Monday, October 22, 2012









નવરાત્રિ અને દશેરો
==========
નવરાત્રિ બાદ દશેરા નો તહેવાર આવે છે. નવરાત્રિ ઍ મહા શક્તિ દેવીનો તહેવાર છે જ્યારે દશેરો  અસત્ય પર સત્યનો જયનો દિવસ છે.  તે ઉપરાંત દશેરોના  અર્થ સંસ્કૃતમાથી આવેલો દશ અને હારા ઍટલે' ખરાબ વસ્તુનો નાશ કરવાનો'. ઍટલા માટે રાવણ ના વધનો દિવસ ઍટલે દશેરાનો ઉત્સવ તરીકે ઉજવવામા આવે છે. જોકે નેપાળમા અને મૈસોરમા ઍને મા દુર્ગાના પર્વ તરીકે ઉજવવામા આવે છે.  માતા દ્વારા મહિસાસુરના વધ પરથી મૈસોર રાજ્યનુ નામ આપવામા આવેલુ હતુ.
નવરાત્રિ ઍ સ્ત્રી શક્તીનુ પણ પર્વ છૅ. નવરાત્રિમા સ્ત્રીના નવ ગુણોને પણ સમાવેશ થાય છે. સ્ત્રીઓની સહનશીલતા, પ્રેમ, ધીરજ, બલિદાન, બહાદુરી, લાગણી, સહિષ્ણુતા, નર્માસતા, અને ઍનો ક્રોધ ગમે તેવા દૃષ્ટોનો નાશ કરી શકે છે.
                                                          તે ઉપરાંત નવરાત્રીમા ઉપવાસ આત્મા સુધ્ધિ માટે કરવામા આવે છે. મૌન પણ રાખવામા આવે છે. જે માણસને આંતરિક શાંતિ અર્પે છે. અને દેવીની પૂંજાથી સ્ત્રીઑ તરફ માન અને આદર વધે છે.
નવરાત્રિ
=====
નવરાત્રિઍ નારી શક્તીનુ પર્વ   છે
નારીના ગુણોને પૂજવાનુ  પ્રતીક છે
ઍક ગુણ છે સહન શક્તિ,
તો બિજુ રુદ્ર સ્વરુપ છે
જન્મ આપી આરક્ષણ કરવુ
ઍ માતાનુ સ્વરુપ છે
બહેન બની ભૈલાને રક્ષે
ઍ પણ નિર્મળ રૂપ છે
ભાભી બની નિર્મળ  પ્રેમ વહાવે
ઍ માતા સમાન પવિત્ર જરનુ છે
સહન કરેતો ભાર ધરતી સમ સહે
રુદ્ર સ્વરૂપે ધરતીને ફાડે
ચારે ઑર આગ આગ વર્ષાવે
નવરાત્રિ ઍ નારી શક્તીનુ પર્વ છે
નારીના ગુણોને પુંજવાનુ પ્રતીક છે
ભારત દેસાઈ

