Thursday, June 14, 2012


પિતાને ઍક અંજલી ('ફાધર્સ દિવસ'-૧૭ જૂન ૨૦૧૨ નીમીત્તે)
=====================================================================
(ઉપર ચિત્રમા રામના વનવાસ વખતે દશરથનો વિષાદ અને બીજા ચિત્રમા મહાત્મા ગાંધી ઍમનાંપુત્ર હીરાલાલ સાથે)
----------------
-પિતા ઍ  કુટુંબનુ છત્ર છે, ઍના જવાથી કુટુમ્બ અસલામતી અનુભવે છે.
-પિતા ઍક અચકાઓને સહન કરતુ યંત્ર છે જેઍના કટૂંબીઓને આફતો  અને દુખોથી દૂર રાખે છે.
-માતા ખુલ્લા મને રડી નાખે છે, જ્યારે પિતાને તો ઓસીકામા મોઢુ છુપાવી રડવુ પડે છે, કારણકે ઍનિ ઉંઘાડી નિરબળતા કુટુંબમા અરાજકતા લાવી શકે છે.
- માતાનો પ્રેમ કોમળ અને અચળ હોયછે, તો પિતાઍ પોતાનો પ્રેમ બાજુઍ મૂકી તો કટૂંબના હિતમા ખડકની જેમ મજબૂતજ રહેવુ પડે છે.
-માતા માટે પુત્રોઅને પુત્રીઓને અખુટ પ્રેમ હોય છે. પિતાને તૅઓ ઘણીવાર વિલન સ્વરૂપે નિહાળે છે કારણકે પિતાને જ તેમના હિતમા અથવા તો કુટુંબના હિતમા કડવા નિર્ણયો લેવા પડે છે
-માતાનો પ્રેમ વહેતી નદી જેવો છે તો પિતાનો પ્રેમ દરિયા જેવો ગહેરો છે.
-પિતા ઍના સંતાનોમા ઍનૂ પ્રતિબિંબ જુઍ છે.
પિતા સંતાનોને લીધે ગર્વ પણ અનુભવે છૅ, તો કદીક પિતા માટે સંતાનો દુખના ભારરૂપ બની રહે છે.
દશરથને માટે રામ ગર્વ રૂપ હતા પરંતુ કૃષ્ન્ન માટે ઍનો પુત્ર પીડારૂપ હતો. શાહજી માટે શિવાજી મહાન પુત્ર હતા પરંતુ મહાત્મા ગાંધીને ઍમાના પુત્ર હીરાલાલ ખુબજ દુખ રૂપ હતા. ઘણી વાર દૂષ્ટ સંતાનોને લીધે પિતાનુ જીવન દુખી થઈ જાય તો ઘણીવાર સંતાનોને લીધે પિતાનો ઉધ્ધાર થઈ જાય છે. ઍવો ભાગ્યે પિતા હશે જેને ઍના સંતાનો પ્રત્યે પ્રેમ નહી હોય? પિતાનો પ્રેમ દૂર વર્ષતા વરસાદ જેવો છે જેને આપણે સ્પર્શ કરી શકતા નથી પણ ઠંડક તો જરૂર અનુભવી શકાય છે. આથી પિતાના અસ્તિત્વની જરૂરીયાત હોય છે.
                    પિતા---
તમે નથી તો  મુસીબતોમા શુ કરુ ઍવો પ્રશ્ન થાય છે?
તમારી જીવનની ડાયરી ખોલુ તો ઍનો જવાબ મળી જાય છે
આજે જીવનમા  સંઘર્ષો ખેલુ, ત્યારે તમારી કઠીન પળોની યાદો આવે છે
અનેતમે બતાવેલા માર્ગોથી જ  મારા કોયડા ઑ ઉકલી જાય છે.
ભારત દેસાઈ

