Sunday, January 15, 2012




હજારો અને લાખો વર્ષોના પવનના અને પાણીના મારને સહન કરી ખડકોનૂ ગ્રાન્ડ કેનિયાનમા રૂપાંતર થયુ છે. કુદરતે પેટ ભરીને રંગો વડે ઍનુ સિંચન કરી અનોખુ સૌદર્ય ઉભુ કર્યુ છે. ઍ જોવાની તક લેવા જેવી છે.
ગ્રાન્ડ કેનિયન(યુ.ઍસ.ઍ.)
====================
પથ્થરોમા કુદરતે અદભૂત કરામત કરી છે
કોઇ નિપુણ કલાકારે જાણે આકૃતિઓ રચી છે
વિવિધ રંગોમા ઍને સજાવી, મેઘધનુષ કેરા રંગોને ભૂલાવી દે
ઍવી રંગીન કૃતિઓ બનાવી છે
લાલઘુમ ખડકો જાણે ક્રોધથી કોપિત
તો કેટલા પીળા ખડકો શાંતિના પ્રતિક છે
કેસરી ખડોકો જાણે યોધ્ધાની જેમ ઉભા ત્યા
ક્ષિતિજની ભૂરી ડુંગરમાલાઓ કઈક તો કહેવા માંગે છે
વાયુની લહેરો હસીને જાણે ખડકોની મજાક કરે
તમારા જેવા સખત દિલની કેવી સોનપાપડી બનાવી છે
પથ્થરોમા કુદરતે અદભૂત કરામત કરી છે
વિવિધ રંગોમા અદભૂત કૃતિઓ બંનાવી છે
ભારત દેસાઈ
-------------------

Tuesday, January 10, 2012




યુરોપ
====
યૂરોપને પોતાનો ઇતીહાસ છૅ.કલા અને સંસ્કૃતિનો વારસો પણ છે.મોટી સામાજીક અને ઉદ્યોગીક ક્રાંતિની ગાથાઓ પણ છે તમે જર્મનીમા સ્થાપત્યના નમુના રૂપ દેવળો જોશો, તો રોમમા રોમન સામ્રાજ્યના અવશેષો નજરે પડશે. ફ્રાન્સમા સામાજીક ક્રાંતિના સ્મારકો મળશે અને મહાન નેપોલિયનના પડછાયા પણ જોવા મળશે. ગ્રીસમા પણ તમને ઇતિહાસીક અવશેષો જોવા મળશે. જર્મનિમા રાષ્ટ્ર ગૌરવ તો ફ્રાન્સમા રંગીન જીવન જોવા મળશે. સ્પેનમા મધુર સંગીત તો ઈટાલીમા મસ્તી પણ જોવા મળશે. ઍશિયા, આફ્રિકા અને પૂર્વના પ્રદેશોમા સ્થાપેલા ઍમના સંસ્થાનો માટે હજુ પણ બ્રિટન, પોર્ટુગલ, નેધરલેન્ડ, સ્પેન, અને ફ્રાંસના લૉક સમૂહ ગર્વ અનુભવે છે. ઍમના ગર્વમા ઍમના પૂર્વજોની સાહસિકતાની કદર છૅ. આમ યૂરૉપ બધી રીતે અનોખુ છૅ. ઍમા સૌદર્યની પણ કોઇ કમી નથી. જર્મનીના બ્લૅક ફોરેસ્ટના જંગલો, આલ્પ્સનુ કુદરતી સૌદર્ય, તથા સ્વિસર્લેન્ડનુ નૌસરિક સૌદર્ય અજોડ છે.
"બરફથી છવાયેલા શીખરો,
ખીણમા નાનુ ઍવુ ગામ
જોઈને ઍવુ લાગ્યુ
સ્વર્ગ આનુ નામ"
ભારત દેસાઈ
------------------------------------------

Thursday, January 5, 2012



હીમાલયથી કન્યાકુમારી
=================
ભારતને જેને પુરાણોમા આર્યાવર્ત કહેવામા આવે છે, ઍને સમજવા માટે હીમાલયથી કન્યાકુમારી સુધી જવુ પડે. હિમાલય બહુ લાંબો અને ગગનચુંબી છે, તો કન્યાકુમારી આગળ ઘૂઘવતા ત્રણ સાગરો છે. ઍમનુ સૌદર્ય અદભૂત છે. કાંચનજૂંગા ઍ ઍક હિમાલયનુ સૌદર્યમય શીખર છે તો કન્યાકુમારી ઍ સાગરનુ અમૂલ્ય સૌદર્ય રત્ન જ કહેવાય.
કાંચનજાંગા
=======
વહેલી સવારનો સમય હતો
ડુંગરો ખેડી આવવાનો શ્રમ હતો
હવા છરી જેવી તીવ્ર હતી
મુખમાથી ગરમ વરાળ વહેતી હતી
વહેલી સવારનો--
સૂર્ય ઉદયની હજુ વાર હતી
અંધારુ ધીમે ધીમે સરકતુ હતુ
ત્યાતો થયો ઍક જબકારો
સુવર્ણમય બની ગયુ શીખર સારુ
ધરતી પર અજબ દ્રશ્ય સર્જાયુ
જાણે સ્વર્ગ પૃથ્વી પર ઉત્તરી આવ્યુ
વહેલી સવારનો સમય હતો.
ભારત દેસાઈ
------------

