Tuesday, March 26, 2024



સેમ અલ્ટમેન અને આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ 

                                                                         આજે સેમ અલ્ટમેનનું નામ આર્ટિફિશ્યલ ઇન્ટિલિજન્સ સાથે ગાઢ રીતે સંકળાયેલું છે. આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સનો   સદઉપયોગ કરવાનો ઉદ્દેશની  જવાબદારી એમણે લીધેલી છે. તેઓ ટેક્નોલોજી  કંપની   'ઓપન -એઆઈ' ના  મુખિયા  છે.

                                                                 એમણે 'ચેટ જીપીટી'  બહાર પાડીને આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ માં ક્રાંતિ લાવી દીધી છે અને એનાથી આગળ વધીને ચેટ જીપીટી -૪ સુધારેલું  બોક્સ બહાર પાડવાની તૈયારીમાં છે. એમના ઉદ્દેશમાંથી ચલિત થવાની શંકા થવાથી  એમની કંપનીએ એમને વિલંબિત કરી નાખ્યા હતા પરંતુ એમની કંપનીના કામદારોના અને કંપનીના રોકાણકારોના ટેકાથી એમને પાછા લેવા પડ્યા છે. એના ટેકામાં ગુગલ જેવી માતબર કંપની પણ હતી જેણે એમાં સારું એવું રોકાણ પણ કરેલું છે. પરંતુ આ બનાવની પાછળના કારણો જાણવા જરૂરી છે. 

                                                                   આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ દુનિયાને ઉપયોગી ક્રાંતિ પણ લાવી શકે છે ,પરંતુ એનો દુરુપયોગ પણ થઇ શકે છે. જોકે એ ટેક્નોલોજીમાં હજુ ગણું કરવાનું બાકી છે. તે છતાં એ કવિતાઓ , લેખો , ડિઝાઇન , અને પેઇન્ટિંગ જેવી કલામાં પણ ઉતરી શકે છે. એ કલાકારો , લેખકો , કવિઓ, ડિઝાઈનરો વગેરેના કોપી રાઈટ ને માટે ભયરૂપ બની શકે છે. બીજા અર્થમાં મનુષ્યની કૈક  નવું રજુ કરવાની  હોશિયારીને નુકશાન કરી શકે છે. એ દ્રષ્ટિએ એ માનવતા માટે ભય રૂપ છે. માનવોની રોજગારીને પણ નુકશાન કરી શકે છે. આથી એનો ઉપયોગ માનવોની ઉન્નતિ કરવા માટે ઉપયોગ કરવો જરૂરી  છે. એ ટેકનોલોજી જો ગુનેગારોના હાથમાં પડી જાય તો એનો દુરુપયોગ પણ થઇ શકે છે . એટલા માટે ઘણા દેશો એના પરઅંકુશ મુકવાના કાયદાઓ પણ ઘડવા લાગ્યા છે.



                                                     એના અનુસંધાનમાં  'ઓપન -એઆઈ ' કંપનીની રચના કરવામાં આવી છે. એના મુખિયા સેમ  અલ્ટમેન  પર  મોટી જવાબદારી છે.  એલન મસ્ક પણ એક વખત એ કંપની સાથે જોડાયેલા હતા. વચમાં કંપનીના કેટલાક ડિરેક્ટરોને અલ્ટમેનની વર્તણુક શકાસ્પદ લાગી અને તેઓ એના ઉદ્દેશથી ખસીરહ્યા હોય એમ લાગવાથી એમને બરખાસ્ત કરી નાખ્યા હતા. પરંતુ હવે ફરીથી એમને કંપનીની દોર સોંપવામાં આવી છે.તેઓની ગણના વિશ્વના આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સના  ઉચ્ચ  ટેકનોલોજી વિઝાર્ડ  માનવામાં આવે છે. 