Tuesday, October 16, 2012









નહેરૂ કુટુમ્બ અને ગુજરાત
===================
 નહેરૂ કુંટુંબે બારત  પર  વધારેમા વધારે રાજ કર્યુ છે. જવાહરલાલ નહેરૂથી શરૂ થયેલી ગાથા સોનિયા ગાંધીને આવી ઉભી છે. હવે રાહુલ ગાંધીની તાજપોષીની રાહ જોવાઈ રહી છે. મોતીલાલ નહેરૂ અને ગાંધીજીની રહેણી કરણી તદ્દન જુદી હતી. ભારતની સ્વતંત્રતા મેળવવાનુ  ધ્ધેય ઍક હશે. આથી બંનેનો મેળાપ રચાયો હશે.
                                                  લંડનમા શિક્ષણ પામેલા અને યૂરોપીયન ક્રાંતિથી પ્રભાવિત જવાહરલાલ નેહરુને ગાંધી વિચારધારા સાથે બહુ મેળ ન હતો. તે છ્તા સ્વતંત્રતાના જંગમા નેહરુ જોડાયા હતા. ધીમે ધીમે ઍમણે ગુજરાત સાથે નાતો મજબૂત બનાવ્યો હતો. નેહરુની ઍક બહેન વિજયાલક્ષ્મીના લગ્ન રાજકોટના પંડિત કુટુંબમા થયા તો, કૃષ્ણાના લગ્નઅમદાવાદના હટીસિંગ કુટુંબમા થયા હતા. ઈંદિરાના લગ્ન ફિરોસ ગાંધી સાથે થયા તૅઓ મૂળ ભરુચના પારસી કુટુંબના હતા. સ્વતંત્રતાની લડાઈ વખતે ગાંધીજી અને સરદાર જેવા મજબૂત ગુજરાતી સાથે નહેરુને કામ કરવુ પડ્યુ હતુ. સરદારતો નહેરુની નેતાગીરી સામે પડકાર સમાન હતા. ગાંધીજીની દરમિયાનગીરીને લીધે જ નહેરૂ વડા પ્રધાન  થઈ શક્યા હતા. ટુંકમા ૧૯૪૭ સુધી ગુજરાતના નેતાઓનુ વર્ચસ્વ હતુ. આને કારણે નહેરૂ કુટુંબને ગુજરાત સાથે  પ્રેમ અને કટૂતાનો સબંધ રહ્યો  હ્શે!
                                                 મોરારજીભાઇ સાથે નહેરુને ઘણો જ સારો સબંધ હતો પરંતુ જ્યારે ઈંદિરાજીને વડા પ્રધાન બનાવવાનો પ્રશ્ન આવ્યો ત્યારે મોરારજીભાઇઍ સીધો વિરોધ નોધાવ્યો. ઍના પરિણામ રૂપે ઍમની ગુજરાત અને મહારાષ્ટ્રની નેતાગીરીને  રફેદફે કરી નાખવામા આવી. આ રમતમા નહેરુનો ગુસ્સો ગુજરાત પ્રત્યે વધ્યો હતો કારણકે ઍમની નેતાગિરીને સીધો પડકાર હતો. નહેરૂ કુટુંબની નારાજગીને લીધે મોરારજીભાઈને વડા પ્રધાન થતા ૧૫વર્ષ લાગ્યા હતા.
                                                    ગુજરાત આમ પણ આર્થિક સામાજીક અને બૌધ્ધિક રીતે પણ સમૃધ્ધછે. નર્મદા યોજના  ગુજરાતની સમૃધ્ધિને ચાર ચાંદ લગાવી દેશે ઍ ઈર્ષામા ઘણા રાજ્યો ઍ પણ ઍના પર અવરોધો ઉભા કર્યા છે. હવે ગુજરાતના મુખ્ય પ્રધાન  નરેન્દ્રા મોદી ઍ પરોક્ષ રીતે વડા પ્રધાન માટે ઉમેદવારી નોધાવી છે આથી બળતાં મા ઘી હોમાયુ છે. નેહરુ કુટુમ્બ ઍનાથિ પણ નારાજ હોય તો નવાઈ નહી.
                                                           *******************

