નશાબંધી અને વિશ્વ
નશાબંધી એ નૈતિક કે સિદ્ધાંતિક પ્રશ્ન નથી . એ સામાજિક તંદુરસ્તીનો પ્રશ્ન છે. નશાની સર્વ ધર્મમાં બંધી છે. તે છતાં એનો અમલ બહુ જ મુશ્કેલ વિષય છે .
ધનવાનો કરતા ઓછી આવક ધરાવતા લોકો માટે એ બહુજ અગત્યનો પ્રશ્ન છે . તે છતાં ધનવાનો અને શક્તિશાળી સમાજ એના સેવનમાં એની મનાઈ ને એમની પ્રાથમિક સ્વાતંત્રતા પર સીધો હુમલો ગણે છે. અને એનો વિરોધ કરે છે. જયારે ગરીબ વર્ગ એમની મુશ્કેલીઓમાં એના સેવનને એમની પીડામાંથી મુક્ત થવાનું એક સાધન માને છે. પરંતુ એ એમની બરબાદીનું એક સાધન બની જાય છે.
રશિયા , અમેરિકા અને ભારતે પણ નશાબંધી કરવા પ્રયત્ન કર્યો છે એમાં રશિયા અને અમેરિકાને એમાં તદ્દન નિષફળતા મળી છે . જયારે ભારતના એના બંધારણમાં નશાબંધીને એક સિદ્ધાંત તરીકે સમાવેશ કરેલો છે. આથી ગુજરાત , મહારાષ્ટ્ર, બિહાર, કેરળ , અને કર્ણાટક જેવા રાજ્યોએ નશાબંધી ને માટે કાયદાથી અમલ કરેલો છે. પરંતુ પરદેશી પ્રવાસીઓ માટે દવાની જરૂરિયાત માટે પરમીટોની વ્યવસ્થા કરવી પડી છે.
તે ઉપરાંત દારૂ જેવી ચીજો પર બહુ ટેક્સ પણ લગાડેલો છે. પરંતુ ધનવાનો માટે એથી ફર્ક નથી પડતો. જયારે ગરીબો સસ્તો દારૂનો સેવન કરે છે એથી કેટલાએ મૃત્યુઓ થયા છે.
અત્યારે જ કર્ણાટક સરકારે નીમેલી સમિતિનો રિપોર્ટ આવ્યો છે જેમાં સૂચન કરવામાં આવ્યું છે કે દારૂ પર ટેક્સ એમાં કેટલા પ્રમાણમાં એમાં આલ્કોહલ છે એ પ્રમાણે લગાડવો જોઈએ.
સરકારો અને સામાજિક સંસ્થાઓ ના પ્રયત્નો છતાં નશાબંધીનો પ્રશ્ન હજુ સળગતો પ્રશ્ન બની ગયો છે. પ્રાચીન કાળથી સોમ રસથી શરુ થયેલો એ મુદ્દો હજુ પણ અમર રહ્યો છે. એનો ઉકેલ સરકારીકે સામાજિક સ્થળે પણ ઉકેલી શકાયો નથી એ સામાજિક કમનશીબી છે.
******************************
.jpg)
.jpg)
.jpg)
No comments:
Post a Comment