વાવેલા બીજના ફળો
રશિયાને અફઘાનીસ્તાનમાથીતગેડી મૂકવાં માટે પાકિસ્તાન અને અમેરિકા ઍ ઍક ભુત ઉભુ કરેલુ તેનુ જલ્લાદ સ્વરુપ આજના તાલિબાનો છે. હવે ઍ ભૂતે ભયંકર સ્વરુપ ધારણ કર્યુ છે અને જુદા જુદા સ્વરૂપે ઍ ભુત હવે સારી દુનિયાને ધ્રુજાવી રહ્યુ છે. ઍ દુનિયામા ગમેત્યા પ્રદેશમા ગમે ત્યારે ત્રાટકી પડે છે. કોઈક વાર ભારતમા તો કોઇક્વાર ઓસ્ટ્રેલિયા કે પછી અમેરિકા કે કૅનડા પર પણ તૂટી પડે છે. યૂરોપ, અને મુસ્લિમ દેશો પણ ઍનાથી બાકાત નથી. તાલિબાનો, અલકાયદા, આઈ ઍસ આઈ ઍસ ઍ બધા જુદા જુદા નામે આંતકવાદ ફેલાવે છે અને નિર્દોષ માનવોની હત્યા કરવામા આવે છે. ઍ હત્યાઓમાથી સ્ત્રીઓ, બાળકો, અને મુસ્લિમો પણ બાકાત નથી.
આ લોકો ઍટલા ક્રુર હોય છેકે માસૂમ બાળકોની પણ હત્યા કરતા અચકાતા નથી ઍ પણ ઍક દુખ દાયક ઘટના છે. આંતકવાદીઓઍ ૨૦૦૪ મા બેસલાન, રશિયામા ૧૮૬ બાળકો અને બીજા ૯૯ માણસોને મારી નાખ્યા હતા. ઍ પણ સ્કૂલ પર હુમલો હતો. તેવોજ હુમલો ૧૬ મી ડિસેંબરના દિવસે પેશાવરમા આર્મી સ્કૂલ પર કરવામા આવ્યો અને ૧૪૧ માણસોને મારી નાખવામા આવ્યા. ઍમા ૧૩૨ સ્કૂલના બાળકો જ હતા. પાકિસ્તાની લશ્કરના તાલિબાનો સામેના પગલાના વિરૂધ્ધમા ઍ ક્રુર હત્યાકાંડ કરવામા આવ્યો હતો. ઍ હત્યાકાંડથી આખુ પાકિસ્તાન ધ્રુજી ઉઠ્યુ છે. આખા વિશ્વનો પાકિસ્તાન પ્રત્યે ઍ બાબતમા સહાનુભુતિ અને ટેકો છે.
"પોતે કરેલા પોતાને હૈયે વાગે"ઍવી હાલત અત્યારે પાકિસ્તાનની છે. પાકિસ્તાન તાલિબાન અને આંતકવાદ દ્વારા અદ્રશ્ય યુધ્ધ ભારત સાથે લડતુ રહ્યુ છે, કારણ કે સીધુ યુધ્ધ ભારત સામે લડવામા મુશ્કેલી છે. પરંતુ હવે પોતે કરેલા ખરાબ કૃત્યો ઍને જ નડી રહયા છે. આથી પેશાવરના બાળસંહાર પછી પાકિસ્તાન ઍમાથી શીખી તાલિબાન અને આંતકવાદ સામેની લડતમા આખી દુનિયા સાથે જોડાઈ જવુ જ઼ોઈઍ. તાલિબાન અને આંતકવાદને કોઈ પણ સ્વરુપમા પાકિસ્તાને વખોડી કાઢવુ જ઼ોઈઍ.
**************************************