Saturday, December 21, 2013


દ્વિધા
                                                                                                                                                     માણસના જીવનમા ઍક દ્વિધા સતાવી રહી હોય છે કે હોશીયારી પૂર્વક, અને મહેનત સાથે કરેલા કર્મમા પણ કેમ નિષ્ફળતા મળે છે? પ્રામાણિકતા અને સદભાવના વાળા કામો પણ કેમ નિષ્ફળ નીવડે છે? ત્યારે માનવ માત્રને નિરાશા આવે છે. ઘણી વાર ઘણા પ્રશ્નોના જવાબ જ નથી હોતા. કેટલાક  જવાબ મેળવવા જતા પોતાનુ માનસિક સ્વાસ્થ્ય ગુમાવી મૂકે છે તો કેટલાક તો ભગવાનમા વિશ્વાસ પણ ગુમાવી દે છે! 
અને પુછવા માડે છે કે

મને સમજાતુ નથી---
મને સમજાતુ નથી કે આવુ કેમ થાય છે?
વિચાર્યુ શુ હોય છે ને અવળુ થઈ જાય છે
જીવનભર મહેનત કરીને બધુ ભેગુ કરતો રહ્યો
ઍકજ પળમા બધુ ધૂળ ભેગુ થઈ જાય છે
મને સમજાતુ નથી---
હૂ કોણ? અને હૂ કરુ, મારા થકી આ દુનિયા ચાલે
ઍવા ભ્રમમા રહેનારા, ખાલી હાથે સીધા વી જાય છે
મને સમજાતુ નથી કે આવુ કેમ થાય છે
વિચાર્યુ  ન હોય ઍવુ બની જાય છે
મને સમજાતુ નથી---
સુરા સુંદરીઓમા રાચનારપ્રભુની જેમ પૂંજાય છે
ત્યાગ અને તપસ્યાઓના  પૂંજારી હાંસી પાત્ર થાય છે
 મંદિરો, મસ્જિદો, અને ગિરજાગૃહો ભક્તોથી ઉભરાય છે
તોયે દુનિયામા પાપોના ભાર ક્યા ઑછા થાય છે?
મને સમજાતુ નથી---
ભારત દેસાઈ
                        આવા પ્રશ્નોના કોઈ જવાબ નથી અને ઍમા કોઈ તાર્તિક્તા પણ નથી. પરંતુ કર્મ ના પરિણામોના રૂપમા પ્રભૂ જવાબતો આપતો જ હોય છે. કોઇકે ક્હ્યુ છે  કે ભગવાનને ગમતો જવાબ માંગો તો તમને ગમતો જવાબ મળી જ રહેશે.
                                            ********************************************

Monday, December 16, 2013


અમેરિકાના ગ્રાન્ડ કેનિયન પર
                                                                                                                  અમેરીકામા ગ્રાન્ડ કેનિયન પર જઈ કુદરતની કરામત જોવી ઍ ઍક લાહવો છે. કરોડો વર્ષોની પવનની થપાટો  સહન કરીને પણ ખડકોઍ ઍમનો રંગ બતાવી કુદરતના  સૌદર્યમા વધારો કર્યો છે. કુદરતની  આ અજબ  રંગોળીને જીવનમા ઍક વાર જરૂર જોવા જેવી છે. મેઘધનુષના બધાજ રંગો અહિયે ખડકોમા જોવા મળે છે.

પથ્થરોમા કુદરતે--
પથ્થરોમા કુદરતે અદભૂત કરામત કરી છે
જાણે નિપુણ કલાકારે મૂર્તિઓ ઘડી કાઢી છે
રંગોની વિવિધતા ઠાસી ઠાસીને ભરી છે
મેઘધનુષને ભૂલાવી દે ઍવી સુંદરતા ઉભરી છે
પથ્થરોમા કુદરતે--
લાલ ઘૂમ ખડકોની ટોચો મહાન ઋષીઓ જ઼ેમ ઉભી છે
પેલા પીળા શિખરો શીષ્યોની જેમ નમ્ર લાગે છે
કેશરી શિખરો પવિત્રતાની નિશાની છે
સફેદ ડુંગરમાલાઓ પરમ શાંતિના દુતો સમાન ખડા છે
પથ્થરોમા કુદરતે--
હજારો વર્ષોની ગાથાઓ  આ ખડોકોમા લખાયેલી છે
કુદરતે કોરો કોરીને રંગીન  સોન પાપડી બંનાવી છે
ઍને માણી જાણે ઍજ ઍની મીઠાશ માણે છે
પથ્થરોમા કુદરતે અદભૂત કરામત કરી છે
પથ્થરોમા કુદરતે--
ભારત દેસાઈ

                                                        ********************************

Monday, December 9, 2013


જન્મભૂમિ
                                  વલસાડ ગુજરાતનો મહારાષ્ટ્ર સાથેની સરહદ પર આવેલો જીલ્લો છે. વલસાડની ઍકબાજુ પર અરબી સમુદ્ર છે. ઉત્તરે ઔરંગા નદી વહે છે અને  દક્ષીણે વાકી નદી વહે છે. વાંકી નદી વાંકી ચૂકી વહે છે આથી ઍનુ નામ વાંકી રાખવામા આવ્યુ લાગે છે. આશ્ચર્યની વાત તો ઍ છેકે ઍ વાંકી ચૂકી વહી દરિયાને નથી મળતી પણ ઔરંગા નદીમા મળી જાય છે. પરંતુ આ નદીઓ અને ફળદૃપ જમીનોઍ ચારે બાજુ  લીલોતરી ફેલાવેલી છે. આથી ઍ વલસાડની સુંદેરતામા વધારો કરે છે. બાજુમા આવેલો તીથલનો દરિયાકિનારો કુદરતી રીતેઅને આબૂહવાની દ્રષ્ટિે ઍ વલસાડને રમણીય બનાવે છે.
                                    વલસાડની આજુબાજુમા આંબા, ચીકુ, કેળાની ભરપુર વાડીઓ આવેલી છે જેઑ હરીયાળીની શોભા વધારે છે. વલસાડની બાજુમા બહુ  ઉદ્યોગો નથી જે ઍને પોલ્યુજૅન મુક્ત બંનાવે છે જેથી રહેવા લાયક સ્થળ બન્યુ છે. લોકો વાપી અને સૂરત જેવા ઉદ્યોગિક સ્થળે અહીથી જ આવજાવ કરે છે.
                                      બાજુમા પારનેરાનો ડુંગર છે જેનાપર શિવાજી વખતનો ખંડેર કિલ્લો અને માતાજીનુ મંદિર છે. વલસાડની પ્રાકૃતીક સૌદર્ય જોવુ હોય તો પારનેરા સારામા સારુ સ્થળ છે. પારનેરાની બાજુમાજ અતુલ અને સિબાના કારખાનાઓ આવેલા છે.
                                      વલસાડ રાજકીય દ્રષ્ટિેઍ પણ ઇતીહાસ ધરાવે છે. સ્વતંત્રતાની લડાઈ દરમિયાન ગાંધીજી તીથલ પર રહેલા છે.  વલસાડ માજી વડા પ્રધાન મોરારજીભાઇનુ, સ્વતંત્ર સેનાની અને  પ્રસિધ્ધ કાયદા સાસ્ત્રી ભૂલા ભાઈ દેસાઇનુ જન્મ સ્થળ છે. ભારતના માજી મજુર પ્રધાન  ખંડુભાઇ દેસાઇ ની ભૂમિ છે. જાણીતા કવિ  ઉનનસની કર્મ ભૂમિ છે. વલસાડમા પારસી, મુસ્લિમ, ઈસાઈ અને હિન્દુઓની પણ વસ્તી છે પણ કદી હૂલ્લડો થયા નથી. અહિઍ કુદરતી સૌદર્ય સાથે લોકો હળીમળીને રહે છે. આવી જન્મભૂમિમા વારે વારે જન્મ લેવાનો પણ ઍક લાહવો છે. ઍવી જન્મ ભૂમિને આમ જ અંજલી આપી શકાય.