                                       ---------------------------------

Friday, June 1, 2012


ભારતનુ સરવૈયુ-જુન ૨૦૧૨
===================


 આશાજનક
  =======

૧)વસ્તી- ૧.૨ બિલિયન, જેમાંની બહુમતી યુવાનો
૨)ખરીદ શક્તિને  આધારે દુનિયાની ત્રીજો દેશ
૩)ખેતીની બાબતમા સ્વાલમ્બિ
૪)બૌધિકતામા પણ સ્વાલમ્બિ
૫)અણુ અને મિસાઇલ્સ શસ્ત્રોથી સજ્જ
૬)જીડીપી ૭૧/૨%
૭) આંતરાસ્ટ્રીય નાણાનુ ભંડોળ ૨૯૦ અબજ ડૉલર.
૮) ૧૩% લોકો ઍશ આરામથી જીવી રહ્યા છે.
૯) સોનાનો ભંડાર ૨૬.૨૧ અબજ ડૉલર
.----------------------------------------

નિરાશાજનક
=========
૧) મોંઘવારી ૭% થી ૧૦%
૨)૩૧% જનતા હજુ ગરીબીમા સબળે છે.
૩)૫૬% જનતા જીવન ટકાવવા સંઘર્ષ કરી રહી છે.
૪) મોબાઇલ ફોન ઘણા છે, પણ ઘણી જગાઍ  ટોયલેટ નથી.
૫) ઘણી મોટી મોટરકારો બને છે, પણ મોટા રસ્તાઓ નથી.
૬) સ્વતંત્રતામા સ્વચ્છંદતા છે પણ સૂરાજ્ય નથી,
--------------------------------------------------

Wednesday, May 23, 2012




 નરસામા પણ સારુ જુઓ
===============

આ દુનિયાની દરેક ચીજમા અને વ્યક્તિમા કોઈને કોઈગુણ  હોય . ઍ ને જોવા માટે સકારાત્મક વલણની જરૂરત છે. વિનોબાજી ઍ કહ્યુ છે તેમ "જ્ઞાન કરતા દ્રષ્ટી નુ મહત્વ વધુ છે."
-કારેલા કડવા હોય છે પરંતુ ઍ શારીરિક રીતે ઘણા ઉપયોગી હોય છે. તેવી જ રીતે ખરાબ વ્યક્તિઓમા પણ કઈક સારી વસ્તુ હોય છે.
-રાવણ રામાયનમા વિલન હતો પણ જ્ઞાનનો ભંડાર હતો. રાજનીતીમા ઍ નિપુણ હતો. રામે પણ ઍ સ્વીકાર્યુ હતુ.
-દુર્યોધન ઍક સારો રાજા હતો. તે સ્વભીમાની અને બહાદુર યોધ્ધો હતો. મહાભારતના યુધ્ધમા ઍક વખતે ઍને સલાહ આપવામા આવી હતીકે 'તેણે પાંડવઑ સાથે સમાધાન કરી દેવુ જોઇઍ કારણ કે તેની જીતવાની શક્યતા નથી.' તેનો જવાબ ઘણો  સચોટ હતો. ' સાચો યોધ્ધોતો રણમેદાનમા જીત મેળવે છે, અથવા લડતા લડતા મૃત્યુને ભેટે છે. કહેવાય છે કે  દુર્યોધનઍના મૃત્યુબાદ સજા ભોગવવા નર્ક મા ગયો હતો. ઍ ની સજા પુરી થતા કૃષ્ણ ઍ ઍને બહાર કાઢવા હાથ આપ્યો, ત્યારે પણ ઍ ણે ઍનુ આત્મસન્માન છો ડ્યુ ન હતુ. હૂ મારી જાતે નીકળીશ કહી કૃષ્ણની મદદનો અસ્વીકાર કર્યો હતો.
-ઍડૉલ્ફ હિટલર જેનો બીજા વિશ્વ યુધ્ધમા પરાજય થયો હતો,તે ઘણો ક્રુર સરમુખત્યાર હતો. લાખો યહુદિઓની ઍણે કત્લ કરાવી હતી. ઘણા દેશોને ઍની સેનાઍ કચડી નાખ્યા હતા. પરંતુ ઍ ઉચ્ચ કક્ષાનો નેતા હતો જેના માટે જર્મન પ્રજા જાન આપવા તૈયાર હતી. ઍ ણે જર્મનિને મજબૂત રાષ્ટ્ર બનાવ્યુ હતુ જેને માટે દરેક જર્મનો ગર્વ શકે ઍમ હતુ. તે ચિત્રકાર હતો. દેશપ્રેમી હતો. યુરોપના સંસ્થાનવાદ નીચે સબળતા ગરીબ દેશોને મુક્તિ અપાવવામા આડકતરી રીતે મદદ કરી હતી. સુભાષચંદ્ર બોજને પણ ભારતની સ્વાતંત્રની લડાઈમા સહાય કરી હતી. ભારતની આર્ય  પ્રજા માટે ઍને માન હતુ અને સ્વસ્તિકને જર્મન રાષ્ટ્રનુ પ્રતીક તરીકે અપનાવ્યુ હતુ.
-બુરાઈની બાબતમા ગાંધીજીના વિચારો બહુ સ્પષ્ટ હતા. ગાંધીજી લોકોની સારાઈનો ઉપયોગ સારા કામો માટે કરતા અને ઍમની બુરાઈઓ માટે તેમણે સાહનુભુતિ હતી. તેઓ કહેતા" મારા પોતાનામા ઘણી નબળાઈઓ છે તો બીજાની ક્ષતિઓને કેવી રીતે મુલવી શકુ."

