Thursday, December 22, 2011


સ્ત્રી શક્તિ
======
આ ૭૦ વર્ષ પહેલાની સાચી કથા છે. મોકેલે નાશ કરેલી ભારતીય શિક્ષણ પ્રથામાથી બચી ગયેલી અને સ્ત્રી શક્તિઍ બચાવેલી આપણી ઍક પેઢીની વાત છે. આવીતો ઘણી વાર્તાઓ હશે પરંતુ કાગળ પર ઉતરાઈ નહી હોય. આપણી માતાઓ, બહેનો અને પત્નીઓ ઉભી કરેલી ઍ પેઢી જ તો લડી લડીને આપણને અમૂલ્ય સ્વતંત્રતા અપાવી છે.
ઍ દક્ષિણ ગુજરાતના નાના ઍવા શહેર વલસાડમા ઍ વિધવા ચાર પુત્રીઓ અને૨ પુત્રો સાથે રહેતી હતી. ઍક પુત્રતો સ્વાતંત્રતાના ગીતો અને કવિતાઓ લખવામા મશગુલ હતો આથી કોઈ આર્થિક મદદ ન હતી. જ્યારે નાનો પુત્ર કુટુંબ માટે ૫૦ રૂપિયા લાવતો ઍમાથી કુટુંમબનો નિર્વાહ ચાલતો. ગરીબી હતી પરંતુ ગરીમા હતી. સાથે સાથે દિલની વિશાળતા હ્તી. ઍના પોતાની પુત્રીના દીકરાઓ સાથે પીતરાઈના દીકરાઓ પણ ભણતા. જાણે આશ્રમશાળાનો નમૂનો હતો.
દરેકને માટે સરખા નીયમો હતા, બધાઍ સાથે તથા સરખુ ખાવાનુ. ખાતા પહેલા હાથ પગ બરાબર સાફ કરવાના, અનાજનો ઍક પણ દાણો બગાડવાનો નહી, રમવાને વખતે રમવાનુ પરંતુ અમુક નક્કી સમય સુધી અચૂક ભણવાનુ. પેલી વિધવા પાસે ઍક નેતરની સોટી પણ હતી જે સંજોગો પ્રમાણે તથા ભૂલચૂક પ્રમાણે ઉપયોગ પણ કરતી. જેટલી શિક્ષણની બાબતમા કડક હતી ઍટલી જે પ્રેમ આપવાની બાબતમા ઉદાર હતી. પોતપોતાની વસ્તુઓ દીકરાઓ પોતાની જગ્યા પર વ્યવસ્થિત રાખે તેનુ ધ્યાન રાખતી. ચારીત્રની બાબતમા જરા પણ સમાધાન કરતી નહી. અસત્ય, ચોરી, જુઠાનુ માટે સખત સજા થતી. આથી ઘરનુ વાતાવરણ ઘણુ પવિત્ર રહેતુ. ઍના કડક વલણ માટે સીધો જવાબ હતોકે 'મારી જવાબદારી પર મે તમને ભણવાને રાખ્યા ઍટલે તમારા ભવિષ્ય માટે પણ હૂ જવાબદાર ગણાવુ."
આટલા કડક નીયમો સાથે સર્વત્ર પ્રેમ, બંધુતાનુ વાતાવરણ હતુ. ત્યા રહેનારમાથી ઘણા આગળ જતા સ્વાતંત્ર સૈનિક બન્યા તો કેટલાકે તો ભારતીય મજુર આંદોલનમા નેતા પણ બન્યા.
ઍક સામાન્ય નિર્ધન વિધવા શુ પ્રદાન આપ્યુ ઍનો આ ઉત્તમ નમૂનો મે રજૂ કર્યો . મને પણ ઍ ઘરેલુ શાળામા બચપનમા લાભ મળ્યો હતો કારણકે પેલી ઉચ્ચ ચારિત્ર, આત્મ શક્તિવાળી, સ્ત્રી મારી નાની હતી.
**********************************