ઍક બાજુ છે---
ઍક બાજુ છે દરિયો બીજી બાજુ નદિયા
વચમા મારુ ગામ, સ્વર્ગ છે ઍનુ નામ
નીત સવારેને સંધ્યાકાળે, મંદિરોના ઘંટારવમા
દિનદુખીને ધનવાનો પણ નમાવે મસ્તક જ્યા
ઍવુ મારુ ગામ, સ્વર્ગ છે ઍનૂ નામ
ઍક બાજુ છે---
કોઈના આંસુઍ આંસુ વહાવે, ગામ આખુ શોક મનાવે
હર્ષની રેલીમા  જ્યા ઍક્મેકના દિલ મિલાવે
ઍવુ મારુ ગામ, સ્વર્ગ છે ઍનુ નામ
ઍક બાજુ છે---
વર્ષામા નદિયાના પાણી, હરીયાળી ચાદર ફેલાવે
વસંતે દરિયાંની હવા ફૂલોની મહેકો ફેલાવે
ઍવુ મારુ ગામ, સ્વર્ગ છે ઍનુ નામ
ઍક બાજુ છે---
ભારત દેસાઈ
                                         ***********************************************
                                                

Sunday, December 8, 2013


નરેન્દ્ર મોદી- ઉગતો સિતારો

                                                     પાંચ રાજ્યો થયેલી તાજેતરની ચૂંટણીમા ત્રણ રાજ્યોમા ભારતીય જનતા પાર્ટી ઍ બહુમતી હાંસલ કરી છે. ઍ ચૂંટણી મા નરેન્દ્ર મોદી મુખ્ય પ્રચારક હતા. આથી ચૂંટણીના પરિણામો માટે ઘણે અન્સે મોદીને જ જશ જાય છે. દેશના નેતાઓ હવે મોદીને ઍક રાજકીય શક્તિ તરીકે ઓળખવા લાગ્યા છે. ૨૦૧૪ ના દેશવ્યાપી ચૂંટણીમા તેઓ બધા વિરોધી પક્ષો માટે તેઓ પડકાર રૂપ બની ચૂક્યા છે.
                                 નરેન્દ્ર મોદીમા ઍવુ તે શુ છે કે જે ભારતીય જનતાને આકર્ષિત કરી છે? બિનસાંપ્રદાયિકતાને નામે લઘુમતીઓને પંપાડવાની નીતિ સામે ઍમણે સર્વ ની પ્રગતિની વાત મૂકી છે. ફુગાવો, ભ્રષ્ટાચાર, અને નબળી વિદેશી નીતિ સામે ઍમ ણે મજબૂત દ્રષ્ટી કોણ દાખવ્યો છે. ભારતમા વધુમતી મતદારો યુવાનો છે જેમને આકર્ષિત કરી ઍમનામા નવવિકાશની આશાઓ ઉભી કરી છે.

                                તેઓ સ્વચ્છતા અને વ્યવસ્થિત જીવન જીવે છે. તેઓ આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરી પોતાના વિચારોનો પ્રચાર કરે છે અને લોકોના સંપર્કમા પણ રહે છે. તેઓ તેમના કપડા પોતે પસંદ કરી ડિસાઈન કરે છે અને  પ્રસંગો પ્રમાણે રંગીન ખેસો પહેરે છે.  ઍમના ખીસામા કાંસકી પડેલી હોય છે જેથી જાહેરમા કદી તે અગરવઘર દેખાતા નથી. તેઓ નવા નવા વિચારો અને પોતાની જ બ્રાંન્ડો પ્રસ્તુત કરે છે. ઍમનામા મોડેલ અને કલાકારના બધાજ ગુણો છે. તેઓ પશ્ચિમી સંસ્કૃતિથી રંગાયેલા નથી પરંતુ જરૂરીયાતની બહારની બનેલી વસ્તુઓ વાપરવાના શોખીન છે. તૅઓ સુંદર વક્તા પણ છે. આ ઍમની ખાસિયતોઍ પણ યુવા વર્ગમા ઍમને ઘણા જ પ્રખ્યાત નેતા બનાવી દીધા  છે.
                                  ભારતનુ રાજકારણ ઘણુ જ ગૂચવણ ભર્યુ છે. ભારતીય જનતા પક્ષ બહુમતી મેળવે તો પણ ઍ ભારતીય રાજકારણમા બધાને કેવી રીતે સાથે રાખી શકે તેના પર જ ઍમની સફળતાનો આધાર છે. ઍક પાર્ટી સાથે રાજ઼ કરવુ સહેલુ છે, પરંતુ અનેક જાતના પ્રાદેશિક પક્ષો અને વિવિધપ્રકારના લોકોના સહકાર મેળવી રાજ઼ કરવુ ઍ મુશ્કેલ કામ છે.  આથી થોભીને જોવા જેવી પરિસ્થિતી છે.
                                                 *******************************************

Wednesday, November 13, 2013


ભારતની જનતાની પરેશાની

                                     
                                                       આજે ભારતમા ગણી વિકટ પરિસ્થિતિ છે. જનતા ભ્રષ્ટાચાર, ફુગાવો, ગેરવહીવટ અને હિંસામા પીડાઈ રહી છે. ધીમે ધીમે બધી  સંસ્થાઓ નબળી પડી રહી છે. અત્યારેતો ઍવુ લાગે છેકે ઉંચ ન્યાયાલય સિવાય કોઈ સંસ્થા બરાબર ચાલતી નથી. પૈસાદારો વધારે પૈસાદાર બની રહયા છે, અને ગરીબો વધારેને વધારે ગરીબ થઈ રહ્યા છે. વસ્તીના૧/૩ લોકો  ૬૬વર્ષની સ્વતંત્રતા  બાદ પણ ગરીબીમા  સડી રહ્યા છે. લોકો પોતાના જીવન સંઘર્ષમાથી બહાર આવી શકતા નથી અને દૂષણો સામેની પ્રતિકાર શક્તિ ગુમાવી દીધી છે ત્યારે થાય છેકે  શુ આવી પરિસ્થિતિ માટે આપણા સ્વતંત્રવીરો ઍ બલિદાન આપ્યા હતા?
હવે તો લોકો બ્રિટિશ અને મહારાજાઓના અમલ ને સારો ગણાવી યાદ કરી રહ્યા છે. ઍ જ આપણી કમનસીબી છે.
ઍનુ કારણ-
વતન તારા હાલ જોઈ પ્રભુને આવી ગઈ છે દયા
પણ આ ધરતી પર  જન્મ લેનારાઓને ન આવી લજ્જા
સ્વતંત્રવીરો ઍ દેશને માટે પોતાનુ બધુ ગુમાવ્યુ હતુ
ઍમણે વિચાર્યુ પણ નહી હોય કે આવા દિવસો જોવાનુ
વતન તારા--
કરોડો પાસે રોટી, મકાન અને  કામ નથી
ઍક્વાર ખાવાનુ, શુ  ઍ કરોડોનો હક્ક નથી?
મંદિરો પર ધજા ચડે, અને દેવોને થાળ ચડે
બહાર ઉભા પેલા ભૂખ્યા, શુ ઍ માનવો નથી?
વતન તારા--
જનતા બિચારી મજબૂર છે ધીરજ રાખી બેઠી છે
આટલી યાતનાઓ છતા તૂફાન દબાવી બેઠી છે
બીજા દેશોમા શુ થયુ ઇતિહાસ ઍનો સાક્ષી છે
તોફાન હદથી વધી ગયુ તો પછી  મારફાડ, મારફાડ જ્ છે.
 ભારત દેસાઈ
                                              *************************

Monday, November 11, 2013


સ્વાસ્થ્ય સારુ રાખવાની કળા- આધુનિક અન પુરાતન


                                                        સ્વાસ્થ્ય સારૂ રાખવા માટે થોડી આધુનિક સૂચનાઓ સામાન્ય રીતે નીચે મુજબ છે.
૧)કસરત ૨)રમતગમત ૩)શોખોને કેળવો ૪)પુરી નીદ્રા લૉ ૫)ઉંડો સ્વાસોશ્વાસ લેવાનુ રાખો ૬)ખોટી ચિંતા છોડી દો અને૭)હંમેશા સાકારત્મક વલણ કેળવો. આનાથી શરીર સારુ અને પ્રફુલ્લિત રહેછે.
                                                        આપણા ઋષીમુનિ ઑ પુરાતન કાળમા બહુજ લાંબુ અને તંદુરસ્ત જીવન જીવતા હતા. તેઓ ઘણો સમય મન્ત્રો ઉચ્ચાર અને યોગામા પસાર થતો. બાકીનો સમય તેઓ વિજ્ઞાનિક  શોધો કરવામા ગાળતા. તેમની પ્રયોગશળાઓ  તેમનુ આંતરિક માનસ હ્તુ.
                                                        ઍમ કહેવાય છેકે ઈશ્વરે વિસ્વામિત્રને ગાયત્રી મંત્ર આપીને દુનિયાના લોકોને તંદુરસ્તી ચાવી આપી દીધી છે. ઍના રટણથી કોઈને પણ આધ્યાત્મિક અને તંદુરસ્તી દ્રષ્ટી ઍ ફાયદો થાય છે, ગાયત્રી મંત્રનુ રટણ કરવાથી માનવીની મગજ શાંત થઈ જાય છે.  આથી માનવીની દ્રષ્ટી સાફ થઈ જાય છે.  અને કપરા સમયમા સાચો નીર્ણ ય લેવામા મદદ રૂપ થાય છે. માનવીમાથી બધાજ ભયો દૂર થઈ જાય છે. આથી શરીર તંદુરસ્ત બને છે.
                                                        આતો માનવીના અનુભવોની વાતછે પરંતુ આધુનિક જમાનામા વિજ્ઞાનિક રીતે પૂરવાર થઈ ચુક્યુ છે. ડૉક્ટર હાવર્ડ સ્ટેઈન્જ્રિલ  અમેરિકન વિજ્ઞાનિકનુ કહેવુ છે કે ગાયત્રી મંત્ર  ૧૧૦૦૦૦  મોજાઓ દર સેકંડે ઉભા કરે છે જે રટણ કરનારને પવિત્ર બનાવે છે. આધ્યાત્મિક બનાવે છે. આપણી બુધ્ધિમા પણ વધારો કરે છે.
                                                        ગાયત્રી મંત્ર  દુનિયાને બનાવનારના ગુણગાન ગાય છે. અને દુનિયામાથી અજ્ઞાન દૂર કરી પ્રકાશ ફેલાવવા માટે કર્તાનો આભાર માને છે.
                                                        ટૂકમા આધ્યાત્મિક યોગા દ્વારા  શરીરને તંદુરસ્તી  બક્ષવાની ઍ ઍક આપણી પુરાતન પધ્ધતિ છે જે બહુજ સરળ છે.
                                            _______________________________