કન્યાકુમારી
=======
જ્યા ત્રણ સાગરનુ મિલન થાય
અને વિવિધ રંગોથી સાગર રંગાય
જમીનનો ટુકડો જ્યા સાગરને વીંધે
ત્યા કન્યાકુમારી ઍ વાસ કર્યો
ક્ષિતિજ સુધી પાણી પાણી જ્યા
પણ વચમા ટાપુ પર મંદિર અહા
સ્વામી વિવેકાનંદે લગાવી હતી ધૂણી જ્યા
ખોજવા ભારતના આત્માને ત્યા
સંધ્યાકાળે સૂર્ય સાગરમા સરકી જાય
પણ સુર્યાસ્ત સાત રંગે રંગાય
જ્યા ત્રણ સાગરોનુ મિલન થાય
ઍજ કન્યાકુમારી કહેવાય
ભારત દેસાઈ
======================

Friday, December 30, 2011


૨૦૧૧નુ વર્ષ
=========
૨૦૧૧ ના વર્ષમા જનતા મોંઘવારી, ભ્રષ્ટાચાર અને આર્થિક મંદીમા સબડતી રહી છે. જનતાની ઍ પીડાનો અંત ક્યારે આવશે તે કહેવુ મુશ્કેલ છે પરંતુ ઍમા રાહત મળે તો પણ બહુ છે. બીજી બાજુ ભ્રષ્ટાચારને નાથવા માટે ભારતમા પણ યુધ્ધ ચાલી રહ્યુ છે. ઍક વયોવૃધ્ધ સ્વચ્છ ગાંધીવાદી અન્ના હજારેઍ ભ્રષ્ટાચાર સામે અને ઍને નાથવામાટે કેટલી વાર અન્નશન કરવા પડ્યા છે. દરેક વખતે ભ્રષ્ટાચાર સામે મજબૂત લોકપાલનો કાયદો લાવવાના વચનો આપિને ભારત સરકારે અન્નશનો તોડાવ્યા છે. આખી વાતમા કરૂણતાતો ઍ છેકે ઍક દેશપ્રેમી વયોવૃધ્ધને ભોગે કેટલા ઍ માણસો પોતાના રોટલા શેકી રહ્યા છે. પરંતુ ભ્રષ્ટાચારનો રાક્ષસ તો ત્યાનો ત્યા જ્ છે. આતો મહાભારત જેવુ યુધ્ધ છે જેમા કૌરવો બાજુમા વિચિક્ષ્ણ યોધ્ધાઓ છે અને બીજી બાજુ ધર્મ, ધીરજ અને આંદોલન છે. લોકશાહી રીતે દરેક પ્રશ્ન હલ થઈ શકે છે. શાંતિમય રીતે જો ભ્રષ્ટાચાર જેવા પ્રશ્નોનો ઉકેલ ના આવે તો ઍના પરિણામોઘણા વિપરીત જ હોય છે. ઘણા ઇતિહાસમાથી પણ શીખવા તૈયાર નથી ઍ પણ ઍક ક્મનશીબી છે. આપણે અન્ના જેવા નેતાને જ ટેકો આપી દેશ પ્રત્યેની આપણી શુભેચ્છાઓ વ્યક્ત કરીઍ. ૨૦૧૨ નુ વર્ષ સર્વને માટે સુખી સમરુધ્ધ અને આનંદમય નીવડે ઍવી પ્રભુને પ્રાર્થના.
"વતન તારા હાલ જોઈને ખુદાને દયા આવી
પણતને લુટનેવાળા દેશવાશીને દયા ના આવી
સ્વાતંત્ર સૈનિકો ઍ સર્વ પોતાનુ આપી દીધુ હતુ
આવી વતનની હાલત થશે ઍ કદી વિચાર્યુ ન હતુ"
ભારત દેસાઈ
૩૧મી ડિસેમ્બર ૨૦૧૧

