Tuesday, October 20, 2026

 


માનવી અને એના  કર્મો 

                                                ખરાબ  કર્મો કરનારા બધા અજ્ઞાની  નથી હોતા પરંતુ  એમની માનસિક સ્થિસ્તી વાજરૂત થયી ગઈ હોય છે અને તેઓ તેમના જ્ઞાનનો ઉપયોગ યોગ્ય રીતે કરી શકતા નથી .ઘણી વાર તેમની ઈર્ષા, અભિમાન અને અજબ તાકાત તેમને સારાઈ માંથી હીન કર્મો કરવા દોરી જાય છે. 

                                               ઔરંગઝેબ  ધર્માન્ધ હતો . કુરાનનું  જ્ઞાન પણ ધરાવતો હતો. બહુજ સાદું જીવન જીવતો હતો . ઉમદા મુસલમાન હતો પરંતુ હિંદુઓ પ્રત્યેની એની ઈર્ષા,  એમની ધર્મ ભક્તિ, અને પોતાના કુરાનના જ્ઞાનના  અભિમાનને લીધી બધું જ્ઞાન અને સારાઈ ભૂલીને કટ્ટર ધર્માન્ધ થઇ ગયો હતો . એમાજ એણે એના સામ્રાજ્યનો પણ નાશ કરી નાખ્યો .  અને હિંદુઓને સારી એવી પીડા આપી. આમ એની સારી વૃત્તિઓ પર હીન કર્મોએ કાબુ કરી લીધો. 



                                         એવો દાખલો રાવણનો છે. રાવણ શિવ ભક્ત હતો અને અત્ત્યંત  જ્ઞાની હતો  એ એના જ્ઞાન વડે મોક્ષ પામવા માટે સ્વર્ગની સીડી બનાવી ચુક્યો હતો . એને સીતાનું હરણ કર્યું હતું પરંતુ સીતામાતાને હાથ  પણ લગાડ્યો  ન હતો. એટલી સારાઈ એનામાં હતી. એને ખબર હતી કે  સુકર્મો અને કુકર્મો વચ્ચે શું તફાવત છે.  પરંતુ એના અભિમાન અને અજબ શક્તિએ એનું ભાન  ભુલાવી દીધું  દીધું હતું.  બંગાળી ગ્રંથ કૃતિ રામાયણમાં  એક સુંદર પ્રસંગ વર્ણવામાં આવ્યો છે. એમાં જયારે રાવણ મૃત્યુ  શપયા પર પડ્યો હોય છે ત્યારે રામ લક્ષ્મણને  રાવણ પારે જ્ઞાન  લેવા મોકલે છે.  ત્યારે લક્ષ્મણ  રાવણના  પગ પાસે ઉભા રહી એને વિનંતી કરી  એના જ્ઞાનનો લાભ લે છે.  રાવણ એને કહે છે કે ' જેમાં સફળતાની આશા હોય એવા કામ પહેલા કરવા જોઈએ . અને જેમાં અશુભ લાગે એવા કામોને  ટાળવા જોઈએ. શત્રુઓ  અને  રોગને નબળા ન સમજવા . સારથી ચોકીદાર , અને સ્વજનો સાથે વેર ન કરવું . અને અંતિમમાં રાવણનું કહેવું હતુંકે પ્રશંસક અને હિતેચ્છુ વચ્ચે ભેદ સમજવાની જરૂરિયાત છે. 



                                   આબધી વસ્તુઓ રાવણના જીવનમાં બનેલા અનુભવો  પરથી જ લાગે છે . એને વાનરોને  તુચ્છ માન્ય હતા . એના ભાઈ વિભીષણ સાથે વેર બાંધ્યું  અને એનો પરાજય થયો . મોક્ષની સીડી બનાવી અજબ સિદ્ધિ મેળવવા કરતા પહેલા સીતાનું હરણ કરવાનું હીન કામ કરી પોતાનું  નાશ નોતર્યું હતું. 

                                        મહાભારતનો વિલીન દુર્યોધનતો કહેતો કે મને ધર્મ શું છે એ ખબર છે પરંતુ હું ધર્મ પાળી શકતો નથી . એ જ્ઞાની હતો પણ એના અભિમાન, ઈર્ષા  અને મહત્વકાંક્ષાએ એને ઊંધે પાટે ચઢાવી દીધો હતો. એમાજ એણે એના  સર્વ કુટુંબનો  નાશ   નોતર્યો હતો. 

                                               આથી જ્ઞાન નો ઉપયોગ સુકર્મોમાં કરવામાં આવે તો જ સમાજને લાભ થાય પરંતુ માનવીની હીન વૃત્તિઓ જ્ઞાનની  ઉપ્પર જઈને  કબજો જમાવી દે ત્યારે એ નાશ નોતરે છે.  આખરે તો  માનવી કઈ વસ્તુને વધારે મહત્વ આપે એના પરજ એનું ચરિત્ર ઘડાય છે. 

                                 ****************************

No comments:

Post a Comment