Thursday, October 31, 2013


સરદાર પટેલ

                                                     સરદાર પટેલનો આજે જન્મ દિવસ છે. ઍમણે દેશ માટે આપેલો ભોગ અને દેશને આપેલી સેવા અનોખી છે. સરદારે દેશના ૫૦૦ રાજાઓના રાજને ભારતમા ઍમની કુનેહ થી ભેળવી દીધા, કાશ્મીર, જૂનાગઢ, હૈદરાબાદ,  જેવા રાજ્યોને ભારતના હાથમાથી જતા બચાવી લીધા. સરદાર ભારતના લોખંડી નેતા હતા. આજે કેટલા લોકો ઍના નામને વટાવી રહ્યા છે.
                             સરદારને અપાર અન્યાય થયો છે.આખી  કૉંગ્રેસ અને જનતા ઍમને પ્રધાન મંત્રી બનાવવા માંગતી હતી પરન્તુ ગાંધીજીનેઍ  ઍમની પસંદગી નહેરૂ પર મૂકી હતી. ગાંધીજીની ઈચ્છાને  તાબે થઈ સરદારે  પ્રધાનમંત્રી પદનો ભોગ આપ્યો હતો. ઘણા નેતાઓને ઍમની હયાતિમા જ ભારત રત્ન આપી દેવામા આવ્યો હતો જ્યારે સરદારને ઍમના મૃત્યુ બાદ કેટલા વર્ષો બાદ ઍમના પર ઉપકાર કરતા હોય ઍવી રીતે 'ભારત રત્ન' આપવામા આવ્યો હતો. ઍ સરદાર જેવા દેશભકતને મોટામા મોટો અન્યાય હતો.
                                                   કેટલાક લોકોતો સરદારને રુઢિચુષ્ટ,અને મૂડીવાદી માનતા હતા પરન્તુ સરદારને ઍની પરવાહ ન હતી. જેણે સ્ત્રીઓને ઍમના હક્કો  અપાવ્યાઍ વ્યક્તિને રુઢીચુસ્ત કેવી રીતે ઘણાવી શકાય.?સરદારનુ કહેવુ હતુ જ્યા સુધી દેશના હિતમા મૂડી વાદીઓની જરૂર છે ત્યા સુધી હૂ ઍમની સાથે રહીશ. ઍવા દેશભકતને મૂડીવાદિ તરીકે ઓળખાવવા ઍ પણ ઍમને થયેલો અન્યાય જ હતો.
                                                  સરદારનો બિનસાંપ્રદાયિક અભિગમ બહુજ સ્પષ્ટ હતો. તેઓ કહેતા કે' ભારત મુસ્લિમ અને  હિન્દુ બન્નેનો દેશ છે, પરંતુ ઍમા ગદ્દારોને કોઈ સ્થાન નથી. આવા સ્પષ્ટ વક્તાને કોમવાદી ગણવા ઍ ઍને મોટો અન્નાય છે.
                                                  રાષ્ટ્ર પ્રેમ ઍજ ઍમની મૂડી હતી.  ઍમના નામનો ઉપયોગ કરનાર ઍના પુત્રને પણ  ઘરની બહાર ફેકી દિઘો હતો. મરતી વખતે ઍમની પાસે વધેલા કોંગ્રેસ પક્ષના ફન્ડને પણ ઍમણે હિસાબ સહિત નહેરુને મોકલાવી આપ્યા હતા. આજ ઍમની પ્રામાણિકતા નો નમૂનો છે.
                                                    તેમની નિર્ભયતા અજોડ હતી. વિન્સ્ટન ચર્ચિલને પણ ભારત વિષે ઍલ ફેલ બોલવા માટે સંભળાવી દીધુ હતુ કે ભારત હવે સ્વતંત્ર છે. ઍ તમારુ ગુલામ નથી. ઍટલે હવે સંભાળીને બોલતા શીખો. તૅઓ સયુક્ત રાષ્ટ્રની સલામતી સમિતિને અસલામતી સમિતિ કહેતા. લોર્ડ માઉંટ બેટન ને ઍક્વાર સંભળાવી દીધુ હતુ કે તમે બરાબર રાજ઼ કરતાં નથી અને અમને પણ કરવા દેતા નથી. ગાંધીજી ઍ જ્યારે આશ્રમમા બ્રહ્મચાર્ય પર પ્રયોગો કરતા હટતા ત્યારે તેમણે નીડરતા થી કહી દીધુ હતુ કે'તૅઓ આશ્રમ નુ વાતાવરણ બગાડી રહ્યા છે.
                                                      આવા લોહ પુરુષને આપણે કોટિ કોટિ વંદન કરી પાવન થઈઍ.
                                  ****************************************************૮
                             

Saturday, October 26, 2013


ભગવો રંગ

                                                   સ્વામી તેજોમાયાઆનંદે (અમદાવાદ સ્વામી ચિન્મયાનંદ આશ્રમના વડા) ઍમના પ્રવચનમા ઘણુ સૂચક  વાક્ય કહ્યુ "સવાર અને સાંજે  સૂર્યનો રંગ ભગવો હોય છે આથી સાધુઓ પણ ભગવો રંગના કપડા અપનાવતા હોય છે." ઍમજ  સાધુઓના જીવનમા સવાર સાંજમા કોઈ ફરક પડતો નથી. આજ પ્રમાણે  જન્મ અને મૃત્યુ વખતે માનવ સરખી સ્થિતિમા હોય છે પરંતુ ઍ સમજવા મનુષ્યે આખુ જીવન કાઢવુ પડે છે.
                                                 ઍક કવિઍ કહ્યુ છે," જાલરટાણે આથમની દિશામા ભગવો રંગ કેમ હશે? તો આખો દિવસ દુનિયા જોઈને રવિ બાપડો વૈરાગી થતો હશે." ભગવો રંગ ઍથી  આધ્યાત્મીકતાનુ પ્રતીક છે. આશ્ચર્ય તો ઍ છે કે ભગવાને ધર્મ સાથે જોડવા નો પ્રયત્ન કરવામા આવી રહ્યો છે.  શિવાજી ઍ ઉઠાવેલા ભગવા વાવટા પાછળ સન્યસ્તની આધ્યમિકતા હતી. આથી ભગવા રંગની પાછળના તર્કને જીવનમા ઉતારવાની જરૂર છે.
                                                          ********************

Thursday, October 17, 2013


ભારતનુ  બંધારણ અને ઍની નિસ્ફળતા

                                                               
                                                            ડૉક્ટર આંબેડકર ભારતના બંધારણના પિતામહ હતા. ઍમણે બંધારણ સભામા ક્હ્યુ હતુ કે' કોઈ પણ બંધારણની સફળતા  ઍના અમલ કરતા લોકો પર હોય છે.' આજે રાજકીય લોકોઍ બંધારણના ચિંથરા ઉડાડી દીધા છે.
                                                      આપણા બંધારણની ત્રણ શાખાઓ છે. વહીવટી, સંસદીય, અને ન્યાયી. રાજકીય વહીવટી શાખા ભ્રષ્ટાચારમા ખદબદી રહી છે. ઍક બાદ ઍક કોભાંડઓ બહાર આવી રહ્યા છે. ક્યાતો મંત્રીઓ સંડોવાયેલા હોય છૅ ક્યાતો ઍમનો વહીવટી અધિકારીઓ પર કાબૂ નથી. આમાથી પ્રધાન મંત્રી પણ બાકાત નથી.
                                                        સંસદીય શાખાઓ રાજકીય રમતનો અખાડો બની ગઈ છે. લૉકહિતના કાયદાઓ ઘડવાને બદલે  ટાઇમ વેડફીને મચ્છી બજારના તમાસા જેવી હાલત છે.
                                                         ન્યાય શાખામા નીચે સ્તરે શિથિલતા છે જેથી ન્યાય આપવામા ઍટલો વખત બગાડવામા આવે છે કે વર્ષો  બાદ મળતા ન્યાયની કોઈ કીમત રહેતી નથી. ફક્ત ઉચ્ચ ન્યાયલાય બધો કચરો સાફ કરવાનુ કામ કરી રહી છે. અપરાધીઓને જેલમા બેસાડવાનુ, ભ્રષ્ટાચારીઓને ઉંઘાડા પાડવાનુ, અને કાયદાઓનુ પાલન કરાવવાનુ કામ વહીવટી પાંખનુ પણ છે તે ઉંચ ન્યાયાલય કરી રહી છે. ઘણીવાર તો ન્યાયલયના આદેશોને કેવી રીતે નિસ્ફળ બનાવવાનુ કામ વહીવટી પાંખ કરી રહી હોય છે. આજ બતાવે છે રાજકીય, અને નેતાકીય ક્ષેત્રે  આપણે દેવાળુ કાઢ્યુ છે.
                                                          આવી સ્થિતિમા બંધારણનો કે લોકશાહીનો દોષ કાઢવાથી શો અર્થ? હવે તો બધા અનર્થો પર બુલ ડોજર ફેરવવાનો સમય આવી ગયો છે.  દેશને અરાજાગતામાથી  કાઢવા માટે અનિષ્ટોનો નાશ કરવાનો સમય આવી ગયો હોય ઍમ લાગે છે.
                               *************************************************