                                             *********************************

Monday, May 14, 2012


મા      
==
( મધર ડે- ઍક અંજલી)
મા ઍટલે પ્રેમ, બલિદાન, અનેસહનશીલતાની પવિત્ર મુર્તિ. મા પ્રેમની નદી છૅ  પરંતુ પોતાના સંતાનોની રક્ષા માટે તે મહા ચન્ડી પણ બની શકે છે. સ્ત્રીની બધી શક્તિઓનુ સમાગમ માતામા હોય છે. ઍટલા માટે આપણે  માને રુદ્ર સ્વરુપમા કાલિકા અને પ્રેમ સ્વરુપમા અંબા તરીકે પુંજીયે છિઍ. ઍવુ ઍક પ્રાણી બતાવો જે માને પ્રેમ ન કરતુ હોય. સારા કે નઠારા બધા જ માનવીઓ પણ માના ખોળામા માના પ્રેમમા ખોવાઈ જાય છે. મહાન વ્યક્તિઓે ઍ પણ પોતાની સફળતા માટે પોતાની માતાઓને જ યશ આપ્યો છે.
(નીચે પ્રમુખ બરાક ઓબામાનુ બાળપણનુ ઍમની માતા સાથેનુ ચિત્ર  છે જ્યારે ઍની નીચે બાળ ગણેશ અને પાર્વતીનુ ચિત્ર છે.)


