સરદાર પટેલ
થોડા વખત પહેલાજ સરદાર પટેલની બર્થ એનિવર્સરી ગઈ અને લોકોએ એમને અંજલિ પણ આપી. સરદાર એક લોખંડી પુરુષ હતા અને એમનો એમના સ્વજનો , મિત્રો અને ભારતના લોકો માટે અદ્દભુદ પ્રેમ પણ હતો . તેઓ મૃદુ અને લાગણીશીલ પણ હતા. એમના દુશ્મનને પણ વખત આવે દયા રાખતા.
એનો એક દાખલો ઇતિહાસમાં છે. ત્રવણકોરના મહારાજને એના દીવાન ભારત સાથેના જોડાણ વિરુદ્ધ સલાહ આપતા રહેતા હતા પરંતુ સરદારના મુત્સદી સામે મહારાજાને નમવું પડ્યું હતું . ત્યાર બાદ એમના દિવાનની હાલત બહુ ખરાબ થઇ અને એ મિત્ર વગર ભટકતા હતા ત્યારે સરદારને મળવાનું થયું. એમને સરદારને ફરિયાદ કરી કે હવે મારા કોઈ મિત્રો નથી રહ્યા. ત્યારે સરદારે તેમને હસતા હસતા કહ્યું હતું ' જેનો કોઈ મિત્ર નથી એનો હું મિત્ર છું તમે નિશ્ચિન્ત રહો. ' આ જ બતાવે છે કે એ કેટલા નિખાલસ અને ઉદાર મનના હતા.
સ્વતંત્રતાની લડાઈ દરમ્યાન કોંગ્રેસ પર સરદારની અદભુત પકડ હતી . ભારતના દરેક રાજ્યની કોંગ્રેસમાં એમની પકડ હતી. એમનો એક મજબૂત પ્રતિનિધિ નેતા દરેક રાજ્યની કોંગ્રેસમાં રહેતો જેણે સરદારને કોંગ્રેસના સર્વોચ્ચ નેતાબનાવી દીધા હતા .
ગાંધીજી સરદાર માટે એકમાત્ર વ્યક્તિ હતા જેની ઈચ્છા અને સલાહ સરદાર માટે અંતિમ આદેશ હતો. એનું કારણકે તેઓ પક્ષમાં શિસ્તને બહુજ આવશ્યક માનતા. એથી આઝાદી પછી પ્રધાન મંત્રીની પસંદગી વખતે 14 રાજ્યોની કમિટીમાં સરદારના નેતૃત્વ માટે બહુમતી હોવા છતાં ફક્ત ગાંધીજીના આદેશ સામે સરદાર જુકી ગયા હતા અને પ્રધાન મંત્રીની ચૂંટણી માંથી દૂર થઇ ગયા હતા . ગાંધીજીના આદેશને માન આપી એક દેશભક્ત નેતાનું એ મહાન બલિદાન હતું .
સરદાર આમ શિસ્તમાં માનતા એમના સાથીઓ પાસે પણ એવી જ અપેક્ષાએ રાખતા. મુંબઈના બેતાજ બાદશાહ ગણાતા નરીમાન પર શિસ્ત ભંગ માટે સરદારે યોગ્ય પગલાં લીધા હતા. સરદારને કામની સફળતા માટે એના સાથીઓ પાસેથીદલીલ કરતા એના આદેશનો અમલ ઉચિત રહેતો. એથી તેઓ લોખન્ડી નેતા બની શક્યા હતા .
સરદાર આમતો કોંગ્રેસી નેતા હતા પણ તેઓ બધી રાજકીય પાર્ટીઓમાં તેમની કામગીરી માટે અને આજના ભારતના શિલ્પી તરિકે બહુજ લોકપ્રિય છે અને એની પાછળ એમનો પાટીદાર સમાજ પણ મજબૂતાઈથી ઉભો છે. તે છતાં એમાં શંકા નથી કે સરદાર ભારતના મહાન નેતા હતા.
*******************************



No comments:
Post a Comment