ગબડતો રૂપિયો
ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ ભારતને ગણીજ ગતિથી વધતી આર્થિક વ્યવસ્થા માને છે અને આવતા વર્ષે પણ એનો ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ ૭%ની ઉપ્પર રહેશે એમ માને છે. તે છતાં આશ્ચર્ય જનક છે ભારતનો રૂપિયો કેમ આંતરરાષ્ટ્રીય ચલણમાં ગબડતો જાય છે.
છેલ્લા મહિનાઓમાં રૂપિયો 11 % જેટલો ગબડી ગયો છે. એના માટે વિદેશી રોકાણ કાર જવાબદાર છે. વિદેશીઓએ ભારતીય શેર બજારમાંથી 3 લાખ કરોડ જેટલા કિંમતના શેરો વેચી માર્યા છે. તે ઉપરાંત આ પ્રવૃતિઓ હવે વધુ ગતિથી વધી રહી છે. છેલ્લા 6 મહિનામાં 35000 કરોડના શેરો વિદેશી રોકાણકારોએ વેચી માર્યા છે.
રૂપિયા એ એની લડત એણે પોતેજ લડવી જોઈએ એમાં જો એને બચાવવા ભારતીય રિઝર્વ બેંક વચમાં પડે તો પછી એ સટ્ટાખોરોનું એ નિશાન પણ બની શકે છે . રૂપિયાને બચાવવા રિઝર્વ બેન્કે અત્યાર સુધીમાં ૭૫થી 80 બિલ્લીઓન ડોલર ખર્ચી કાઢ્યા છે. એમાં બિનનિવાસી ભારતીયો માટેની ડિપોઝિટો પર થતી અસરને પણ દૂર કરવાનો પ્રયત્ન પણ હતો. બિન નિવાસી લોકો પણ એમનું રોકાણ ઉપાડી લેતો એનાથી રૂપિયા પર અવળી અસર પડે છે. અને રૂપિયો વધુ નબળો પડવાની સંભાવના વધી જાય છે.
મૂળમાં ભારતીય બજારોમાં વાતાવરણ સુધારતા જવાથી પરદેશી રોકાણકારો વધુને વધુ રોકાણો કરે અને બિન નિવાસી ભારતીયો પણ વધુ રોકાણો ભારતીય ડિપોઝિટ યોજનાઓમાં કરે .
જે રૂપિયાને મજબૂત થવામાં મદદ કરે . બાકી રૂપિયાને બચાવવા નાના મોટા પગલાંઓ ની અસર કાયમી નિવડવી મુશ્કેલ છે.
*************************



No comments:
Post a Comment