                                                   આર્ટિફિશ્યલ ઇન્ટેલિજેન્સ હજુ પૂર્ણતા પર પહોંચી નથી કારણકે એના ચેટ   બોક્સ  બધાજ પ્રશ્નોના સાચા ઉત્તર આપવામાં સફળ થયા નથી. તે છતાં માનવતાના હિતમાં એ ટેક્નોલોજીના વિકાસમાં  પૂરતી સાવધાની રાખવી જરૂરી છે. કારણકે એનાથી દુનિયામાં નવી ક્રાંતિ આવી શકે છે, પરંતુ એના દુરુપયોગથી નુકશાન પણ થઇ શકે છે.

                                    ********************************** 

Wednesday, March 13, 2024



 દારૂનું સેવન 

                                    દારૂના સેવનને નૈતિકતાની દ્રષ્ટિથી કે પછી  સામાજિક દુષણો તરીકે જોવા કરતા એને બીમારી તરીકે જોવાની જરૂરિયાત છે. એનો ઈલાજ પણ રીતે થવો જોઈએ . વિશ્વમાં કાયદાથી એને કાબુમાં લાવવા પણ પ્રયત્નો થયા છે, પરંતુ અમેરિકા અને રશિયા જેવા મોટા દેશો પણ એમાં નિસ્ફળ નીવડ્યા છે.

                                દારૂનું સેવન પુરાતન કાળથી થતું આવ્યું છે.ભારતમાં તો એ સોમરસ નામે ઓળખાતો હતો.  એના સામાજિક જડ પણ બહુ  શક્તિશાળી વર્ગમાં  મજબૂત રહયા  છે.એથી એના કાબુંમાટે તર્ક પણ વાપરવાની જરૂરત છે.



                               તર્કની દ્રષ્ટિએ છેલ્લા દાયકાથી દરરોજના એક કે બે કપ વાઈન પીવાથી  હૃદય મજબૂત બને છે. એમ માનવામાં આવતું હતું. પરંતુ વિશ્વ આરોગ્ય સંસ્થાનઆ અહેવાલ પ્રમાણે દારૂ કોઈ પણ પ્રમાણમાં લેવાથી એ તંદુરસ્તી માટે હાનિકારક છે. આથી અમેરિકામાં અને  કેનેડામાં એનું સેવન  કરવાની મર્યાદાઓ ઓછી કરવામાં આવી છે.



                                   એક વાતમાં તથ્ય છેકે દારૂના સેવનથી લીવર પર ખરાબ અસર થાય છે. અને અનેક જાતના કેન્સર પણ થઇ શકે છે. આથી દૂરના સેવનની સ્વાચ્છીક  મર્યાદા લાવવી જરૂરી છે. આલ્કોહોલ સેવનથી આયુષ્ય પણ ઓછું થઇ શકે છે. તે ઉપરાંત ૧૫% જેટલા બ્રેસ્ટ કેન્સર દારૂના સેવનથી થાય છે. 'વિશ્વ હૃદય   સંઘઠને  '  ૨૦૨૨ જાહેર કયુંછેકે આલ્હોહોલ માનવીની તબિયતને આડ અસર કરે છે. એટલે હૃદયની તંદુરસ્તીને પણ  એ લાગુ પડે છે.

          આથી દારૂ સેવનના  પ્રશ્નને  સ્વાસ્થ્યને ધ્યાનમાં  રાખીને લેવાની જરૂરત છે જેથી એને કાબુમાં લાવી શકાય. એને કાયદાથી  ઉકેલવામાં મુશ્કેલી રહેલી છે કારણકે એમાં સમાજનો  શકિશાળી  વર્ગ  અને  બહુમતી ગરીબ લોકો પણ દારૂ સેવનમાં સંડોવાયેલા હોય છે. 

