મોહ
ગીતામાં ભગવાન કૃષ્ણએ કહ્યું છે કે મોહ એ માનવીનો મોટામાં મોટો દુશ્મન છે. એનાથી દુનિયામાં મોટા દુષણો ઉભા થયા છે.એના કરતા ભગવાનની ભક્તિનો મોહ વધુ આવશ્યક છે. ઘણી જાતના મોહ હોય છે મનુષ્યને વિચલિત કરી નાખે છે જે જીવનને નરકમય બનાવી મૂકે છે.
મનુષ્યને શરીરનો મોહ વધુ સતાવે છે. એ એક સાયા છે કે શરીર અને આત્મા એ મનુષ્ય જીવનના બે પાસા છે. શરીરના મોહને લીધે મનુષ્ય જીવનનું મોટું સત્ય મૃત્યુથી ભયંકર ડરતો રહે છે. શરીરના નાશવંત સત્યને જાણવા છતાં પણ મનુષ્ય એને બહુજ પ્રેમ કરેછે. શરીર રોગોના આક્રમણોથી હારીને નાશ પામે છે . એમાં સડો વધી જાય તો દુર્ગંધ ફેલાવી દે છે . અને જો એમાંથી ચેતના જે આત્મા તરીકે ઓળખાય છે એ ચાલી જાય તો નિર્જીવ થઇ જાય છે. એથી એના પ્રત્યેનો મોહ માનવીને નિર્બળ બનાવી મૂકે છે. અંતે તો મૃત શરીરને દફનાવી કે પછી બાળી નાખવામાં આવે છે. આવા નાશવંત શરીરનો મોહ રાખી માનવીએ મૃત્યુનો શા માટે ડર રાખવો જોઈએ? એના કરતા એના આત્માને વધુને વધુ પ્રગતિશીલ અને શુદ્ધ બનાવવામાં પ્રયત્નો કરવા જોઈએ. એટલેકે વધુ આધ્યામિકતા વધારવી જોઈએ.
બીજો મોહ કીર્તિનો હોય છે. લોકો સ્વ પ્રશંસા તરફ વધુ મહત્વ આપે છે. ધન દોલતને સારા કામોમાં વાપરવા કરતા પોતાના નામને આગળ ધરવામાં વધુ મહત્વ આપતા હોય છે. પરંતુ કીર્તિ પણ સમય સમય પ્રમાણે બદલાતી રહેતી હોય છે. જે લોકો આજે તમારી પ્રશંસા કરતા હોય તો આવતી કાલે તમારા માટે ગાલીગલોચ પણ કરશે. નેપોલીઓન જયારે વિશ્વ વિજેતા થઇને પાછા ફર્યા ત્યારે એમને આવકારવા હજારો લોકો હાજર હતા. એમના સેનાપતિઓ એમને બહાર આવી એમના જુસ્સાને વધારવાની વિનંતી કરી ત્યારે નેપોલિયને કહ્યું કે ' આ કીર્તિ આજે છે પણ કદાચ કાલે આજ લોકો મારા પણ ક્રોધ વરસાવી શકે છે. ' એવા દિવસો પણ ત્યારબાદ નેપોલિયનને જોવા મળ્યા હતા. એટલા માટે કીર્તિનો મોહ બહુ ન હોવો જોઈએ. એમાં પણ વિવેક રાખવો જોઈએ.
ભગવાનની ભક્તિનો પણ મોહ હોય છે. પરંતુ એ નિસ્પૃહ હોવો જોઈએ . ભગવાનનો મોહ આત્મા શુદ્ધિ માટેનો હોવો જોઈએ. ઘણા ખરા લોકો મંદિરોના આંટા ફેરા સ્વાર્થ માટે કે પછી કૈક માંગવા કરતા હોય છે . એનો ફાયદો થતો નથી. આથી ભગવાનના મોહમાં પણ વિવેકપૂર્વ વર્તવાની જરૂરિયાત હોય છે. મહાભારતના કાળમાં કૃષ્ણ અચાનક ભોજન માટે વિદુરને ઘરે પહોંચ્યા. વિદુરની પત્ની ભગવાન કૃષ્ણની ભગત હતી. કૃષ્ણને જોઈને તે ભક્તિના મોહમાં ભાન ભૂલી ગઈ. કૃષ્ણને કેળાનો પ્રસાદ ધર્યો પરંતુ ભક્તિમાં લિન થઇ એણે ભગવાનને કેળાના છોટલા ધરી દીધા અને કેળાનો ગલ બહાર ફેકવા માંડી . વિદુર ઘરે આવ્યા તો જોયુંકે કેળાની ગલ ઘરની બહાર પડેલો હતો. અને એમને આશ્ચર્ય થયું . વિદુરની પત્નીએ ભક્તિ મોહમાં લિન થઇ વિવેક ગુમાવી દીધો હતો. આ એક ભક્તિ મોહમાં વિવેક ન ગુમાવવો જોઈએ એનો એક અજોડ પ્રસંગ છે.
આખરી ધનદૌલતનો મોહ માનવીને અંધ બનાવી દે છે. એનાથી અસંખ્ય દુષણો ઉભા થાય છે. નીતિથી કમાયેલી કમાણી ટકી જાય છે. અને અનીતિનું ધનદોલત દુષણોમાં જ નાશ પામે છે. એટલા માટે ધનનો મોહ પણ વિવેક માંગે છે.
આથી મોહમાં પણ વિવેક અને મર્યાદા હોય છે. એના ભંગથી દુષણો સર્જાય છે.
*********************************
.jpg)
.jpg)
No comments:
Post a Comment