પૈસાની જાળવણી
આજકાલ તમારા પૈસાને કેવી રીતે ગુનેગારોથી બચાવવા એક કોયડો છે. ઓન લાઈન ગુનાઓ પુષ્કળ પ્રમાણમાં વધી ગયા છે. અને લાખો રૂપિયાઓ ચવાઈ ગયા છે. એમાં કેટલાએ નિર્દોષ લોકોએ પોતાની જિંદગીભરની કમાણીઓ ગુમાવી દીધી છે. આથી પૈસાની જાળવણી માટે અમુક પગલાં લેવા આવશ્યક છે.
પૈસાનો વ્યહવાર આમતો બેંકો દ્વારા જ થાય છે એટલે બેંક ખાતામાં સાવધાની રાખવાની જરૂરિયાત છે. ઘણી બેંકો ખાતાઓ રાખવાથી એના પાર અંકુશ રાખવો મુશ્કેલ થાય છે. માટે એક મુખ્ય અને બીજો એક ખાતું જુદું રાખવું એટલેકે બે ખાતાઓ જ રાખ્યા હોય તો એના પાર કાબુ રાખવું સરળ રહે છે.
ગણાખરા પૈસા મુખ્ય ખાતામાં રાખવા અને એ ખાતાનો ઓન લાઈન ઉપયોગ ટાળવો . તે ઉપરાંત મુખ્ય ખાતાના ડેબિટ કાર્ડ પણ વાપરવો જોઈએ નહિ.
બીજા ખાતાનો ઉપયોગ ખર્ચાઓ માટે ઉપયોગ થઇ શકે. એના એટીએમ કાર્ડનો ઉપયોગ કેશ ઉપાડવા માટે થઇ શકે. તે ઉપરાંત મુખ્ય ખાતામાંથી જરૂર પડે એ પ્રમાણે પૈસા બીજા ખાતામાં કરી શકાય. આથી તમારા માટે બેન્ક વ્યહવાર સરળ અને સલામત રહેશે.
ક્રેડિટ કાર્ડનો વ્યહવાર વધુ સલામત હોય છે. કારણકે એમાં તરત જ પૈસા ડેબિટ થતા નથી એટલે ખોટા અને ગુનાહિત નાણાની ચુકવણી પર ગરાકનો કાબુ રહે છે ખોટી ચુકવણીને પાછી મેળવવી સરળ રહે છે. જયારે ડેબિટ કાર્ડ માં પૈસા તરતજ ડેબિટ થઇ જાય છે અને ખોટી ચુકવણી ના પૈસા મળવા મુશ્કેલ થઇ જાય છે.
ચિપવાળા કાર્ડ રાખવા સારા . તમારા કાર્ડને ક્યારે પણ તમારી નઝર બહાર જવા ન દેવો જોઈએ , અને જયારે તમે તમારો પીનકોડ વાપરો ત્યારે કોઈની પણ નઝર એના પર ન પડે એની કાળજી લેવી જોઈએ.
એટીએમ માં જાવ ત્યારે બરાબર સાવચેતી રાખવી જરૂરી છે. અને ધ્યાન રાખવું કે પિનકોડના ઉપયોગ કરતી જોઈ લેવું કે કોઈ કૅમેરા કે પાછળની વ્યક્તિ એના પર નઝરતો નથી રાખતું . એટીમની રિસીપટ પણ જોઈએ ફાડી નાખવી જરૂરી છે. કેશને પાકીટમાં મૂકીને જ એટીએમમાંથી બહાર આવવું એમાં જ તમારી અને પૈસાની સલામતી છે.
આતો સામાન્ય બાબતો છે જેનું ધ્યાન આ ઈન્ટરનેટ ના જમાનામાં જરૂરી છે. તમારા પૈસાની સલામતી અને જાળવણી એમાં રહેલી છે. દરરોજ પૈસાની બાબતમાં કેટલાએ કેટલાએ ફ્રોડો બેન્કોના બાબતોમાં થાય છે એમાંથી બચવાનો આ સલામત અને સરળ રસ્તો છે.
************************************************

.jpg)
.jpg)
No comments:
Post a Comment