એલોન મસ્ક દુનિયાના ધનિક અને શક્તિશાળી વ્યક્તિ
અલોન મસ્ક એક બુદ્ધિવાન વ્યક્તિ છે. એમણે ડોનાલ્ડ ટ્રમ્પને પ્રમુખની ચૂંટણી જીતવામાં મદદ કરીને એની કાબેલિયત બતાવી દીધી હતી. એમના અને ટ્રમ્પ વચ્ચે ઘાઢ સબંધ છે. પરંતુ બે શક્તિશાળી વ્યક્તિ વચ્ચે ઘર્ષણ થવાનો સંભવ છે. એથી જયારે ટ્રમ્પએ ગુસ્સામાં મસ્કના ઉદ્યોગીક સામ્રાજ્યને મળતી સરકારી મદદ બંધ કરવાની વાતો કરી ત્યારે મસ્કે સરકારી પ્રોજેક્ટ ડ્રેગન અવકાશની તરત જાહેરાત કરી દીધી . આ પ્રસંગે અમેરિકામાં ખળભળાટ મચાવી દીધો હતો. ત્યાર બાદ શુભેચ્છકોએ વચમાં પડી એ વાતને ઠંડી પાડી દીધી હતી. આજ બતાવે છે કે અમરિકાનો અવકાશ પ્રોજેક્ટ મસ્કના મિજાજ પર અવલંબિત છે.
મસ્કની સ્પેસ - એક્ષ કંપનીનું ફાલ્કન -9 સ્પેસ રોકેટ સ્પેસ મુસાફરી માટે ઘણું જ મહત્વનું બની ચૂક્યું છે. એણે ૪૮૫ મિશન સફળતા પૂર્વક પાર પાડ્યા છે. મસ્કનું રોકેટ આંતરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશનને પણ સફળતા પૂર્વક સેવા આપી રહ્યું છે.
અમેરિકન સ્પેસ ફોર્સ એ પણ સ્પેસ -એક્ષને ૫.૯ મિલિયન ડોલરનો કરાર પેન્ટાગનના મિલિટરી સેટેલાઇટ અવકાશમાં મુકવા માટે આપ્યો છે. તે ઉપરાંત અમેરિકન મિલિટરી સ્પેસ એક્ષની સ્ટારલિંક સેટેલાઇટ ઈન્ટરનેટ સર્વિસનો ઉપયોગ કરી રહી છે. તે ઉપરાંત ૨૨ મિલિયન ડોલરનો કોન્ટ્રાક્ટ અમેરિકન સરકારે મુસ્કની કંપનીઓને આપ્યો છે.
આજ બતાવે છે કે અમેરિકન સરકાર અને મસ્કની એક બીજા પર અવલંબિત છે. મસ્કના મિત્ર જારેડ ઇસાકમેનની નિમણુંક નાસાના મુખિયા તરીકે ટ્રમ્પએ નિમણુંક કરી છે એજ બતાવે છેકે મસ્કની સરકારમાં કેટલું ચલણ છે. આમ દુનિયાના ધનિક વ્યક્તિ મસ્ક સરકારી સત્તા પર કેટલો આધિપત્ય ધરાવે છે. તે ઉપરાંત સ્પેસ પ્રોજેક્ટમાં મહત્વ ધરાવતા અમેરિકાના કૅલિફૉર્નિયા ,ટેક્સાસ , અને ફ્લોરિડા જેવા રાજ્યો પણ એલોન મુસ્કના મજબૂત ટેકેદારો છે.
એલોન મસ્ક દુનિયાના અત્યન્ત વિદ્વાન , ધનિક અને બહુ જ શક્તિશાળી વ્યક્તિ બની ગયા છે.
*************************************
.jpg)
.jpg)
.jpg)
No comments:
Post a Comment