-ગણેશજીઍ પોતાની મા  પાર્વતીની રક્ષા માટે પોતાનુ મસ્તક  શિવજી  સામે ધરી દીધુ હતુ. પુત્ર નો ઍની  મા પ્રત્યેના પ્રેમનો  અજોડ દાખલો છે.
-શિવાજીને ઍમના સરદારો ઍ ઍક સુંદર સ્ત્રી ભેટમા આપી હતી. ઍ ની સુંદેરતા જોઈને ઍમને ઍમની માતા યાદ આવી. તેમણે ઍને નકારતા ઍટ લુ જ કહયુ કે ' મારી મા જો આવી સુંદર હોતતો હુ કેટલો દેખાવડો હોત ' મા ઍ  સિંચેલા ઉંચ ચારીત્રનો આ ઉત્તંમ નમૂનો છે.
-રામકૃષ્ણપરમહંશ પોતાની પત્નીમા માની પવિત્રતા માનતા. તૅઓ પોતાની પત્નીને 'મા' કહીને જ સંબોધતા. તેમની માના સંસ્કારો, અને પવિત્રતાને ઍમની ઉંચ સાધના બાદ પણ ભૂલી શક્યા ન હતા. દરેક સફળ વ્યક્તિઓ પર માની છાયા પથરાયેલી હોય છે.
-અભ્રાહમ લિંકન ઍમની માને અધભૂત પ્રેમ કરતા હતા. માના ઍક સંદેશા પર બધા અગત્યના કામો છોડી ઍની પાસે દોડી જતા.
-મહાત્મા ગાંધી પર ઍમની માતા પૂતળી બાઈ નો બહુજ પ્રભાવ હતો. તેમણે ગાંધીજી જ્યારે ઉંચ અભ્યાસ માટે લંડન જવા માંગતા હતા ત્યારે વચન લીધુ હતુ કે તે કદી માંસ મચ્છી નહી ખાય અને જુઠ્ઠુ બોલશે નહી. ગાંધીજીનો સત્ય માટેનો આગ્રહ ઍમાથિ જ જનમ્યો હતો.
- ચીની ક્રાંતિના નેતા માઓટસે તુંગને ઍમની માતાઍ ધીરજના પાઠ શીખવ્યા હતા. તે ઍમને ચીનની ક્રાંતિ દરમ્યાન બહુ ઉપયોગી  થયા હતા.
                     ગુજરાતી કવિ બોટાદકરે માની બાબતમા ઍક સુંદર કાવ્ય આપેલુ છે
                                " મીઠા મધુને મીઠા મોરલા રે લૉલ,
                                   ઍ થી મીઠી રે મૉરી માત રે,
                                   જનનીની જોડ સખી નહી મળે રે લૉલ."                                                      
                                                          ************************

Thursday, April 19, 2012


ઉચ્ચ કક્ષાના નેતાઓની ખાસિયતો ==================================================================== -ચીન ના નેતા માઓત્સે તુંગ જ્યારે કિશોરે હતા ત્યારે ઍમને ઍમની માતાઍ ધીરજના પાઠ શીખવ્યા હતા. માતાઍ ઍમને ઍક છોડ ની સંભાળ રાખવાની જવાબદારીઓ સોપી હતી. પરંતુ ઍને મોટો કરવામા ઍમનો દમ નીકળી ગયો હતો. માતાને જ્યારે ઍ વિષે ફરિયાદ કરી ત્યારે માતાઍ ઍને કહ્યુ કે કોઈ પણ સફળતા માટે ધીરજની જરૂર છે. ઍજ માઓત્સે તુંગે વર્ષો સુધી રખડીને ચીન મા રાજકીય ક્રાંતિ આણી.

 -અમેરિકાના પ્રમુખ અબ્રાહમ લિંકને પોતાના પુત્રની સાથે બીજા વિદ્યાર્થીઓની જેમજ વર્તન દાખવવાની ઍની શાળાના પ્રિન્સીપાલને સૂચના આપી હતી. ઍ જ બતાવે છે કે ઍ પોતાને અમેરિકન જનતાથી પર માનતા ન હતા.

 -ઈરાનના પ્રમુખ મહમુદ અહમદીનેજાદ બહુ સામાન્ય માનવીનુ જીવન વિતાવે છે. રાજકીય દબાણને કારણે પ્રમુખના મહેલમા રહેવા જવુ પડ્યુ છે. પરંતુ મહેલના કીમતી ગાલીચાઓ તેમણે મસ્જિદોમા મોકલાવી આપ્યા છે. ઘણીવાર તો પ્રમુખના મહેલમા નીચે ફર્સ પર સૂઇ જાય છે. મહેલનુ મોંઘુ ફર્નીચર વેચી તેમાથી આવેલા બધા પૈસા સરકારી તીંજોરીમા જમા કરાવી દીધા હતા. આમ તો વિવાસ્પદ રાજકીય વ્યક્તિ હોવા છતા તેમની સાદગી પ્રસંસા પાત્ર છે. ઈરાની જનતા ઍમના દિલ મા વસે છે.