                                *****************************

                                         

                                        

Sunday, March 3, 2024



 વૃદ્ધાવસ્થામાં વિસ્મૃતિ 

                                                      ઘણા  વૃધ્ધો  વૃદ્ધાવસ્થામાં વિસ્મૃતિનો અનુભવ થાય છે. અને એમાંથી અલ્ઝેમર જેવા ભયંકર રોગોના પણ કેટલાક લોકો ભોગ બને છે. અલ્ઝેમર જેવા રોગોમાં ઘણા પોતાની  પાર કાબુ પણ ગુમાવી દે છે અને નિરાધાર હાલતમાં દયામય સ્થતિમાં જીવતા હોય છે. આથી એવા રોગીઓની માટે  હંમેશા એક વ્યક્તિની સંભાળ રાખવાની જરૂરત રહે છે. એવો કરુણ દાખલો અમેરિકાના પૂર્વ પ્રમુખ રેનાલ્ડ રેગનનો  હતો .  તેઓ અલ્ઝેમરના ભોગ બન્યા હતા.ઘણીવાર  એમનો  પૌત્ર એમને એમની લાકડી પકડી  કેલિફોર્નિયામાં સેંતા મોનિકા દરિયા કિનારે ફરવા દોરી જતો  જોવા મળતો  હતો.

                                      વૃદ્ધાવસ્થામાં વૃદ્ધોએ  કાળજી લેવી જરૂરી છે જેથી તેમની  વિસ્મૃતિ દયામય સ્થિતિએ ન પહોંચી જાય કે એમને અલ્ઝેમર  રોગ સુધી દોરી જાય. વિશ્વના વિજ્ઞાનીકોએ વૃદ્ધોની  વિસ્મૃતિની બાબતમાં સારી એવી શોધો કરી રહયા છે. તેઓ માને છે કે  વૃદ્ધો નવી નવી વસ્તુઓ શીખવાથી  વિસ્મૃતિને  દૂર કે કાબુમાં રાખી શકે  છે. માનવીની  કેટલીક શક્તિઓ પર 30 વર્ષની ઉંમરથી આડ અસર શરુ થાય છે અને 60 વર્ષની ઉંમરની આજુબાજુ  એ ત્રીવ બને છે. 

                                      ઘણા મનુષ્યો માને  છેકે નિવૃત્તિ એટલે બધી પ્રવૃત્તિઓ છોડીને મઝા અને  આરામ કરવો. એવાજ લોકો અલ્ઝેમરના અથવા વિસ્મૃત્તિના  ભોગ બનતા હોય છે. માનવીના મગજને પ્રવૃતિઓ જ  જીવિત અને વધુ ત્રીવ બનાવે છે . એનાથીજ એની યાદ શક્તિ વધે છે.  નિવૃત્તિ એટલે  માનવીની પ્રવૃતિઓમાં બદલાવ નહિ કે બધી પ્રવૃત્તિઓને તદ્દન બંધ કરી દેવી. ટૂંકમાં તમે તમારા જીવનસંગ્રામમાં  જે પ્રવૃતિઓ ન કરી શક્યા હોય એવા તમારા શોખો  પ્રવાસ, વાંચન, સંગીત , લેખન  વગેરે તમે નિવૃત્તિ સમયમાં વિકસાવી  શકો છો. મિત્રો અને સગા સબંધીઓ સાથે વધારે  ગાઢ બનાવી શકો છો. આવી પ્રવૃતિઓ પણ તમારી  યાદશક્તિનો  વિકાસ  કરી શકાય  છે.

                                                            તે ઉપરાંત નિવૃત્તિમાં નવી નવી વસ્તુઓ જેમાં રસ હોય એ વિષે શીખવા પણ પ્રયત્ન કરવો જોઈએ જે તમારા મગજને વધુ ત્રીવ બનાવે.  'આઈ પેડનો' ઉપયોગ કરતા પણ શીખી શકાય .બીજુ ફોટોગ્રાફી ,જુદી જુદી ભાષાઓ શીખવી  અને સંગીતની નવી કૃતિઓ પણ બનાવી શકાય છે. આવી પ્રવૃતિઓ સ્મૃતિને  વધારી અને મજબૂત બનાવી શકે છે.