Wednesday, October 16, 2013


ગુજરાતની અસ્મિતા

                                     
 ગુજરાતની અસ્મિતા નામનો ઉલ્લેખ કનૈઈયાલાલ મુન્શીઍ પોતાની નવલકથામા કરેલો. ગુજરાતના નાથમા ઍમણે સિધ્ધરાજ જયસીંહના વખતમા ગુજરાતના પ્રધાન મંત્રી મુંજાળની ભારતમા ફેલાયેલો પ્રભાવ વિષે વાત કરેલી છે. કર્ણાટકની રાજકુમારી  અને ગુજરાતની રાજમાતા મીનળદેવીના ગુણગાન ગાયેલા છે. ટુંકમા ગુજરાતની સમૃધ્ધિ અને પ્રભાવના વર્ણન કરેલા છે. ઍમાજ ગુજરાતની અસ્મિતાનુ રહસ્ય છુપાયેલૂ છે. ગુજરાતની અસ્મીતામા  ગુજરાતની સમૃધ્ધિ અને ગુજરાતનો ભારત પરનો પ્રભાવ સમાયેલો છે.
                                ગુજરાતની અસ્મિતાતો ઍજ દિવસે પ્રજવલિત થઈ જ્યારે ભગવાન કૃષ્ણે  મથુરાથી દ્વારકા તરફ પ્રસ્થાન કર્યુ હતુ અને દ્વારકાને સુવર્ણમય બનાવી હતી. ઍમના પગલા ઍ ગુજરાતની ભૂમિને અસ્મિતા અર્પી હતી. તેદિવસથી જ ગુજરાતની ભૂમિ પર મહાન રાજાવીઓ, અનેસંતોના પગલા પડવા માંડ્યા હતા. અને ગુજરાતનો પ્રભાવ ભારત વર્ષ પર વધી ગયો હતો. ત્યાર પછી પ્રભુઍ ગુજરાત પર કૃપા કરવામા પાછુ વળીને જોયુ નથી.
                                 દયાનંદ સરસ્વતી, સહજાનંદ સ્વામી, અને સ્વામી વિવેકાનંદ જેવા ક્રાંતિકારી સન્તોઍ પણ ગુજરાતની ભૂમિને પાવન કરેલી છે. હૂ ઍન સૅન અને થોમસ જેવા પ્રવાસીઓ પણ ગુજરાતની સમરુધ્ધિથી પ્રભાવિત થયેલ હતા.  ગુજરાતના સૂરત, ખંભાત, જેવા બંદરો પર આખા વિશ્વના વાવટાઑ ફરકતા હતા. મહમ્મદ ગજની જેવા રાજાઓ પણ ગુજરાતની સમરુધ્ધિ લુટવા ચઢી આવ્યા હતા. મોગલ વખતમા ગુજરાત ભારતનુ રત્ન રાજ્ય હતુ. અકબરે ગુજરાત જીતીને ઍનિ રાજધાની ફતેહપુર સિકરીમા બુલંદ દરવાજો બનાવ્યો હતો. મોગલ બાદશાહ સૂરત બંદરથી જ હજ પર જતા. સુરતનુ મુગલે સરાહી ઍનો પુરાવો છે. ટૂકમા ગુજરાતની અસ્મિતાનો લાંબો ઇતીહાસ છે જેની પરંપરા હજુ પણ જળવાઈ રહી છે.
                                   સ્વામી વિવેકાનંદને હિન્દુ સંદેશ પરદેશમા ફેલાવવાની પ્રેરણા ભૂમિ પણ ગુજરાત છે. હિન્દુસ્તાનની સ્વતંત્રતાની લડતની શરૂઆત કરનાર મહાત્મા ગાંધીઍ પણ ગુજરાતને પોતાની કર્મ ભૂમિ બનાવી હતી. હિન્દુસ્તાનમાથી રાજાશાહી નાબૂદ કરનાર સરદાર પણ ગુજરાતના સપૂત હતા. ભલે સંજોગો ઍ ઍમને ભારતના વડા પ્રધાન ન બનવા દીધા પરંતુ બીજા ઍક ગુજરાતી સપૂત મોરારજીભાઈઍ ભારતના વડા પ્રધાન બની ગુજરાતનુ નામ રૉશન કર્યુ હતુ.
                                  હજુ પણ ગુજરાતની અસ્મિતા ભારતમા ધૂમ મચાવી રહી છે. ગુજરાત આજે પણ ભારતનુ  સમરુધ્ધ અને વિકાસ અને વિકાસશીલ રાજ્ય છે. આજે પણ ઍક ગુજરાતી નેતા ભારતના વડા પ્રધાન થવાની હોડમા છે. ઍટલે દરેક ગુજરાતીનુ દિલ થનગની  રહ્યુ છે. ઍજ ગુજરાતની  અસ્મિતાનો પુરાવો છે.
ઍવુ રૂપાળુ ગુજરાત-
===============
પશ્ચીમે  ઘુંઘવતો સાગર, પૂર્વે ગીરીમાળાઑ છે
ઍવુ રૂપાળુ ગુજરાત, જ્યા સ્વર્ગમય દિન રાત છે
બનાસ, સાબરમતી વહે ઉત્તરે, મધ્યે નર્મદા અને મહી
દક્ષીણે તાપી અને અંબિકા, લીલી જાજમો પાથરી અહી
ઍવુ રૂપાળુ ગુજરાત જ્યા સ્વર્ગમય દિન રાત ચ્હે.
નરસિહના પ્રભાતિયાઓથી, જ્યા સૂર્યોદય થાય છે
કૃષ્ણ અને ગાંધીની ગાથાઓ જ્યા ગવાય છે
ઍવુ રૂપાળુ ગુજરાત જ્યા સ્વર્ગમય દિન રાત છે
ભારત દેસાઈ

Friday, October 4, 2013


આત્મ સન્ધોધન
-
                                                          જગતમા દુખ અને સંતાપનુ મૂળ બહારના કેટલાક  દૂષણોમા જે છુપાયેલુ છે. તેમા અહમ્ અન ઈર્ષા મુખ્ય    છે. પરંતુ આંતરિક રીતે જો  માણસ વિચારે અને પ્રભુની નજદિક જવા પ્રયત્ન થાય તો બધા જ દુખોનુ ઑસડ મ ળી આવવા સંભવ છે. આત્મ ખોજ અને તેનુ આલેખન કરવાથી જ જીવનમા આગળ વધી શકો છો. પોતાની ભૂલો શોધવા માટે પણ આત્મ ચિંતન આવશ્યક છે. ટૂકમા કહેવાય છે કે
આપણી ભુલને સમજવા  પણ મજા છે
બુધ્ધિ તણી ઍ  કસોટી બની જાય છે
ભુલને સમજ્યા પછી કબૂલવી ઍ નમ્રતા છે
ભુલને સુધારવી ઍમા આવડતનો સવાલ છે?
પણ ભુલને સુધારી શકોતો ઍ બુધ્ધિ અને આત્મ બળનુ પ્રમાણ છે.
ભારત દેસાઈ
                                           *************************************