 -ભારતના માજી વડા પ્રધાન લાલ બહાદુર શાસ્ત્રી સાદા, પ્રામાણિક અને ચારિત્રવાન વ્યક્તિ હતા. ઍમનુ જીવન સાદગી ભર્યુ હતુ અને દેખાવમા સામાન્ય તથા ટૂકા કદના હતા. ઍમણે જ્યારે પાકિસ્તાન સામે યુધ્ધના આદેશ આપ્યો ત્યારે ભારતીય સેનાના વડા ઍ કહ્યુ હતુ કે 'નાના કદના માનવનો ઘણો મોટોબહાદુરી ભર્યો હુકમ હતો. ઍમના મૃત્યુ બાદ ઍમના બેન્ક થોડાજ રૂપિયા પડેલા હતા.

 -માજી વડા પ્રધાન મોરારજીભાઇ પણ ઍમની પ્રામણિકતા, અને સીધ્ધાંતો માટે જાણીતા હતા. ઍક વાર ઍમના પત્ની હોસ્પિટલમા સારવાર માટે દાખલ કરવામા આવ્યા હતા. તે વખતે તેમણે હાજર ડોક્ટરને સૂચના આપી હતી કે ઍમની સારવાર સરકારી કાયદા પ્રમાણે જે કરવી. ઍ સૂચના સાંભળીને હાજર ડોક્ટોરને આશ્ચર્ય થયુ.! કારણકે કેટલાક રાજપુરુષો તો પોતાના સગાઓને કાયદાની ઉપરજઈને સારવાર આપવા દબાણ કરતા હતા. ઍમણે ઍમના મૃત્યુ બાદ બધી ઍમની બચતો, મૂલ્યવાન ભેટો, બધુ સર્વસ્વ ગુજરાત વીદ્યાપીઠને આપી દીધુ હતુ.

 -સરદાર પટેલ રાજનીતીમા ચાણકય અને લોખંડી પુરુષ હતા ઍટલાજ રાષ્ટ્ર ભક્ત અને ઍમના નેતા ગાંધીને વફાદાર હતા. તૅઓ માનતા હતા કે ગાંધીજીની નેતાગીરી જ ભારતને સ્વરાજ્ય અને સૂરાજ્ય અપાવી શકશે. આથી જ્યારે ભારતના ભાવી વડાપ્રધાનની પસંદગી વિષે ઉંચ કોંગ્રેસી નેતાઓની મિટિંગ મળી હતી ત્યારે ગાંધીજીની ઇચ્છા મુજુબ પોતાની ઉમેદવારી ખેંચી લીધી હતી. તેઓની ગાંધીજી પ્રત્યેની વફાદારી કઈ ફરક પડ્યો ન હતો. પંડિત નેહરુઍ જ્યારે જ્યારે તેમની સાથેના મતભેદોને લીધે રાજીનામુ આપ્યુ હતુ, ત્યારે ત્યારે તેમણે પરત કર્યુ હતુ. આજના જમાનામા ઍવા નેતા મળવા મુશ્કેલ છે. સરદાર પટેલ જ્યારે ગાંધીજી સાથે ઍમના આશ્રમમા રહેતા ત્યારે ગાંધીજી વહેલી સવારના જાગે ઍપહેલા તૅઓ જાગી જતા. ગાંધીજી માટે દાંતણના ઍક છેડાને છુન્દિને તૈયાર રાખતા. આ પણ ગુરુભક્તિનો અજોડ નમૂનો છે.

-વિન્સ્ટન ચરચિલ ગયા વિશ્વ યુધ્ધ વખતે બ્રિટનના વડા પ્રધાન હતા. તૅઓ ઘણા નિખાલસ અને ગમ્મત કરવામા નિપુણ હતા. ઍક વાર યુધ્ધના વખતે અમેરિકાના પ્રમુખ રુસ્વેલ્ટ સાથે  મંત્રણાઓ ચાલતી હતી. ઍમાથી થોડો વખત કાઢીને ચરચિલ બાથરૂમમા ગયા. તે વખતે જ રુસ્વેલ્ટને અગત્યનો વિચાર આવ્યો અને તૅઓ બાથરુમ તરફ ધસ્યા. પરંતુ  ચરચિલને ટુવાલમા જોઈને તે અચકાયા અને માફી માંગી. ચરચિલે હસતા હસતા કહ્યુ 'જે કહેવુ હોય તે કહી નાખો કારણકે ઇંગ્લેંડના વડા પ્રધાનને અમેરિકાના પ્રમુખ સામે કઈ પણ છુપાવાનુ  નથી.'

