Sunday, November 22, 2026

 


 ઓમ- ૐ 

                                                          ઓમ શબ્દ વૈદિક કાળથી પ્રસિદ્ધ  શબ્દ છે જે માનવીની  એકાગ્રતા સાથે સંકળાયેલો  છે. આજના આધુનિક જીવનમાં જયારે જીવન અત્યંત હરીફાઈથી ભરેલું છે ત્યારે માનવીને તણાવ અને માનસિક નિર્બળતામાં હોમી દે છે જેનાથી શારીરિક રીતે માણસને રોગિષ્ટ બનાવી દે છે. 

                                  ત્યારે ઓમમાંથી થતી એકાગ્રતા એ બધા દુષણોમાંથી માનવીને   મુક્ત કરે છે.  એકાગ્રતા માનવીના કોલોસ્ટ્રલને નીચે લાવે છે.  નસો અને લાગણીઓને કાબુમાં લાવે છે.  માનસિક બીમારી  પણ .હળવી કરી નાખે છે. 



                                આથી ગીતામાં પણ ધ્યાન રોગને મહત્વ આપવામાં આવ્યું છે. ભગવાન કૃષ્ણ અર્જુનને  કહે છે કે 'બધી દુન્યવી વસ્તુને છોડી મારા  ધ્યાનમાં વ્યસ્ત થઇ જા  તો તારા ઘણા ગહન પ્રશ્નોનો ઉકેલ મળી જશે .' આથી  એકાગ્રતા કેળવવાથી જ માણસનો ઉદ્ધાર થાય છે. 

                                  તે ઉપરાંત  કોઈ  પણ વસ્તુમાં  ધ્યાન કેન્દ્રિત કરવાથી એના પર  કાબુ  મેળવી   શકાય છે. રમતવીરો , વિજ્ઞાનીકો ,  કલાકારો પણ એના ક્ષેત્રમાં નિપુણતા  પ્રાપ્ત કરી શકેછે  અનેમાનવીને નિસ્ફળતામાં માનસિક ડિપ્રેશન જેવી વ્યાધિમાંથી પણ દૂર રાખે છે.  

                                   તે ઉપરાંત માનવીનું   મગજ એક ધગધગતો  એક જ્વાળા મુખી જેવું છે જેમાં જાત જાતના વિચારો ધગધગતા હોય છે. એને જો દૂરકરવામાં ન આવે તો એ માણસને ગાંડો કરી નાખે છે. આથી બીજા તંદુરસ્ત વિચારમાં એકાગ્રહ  કરવામાટે ધ્યાન કે પ્રાણાયામ એકદમ જરૂરી છે.  કે પછી ખરાબ વિચારોથી દૂર થવા માટે ધ્યાન અને પ્રાણાયામ આવશ્યક કસરતો છે .



                                   પુરાણ કાળમાં ઋષિમુનિઓ હંમેશા પ્રાણાયામ અને ધ્યાનમાં રહેતા અને તેઓ તંદુરસ્ત અને લાંબુ જીવન જીવતા .  તે ઉપરાંત ૐ ને બ્રહ્માંડ સાથે બહુજ ગાઢ  સબંધ છે.  વિજ્ઞાનીકો પ્રમાણે સૂર્ય માંથી પણ એક જ હુંમિંગ અવાઝ  ૐ આવે છે.  ઓમને ધ્યાન અને પ્રાણાયમ સાથે  પણ સબંધ છે.  

                                 આમ ધ્યાન અને પ્રાણાયામ માનવીના તંદુરસ્ત જીવન સાથે  ગાઢ  સંકળાયેલું છે. એટલા માટે પ્રાણાયામ અને ધ્યાન માનવ જીવનની મહત્વની કડી છે. 

                                       ************************  

No comments:

Post a Comment