યોગ
યોગ એ ભારતીય સંસ્કૃતિનો એક અમૂલ્ય ભેટ છે. જેને આજે સારી દુનિયાએ અનુભવીને એનો સ્વીકાર કર્યો છે. એટલા માટે ૨૧ મી જૂન ને આતરરાષ્ટ્રીય દિવસ તરીકે દુનિયાભરમાં ઉજવવામાં આવે છે.યોગમાં એવું શું છેકે લોકોએ સારા સ્વાસ્થ્ય જીવન માટે એનો સ્વીકાર કર્યો છે.
યોગ એટલે તમારા અંગુઠાએ અડકવાની ક્રિયા નથી એતો તમારા વિચારોને જકડી લેવાની પ્રક્રિયા છે. બીજા અર્થમાં યોગ એ સંગીત સમાન છે. એ એક માનસિક દ્વારા ગવાયેલો એક સુંદર રાગ છે . શરીરને આત્મા સાથે જોડવાનો પ્રયત્ન છે.
બીજા અર્થમાં તમને શું જોઈએ છે? તમે ક્યાં જઈ શકો છો? અને એ તમે કેવી રીતે મેળવી શકો છો એની એક ક્રિયા છે. ટૂંકમાં યોગ તમારા પ્રશ્નોનો યોગ્ય ઉત્તર પણ આપે છે.
યોગ વિષે વિવિધ વિદ્વાનો નું શું કહેવું છે એ પણ રસપ્રદ છે. સ્વામી કૃપાલ કહે છેકે ' તમારી દરેક ક્રિયાને કળાકીય રીતે રજુ કરાવી એ પણ યોગ છે'. રાલ્ફ ગેટ્સ ના પ્રમાણે 'યોગ એ બહારી ક્રિયા નથી પણ આત્માને એની સાથે જોડવાની ક્રિયા છે'. અમિત રેના માનવા પ્રમાણે યોગ એક કાવ્યમય ક્રિયા છે. યોગ એ આળસુ માણસની વાત નથી પરંતુ જે એનો અમલ કરે છે એને સફળતા જરૂર મળે છે એમ સ્વાત્મારામ કહે છે.
આજે દુનિયાભરમાં યોગના કલાસો ચાલે છે અને એનાથી ફાયદો અવશ્ય થાય છે એટલા માટે એની માંગ વધી ગઈ છે. એનાથી તંદુરસ્તી અને માનસિક શાંતિ લોકો અનુભવે છે. એથી યોગ હવે એ ભારતીય પ્રક્રિયા નથી રહી પણ એ હવે આંતરરાષ્ટ્રીય માંગ બની ચુકી છે. એના માટે દરેક ભારતીયોએ ગર્વ લેવો જોઈએ.
********************************************
.jpg)
.jpg)
.jpg)
No comments:
Post a Comment