 -નેપોલીયનને કેદી તરીકે ફ્રાન્સની બાજુના ટાપુમા રાખવામા આવ્યા હતા. તે સાંજને વખતે પોતાના નજદીકના સાથી સાથે  ફરવા નીકળતા. ઍકવાર સામેથી કાઠિયારો માથા પર લાકડાઑનો ભાર ઉંચકીને આવતો હતો. નેપોલીયનના સાથીઍ  બૂમ મારી 'બાજુ ઍ ખસીજા દેખાતુ નથી સમ્રાટ આવી રહ્યા છે'  નેપોલીયને ગંભીરતાથી ઍને જવા દેવાનો ઈશારો કર્યો. ધીમેથી પેલા સાથીને કહ્યુ 'ઍના દિવસો  છે . આપણા પૂરા થઈ ગયા  છે . દિવસોને ઓળખવાની આવડત ઘણા રાજપુરૂષોમા હોતી  નથી. નેપોલીયન તો વિજયમેળવવા પાછળ હટવામા પણ માનતા હ્તા.

--સ્ટેલિન ઍ વર્ષો સુધી સામ્યવાદી રશિયા પર ઍકહથ્થુ સત્તા ભોગવી હતી. પરંતુ ઍ ઍના વિરોધી પ્રત્યે ઘણા ક્રુર  હતા. ઍના રાજકીય ગુરુ લેનીનને દૂર હડસેલી દીધા હતા. ઍની પુત્રી સ્વેતલીનાની સાથે મતભેદ થતા ઍની પુત્રીને ભાગી અમેરીકામા આશ્રય લેવો પડ્યો હતો. ઍના સાથીદારો ખ્રુચોવ અને બલગેનીનને પણ ઍના ઈશારે નાચવુ પડવુ હતુ. ઍના રાજમા વાણી સ્વાતંત્ર અને અંગત મત ને સ્થાન જ  ન હતુ. ઍ રાજને લોખંડી પડદો તરીકે ઓળખાતુ. તે છતા ઍ ણે દોઢ દાયકાથી વધુ  રાજ્ય રશિયા પર કર્યુ હતુ. ઍ દરમ્યાન ઍની ઍક જ નોંધનીય કામ રશિયાને  જર્મનીના આક્રમણ વખતે બચાવ્યુ હતુ.

-હિટલર ઍ સારી દુનિયાને હચમચાવી દીધી હ્તી અને બ્રિટિશ સામ્રાજ્યનો અંત  આણવામા મોટો ભાગ ભજવ્યો હતો. ઍની શરૂઆતની કારકિર્દીમા જર્મન પોસ્ટલ ખાતાઍ ઍક સામાન્ય નોકરી માટે પણ ઍને લાયક ગણ્યો ન હતો. ઍ આગળ જતા ઍ જ દેશનો સરમુખત્યાર બની બેઠો. ઍ ઘણો ક્રુર હતો અને લાખો યહુદિઓની કતલ કરાવી હતી. પરંતુ આશ્ચ્રયની વાત તો ઍ છે કે ઍ સારો ચિત્રકાર પણ હતો. પ્રભુ દૈવી તથા આસુરી શક્તીનુ  અદભૂત સંગમ કરતો રહે છે!