Tuesday, December 20, 2011


જીવનમા સુખ અને દુખ ઍ પ્રક્રિયાઓ છે ફક્ત માયાવી દુનિયાના ચક્રવ્યૂહમા આપણાથી ફસાઈ જવાય છે. સુખતો બધાની સાથે માણવાનુ છૅ, પરંતુ દુખતો ઍકલાઍ જ ભોગવવાનુ છે.
શરાબખાનાની શરાબ----
શરાબખાનાંની શરાબ તો હમેશ સાથે છે
જૂની જૂની યાદો પણ હંમેશ સાથે છે
આપણીરોટી ખાઈને કુતરાઓ પણ સાથે છે
પણ આપણા પોતાનામાથી કેટલા સાથે છે?
સુખમા તો બધા સાથે રહે
કારણકે સુખની મજાતો માણવા મળે
દુખમા બધા દુર ભાગે
કારણકે દુખ બધાને કારમુ લાગે
જીવનનુ આ કડવુ સત્ય સમજવૂ મુશ્કેલ છૅ
પણ જે ઉતારે તે જ રાજી રાજી છે
શરાબખાનાની શરાબ તો હમેશ સાથે છે
પણ આપણા પોતાનામાથી કેટલા સાથે છે?
ભારત દેસાઈ

Sunday, December 18, 2011


કેટલાક માને છેકે ઈશ્વર છે જ નહી. ઍથી ઍમને કોઈનો ડર નથી. તો કેટલાક ઈશ્વરની શોધમા મંદિરો મસ્જિદો,અને ચર્ચોમા ભટકતા રહે છે. પરંતુ ઍમના વાણી અને વર્તન કઈક જુદા જ્ છે. આ જોતા આસ્તીક અને નાસ્તિક્મા શુ ફર્ક ચ્હે છે? ઍક વિખ્યાત સાયંટિસ્ટ કાર્લ સાગને કહ્યુ છેકે ' તમારી પાસે સાબિતી નથી ઍ કારણે વસ્તુ નથી ઍ માનવુ યોગ્ય નથી' ઍજ વસ્તુ પ્રભુંના અસ્તિવ માટે પણ લાગુ પડે છે. આ જગતમા જે ચાલી રહ્યુ છે ઍથી આપણામાના ઘણા નાખુશ છે તો પ્રભુને શુ પુચ્છવુ?
"આજકાલતો તો પ્રભુ પણ બેચેન છે
દુખનો માર્યો ઍ ક્યાક્ ગુમ થઈ ગયો છૅ
મંદિરોના ઘંટારવમા, અને મસ્જિદોની બંદગિમા
ગુરૂદ્વારાની ગુરુભક્તિયોમા, અનેચર્ચોની પ્રાથનાઓમા
બનાવતની ઍને બદબૂ આવે છે
પોતે બનાવેલા રમકડાઓઍ જ
ઍને ઍક રમકડુ બનાવી દીધુ છે
આથી તો પ્રભુ ઘણો બેચેન છે
શરમનો માર્યો બધેથી ગુમ છે"
ભારત દેસાઈ

Thursday, December 8, 2011


"તમારે જો દુનિયામા પરિવર્તન લાવવુ હોય તો તમારે જ પરિવર્તન બનવુ પડશે."
ગાંધીજી
આજ વસ્તુ લેખકોને પણ લાગુ પડે છે. લેખકોને માથે પણ પરિવર્તનની સામાજીક જવાબદારી હોયછે. પરંતુ જવાબદાર લેખકો કેટલા છે?
આવા પણ લેખકો --
આવા લેખકો હોય છે જેણે કલમ વેચી નાખી છે
બીજાને ખુશ કરવા માટે કઈ પણ લખી નાખે છે
ઍમના લખાણોમા કોઈ પ્રેરણા નહી, તો સંદેશનોતો સવાલ ક્યા?
ધન દોલત કીર્તિને માટે વેચી નાખ્યો છે આત્મા યહા
પોતાની પ્રસંસા માટે કઇ પણ કરવા તૈયાર છે
લેખનમા ફક્ત શબ્દો છૅ પણ ચેતના ત્યા છે ક્યા?
બીજાની ખુશામત દ્વારા સ્વાર્થ નીજનોકરતા રહે
સચ્ચાઈને લખવાનો ઍમનામા દમ પણ છે ક્યા?
સારો લેખક ઍવો હોય જેના દિલમા પ્રેમ હોય
ભાવનાઓથી તરબોળ અને સાગરની જેવી ગહરાઈ હોય
ધન ક્દી ખરીદી ના શકે તો સત્તા પણ નમાવી ના શકે
દિલ ભલે કઠીન હો પણ દિન દુખિયાનો બેલી હો
ભારત દેસાઈ
============================