Tuesday, September 24, 2013


જીવન જીવવાની કળા

                                  જીવન સુખ, શાંતિ અને તંદુરસ્ત રીતે જીવવાની પણ કળા છે. દરેકના જીવનમા ક્યાક્ તો દુખ અને સુખ સમાયેલા હોય છે. સુખ મેળવવા માટે મનુષ્યે પોતાની જાતને અમુક રીતે કેળવવી પડે છે. પરંતુ દુખ તો ઘણી વાર માંગી લીધેલા હોય છે, જે સુખની સાથે જ આવે છે. જેમકે ગરીબાઈમા ઘણીવાર પ્રેમ, સ્નેહ, કુટુંબ ભાવના વધુ હોય છે. જેનો સ્વાર્થ, અને દાવપેચમા સમરુધ્ધિમા રૂપાંતર ઘણુ ખરુ થઈ જાય છે. તે છતા જીવન જીવવાની કળા કેળવવાથી ઍકાન્તરે સુખ ભોગવી શકો છો.
૧) માનવી સકારાત્મક વિચાર શક્તિ કેળવે તો નકામા વિચારો આવતા બંધ થઈ જાય છે. કારણ કે જેટલા નકામા વિચાર કરી નકામા કામ કરો ઍના પરિણામો ખરાબ આવે છે. અને સાથે દુખ લાવે છે. માખી અને મચ્છરો હેરાન હેરાન કરી નાખે છે પણ ઍક્જ જાપટમા મરી જાય છે ઍ દુખદ છે. ઍમ નકામા કામો દુખદ પરિણામો લાવે છે. ટુંકમા' જેવુ વાવો તેવુ લ ણો'.
૨) મિત્રોમા વધારે પડતો વિસ્વાસ ન કરવો અને દુશ્મનનો ઉપયોગ કરતા શીખવુ રહ્યુ.
૩) તમારી આગલી વ્યૂહ રચનાને ખોલ્યા વગર  ઑછામા ઑછુ બોલવાથી મુશિબતોને દૂર કરીશકાય છે.
૪) જીભાજોડી કરવા કરતા કામ કરવાથી મનદુખ ઑછુ થાય છે.
૫) દુખી અને દુર્ભાગી લોકોથી દૂર રહેવાથી દુખ પણ દૂર ભાગે છે.
૬) લોકોમા વિશ્વાસ ઉભો કરો જેથી તમારા માર્ગમા અવરોધો ન આવે. તમે સુખેથી તમારા લક્ષે પહોચી શકો.
૭) દુશ્મનોને ક્ષમા કરવાથી દુખનુ મોટામા મોટુ કારણ દૂર કરી શકાય છે.
૮) ઍકલતા ઍ દુખનુ મોટામા મોટુ કારણ છે, ઍથી સ્નેહી, મિત્રો, અને સબંધીઓને સાથે રાખવાથી  દુખ ભૂલી અને સુખ મેળવી શકાય છે.
૯) કોઈ પણ વસ્તુનો ડર દુખ ઉભુ કરે છે. આથી અભય થવાનુ જરૂરી છે.
૧૦) તમારા આત્મસન્માનનો ભોગ ઍ મોટામા મોટુ દુખનુ કારણ બને છે. આથી કોઈ પણ કામ ગૌરવ પૂર્વક કરવાથી આનંદ અને સુખ લાવે છે.
                               ******************************************

Thursday, September 19, 2013


જાપાન અને ચીન

                                      જાપાન અને ચીન દુનિયાના મજબૂત રાષ્ટ્રો છે, આર્થિક દ્રષ્ટીઍ ઍમનો બીજો અને ત્રીજો નંબર  આવે છે. જાપાનને તો હમેશા ધરતીકંપ અને સુનામી રંજાડતાં રહે છે. જ્યારે ચીન પણ ઍના થી બાકાત નથી. ચીનને પણ નદીઓ અને તોફાનો હેરાન કરતા રહે છે પરંતુ પ્રજાનુ ખમીર ઘણુ ઉંચુ રહે છે.
                                     ચીનની વિશેષતા ઍ  છે કે દુનિયાની મોટી શોધો ચીની પ્ર્જાઍ જ આપેલી છે. ગન પાવડર, પેપર, છાપ કામ, પેપર ચલણ, પવન ચક્કી, કેન્સરની કેમેરોપથી, ફટાકડા, ગંજીફાની રમત, રેશમી કાપડ, ઍકયૂ પ્રસેર પધ્ધતિ, દિશા શોધક યંત્ર, દારૂ, અન રૉકેટ ઍ ચીનની દેણ છે.  આધુનિક જમાનામા પણ ચીન આંતરિક મથક, સેટેલાઈટ લૉંચિંગ સેંટર, મિસાઈલ ટેકનોલોજી, સાઇબર સેક્યૂરિટી, મંગળ અને ચંદ્ર અભિયાન, અંતરિક્ષ ટેલીસકોપ, અને માનવ સેટેલાઈટ મોકલવાની ટેક્નોલોજીમા આગળ છે.
                                     જાપાન તો આખી દુનિયાની શોધો ભેગી કરી ઍવી અદભૂત ચીજો બનાવે છેકે ઍ દુનિયાના બજારોમા બહુ વેચાય જાય છે. પ્રથમ સર્યોદયના દેશની સાથે જાપાન આર્થિક રીતે સધ્ધર છે. જાપાની લોકોની દેશભક્તિ ઘણી ઉંચી કક્ષાની છે. તૅઓને પોતાના બૌધ ધર્મ પ્રત્યે ઘણો આદર છે અને પોતાના દેશમા બીજા ધર્મની દખલ સહન કરતા નથી. મુસ્લિમોને જાપાનમા નાગરિત્વ આપતા નથી અને ધર્મ  પરિવર્તનની તદ્દન વિરૂધ્ધ છે. બાળકોને નાનપણથી જ સ્વચ્છતાના પાઠ ભણાવવામા આવે છે. જાપાનમા કોઈ વ્યક્તિગત કાયદાઓ નથી. પોતાના દેશની સરહદોનુ રક્ષણ કેવી રીતે કરવુ ઍ જાપાન પાસે શીખવા જેવુ છે. ચીન જેવી મહા સત્તાને પણ જાપાને વસ્તી વગરના થોડા ટાપુઓ માટે પડકારી છે. જાપાનના હાથ અમેરિકાઍ વિનાશક શસ્ત્રો  માટે કરાર દ્વારા બાંધી દીધા છે. તે છતા પોતાની રીતે મજબૂત છે.
                                       ચીન અને જાપાનીસ પ્રજા બધી રીતે સ્વતંત્ર છે અને કોઈપણ જાતના ગુલામી માનસથી પીડાતી નથી.
                                          ******************************

Sunday, September 8, 2013


ડૉલર કેમ મજબૂત બનતો જાય છે?

                                                અમેરકાનુ અર્થ તંત્રમા સુધારો ડોલરની મજબૂતાઈનુ કારણ છે. ઍના મુખ્ય કારણોહવે અમેરિકા કરવેરા વધારવાની બાબતમા આગળ વધી રહયુ છે અને વહીવટી ખરચોમા કાપ મૂકી રહ્યુ છે. તે ઉપરાંત અમેરિકન લોકોની ખરીદ શક્તિમા પણ વધારો થતો દેખાઈ રહ્યો છે. સેલમા થઈ રહેલો  વધારો ઍનો પુરાવો છે.
                                                 અમેરીકામા બેરોજગારીનો દર ઑછો થતો જઈ રહ્યો છે અને રોજગારીની તકો વધી રહી છે. મોટરકારના વેચાણમા પણ સુધારો આવ્યો છે. ઘરોના ભાવ વધવા માંડ્યા છે ઍ બધા કારણો  ડોલરની કીમતમા વધારાને ટેકો આપી રહયા છે. ઈરાક અને અફઘાનીસ્તાનના યુધ્ધમાથી અમેરિકા લગભગ બહાર નીકળી ગયુ છે અને સિરીયામા દાખલ થવા પહેલા પણ બેવાર વિચાર કરી રહ્યુ છે. આમ અમેરિકન સરકાર હવે અર્થતંત્રને મજબૂત કરવામા પ્રયત્નશીલ છે. અમેરિકન કૉર્પોરેટ ક્ષેત્રે પણ દેવાનો બોજો કાબૂમા આવી રહ્યો છે, અને 'સ્ટાન્ડર્ડ અને પૂવર્સ' નો  આંક ૮૦% વધ્યો છે.
                                                  આથી ૨૦૧૫મા અમેરિકન જીડીપી નો દર ૧.૫ થી ૩% સુધી પહોચવાની આગાહી છે. ફેડરલ રિજ઼ર્વની હળવી નાણા નીતિેઍ  પણ આર્થિક સ્થિતિમા ફરક લાવ્યો છે.
                                                   અમેરિકન ડૉલર  સામે ભારતીય રૂપિયો ૬૮.૮૩ અને ઈન્ડોનેશિયન રૂપિયો ૧૧૨૬૫ પર છે. દુનિયાના બીજા ચલણ પણ ડોલરનો માર સહી રહ્યા છે. જાપાની યેન ૯૭.૩૪ પર અને કોરિયન વૉન ૧૧૧૫.૩૫ પર છે.
                                                  ભારતીય રૂપિયો નીચે જઈ રહ્યો છે કારણકે ભારતીય બેન્કોના ખરાબ ધિરાણ વધી રહ્યા છે. ઇંટ્રેસ્ટ રેટ ઉંચા છે. નિકાસો વધી અને આયાતો ઘટી છે.  આપણી ચાલુ ખાતાની ખાંધ વધી રહી છે કારણકે પેટ્રોલ અને સોનાની આયાત વધતી જ જાય છે. ઍના પર પૂરતો અંકુશ નથી. રિજ઼ર્વ બેન્કે કોણ અને કેટલો વેપાર કરી શકે તેના પર પણ નિયંત્રણ મુકેલા છે. રૂપિયો તૂટવાના કારણમા વિદેશી હાથ પણ હોઈ શકે કે  રાજકીય પણ હોય શકે. રાજકીય નેતાઓ પોતાના વિદેશમા મુકેલા કાળા પૈસાની રોકડી વધુ કરવા માગતા હોય. ભૂતકાળમા પણ ચૂંટણી વખતે ડૉલરના ભાવ વધી ગયા હતા. મુળમા તો દેશની નબળી આર્થિક પરિસ્થિતિ જવાબદાર હોય છે.
                                *****************************************

