ભારતની મુશ્કેલિઓ - રૂઢિઓ અને જડતા
ભારતમાં આજે પણ ભાગલા પછી આસરે ૨૦ કરોડ મુસ્લિમો છે. અને જે પાકિસ્તાનમાં મુસ્લિમો છે એમાંના ઘણા ખરા હિંદુમાંથીજ મુસ્લિમ બનેલા છે. હિંદુઓમાં જે રૂઢિઓની જડતા છે એણે મુસ્લિમ બનેલા હિંદુઓને પાછા હિન્દૂ ધર્મમાં લેવામાં હંમેશ ઇન્કાર કર્યો છે. એનું ખરાબ પરિણામ આજે ભારત ભોગવી રહ્યું છે. આવી જડતા ભરી રૂઢિઓને લીધે આજે પણ હિંદુમાંથી મુસ્લિમ બનેલા લોકોમાં હિંદુઓ પ્રત્યે ક્રોધની ભાવના છે. રાષ્ટ્રીય સેવક સંઘના નેતાઓ પણ કહેછેકે 'બહુમતી મુસ્લિમોનો 'ડીનએ ' હિંદુઓને મળતો છે. 'એજ બતાવે છેકે ભારતમાં બહુમતી મુસ્લિમો હિંદુમાંથી જ મુસ્લિમ બન્યા છે. જયારે બહુમતી મુસ્લિમોને હિંદુઓ પ્રત્યે એમની જડતા ભરી રૂઢિઓ પ્રત્યે ક્રોધ હોય તે ભારતના હિતમાં નથી.
મહમદઅલી ઝીણા જેણે ભારતના ભાગલા કરી મુસ્લિમો માટે પાકિસ્તાન બનાવ્યું એના બાપદાદા અને પિતા પુંજાભાઈ હિન્દૂ હતા. પુંજાભાઇએ પોતાના ભરણપોષણ માટે માછીમારીનો ધંધો અપનાવ્યો હતો જેનો હિન્દુઓએ તે વખતે વિરોધ કર્યો ને એમને ન્યાત બહાર કર્યા. એવા સંજોગોમાં એમણે મુસ્લિમ ધર્મ અપનાવ્યો. થોડા સમય પછી એમણે હિન્દૂ ધર્મમાં પાછા આવવાની ઈચ્છા વ્યક્ત કરી પણ તે વખતના હિન્દૂ સમાજે એમને પાછા લેવાની ઘસીને ના પાડી દીધી. એમના જ એકપુત્રે એટલેકે મહમદઅલી ઝીણાએ પાકિસ્તાન ઉભુંકરી ભારતને ભયંકર નુકશાન કર્યું અને એના પરિણામ આજે પણ ભારત ભૉગવી રહ્યું છે.
પાકિસ્તાને આજે પણ કોઈ ઉદ્યોગીક કે આર્થિક પ્રગતિ કરી નથી પણ ભારત સામેના રોષ અને પોતાનું અસ્તિત્વ જાળવી રાખવા પોષાય કે ન પોષાય તો પણ ' અટૉમ બૉમ્બ' બનાવી લીધા છે.જોવાનું તો એછે કે એ બૉમ્બ ને બનાવનાર અને ઇસ્લામિક બોમ્બના પિતા અબ્દુલ કાદિરખાન ખાનનો જન્મ ભારતમાં ભોપાલમા જ થયો હતો. એના પિતા એક સ્કૂલ શિક્ષક હતા. અબ્દુલ કાદિરખાન સ્કૂલ માં હોશિયાર વિદ્યાર્થી હતા . ભાગલા પછી પણ એનું કુટુંબ ભોપાલમાંજ રહ્યું હતું . પરંતુ વખત જતા એમના કુટુંબમાં ભોપાલમાં બેચેની વધતા પાકિસ્તાન ચાલી ગયું હતું. પછી તો એમણે' અટૉમ બૉમ્બ' પાકિસ્તાન માટે કેવી રીતે બનાવ્યો એ પણ એક રસમય ઇતિહાસિક વાર્તા છે . મૂળમાં એક વખત એ ભારતીય મુસ્લિમ હતા. આમ ભારતીય મુસ્લિમોએ જ ક્રોધમાં ભારતને નુકશાન કર્યું છે.
મુદ્દાની વાત એ છે કે હિંદુઓ એમની રૂઢિઓ અને એની જડતાને વળગી રહ્યા ન હોત તો આજે ભારતમાં આટલા મુસ્લિમો પણ ન હોત અને મુસ્લિમોને હિંદુઓ પ્રત્યે એટલો આક્રોશ પણ ન હોત. આપણે હવે બીજા ધર્મના લોકોને અપનાવવામાં વધુ ઉદારતા દાખવવાવાની જરૂરિયાત છે.
******************************