછળ આર્થિક કારણો પણ હતા.
પારડી પછીના દક્ષીણના ગામોના દેસાઈઓની ગણતરી નીચા દેસાઇઓમા થતી ઍટલે કે 'ભાટેલા' કહેવાય, અને. તેઓની અટક નાયક, વશી, મહેતા જેવી હોય છે. ઉંચા અને નીચા દેસાઈની પ્રથાઍ દેસાઈઓમા અંતર વધારી દીધુ અને લગ્નમા પણ હાડમારી વધારી દીધી હતી. અને ઍ પણ અનાવિલોની આર્થિક પડતીનુ મુખ્ય કારણ બની ગયુ. પરંતુ નાની ઍવી જ્ઞાતિઍ ઍની ખુમારીને અને આવડત વડે સમાજમા પોતાનુ ઉચ્ચ સ્થાન જમાવી લીધુ છે.
********************************