Sunday, September 1, 2013


આજની ભારતની પરિસ્થિતિ

                             આજે ભારતની જનતા પરિસ્થિતિથી ત્રાસી ગઈ છે. મોંઘવારી અસહ્ય બની ચૂકી છે. રૂપિયો ઍનૂ મૂલ્ય ગુમાવી રહ્યો છે. પ્રગતી પણ અટકી ગઈ છે. દેશના દુશ્મનો આપણી સરહદો સાથે અડપલા કરી રહયા છે. ભ્રષ્ટાચારે મર્યાદાઓ વટાવી દીધી છે. સરકાર વહીવટ પર  કાબૂ રાખી શકતી નથી ત્યારે જનતા બિચારી પીસાઈ રહી છે. જનતાને કઈ સુજ પડતી નથી.
જનતા બિચારી શુ કરે?
---------------------
 નેતાઓ રખેવાળ મટી લુટેરા બન્યા,
લોકોના નાણાઓથી ઘર ભર્યા
શરમ આબરૂ ઍમણે નેવે મુક્યા
તો જનતા બિચારી શુ કરે?
 લુટેરાઓ નેતા બની બેઠા
 ધોળે દિવસે તારાઑ બતાવ્યા
 સારા માનવીઓ જીવતા મર્યા
તો જનતા બિચારી શુ કરે?
કાયદાઓ જ્યારે કામ  ન આવે
 નેતાઓઍ કાયદાને દાસ બનાવ્યા
ચારે બાજુ અંધકાર  ફેલાયો
ત્યારે જનતા બિચારી શુ ?
આ અંધકારમા જો કોઈ ચિનગારી લગાવે
તો જનતા બિચારી શુ કરે?
ભારત દેસાઈ
                                        ***************************************

Sunday, August 18, 2013


રૂપિયાની તો દશા બેઠી છે

                                ૧૯૪૭મા રૂપિયો અત્યાર જેટલો નીર્બળ ન હ્તો. ઍ ડૉલર્સ જેટલો જ હ્તો. ત્યારે ભારતને માથે  આટલુ બધુ દેવુ પણ ન  હ્તુ. ભારતના બીજા વિશ્વ યુધ્ધ પેઠે ઇંગ્લેંડ પાસે પૈસા  નીકળતા હતા. ત્યારે રૂપિયાના આનાનુ પણ ચલણ હ્તુ. સામાન્ય લોકો ૧૨ આનામા આગલી  હરોળમા બેસી પિક્ચર પણ જોઈ શકતા હતા. રૂપિયાની દશા પંચવરર્ષીય યોજના શરૂ થઈ અને વિશ્વમાથી ભારતે જ્યારથી લોનો લેવા માંડી ત્યારથી શરૂ થઈ છે.
                            ૧૯૪૮મા ૪.૭૯ રૂપિયા ૧ ડૉલર બરાબર હતી. ઍ મૂલ્ય ૧૯૬૬ સુધી ચાલુ હતુ.
૧૯૬૭મા રૂપિયાનુ અવમૂલ્યન થયુ અને ઍ ની કીમત ડૉલર સામે૭.૫૭ જેટલી થઈ. ત્યાર બાદ ૧૯૭૫ ઍનુ અવમુલ્યન ૮.૩૯ થયુ. ૧૯૮૫ ડૉલર સામે ઍનુ મૂલ્ય ૧૨ રૂપિયા હતુ. ૧૯૯૧મા  ૧૭.૯૦ રૂપિયા અને ૧૯૯૩ મા ડૉલર સામે રૂપિયો ૩૧.૩૭ પર જઈને બેઠો. આમ રૂપિયાની અવદશા  શરૂ થઈ અને રૂપિયો ૨૦૦૧ થી ૨૦૧૦ વચમા આશરે ૪૫ સુધી નીચે ગયો. ઑગસ્ટ ૨૦૧૩ ઍ ૬૧.૮૦ સુધી નીચે ગયો છે.
                              ભારતીય નાંણા સ્થિતિ બગડતા  રૂપિયાની  પડતી શરૂ થઈ છે. ભારત સરકાર રૂપિયાના અવમુલ્યન અટકાવવા હવાતિયા મારી રહી છે કારણકે ઍના થકી ભારતીય નિકાસને ભયંકર નુકશાન થઈ રહ્યુ છે.  ભારતીય અર્થતંત્રને પણ નુકશાન થઈ રહ્યુ છે.
                               રૂપિયાને બચાવવા ભારત સરકારે સોના /ચાંદી જેવી ધાતુઑ પર જકાત વધારી દીધી છે. ઘરોમા પડેલા સોનાના જથ્થા ને બહાર લાવવા માટે ગોલ્ડ બોન્ડ લાવવાનુ વિચારી રહી છે. પરદેશી ચલણની ડીપોજીટો પરના ઇંટ્રેસ્ટ રેટ વધારવાની બૅંકો ને પરવાનગી પણ આપી છે. આ બધા રૂપિયાના વધુ અવમુલ્યન રોકવામાટે છે. ટુંકમા ભારતનુ અર્થતંત્ર નાજુક સ્થિતિમાથી પસાર થઈ રહ્યુ છે. જો સખત પગલા નહી લેવાય તો નાણાકીય સ્થિતિ વધુ નાજુક થવાની સંભાવના છે.
                                      *************************************

Wednesday, August 14, 2013



શારીરિક  સ્વાસ્થ્ય

                                         પેરાલિસિસનેથી બચવાના ઉપાયો- હાર્વર્ડ મેડિકલ સ્કૂલ
                                           -------------------------------------------------------
૧)ડોક્ટોરના સૂચન મુજબ તમારુ વજન કાબૂમા રાખો.
૨) દારૂ પીતા હો તો ઍનૂ પ્રમાણ ઓછુ કેરી નાખો. પુરુષો માટે દિવસના બે વાર અને સ્ત્રીઓ માટે ઍક વાર દારૂ પીવો યોગ્ય રહેશે. તે પણ ૧.૫ ઔંસ થી વધુ  દારૂ  ઍક વારના ગ્લાસમા ન હોવો જ઼ોઈઍ.
૩)૫૧ વર્ષના અંદરના ઍ ૨૩૦૦ મિલીગ્રામ દિવસનુ અને ૫૧ વર્ષના ઉપરના ઍ ૧૫૦૦ મિલીગ્રામ દિવસના મીંઠુ ખાવુ જ યોગ્ય રહેશે. ડાયાબિટીસ, અને કિડ્ની જેવા રોગો માટે ઍ નિયમ વધારે લાગુ પડે છે.
૪)ચરબી, અને સુગરવાળા પદાર્થો થી દૂર રહેવુ. પરંતુ ફળો, લીલા શાકભાજી, મચ્છી,  કઠોર, વગેરે ખોરાક શરીર માટે સારા હોય છે.
૫) બેઠાળૂ જીવન ઘણીવાર પેરાલિસિસને નોતરે છે. થોડુ ચાલવાનુ રાખો અને તમારા ડૉક્ટર ના સૂચન મુજબ કસરત કરતા રહો.
                                      દરરોજની પ્રવૃતિમા  આવી વસ્તુઓનુ ધ્યાન રાખવુ જરૂરી છે.
                                      -------------------------------------------------------------
-ઉભા ઉભા કામ કરવાની ટેવો સ્વાસ્થ્ય માટે સારી છે.
-ટી વી જોવામા ઑ છો સમય ગાળો. તેને બદલે વધારેને વધારે તમારી શારીરિક પ્રવૃતિ  થાય ઍવી પ્રવૃતિઓ વધારો.
-ઍક કલાકના આરામ બાદ ૧૦ મિનિટનુ હલન ચલણ જરૂરી છે.
- લાંબુ ચાલવા કરતા ખાધા પછી ટૂંક પ્રમાણમા ચાલવા થી સુગર ઓછી થાય છે.
-તમે લોકોની સાથે ચાલો તો તમારા માનસિક સ્વાસ્થ્ય માટે સારુ છે. ઍ ની સાથે તમારા સામાજીક સબંધો પણ વધે છે.
                                                      સિનિયરો માટેના સૂચનો
                                                       ----------------------
-બદલતા સમય સાથે પગ મિલાવવા જરૂરી છે
-તમને ગમતી પ્રવૃતીઓમા ભાગ લેવો જરૂરી છે.
-મિત્રો સાથેનો સંપર્ક જાળવી રાખો
-ઉંઘ પુરી લેવી જરૂરી છે.
-પૂરતો ખોરાક  અને જરૂરી પ્રવાહી લેવુ પણ જરૂરી છે.
-તમને ગમતી કસરત કરવી જરૂરી છે.
-તમારા મગજને સતેજ રાખવા  નવી નવી વસ્તુઓ શીખવી જરૂરી છે.
                                 ********************************************