                                                         અત્યારે કેટલાક  વિજ્ઞાનીઓ  એવા પણ સંધોધન  પર આવ્યા છેકે  ઘણા વખતથી વિટામિન્સ લેનારા  વૃધ્ધોને  વિસ્મૃતિનો ભય ઓછો રહે છે. આ બધા સૂચનો સાથે વૃદ્ધોને માટે સકારત્મક વાતાવરણ ની જરૂરી છે જેથી તેઓ તંદુરસ્ત જીવન જીવી વિસ્મૃતિ જેવી બીમારીથી બચી શકે.

                                           ******************************************

Monday, February 12, 2024



હોશિયારી અને ડહાપણ      

                                               હોશિયારી  અને ડહાપણ હંમેશા સાથે જતા નથી. એટલેકે એકજ વ્યક્તિમાં  એ બંને ગુણો સાથે હોવા મુશ્કેલ છે. અને જ્યા એ બંને સાથે જોવામાં આવે છે તે વ્યક્તિ માટે સફળતા હંમેશા વરમાળા પહેરાવે છે. એનું કારણ એ બંને ગુણોમાં તફાવત પણ છે.

                                               હોશિયાર વ્યક્તિઓ હંમેશા તર્ક અને વિજ્ઞાનિક કારણોને વધારે મહત્વ આપે છે.  હોશિયારો હંમેશા ચર્ચા અને વિવાદ કરતા હોય છે. જયારે ડહાપણ વાળા સમાધાન શોધતા હોય છે.  હોશિયારો પોતાના જ્ઞાનની શક્તિ બતાવતા હોય છે.



                                               ડહાપણવાળા પોતાના આત્મબળથી આગળ વધે છે. એ  લોકો લાગણી અને પ્રેમથી બીજાને જીતવા  પ્રયત્ન કરે  છે. અને  હરીફ ને માફ કરી દે છે. તેઓ નેતાગીરીને બદલે લોકોને માર્ગદર્શન આપે છે. તેઓ અનુભવમાંથી શીખવા માગે છે. એમની વિચારશરણી બહુજ મરડાય એવી હોય છે. અને એ બીજાઓને શિખામણ આપે છે અને પછી એનો અમલ એ વ્યક્તિ પાર છોડી દે છે. તેઓ લાંબા પ્રવચનોને સાંભળી લે છે પણ જે કહેવાનું રહી ગયું હોય છે એનું પણ અધ્યયન કરી લે છે. ડહાપણ ધરાવતી વ્યક્તિઓ જરૂર કરતા વધારે બોલતા પણ નથી.



                                              હોશિયાર માણસોની પ્રકૃતિ જુદી  હોય છે. એ હંમેશા પોતાના જ્ઞાનથી બીજાને શિખામણ આપે છે.અને ઘણીવાર કહે  છે કે 'એને બધુજ જ્ઞાન છે'. તેઓ દરેક વસ્તુમાં પોતાના મતને વળગી રહેવા પ્રયત્ન કરે છે. એમનામાં નેતાગીરી કરવાની તમન્ના હોય છે. એમને ઘણીવાર વણમાગી સલાહ આપવાની વૃત્તિ હોય છે. એ  બીજા  જે કહે એને સમજી શકે છે.  હોશિયારો  હજારો અને લાખોને  કાબુમાં રાખવા પણ પ્રયત્ન  કરે છે. 

                                                    ટૂંકમાં હોશિયારી એ સારી વસ્તુ છે  પરંતુ ડહાપણ પણ સારું પરિણામ લાવે છે. એ બંનેનો મેળાપ એ સોનામાં સુગંધ જેવો છે.

                                     ***************************************** 

Sunday, February 11, 2024

 


આલ્બર્ટ  આઈન્સ્ટાઈનની    સલાહ

                                                               આલ્બર્ટ આઈન્સ્ટાઈન એક  મહાન વિજ્ઞાનિક સાથે એક ચિંતક પણ હતા. તેઓ મહાત્મા ગાંધીની વિચારધારાના પ્રશંસક હતા. એમની વિચારધારા એક મહાન વિવેચક અને ઊંડા વિચારક જેવી હતી.