Tuesday, October 9, 2012



આધુનિક જીવનનો પાયો મોબાઇલ ફોન
=========================
                                            મોબાઈલ હવે આધુનિક જીવનનો પાયો બૅની ગયો છે. ભારતમા ટોયલેટઑ કરતા મોબાઇલ વધારે છે. ઍ આપણી  સિધ્ધિ છે કે કમનસીબી કહેવુ ઍ મુશ્કેલી છે. ભારતમા તો પ્લમબરથી માડી  ધનવાન માણસો હાથમા મોબાઈલ લઈને ફરતા હોય છે.
                                            મોબાઈલનો ઉપયીગ, સંદેશાઓ મોકલવામા, ફોટાગ્રાફીમા,નૅવિગેશનમા,સોશિયલ નેટવર્કિગમા, ગેમ્સ રમવામા, હવામાન જાણવામા,  ખરીદી કરવામા, વીડિયો વાતચીતમા,અને જાહેરાતમા પણ ઉપયોગ થાય છે. આગળ વધીને હવે મોબાઇલ દ્વારા બિલ આપવાની સગવડો પણ ગૂગલ અને સ્ક્વેર ઍપ્લિકેસન દ્વારા આપવામા આવે છે.
                                                 હવે  તો ઍવો વખત આવી રહ્યો છે ક ગજવામા પાકીટ કે પ્લાસ્ટીકના કાર્ડ રાખવાની જરૂર રહેશે જ નહી. અમેરીકામા હોમ ડેપો,  જંમ્બા જૂસ, ગૂગલ વૉલ્લેટ દ્વારા મોબાઇલ પરથી બિલ ની ચૂકવણી લે છે. ચાઇ કાર્ટ  સ્ક્વેર અપ્લિકેશન દ્વારા બીલની ચૂકવણી  મોબાઇલ પરથી લે છે. સ્ટારબક પણ હવે સ્ક્વેર દ્વારા મોબાઇલ પરથી બિલની ચૂકવણી કરશે.
                                                મોબાઈલના ડેટા દ્વારા થોડા વખત પહેલા બેન્ક લુટનારા ગુનેગાઆરોને પકડવામા આવ્યા હતા. સરકારી ખાતાઓ પણ મોબાઇલના ડેટા દ્વારા  ઘણાંના અંગત જીવન પર નજર રાખે છે. આથી અમેરિકન કૉંગ્રેસ પણ ઍ બાબતમા કાયદો કરવા ગંભીરતાથી વિચારી રહી છે.
                                                 મોબાઇલઍ  માનવીના જીવનમા ક્રાંતિ આણી છે. મોબાઇલઍ  ૬૦ % થી વધારે લોકોને ભારતમા અને યૂકેમા કુટુંબની  નજદિક લાવ્યા છે. ૭૯ % ચિનાઓને રોજબરોજના સમાચારોથી માહિતગાર રાખે છે. બ્રાજિલના ૬૨% લોકો મોબાઇલ દ્વારા  મિત્રોના સંપર્કમા રહે છે. ૩૨% સાઉથ કોરિયોનને મોબાઇલ ને લીધે વિચાર કરવાનો વખત મળતો નથી. ૭૬% અમેરિકાનો મોબાઈલ ને ઘણુ ઉપયોગી સાધન માને છે. આમ મોબાઇલ ઍ સામાન્ય માનવીનુ જીવન બની ગયુ છે.
                                                   --------------------------------------