Tuesday, July 23, 2013


ધર્મ
===
                                            ધર્મઍ મનુષ્યની પોતાની પસંદગીનો વિષય છૅ. ધર્મ ભલે જુદા હોઈ શકે પરંતુ માનવીને સંસ્કૃતિમય બનાવી સમાજને ઉપયોગી બનાવવાનુ દરેક ધર્મનુ ધ્યેય હોય છે. ધર્મ યુધ્ધ તો ઘણા થયા પરંતુ દરેક ધર્મના ઉપદેશોનુ મનન બહુ ઑછુ થયુ છે.  સમજ્યા વગર પોતાના હિતો માટે ઍનો ઉપયોગ કરી માનવીઓઍ ધર્મોને ક્લુશિત કર્યા છે. આથી સામાન્ય શબ્દોમા ઍને સમજવા પ્રયત્નો કરવા જોઇઍ.
સીધ્ધાંતો વિનાંની રાજનીતિ ઍ ધર્મ નથી
દયા વિનાની સમૃધ્ધિનો શૉ અર્થ છે?
જ્ઞાન સાથે  નમ્રતાની  જરૂર છે
ભય સાથે બકરીની જેમ જીવવુ ઍતો કઈ જીવન છે?
સમજ વીનાની  પ્રભુ ભક્તિની કોઈ નિપજ નથી
માનવી બની જાનવરનુ જીવન ઍ શરમજનક છે!
પ્રેમ, સેવા અને બલિદાન ઍ માનવતાના પ્રતીક છૅ
ધર્મોના ભલે નામ હો જૂદા પણ ઉપદેશોતો સરખા છે
ભારત દેસાઈ
                                                  **********************************

Sunday, July 21, 2013


અમેરિકા વિષે
========
                           -અમેરિકાને મોબાઇલ ટેલિફોન ઘેલુ બનાવી રહયુ છે.  અમેરિકનો મોબાઇલ દ્વારા આખા વિશ્વને હ્થેળીમા રાખવા માંગે છે. અત્યાર સુધી ઇ-મેઈલ, સંગીત, સમાચાર, વીડિયો ગેમ, વગેરે મોબાઇલ દ્વારા માણતા રહયા છે પરંતુ હવે ઍમને જીવંત ટીવી પણ મોબાઇલ પર માણવો છે. ઍમા ઍરિયો, અને ડાઇલ જેવી નાની કંપનીઓ નાના ઍંટિના દ્વારા જીવંત ટીવી જોવાનુ શક્ય બનાવી રહ્યા છે. હવે દુનિયાની બધી જાણીતી ટીવી ચેનલો જેવીકે ઍબીસી,સીબીસી, ઍનબીસી, ફૉક્સ વગેરે મોબાઇલ પર બતાવવાની હૉડ લાગી છે. ખરેખર દુનિયા હવે ગામડાથી નાનુ બની રહ્યુ છે.
                           -અમેરીકામા ૨૦૧૦ આંકડાઓ પ્રમાણે ૪૯% અમેરિકાનો  અપરણીત છે. ઍનુ કારણ આર્થિક પરિસ્થિતિ પણ જવાબદાર છે. તે ઉપરાંત છુટાછેડા દ્વારા આપવી પડતી માતબર રકમો પણ જવાબદાર હોઈ શકે. ઍકાન્ત જીવન અને સમાધાન કરવાની વૃત્તિઓનો અભાવ પણ જવાબદાર હોઈ શકે.
                           -અમેરિકાના બજેટમા વાર્ષિક આશરે ઍક ટ્રિલિયૈન ડૉલરની ખાંધ છે કારણકે અમેરિકનો ૪ ડોલરની આવક સામે પાંચ ડોલર ખર્ચવાની આદત પણ જવાબદાર હોઈ શકે.
                          -અમેરિકાની કમનસીબી છેકે કરોડો ડોલરની સહાય બહારના રાષ્ટ્રોને આપવા છતા ઘણા રાષ્ટ્રો ઍ ની રાજનિતિને કારણે ઍનાથિ નારાજ છે.  અત્યારના અહેવાલ પ્રમાણે પાકિસ્તાન,ચીન,ગ્રીસ, ટર્કી, આર્જેન્ટિના, ઇજિપ્ત, ટ્યૂનિસિયા, જોર્ડન, લેબાનોન, પેલેસ્ટાઈન જેવા દેશો અમેરિકાથી નારાજ છે. જ્યારે બીજા ઘણા રાષ્ટ્રો ખુશ પણ છે.
                            -અમેરિકા સ્વાસ્થ, અને સૈન્ય પાછળ દુનિયામા વધારેમા વધારે નાણા ખર્ચે છે.
                                                   ------------------------------------

Friday, July 12, 2013


અહમ્
---------
                                        અહમ્ જ્યારે ઈર્ષાનુ સ્વરુપ લે છે ત્યારે સારુ નરસાની કોઈ કીમત રહેતી નથી. માનવી પોતાની મર્યાદાઑને પણ ભૂલી જાયછે. 'હરીફાઈ કરવી ઍ યોગ્ય છે, પરંતુ હરીફને પાડી દેવો ઍ ઈર્ષા છે'  ઍવુ ગીતામા પણ કહ્યુ છે. આથી ઈર્ષા ઍ બધા દુખોનુ મૂળ છે.અને બધા દૂષણોની પાછળનુ રહસ્ય છે.
અભિમાન
=====
અહમનો મદ ચડે ત્યારે દારૂ જેવો નશો ચડે
નશામાને નશામા શત્રુઓ સાથે નિર્દોષોના દિલોને હણે
અહમ્ સાથે ઈર્ષા  મળે ઍટલે વર્તાવે કેર
કારણ વગર શત્રુઓ બનાવવાનુ ઍ કારણ બને
અહમ્ ના નશામા ઉપરથી  નીચે પડે જ્યારે
કાગારોળ કરી માનવી દુનિયામા શોર મચાવે ત્યારે
પડ્યાને પાટુ મારવાનો દુનિયાનો નિયમ છે
પણ માનવી ભૂલે છેકે ખુદાની શિક્ષા કરવાની ઍ રસમ છે
સફળતા ઍ પ્રભુની દેણ છે તો પતન ઍનો ઈશારો છે
 માનવીની મર્યાદા બતાવવાનો ભગવાનનો પ્રયાસ છૅ.
ભારત દેસાઈ
                                         ================================

Saturday, June 29, 2013


ગુજરાત દિવસ - પહેલી મે ૨૦૧૩
=====================
ગુજરાત રાજ્યની સ્થાપના ૧૯૬૦ ના પહેલી મે ના રોજ થઈ હતી . ત્યારથી ગુજરાતની આગેકૂંચ ચાલુ છે. ગુજરાતે  ભારતને અનેકરત્નો આપ્યા છે. ભગવાન કૃષ્ણાથી  શરૂ થઈ ગાંધી અને સરદારથી આગળ વધી રહી છે. ભારતના ભાગલા થયા પણ ભાગલા કરાવનાર જ઼ીના પણ ગુજરાતી જ હતા. ગુજરાતે ભારતને રાસ્ટ્રપિતા, પ્રધાનમંત્રી, અને નાયબ પ્રધાન મંત્રી આપ્યા છે. મોરારજી દેસાઈ પ્રથમ ગુજરાતી પ્રધાન મંત્રી હતા અને બીજા ઍક અગ્રગણ્ય ગુજરાતીઍ પ્રધાન મંત્રી થવા નામ નોઘાવી દીધુ છે. ભારતના પૈસા પાત્ર વ્યક્તિઓમા  અંબાણી, ટાટા, પ્રેમજી  વગેરે  આગળ છે.  ગુજરાત વિકાસમા  પણ બધા રાજ્યોમા આગળ છે.
                                                    ગુજરાતનો ઈતિહાસ પણ  સમૃધ્ધ  છે. ગુજરાતીઓ સાહસિક, ખંતીલા, અને પ્રામાણિક હોઈ ગુજરાતની સમૃધ્ધિ જાળવી રાખી છે. દુનિયાને ખોળે ભમીને ઍમણે અખૂટ સંપતી ભેગી કરીને ગુજરાતને સમરુધ્ધ બનાવ્યુ છે. મોગલોથી માંડી બ્રિટીશો સુધી ગુજરાત હમેશા સમૃધ્ધ રહ્યુ છે. આથી ગુજરાતની જહેજલાલી હમેશા ગુજરાતની પ્રજાને જ જાય છે. નેતાઓ નિંમીત માત્ર હોય છે પરંતુ જહેજલાલી પાછળ  ગુજરાતી પ્રજાનુ જૉસ હોય છે. ભલે ગુજરાતીઓ  પરદેશમા  પૈસે ટકે સમરુધ્ધિમા આળોટતા હોય પરંતુ તૅઓ પોતાના માદરે વતન ગુજરાત અને ઍનિ ભૂમિને ભૂલતા નથી. દરેક ગુજરાતી ગુજરાતને  આવી રીતે  યાદ  કરે છે.
ઍવુ રૂપાળુ ગુજરાત-
પશ્ચિમે ઘુઘવતો સાગર, પુર્વે ગીરીમાલાઓ છે
ઍવુ રૂપાળુ ગુજરાત, જ્યા સ્વર્ગમય દિન રાત છે
બનાસ, સાબરમતી વહે ઉત્તરે, મધ્યે  નર્મદા અને મહી
દક્ષીણે  તાપી અને અંબિકા, પાથરી લીલી જાજમો અહી
ઍવુ રૂપાળુ ગુજરાત-
નરસિ્હના  પ્રભાતિયાઓથી, જ્યા સૂર્યોદય થાય છે
કૃષ્ણ અને ગા.ધિની ગાથાઓ , રાત દિન સંભળાય છે
અમેરિકાથી તે જાપાન સુધી, વિસ્વે ગુજરાતીઓ વસે
સમરુધ્ધિની રેલમ છેલમ થકી, ગુજરાતની  જો ળી ઑ ભરે
ઍવુ રૂપાળુ ગુજરાત-
બધે સાગરોને પર્વતો છે, ફળફૂલોથી લચકતા બગીચાઓ
તો પણ ગુજરાતીઑ શોધે શુ? ગુજરાતની માટીની મહેક ક્યા?
ઍવુ રૂપાળુ ગુજરાત-
ભારત દેસાઈ
                                       **********************************************