                                               એમણે કહ્યું છેકે જીવનમાં દરેક વ્યક્તિ કોઈને કોઈ પ્રશ્નનો સામનો કરવો પડે છે પણ એનો સામનો કેવી રીતે કરવો એ દરેક વ્યક્તિ પર આધાર રાખે છે. તે છતાં એ બાબતમાં આઈન્સ્ટાઈનનું કહેવું છે કે અમુક બાબતમાં બીજી  વ્યક્તિને કહેવા પર સાવચેત રહેવું જોઈએ.



                                                  એમનું માનવું છે કે ' પોતાને મળેલી સફળતાનું રહસ્ય બીજાને કહેવું જોઈએ નહિ.' કારણકે તમારા સંજોગો અને બીજાના સંજોગોમાં ફરક હોય છે. બીજુકે કોઈ તમારી રીતે ચાલવા જાય તો એને કદાચ સફળતા ન પણ મળે. અને પછી નિસ્ફળતા માટે તમને દોષ પણ દે . તે ઉપરાંત બીજાની સફળતામાં બધાજ રાજી થતા હોય એવું હોતું નથી. 

                                                     તમારા પ્રશ્નોને બીજાને કહેવાથી  કોઈ ફાયદો થતો નથી. બધા તમારા હિતેચ્છુઓ હોતા નથી. ઘણા એવા પણ હોય છેકે તમારા વિકટ પ્રશ્નોમાંથી લાભ લેવા પણ પ્રયત્ન કરે છે. આથી લોકો પર વિશ્વાસ કરતા પહેલા વિચારવું આવશ્યક છે. બધી  બાબતમાં બીજા પર  પર વિશ્વાસ કરવો ન જોઈએ.

                                                  તમારી સપનાઓ અને તમારી યોજનાઓને લોકોને કહેતા રહેવું ન જોઈએ. કારણકે કેટલાક વિઘ્ન સંતોષીઓ એમાં ફાચર પણ મારી શકે છે. કેટલાક એવા હોય છેકે જેઓ તમારી યોજનાઓને તમારા કરતા જલ્દી અમલમાં મૂકી તમને મુશ્કેલીમાં મૂકી શકે છે.

                                                     તમારી આવક વિષે કોઈને કહેવું જોઈએ નહિ. એના વિષે ગુપ્તતા જાળવવી આવશ્યક  છે. કારણકે ઘણાને એ ઈર્ષાનું કારણ બની શકે છે. 



                                                    છેલ્લે તમારા કુટુમ્બીક પ્રશ્નો પણ કોઈની સાથે ચર્ચા કરવી જોઈએ નહિ, કારણકે દરેક તમારા હિતેચ્છુ છે એમ માની શકાય નહિ. કેટલાક  વિઘ્નસંતોષી  લોકો મદદ રૂપ થવા કરતા એમાંથી આનંદ લે છે. અને પ્રશ્ન વધુ વિકટ  બને  છે.

                                                       આથી આલ્બર્ટ  આઇન્સ્ટાઇને  પોતાના અનુભવોને કારણે  ઉપરની પાંચ બાબતોમાં બીજા  લોકો  સાથે  વિચારીને વિનિમય કરવો જોઈએ.