Thursday, October 4, 2012


ગાંધી જયંતિ - ૨જી અક્ટોબર ૨૦૧૨
=======================
ઍક ગાંધીવાદી કાર્યકર્તા કહી રહ્યા હતા કે ' આજના ભારતની પરિસ્થિતિ જોઈને ગાંધીજી સ્વર્ગમા પણ વિલાપ કરતા હશે. ' ઍમની આંખોમા આંસુઓ જોઈ મારી પણ આંખો ભીની થઈ હતી. ગાંધીજીનુ જીવન જ ઍમનો સંદેશ હતો. આજનુ ભારત ઍમની વિચારધારાથી તદ્દન વિપરીત છે.
-ગાંધીજીઍ પોતાની જૂનવાણી પત્ની કસ્તુરબા પાસે પણ જાંજરાઓ સાફ કરાવ્યા હતા કારણકે અસ્પૃત્યતા નાબુત કરવાની જુંબેશ પોતાના ઘરેથી શરૂ કરવાની હતી.
-ભારતમા જ્યારે ઍમણે ગરીબાઈ જોઈ અને કેટલા લોકોને વસ્ત્રહીન જોયા ત્યારે ઍમણે નક્કી કેરી લીધૂકે હવે  શરીર ઢાંકવા જેટલા ઓછામા ઓછા કપડા પહેરવા અને ભારતની ગરીબ પ્રજાના આમ પ્રતિનિધિ તરીકે રહેવુ. ઍમની લંડન મુલાકાત વખતે અને રાજાની સાથેની મુલાકાતમા પણ ઍજ વસ્ત્રોમા ગયા હતા. ઍટલા માટેજ ચર્ચિલે ઍમને'' નેકેડ ફકીર 'તરીકે બીરડાવ્યા હતા. ઍમના સાદા જીવનનને લીધે લોકો ઍમના પ્રત્યે આકર્ષાયા હતા.
-ગાંધીજી  બીજાની નીર્બળતા જોવા કરતા તેમના ગુણો જોતા. તૅઓ કહેતા કે મારામા જ  ઘણી નબળાઈયો છે તો  બીજાની નબળાઈઑ જોવાનો શો અર્થ?
- ગાંધીજીનુ હમેશા સત્યની શોધમા રહેતા. આથી ઍમાના માટે સત્ય બદલાતુ રહેતુ. આથી ઘણી વાર આત્મ ચિંતન કરી પોતાની ભૂલો સુધારી લીધી હતી. કેટલાઍ આંદોલનોમા ઍમને ભુલ લાગવાથી સમેટી લીધા હતા.
- ભિન્ન મત ઘરાવતા લોકો સાથે પણ તેમણે  સ્વતંત્રતા  મેળવવા કામ કર્યુ.  જવાહરલાલ નહેરૂ, સી રાજગોપાલ ચારી, સુભાષચંદ્ર બૉસ,  જય પ્રકાશ નારાયણ, ગાંધીજી સાથે બધી બાબતોંમા સાથે ન હતા  પરંતુ બાપુઍ બધાનો સાથ અને આદર મેળવ્યો હતો.
- તૅઓ માનતા કે રાજકારણમા નેતાઓ પ્રજાની સેવા કરવા આવેલા છે નહી કે પોતાના  સગાસબંધીઓની. આથી ગાંધી કુટુંબમાથી આજે કોઇ પણ વ્યક્તિ રાજકારણમા જોવાં મળતી નથી.
- ગાંધીજીઍ સ્વતંત્રતા મળ્યા બાદ મંત્રીઓને નાના મકાનમા રહેવાનુ અને ૫૦૦ રૂપિયાથી વધારે પગાર ન લેવાનુ સુચવ્યૂ હતુ. પરંતુ ઍમના સાથીઓે ઍ ઍમના સૂચનને ફગાવી દીધુ હતુ. ગાંધીજીની સાદાઈ, પ્રામાણિકતા,અને સ્વચ્છ જીવનને લોકો હજુ પણ દરરોજ યાદ કરે છૅ. જ્યારે ઍવા પણ ભારતીયો છે જેઓ ઍમના જન્મ દીવસે ઍમને યાદ કરી ઍમના નામને  વટાવી ખાય છે. ખરેખર તો ઍમના જીવનને અનુસરવૂ ઍજ ઍમને સાચી અંજલી છે.