Wednesday, December 7, 2011


દોસ્તી
====
દોસ્તી ઍવી ચીજ છે જે, કરવાથી થતી નથી
ઍતો ઍવી ચીજ છે જે આપોઆપ થઈ જાય છે
સિગારેટ અને શૂરાની દોસ્તી, ઍ દોસ્તી નથી
દોસ્તીમા શરીર અલગ પણ દિલદિમાગમા કોઈ ફર્ક નહી.
દોસ્તી હોય તો અર્જુન કૃષ્ણ જેવી જે ભાવ અને પ્રેમથી ભરપુર છૅ
કૃષ્ણ અને સુદામા જેવી હો જેમા સ્વાર્થનૅ કોઇ સ્થાન નહી
દોસ્તી ઍવી ચીજ છે જે કરવાથી થતી નથી
ઍતો ઍવી ચીજ છે જે આપોઆપ થઈ જાય છે
ભારત દેસાઈ
====================
હળવી પલો
==========
૧)ઍક સમસ્યા?
મારો પડોશી વારવાર બહાર આવી ઍનો મેલ બૉક્સ ખોલી રહ્યો હતો
હૂ દેખી થયો હેરાન!
મે પુછયુ 'શુ સમસ્યા છે?
'મારૂ કોમ્પ્યુટર કહી રહ્યુ છે ' તારુ મેલ બૉક્સ ખોલ'
ઍ તો મારી સમસ્યા છે,' પડોશીઍ જવાબ આપ્યો.
-------------------
૨) રસ્તામા પોલીસને પુછ્યુ 'હોસ્પિટલનો શોર્ટકટ બતાવ?
'પેલી ટ્રકની સાથે તારી કાર ટકરાવી દે.' પોલીસે હસતા હસતા જવાબ આપ્યો.
-------------------

Tuesday, December 6, 2011


લોકોઍ સ્વર્ગની ઍક કલ્પના કરેલી છે. અને માનવોઍ તો ઍનો અમલ કરી દીધો છે. દાખલા તરીકેલાસ વેગાસમા શુ છે?
ઇન્દ્ર શુ સ્વર્ગ બનાવે છે
માનવો પણ કમ નથી
ચારેબાજુ રંગીન લાઇટો હોય
તારોની જેમ તે જબૂગતી હોય
પલકોમા રંગો બદલતી હોય
ઍ સ્વર્ગથી શુ કમ છે?
સુંદર સજેલી સુંદરીઓ,
કમનીય કમરને હલાવતી હોય
અપ્સરાઑ આની સામે શુ?
તો ઍ સ્વર્ગ નહી તો શુ છે?
ભારત દેસાઈ
===============

Wednesday, November 23, 2011


તમે જો નરી આંખે દેખાતા માનવીઓને પ્રેમ ન કરી શકો તો, અદ્રશ્ય ઍવા ઈશ્વરને પ્રેમ કેવી રીતે કરી શકો?
"મધર ટરેસા"
આને શુ કહેવુ?
માનવો માનવોની ધર્મને નામેહત્યા કરે અને જીવતાને જલાવી દે
ઍ ધર્મ હોય તો અધર્મ શુ છે?
માનવો માનવોના શિર પુણ્ય નામે ઉડાડે, અને છાતિમા ચાકુ ચલાવે
ઍ પુણ્ય છે, તો પાપ શુ છે?
માનવો માનવોના ઘરો ન્યાયને નામે બાળે, અને ઘરોમા લૂંટો ચલાવે
ઍ જો ન્યાય છૅ તો અન્યાય શુ છૅ?
આ બધુ સાચુ માની માનવીઓ સ્વર્ગની આશા સેવે
અને ઍજ સત્ય હોય તો પાગલપન શુ છે?
ભારત દેસાઈ
-----------------------