                                             **********************************  

Saturday, February 3, 2024

 


જીવન જીવવાના જાપાનીસ મંત્રો 

                                                               દુનિયામાં અમુક રાષ્ટ્રોની પ્રજાનું ચરિત્ર ઉચુંછે. જેમ કે ઇંગલિશ, જર્મન , વગેરે પ્રજા  પણ  દેશભક્તિવાળી, મહેનતુ અને ઉચ્ચ ચરિત્ર ધરાવતી પ્રજા તરીકે ઓળખાય છે. જાપાન એક નાનો  દેશ છે પરંતુ પ્રગતિશીલ છે. ત્યાં વારેઘડીએ ધરતીકંપ , વાવાઝોડા , દરિયાયી તોફાનો આવે છે.  જાપાની પ્રજા એનો બહાદુરીપૂર્વક સામનો કરે છે. જાપાન છેલ્લા વિશ્વ યુદ્ધમાં  અમેરિકાએ નાખેલા બે  એટમબોંબનું પણ ભોગ બન્યું હતું. પણ આજે વિશ્વનું અગ્રણી રાષ્ટ્ર બની રહ્યું છે.  જાપાનની સફળતા પાછળ એની પ્રજાનું ઉચ્ચ ચરિત્ર અને રાષ્ટ્ર ભક્તિ  છે. જાપાનના ઉચ્ચ ચારિત્રનો પાયો એના જીવન જીવવાના ઉચ્ચ સિદ્ધાંતોને કારણે છે.



                                                 જાપાનીસ  જીવનમાં પોતાને માટે જીવવા કરતા  બીજાને માટે જીવવા માટે  અને બીજાને પ્રત્યે વધારે  ધ્યાન આપવાનું મહત્વ છે. તે ઉપરાંત દરેક વ્યક્તિએ પોતાને આનંદ આપે એવી પ્રવૃત્તિઓ કરી જીવનનો આનંદ માનવો જોઈએ. જાપાનીઓ પોતાની  ઉણપો જોઈ જીવન કુદરતી રીતે જીવતા હોય છે.  જે કઈ મળ્યું હોય તેને  વેડફયા વગર  ભગવાનની મહેરબાની માની લોકો એમનું જીવન જીવતા હોય છે. મન અને શરીર પર કાબુ રાખી  એમની આદતો ઘડતા હોય છે. કારણકે સ્વસ્થ શરીર સંયમી મન જ સારા જીવનના પાયા છે.



                                         જાપાનીસ જીવનમાં ગુરુનું પણ એટલુંજ મહત્વ છે. ગુરુના માર્ગદર્શન પ્રમાણે આગળ વધવું અને જીવનમાં એનો અનુભવ લેવો. નવા પ્રયોગો કરવા અને જીવનને એના પરિણામો પ્રમાણે આગળ વધારવું. તેઓ માને છે કે જીવનમાં કોઈ પણ વસ્તુ અમર નથી. આથી આધ્યાત્મિક થઇ વસ્તુઓ પ્રત્યેનો મોહ  ઓછો કરી નાખવો જોઈએ. તે ઉપરાંત નિસ્વાર્થભાવે  સેવા કરવી જોઈએ . એમાં કોઈ અપેક્ષાને સ્થાન નથી. લોકો સાથે ચર્ચા વિનિમય કરી  એના વિષે સર્વ  લોકોને માહિતગાર કરવા જોઈએ.


                                          જીવનમાં કોઈને કોઈ લક્ષ્ય  હોવું જોઈએ . અને જીવનમાં જે મળે એનાથી સંતોષ માની પ્રભુના હંમેશા આભારી રહેવું જોઈએ.  જીવનમાં આવતા પરિવર્તનોને હંમેશા સ્વીકારી લેવા જોઈએ.આવા જીવનથી મનુષ્ય જીવન આનંદદાયી અને  ચારિત્રવાન બને છે. એવો જાપાનીઓનો સંદેશ છે.

                                          ********************************

                                                    



Monday, January 29, 2024



ભારતની શિક્ષણ પદ્ધતિ - બ્રિટિશ રાજ પહેલા 

                                                                     બ્રિટિશરો ભારતમાં વેપારી તરીકે આવ્યા  અને ભારતની આંતરિક પરોસ્થિતિનો  લાભ  લઇ ભારતમાં પોતાનું રાજ જમાવી લીધું. પરંતુ તે વખતે ભારતની જાહેજલાલી ટોચ પર  હતી. એટલેકે આપણા સાધનો અને લોકોનો લાભ લઈને પોતાનું રાજ જંમાવી લીધું. 