Wednesday, April 11, 2012







સિલિકોન વૅલી
===============================================================
(ઉપરના પહેલા ત્રણ ફોટાઓમા ઍચપી, ઈન્ટેલ, અને ઍપલનિ સિલિકનવૅલીમા આવેલી મુખ્ય ઓફિસોના છે.)
સિલિકોન વૅલી ઍ અમેરિકાની કોઇ ધાતુઓથી ભરપુર ખીણ નથી પરંતુ ઍ ધન ઉત્પન્ન કરતી અમેરિકાની મોટામાં મોટી ખીણ છે. અહીની માથાદીઠ આવક આખા અમેરિકાની માથાદીઠ આવક કરતા વધારે છે. ઍ અમેરિકાનો બહુ જ ધનવાન પ્રદેશ છે.
ઍમા આશ્ચર્ય પામવા જેવુ નથી કારણ કે દુનિયાની મશહૂર અને ધનવાન કંપનીઓ જેવીકે ઈન્ટેલ ઍચપી, ઍપલ્ ગૂગલ, સિસ્કો સિસ્ટમ,યાહૂ ફેસબુક વગેરે આવેલી છે. તે ઉપરાંત આ કંપનીઓના ભેજાબાજોને તૈયાર કરનાર વિશ્વની બે વિખ્યાત યુનિવરસિટી ઑ સ્ટૅન્ફર્ડ, તથા બૅર્કલી આવેલી છે.
તમને ઍ પણ આશ્ચર્ય થશે કે ૫૦% ઍચ બી૧ વીસા પર ભારતીય ઍનજીન્યરો આ પ્રદેશમા કામ કરે છે. ભારતીય અમેરિકાનો ઘણા ધનવાન છે, કારણકે ઍમાના ઘણાખરા કોમ્પુટર અથવા તો હોટેલ કે મોટેલ ઉદ્યોગમા છે.
આખા અમેરીકામા અમેરિકન ભારતીયોની વસ્તી ૧% છે, પરંતુ ઍ લોકો અમેરિકાની ૫% પુંજી પર કબજો ધરાવે છે. ઍમાના વધુમતી લોકો આ પ્રદેશમા છે. આથી અહિનુ જીવનધોરણ પણ ઉચુ છે.
ભારત દેસાઈ
***************************.

Sunday, April 8, 2012



રામ નવમી
========
રામ નવમી થોડા વખત પહેલા જ મનાવી. દરેક હિન્દુઍ મંદિરમા જઈને રામની મુર્તિ સામે શિર નમાવ્યુ હશે. પરંતુ જો દરેક રામના જીવનના થોડા પણ અંશો પોતાના જીવનમા ઉતારેતો દુનિયાના ઘણા જ દુખો દુર થઈ જાય. રામ ઍક આદર્શ પુત્ર,પતી,ભાઈ,અને રાજા હતા. તે ઉપરાંત તેઓ આદર્શ શત્રુ પણ હતા. રાવણ જ્યારે મરતો હતો ત્યારે લક્ષ્મણને રાવણ પાસે રાજનીતીના પાઠ શીખવા મોકલાવ્યો હતો. રામનુ ચરિત્ર ઘણુ જ ઉચ્ચ હતુ. વાલીનુ રાજ્ય,લંકાનુ રાજ્ય જીત્યા છતા ઍમણે તે રાજ્યો સૂગ્રિવ અને વિભિશણને પરત કર્યા હતા. આથી રામના જીવનમાથી ઘણુ પ્રેરક છે.
રામ અને કૃષ્ણ નો જન્મ અધર્મનો નાશ કરવા માટે જ થયો હતો. પરંતુ રામનો જન્મ મધ્ય દિવસે બપોરે હતો જ્યારે કૃષ્ણ નો જન્મ મધ્ય રાત્રી ઍ થયો હતો. પરંતુ બંનેના ધ્ધેયતો ઍક હતા.
રામની રાજનીતિ પણ આદર્શ હતી. ઍટલા માટે સૂરાજ્યને રામરાજ્ય સાથે સરખાવવામા આવે છે. ગાંધીજી ઍ ભારતના ભવિષ્યમા રામરાજ્યનુ સ્વપનુ જોયુ હતુ, જે હજુ આવવાનુ બાકી છે. રામના જીવનના માર્ગે ચાલવાથી ભારતમા સુખ શાંતિ તથા સમૃધી લાવી શકાશે.
રામ નામતો--
રામ નામતો સર્વ લે
પણ દિલમા ના ઉતારે
કહે કઈ અને કરે કઇ
ઍવુ બધે જ ચાલે
જેવા કર્મ તેવા ફળ સાથે
રામ નામ સત્ય કહેતા ચિતામા જાવે.
ભારત દેસાઈ
==============================