Thursday, December 29, 2011



સર્વ દુખોનુ મૂળ?
===========
સ્વાધ્યાય આંદોલનના પ્રણેતા પાંડુરંગ શાસ્ત્રી આથવલે માનતા હતા કે "સર્વ દુખોનુ મૂળ આશક્તિમા છે. તે છતા આશક્તિ વગરનુ જીવન પણ જીવન નથી. બુધ્ધિ દ્રષ્ટીથી ઍનુ નિયમન જરૂરી છે." ગાંધીજી આગળ વધીને કહે છેકે' મારામા પણ કેટલીક નબળાઈઑ છે ઍટલે બીજાની નબળાઈઑ માટે શુ કહેવુ?આથી ગાંધીજી બીજાના ગુણોને જ જોતા અને ઍમના અવગુણો તરફ ઍ સહાનુભુતિ રાખતા." સુખ અને દુખ ઍ જીવનની પ્રક્રિયાઑ છે જેને બુધ્ધિથી જ હલ કરવી રહી.
સર્વ દુખોનુ મૂળ છે વાસના
ઍ વધી બને કામના
કામનાથી વધુ ત્રાસ આપનારી તૃષ્ણા
જે લાવે આશક્તિને કરવા માનવીને ફના
આશક્તિ વગરનુ જીવન શુ?
બૌધિકતાજ કરી શકે ઍનુ નિયમન
જે આશક્તીઓથી નિયમન કરે
ઍજ આ જગમા આનંદમયો રહે
સર્વ દુખોનુ મૂળ છે વાસના
જે માનવીને કરે અહા ફના
ભારત દેસાઈ
------------------------------

Wednesday, December 28, 2011



સૌદર્ય
=====
"જ્ઞાન કરતા દ્રષ્ટી મહત્વની છે" ઍમ વિનોબાજી માનતા હતા. અહિઍ દ્રષ્ટી ઍટલે દિવ્ય દ્રષ્ટિંની વાત છે. જેમકે સૌદર્ય માણી શકાય છે. અનુભવી શકાય છે. અને દિવ્ય શક્તીથી જોઈ પણ શકાય છે. ફક્ત સૌદર્ય સાથે વધુ રમવાથી તેનો નાશ થાય છે. ફૂલો ઍના સચોટ દાખલાઓ છે આથી સૌદ્રયને અનુભવમા, માણવામા, અને દિવ્ય દ્રષ્ટીથી જોવામા જ અનોખો આનંદ મળે છે.
"સૌદર્યને જુઓ ભવ્યતામાં
હરીની બંદગિમા
સંતોની પવિત્રતામા
તો બીજાની આનંદની પળોમા
દિન દુખીના કામોમા
ઍની ઝલખ દેખાય છે
વીરોની વિરતામા
ઍનુ તો પ્રતિબિંબ દેખાય છે
મહાન માનવની માનવતામા
ઍના નિજ દર્શન થાય
જંગલી પશુઓની ભયંકર્તામા
કદીક સૌદર્યના દર્શન થાય
સૌદર્યને જુઓ ભવ્યતામા
તો કદીક જંગલી પશુઓની ભયંકર્તામા"
ભારત દેસાઈ
===============

Friday, December 23, 2011


દીકરી ઍ ઍની માતાનો પડછાયો હોય, તો પિતાનુ ઍ હૃદય હોય છે.
દીકરી
========
તૂ હતી તો બહારે હ્તી
જીવનમા કઈક હરીયાળી હતી
ઘર ગુજતુ હતુ કિલ્લોલથી,
આંગણ રંગોળીથી ભરપુર હતુ
તૂ હતી તો --
જીવનના ચઢાવમા થાક જો લાગતો
તારુ હાસ્યને જોઈને ઉતરી જતો
તારે ઍકદિ જવાનુ છે જાણી
ચહેરો ઍક્દમ ઉતરી જતો
તૂ હતી તો--
ઍ દિવસ પણ આવી ગયો
તૂ ધીમે પગલે આન્શુ સાથે નીકળી ગઈ
અમને અજાણ્યા બંનાવી બીજે ઘરે ચાલી ગઈ
શરીર સાસરિયે પણ દિલ અમારી પાસે આપી ગઈ
તૂ હતી તો--
હજુ તૂ આવે જ્યારે દિલ અમારા ફંફોળે,
પેલી બહારોની યાદોને વાગોળે
જતા પહેલા અમારી આંખોમા આંખો પરોવે
જાણે મૂકી ગયેલી ઍના દિલને અમારા હદયે ઢંઢોળે
અમારા આન્શુઓને આંખોમા જોઈને
ઍના દિલને નીહાળીને દૂરદૂર જવા નિહરે.
તૂ હતી તો--
ભારત દેસાઈ