                                                                         1858 માં ભારતમાં શિક્ષણનું પ્રમાણ ઉત્તરમાં 98 % એન્ડ દક્ષિણમાં 100% હતું. આ  સર્વે પણ  બ્રિટિશ પાર્લામેન્ટે મોકલેલ  એક સભ્ય  મોકાલેનું  જ  હતુંએમનું કહેવું હતું કે તે વખતે ભારતમાં એક પણ ભિખારીને  જોયો ન હતો. અને  એની શિક્ષણ પદ્ધતિ ઉત્તમ હતી. તે વખતે ભારતમાં આશરે 732000 ગુરુકુળ હતા અને તેઓ આખા દેશમાં પથરાયેલા હતા.  ગ્રામોદ્યોગઓ સારા દેશમાં વિકસિત થયેલા હતા. અને ભારતનો માલ પરદેશમાં વેચાતો હતો. લોકોનું  વ્યક્તિવ  બહુ ઉંચુ હતું. દુનિયાના વેપારના જીડીપીના 30 % જેટલો ભારતનો વેપાર હતો.

                                                                     તે વખતે  ગુરુકુલોમાં 50 થી વધારે  વિષયોનું જ્ઞાન આપવામાં આવતું  હતું.  તેમાં મહત્વના અને આધુનિક  વિષયોમાં  ધાતુ વિદ્યા , વાયુ વિદ્યા,સ્પેસ સાયન્સ , સૂર્ય વિદ્યા , મેઘ વિદ્યા ,( હવામાન વિદ્યા ), બેટરી વિદ્યા ( પદાર્થ વિજ્ઞાન ), સૂર્ય શક્તિ, ભૂગોળ વિદ્યા , કાળ વિદ્યા. એસ્ટ્રોનોમી , વીમાન જ્ઞાન.અગ્નિ વિદ્યા , વેપાર શાસ્ત્ર , ખેતી શાસ્ત્ર , પ્રાણી શાસ્ત્ર, વાહન ડિઝાઇનિંગ , રત્ન શાસ્ત્ર , કાપડ ઉદ્યોગ , ઘરેણાં બનાવટ , લુહારુ જ્ઞાન , ડેરી ઉદ્યોગ , આર્કિટેક્ટ , પાક શાસ્ત્ર , નદી મૅનેજમેન્ટ ,વન મૅનેજમેન્ટ ,  અને આંકડા શાસ્ત્ર જેવા વિષયનું  જ્ઞાન  પણ  સામેલ હતા .  

                                                                      અને અનુસંધાનમાં મોકાલેનું કહેવું હતું કે આપણે ભારત પર રાજ કરવું હોય તો એમની શિક્ષણ પદ્ધતિનો નાશ કરવો  પડશે અને જે કઈ ઇંગલિશ છે એજ શ્રેષ્ટ છે એમ  ભારતીયોના મગજમાં ઠસાવવું પડશે.  ભારતીયોના મગજમાં માનસિક રીતે એ  ઠસાવવા માટે ઇંગલિશ શિક્ષણ પદ્ધતિ દાખલ કરવી પડશે.

                                                                આવી રીતે  અંગ્રેજોએ  ભારતના લોકોના માણસને ગુલામ બનાવી દીધું . અને આપણા વિશાળ દેશ પર એ લોકો  ૨૦૦ વર્ષો રાજ કરી ગયા. આપણા દેશની એક કમનશીબી  છે કે આપણે આજે સ્વતંત્ર છે પણ કેટલાએ લોકો હજુ પણ અંગ્રેજોએ રોપેલા ગુલામી માનસમાં હજુ પીડાઈ રહયા છે.  એમાંથી એ લોકો જેટલા જલ્દી   બહાર આવશે એટલી ભારતની પ્રગતિમાં વધારો થશે.

                                        ********************************************