Thursday, June 20, 2013


પિતા દિવસ- ૧૬ મી જુન  ૨૦૧૩
=====================
અમેરીકામા ૧૬મી જૂને પિતા દિવસ ઉજવવામા આવ્યો. ઘણા ઍ પોતાના પિતાને ભેટો અને ફૂલોથી નવાજ્યા હશે. ભારતમાતો પિતા દિવસ દરરોજ હોય છે કારણકે પિતા કુટુંબના વડા તરીકે સાથે જ રહે છે. ઍને હમેશા માન આપવામા આવે છે. પરંતુ ઍવા પણ  કમનસીબ પિતા હોય છે જેને ધૂતકારવામા આવે છે. તેમની અવગણના પણ કરવામા આવે છે. ઍવા પિતાઓને થોડી પંક્તિઓમા આ અંજલી છે.
પિતા
-----
ઈશુની મા મેરી પણ પિતાનુ નામ ક્યા?
કૃષ્ણની મા દેવકી, વાસુદેવનુ નામ ક્યા?
સિતાને થયેલ અન્યાયનુ  જ્યા ત્યા ઉલ્લેખ છે
રામના દર્દની કોઈ વાત જ ક્યા છે
કવિઓ, લેખકો, અને સંતઓઍ માતાના ગુણો ગાયા
કમનસીબ પિતાઓ હંમેશ  છે, અવગણાયા
ઍ પિતાઓનો ગુનો શો, ઍતો પુછો
સખ્તાઈથી કુટૂબને તાર્યુ,  ઍ શુ ઍનો ગુનો?
પિતા આન્શુઓ ઓશીકે  વહાવે જ્યારે
માતાની આરતીઓ ઉતરતી હોય છે ત્યારે
ઍવા પિતાને આ  અંજલી છે
ભલે તમે થયા ફના, કુટુમ્બ તો આબાદ છે.
ભારત દેસાઈ
                                                         ***********************************

Sunday, June 2, 2013


વિચિત્રતા
======
                                       જે લોકોમા વિચિત્રતા હોય છે ઍ લોકો શુ કરશે? કેવુ વર્તન કરશે? તે વિષે અનુમાન કરવુ પણ મુશ્કેલ છે. ઘણીવાર આવા લોકો કોઈના કાબૂમા નથી રહેતા અને ઍમનો ગુસ્સો કાબૂ બહાર ચાલી જાઇ છે. પરંતુ ઘણીવાર આવાજ માણસો દુનિયામા અનોખુ પ્રદાન કરતા રહે છે. ઘણીવાર નાગા બાવાઓનુ વર્તન વિચિત્રા હોય છે પરંતુ ઍ ઉચ્ચ કશા ઍ પહોચેલા હોય છે. ઍમની વિચિત્રતા ઍમના ધેધ્ય સ્વરુપ હોય છે.
                                   

                                     પૂજ્ય મોટા ઍ ઍમની આત્મકથાંમા ઍક ઍવા ગુરુંની વાત કરી હતીકે જેમણે ઍમના વિચલિત માનસને કાબૂમા લાવવા માટે ઍમના મસ્તક પર પ્રહાર કર્યો હતો. પરંતુ ઍમાથિ ઍક સંતનો જન્મ થયો હતો. વિચિત્ર માણસની વિચિત્ર પધ્ધતીનો આ નમૂનો છે. રામકૃષ્ણ પરમહંસ પોતાની પત્ની શારડાદેવીને મા કહેતા આ પણ ઉચ્ચ કક્ષાઍ પહોચેલા સંતની વિચિત્રતા જ છે. જાણીતા લેખક્ ગુણવંત શાહે મોરારજીભાઇ ભાઈને વિચિત્ર ગણાવ્યા હતા પરંતુ સાથે સાથે ઍમ લખ્યુ હતુ કે ઍવા લોકોને ઓળખવુ પણ મુશ્કેલ છે. ઍમને જાણવા માટે ઍમની નજદિક જવુ પડે. મોરારજીભાઇ સાથેના ગાઢ પરિચય બાદ તેઓ ઍમના પ્રસંસક બની ગયા હતા. ઍમણે આગળ લખ્યુકે ' મોરારજીભાઇ નાળિયર જેવા હતા જ્યા સુધી નાળિયરને તોડો નહી ત્યા સુધી મીઠુ પાણી પીવા મળે નહી. તેઓ વલસાડની આફુસ કેરી જેવા હતા કાપીને ખાવ નહી ત્યા સુધી ઍનિ મીઠાસને માણી શકો નહી. આ ઍટ લા માટે કે મોરારજીભાઈને જાણ્યા સિવાય ઍમને વિચિત્ર ગણી ઘણાઍ અન્યાય કર્યો હશે.
                                       
                                         જનરલ મેક આર્થર બીજા વિશ્વ યુધ્ધના મહાન વિજેતા અમેરિકન સેનાપતિ હતા. તેઓ તેમના વિચિત્ર વર્તન માટે પણ જાણીતા હતા. ઍમાને ઍમા ઍમણે અમેરીકન પ્રમુખની સત્તાને પણ પડકારી અને  ઍમની ખુરશી ગુમાવી દીધી. ઍનાથિ ઍમનુ બીજા વિસ્વ યુધ્ધના પ્રદાનને ઑછુ ગણાતુ નથી. ઍપલ ના સ્થાપક સ્ટીવ જોબ પણ વિચિત્ર સ્વભાવના હતા. ઘણીવાર ગુસ્સામા ખુરશી પણ ફેકતા. ઍમની સાથે કામ કરવુ મુશ્કેલ હતુ.  ઍમને ૧૯૮૫મા ઍમણે જ સ્થાપેલી કંપનીમાથી હાકી કાઢવામા આવ્યા હતા. થોડા સમય પછી ઍ ઍપલમાપાછા ફર્યા હતા. ત્યાર બાદ તૅઓ વધારે સફળ રહ્યા. બધા જોબની વિચિત્રતાથી પરિચિત હતા પણ તૅઓ નવનિર્માણમા નિપુણ હતા. ઘણીવાર વિચિત્રતા સફળતાની સાથી હોય છે.
                                           તે છતા વિચિત્ર માણસો ઘણીવાર સુદ્રઢ રીતે કપડા પહેરતા હોય છે. ઍમનામા આત્મવિશ્વાસ હોય છૅ. ઍમને ઍમની જાતને રજૂઆત કરવાની આવડત હોય છે.  તૅઓ ઉચ્ચ  સ્વપ્ન દ્રષ્ટા, બૌધિક, અને હાસ્ય રસિક હોય. સામાન્ય લોકોની દ્રષ્ટિે ઍ નીરસ લાગે છે. પરંતુ ઍવા માણસોનૂ પ્રદાન આ દુનિયામા વધુને વધુ રહ્યુ છે ઍમા શંકા નથી.
                                                    ****************************************

Friday, May 24, 2013




માને મારી અંજલી
=============
૧૨મી મે ૨૦૧૩ના દિવસે અમેરીકામા મધર ડે ઉજવાયો. લાખો ડોલરો, ભેટ, કાર્ડો, અને શુભેચ્છા ગુલદસ્તોમા ખરચી નાખવામા આવ્યા. વ્યસ્ત જીવનમા ઍક દિવસ જરૂર માતા માટે કાઢવામા આવે છે. ભારતીય સંસ્કૃતિમાતો માના આશીર્વાદ વગર કોઈ કામ થતા નથી. આથી બારેમાસ અને ચોવીસ કલાક 'માતૃ દેવ ભવ' હોય છે. તો હૂ પણ માતૃ પ્રેમમા સ્નાન કરી લઉ.
હે 'મા' -
જ્યારે જ્યારે ઠોકર વાગે
ત્યારે ત્યારે તુજ નામ હૈયે આવે
આફત હો કે સંકટ હો
તારી યાદ મને આવી જાય.
જ્યારે--
જેવુ કરશે ઍવા ફળ પામસે
ઍજ તારો બોધ હતો
તૂ ગઈ ને વર્ષો વીત્યા
પણ તુજ વેણ હજુ કાનોમા ગુજે
જ્યારે--
તારા પ્રેમની નદી મા નાહવા
હજુ મુજ ઈંચ્છા મરી નથી
તારા ખોળામા સુવાની તરસ
હજુ પણ મટી નથી.
જ્યારે--
તૂ સુતી છે ચીર નીંદરમા
હવે ખલેલ પહોચાડવી નથી
આખી જિંદગી ઓડવી તને
તારી ચીર શાંતીંમા ભંગ કરવો નથી
જ્યારે--
ભારત દેસાઈ
                                   ******************************************