                                                    *************************

Thursday, September 27, 2012



હિન્દુઍ ધર્મ નથી પણ જીવન જીવવાની ઍક રીત છે.
===============================
હિન્દુ ધર્મ કેટલા ઍ આક્રમણો સામે ટકી રહ્યો છૅ ઍના બે કારણો છે . ઍકતો ઍ સમયની સાથે બદલવા તૈયાર છે. અને બિજુ કારણ કેટલાઍ વીદ્વાનો ઍ ઍનૂ સિંચન ક્રર્યુ છે. કેટલાઍ પંથઑને સમાવી લીધા છે. આક્રમણકારોને પણ પોતાનાંમા સ્થાન આપ્યુ છે.
                               હિન્દુ ધાર્મિક ગ્રંથો પણ પણ વીદ્વાનો દ્વારા વખતો વખત સિંચાયેલા છે. રામાયણ., મહાભારતમ, ગીતા, અને ઉપનીષદોમા કૅટલાઍ વીદ્વાનોનૂ  જ્ઞાન સમાયેલૂ . સારા માણસો સગૂણી હોય છે પરંતુ દૂષ્ટ માણસોની શક્તિમા પણ સગુંણો શોધવા પ્રયત્નો કરવામા આવ્યા છે.
                                  રામ આદર્શ પુરુષ હતા. કૃષ્ણ દિવ્ય શક્તિવાળા, વીદ્વાન રાજપુરુષ હતા. લક્ષ્મણ અને ભરત આદર્શ ભાઈઓ હતા. હનુમાનમા રામ પ્રત્યેની વફાદારી અને નિષ્ઠા પ્રગટ થતી હતી. અર્જુનમા યોધ્ધા હોવા છ્તા મૃદુતા હતી. આમ્ આવા ગૂણોમાનવો  પોતાના જીવનમા ઉતારે માટે વિવિધ  પાત્રો દ્વારા ઉલ્લેખ કરવામા આવ્યો છે.
                                   ઍવી પણ ઉદારતા બતાવવામા આવી છે કે ખરાબ પાત્રોમા લોકો ઍ ઍના ગુણ જોવા જ઼ોઈઍ. આથી જીવન વધૂ સુખી નીવડે અને કોઈ પણ વ્યક્તિને તિરસ્કારથી જોવામા નહી આવે. આપણે સંસારમા રહેવાનુ છે ઍટલે સારા અને નરસા સાથે રહેતા શીખવુ  પડે છે. ઍમા સકારાત્મક વિચારધારા જરૂરી છે.
                                     રામાયનમા રાવણ ઘણો વીદ્વાન હતો ઍટલા માટે રામે લક્ષ્મણને  મૃત્યુ આરે ઉભેલા રાવણ પાસે રાજનીતિના પાઠ શીખવવા મોકલાવે  છે. દુર્યોધન મહાભારતમા અભીમાની અને દૂષ્ટ  બતાવવામા આવ્યો છે પણ ઍ રાજ્ય વ્યવસ્થામા નિપુણ બતાવામા આવ્યો છૅ. ભગવાન શ્રી કૃષ્ણા દુર્યોધનને નરકમાથી બહાર કાઢવા હાથ લંબાવે છે પરંતુ દુર્યોધન સહાય લેવાનો ઈન્કાર કરે છે કારણકે ઍની સ્વાભિમીનતા ઘણી ઉંચ હતી.  કર્ણ જાણતો હતો કે તે અધર્મ સાથે છે અને ઍનો પરાજય અને મૃત્યુ નિસ્ચીત . તે દુર્યોધનના ઉપકારોથી દબાયેલો હતો આથી ઍણે વફાદારી દ્વારા ઍની કીમત ચૂકવી હતી. આમ દૂશ્ટોના ગૂ ણો બતાવીને  ઍને જીવનમા ઉતરવાનો હિન્દુ ધર્મમા ઈશારો કરવામાઆવ્યો
                                     યૂગો યુગોથી જેનુ સિંચન કરવામા આવ્યુ ઍવી વિચારધારાને  કેટલાઍ  દિગ્ગજો ઍ સમૃધ્ધ બનાવી છે ઍજ઼ સનાતન હિન્દુ ધર્મ તરીકે પ્રચલિત છે.  ઍથી કોઈ પણ ધર્મની ખૂટતી કડી હિન્દુ ધર્મમા મળી આવે છે. ઍટલા માટે સ્ટીવ જોબ થી માંડીને તે બીટલ સુધીના  જગપ્રસિધ્ધ પરદેશીઓ  પણ ઍની જ્ઞાન ગંગામા સ્નાન કરી ગયા છે.
                                                  *********************************

Saturday, September 22, 2012



ભારતની પરદેશી કંપનીઑ લગતી નીતિ
============================
અત્યારે ભારતમા ઍફ ડી આઇ  વિશેની નીતિની બાબતમા મોટો હોબાળો મચ્યો છે. વિરોધીઓનુ કહેવુ છૅકે મોટી મલ્ટી નૅશનલ કંપનીઑ નાના વેપારીઓને ખાય જશે અન બેકારી વધશે. આથી ડાબેરીઓ, સોસિયાલિસ્ટ પાર્ટી, મમતા બેનેરજી અને મુલાયમસિંગ જેવા નેતાઓપણ ઍનો વિરોધ કરી રહ્યા છૅ. મનમોહનસિંગની સરકાર ઉંચી ઍફ ડી આઇના અમલ માટે અધિરવી થઈ ગઈ લાગે છે. ઍના બેજ કારણો હોઇ શકે. ઍકતો સરકારને જવુ પડે  ઍ પહેલા ઍફ ડી આઇ ની નીતિનો અમલ કરવો અથવાતો ભારત સરકાર મલ્ટી નૅશનલ કંપનીઓના દબાવને વશ થઈ રહી છે.
                                                          ચીન પણ ઍ નીતીમા આગળ્ વધવામા હવે સાવચેત થઈ ગયુ છૅ. ઍમણે ઍ નીતીમા લગામ ખેચી છૅ કારણકે ઍમને ઍ નીતિ હવે ઍમના માટે અનુકુળ લાગતી નથી. ઍથી લોકોમા અસંતોષ, બેકારી, અને વેપાર ધંધાને નુકશાન થાય છે.
                                                         ઍફ ડી આઇ મર્યાદાને વધારી પરદેશી કોંપનીઓને ૫૧% હિસ્સો આપવાથી ઍમનુ વર્ચસ્વ વધવા સંભવ છે. લોકોને ઍમના પર પરાણે  નાખવા જેવુ થશે અને લોકો પાસે મનભાવતા ભાવ વસુલ કરી શકશે. અને નાના વેપારીઓનુ અકાળે નાશ થશે.
                                                        ઍ બાબતમા વોલમાર્ટનો દાખલો લેવા જેવો છે. અમેરીકામા પણ ઍની રીતરસમો સામે વિરોધ ચાલી રહ્યો છે. વોલમાર્ટે નાના વેપારીઓને નુકશાન કર્યુ છે અને ઍના કામદારો પ્રત્યેનૂ વલણ યોગ્ય નથી.  આથી વોલમાર્ટ સામે અમેરિકન રાજધાની વોશિંગ્ટનમા વિરોધ પ્રદશન ચાલી રહ્યુ હતુ. આથી ભારત સરકારે પણ  ઍફ ડી આઇ નીતીમા સાવધાનીથી આગળ વધવાની જરૂર છે.

                                        ***********************************

Sunday, September 9, 2012


























જ્યુસ
=======================================
-ચિત્રમા ઉપરથી નીચે- આલબર્ટ આઈન્સ્તાઈન, હેનરી કૈઈસનજર(અમેરિકન રાજકારણી), જેરી લુઈસ( કોમેડિયિન-હૉલીવુડ), પદ્મશ્રી રૂબેન ડેવિડ(અમદાવાદ), સંદરા બૂલોક( હૉલીવુડ હિરોઈન), સ્ટીવેન સ્પીલબર્ગ( હૉલીવુડ દિગ્દર્શક)-
---------------------------------------------------------------
આખી  દુનિયામા  ૧૪ મિલિયન જ્યુસો  છે.  જેરૂસલંમ ત્રણ મહત્વના ધર્મોનુ પવિત્ર સ્થાન છે ઍમા ઈસ્લાંમ, ઈસાઈ, અને જ્યુસોનો પણ સમાવેશ થાય છે. આખા વિશ્વમા પથરાયેલા જ્યુસોઍ બીજા વિશ્વ યુધ્ધ પછી  જેરૂસલમ ની આજુબાજુમા પોતાનુ રાષ્ટ્ર ઇજરાયલ સ્થાપી દીધુ છે.  મુસ્લિમ રાષ્ટ્રો વચ્ચે ઘેરાયેલૂ ઈજારાયલ પોતંનુ અસ્તિત્વ જાળવી રાખ્યુ છે. ઍની પાછ ળ ઍમની બુધ્ધિમતા, મહેનત અને ઉંચ ચારીત્રની શક્તિ છે.
                                                                 જ્યુસ પ્રજાનુ રાજકારણ, સાયંન્સ, કલા, અને રમતગમત ક્ષેત્રે  ઘણુ પ્રદાન રહ્યુ છે. વધારેમા વધારે નોબેલ પ્રાઇજ઼  જ્યુસો ઍજ મેળવ્યા છે. પોલીયો, લુકેમિયા, હેપીટીસીસ-બી, સિફિલિસ, જેવા રોગોની રસી ઑ જ્યુસ વિજ્ઞાનિકો શોધી છે.  માઈકરોપ્રોસેસિંગ ચીપ, ન્યૂક્લિયર રિયેક્ટર, ઓપ્ટિકફાઈબર કેબલ, ટ્રાફિકલાઇટ, સાઉંડ મૂવી, સ્ટેનલેસ સ્ટીલ, ટેલિફોન માઈક્રોફોન, વીડિયો ટેપ રેકૉર્ડર, વગેરે શોધનારા પણ જ્યુસો હતા.
                              વ્યાપારમા  પોલો, લેવી જીન્સ, સ્ટારબક,ગૂગલ,ડેલ કોમ્પ્યુટર, બાસ્કીન રૉબિન્સ, ડંકીન ડોનેટ્સ, ઓરેક્લ, જેવી કંપનીઓ ઉભી કરનારા જ્યુસો જ હતા. રાજકારણમા હેન્રી કૈસિંગેર, ઍલન ગ્રીનસ્પાન, (અમેરિકાના) માઈકલ હાવર્ડ,(બ્રિટન), ડેવિડ મારવલ જેવી અનેક વ્યક્તિઓ જ્યુસોમાથી આવી છૅ. આલ્બર્ટ આઈનસ્ટાઈન પણ જુયૂસ હતા ઍ તો બધાજ જાણે છૅ.
                               હોલીવૂડની સ્થાપનામા જ્યુસોનો મોટો હાથ હતો. અમેરિકાના વૉલ સ્ટ્રીટ મા ઍમનુ પ્રભુત્વ છે. હેરીસન ફોર્ડ, ટોની કરટીશ, કૅરી ગ્રાન્ટ,ચાર્લ્સ બ્રૉન્સન, સેન્ડરા બૂલોક, કર્ક ડગલાસ, માઈકલ ડગલાસ,પૉલ ન્યૂમન, જેર્રી લુઈસ, બેન કિંગલી, વૂડી ઍલન ઍ બ ધા હોલિવુડના કલાકારો જ્યુસ સમુદાયના છે.  જાણીતા હોલિવુડના દિગ્દર્શકો સ્ટીવેન સ્પિલબર્ગ, ઓલિવર સ્ટોન,મેલ બ્રુક, નીલ સાઈમન, અને માઈકલ મૅન ઍ બધા જ્યુસો છે.
                                દુનિયાના કોઈ પણ દેશમા જ્યુસો હમેશા અગ્ર સ્થાને હોય છૅ. અમદાવાદમા ડેવિડ રુબેનને ઘણા ઓળખતા હશે. આમ જ્યુસો પોતાની મહેનત અને હોશીયારીથી આગળ રહ્યા છૅ અને સાબિત ક્રર્યુ છેકે  જીવનમા આગળ્ વધવા માટે ગુણવત્તા મહત્વની છે. ભલે તમારી જાતિની સંખ્યા ઑછી
 હોય.
                                   ********************************