Sunday, May 11, 2014


મા-માતૃ દિવસે ઍક અંજલી
                                                                                                                              ઍક ચીંતકે કહ્યુ છે કે " ઍક ઍવો માનવી બતાવો જે પોતાની માને ચાહતો ન હોય?" ડાકુઓ અને લૂંટારાઓ પણ પોતાની માતાને બેહદ ચાહતા હોય છે. મા પણ પોતાના સારા કે નરસા છોકરાને પણ સરખા પ્રેમથી જ ચાહતી હોય છે.  અબ્રાહમ લિકન અમેરિકન પ્રમુખના ચૂંટણી યુધ્ધમા અવટાયેલા હોય છે ત્યારે માતાની માંદગીના સમાચાર સાંભળી ચૂટણી મેદાન છોડી દોડી જાય છે કારણકે  ઍ માનતા હતા કે "ઍ આજે  જે કોઈ છે અને જે કોઈ ભવિષ્યમા બની શકશે ઍ  ઍની માતાને જ આભારી હશે." મહાન વિજેતા નેપોલિયન પણ ઍની કર્તવ્યનિસ્ટા અને ધ્યેય માટે ઍની માતાને જ આભારી હતો.માનો પોતાના બાળકો પ્રત્યેનો પ્રેમ  અમર હોય છે. માતાનુ છત્ર જવાથી માનવી નિરાધારતાની લાગણીઓ અનુભવે છે.આથી માના વિષે આમ જ કહેવુ રહ્યુ.
મા તુજ પ્રેમને ---
મા તુજ પ્રેમને શી રીતે વાળુ?
તુજ ઋણ ને શી રીતે કરુ અદા?
તે પ્રથમ પગલા ભરતા શીખવ્યૂ
ચાલતા પડ્યો ત્યારે ઉભા થતા શીખવ્યૂ
બુરાઈઓ થી દૂર રાખી
જીવન જીવતા શીખવ્યૂ
મા તુજ પ્રેમને---
ભલે તૂ ન લે કદી તુજ શિશુ પાસેથી
ફક્ત સ્વીકારી લે આ અંજલી તુજ ગરીબ બાળક પાસેથી
મા તુજ પ્રેમને---
ભારત દેસાઈ
                            ******************************************************************  

Friday, May 9, 2014


બંધારણીય સંસ્થાઓની મજાક- ભારતની સમસ્યા
                                                                                                                               આપણા રાજનેતાઓે બંધારણીય સંસ્થાઓને  નુકસાન કરવામા કોઈ કચાસ રાખી નથી. ઍના કારણે રાજકારણનુ સ્તર ઘણુ નીચુ ચાલી ગયુ છે.  ઘણીવાર રાજકારણ અને નેતાગીરીના અનુભવ વગરના માણસને પોતાનો સ્વાર્થ સાધવા માટે રાજકારણીઓ પ્રધાનમંત્રી બનાવવા સુધી પહોચી ગયા છે. ઍક કુટુંબની વફાદારીની કદર કરી કોઈને પણ ઍનિ લાયકાત જોયા વગર રાષ્ટપતિ બનાવવા સુધી ગયા છે. રાષ્ટ્ર પર ધ્યાન રાખનારી સંસ્થા 'સી ઍ જી' ના પણ લીરા ઉડાવી દીધા છૅ. 'સી બાઇ આઇ ' જેવી ગૂનાહોનુ તપાસ કરનાર સંસ્થાને પણ મચડી નાખી છે. લોકસભા, રાજ્યસભા, અને રાજ્યોની વિધાનસભાઓમા મચ્છી બજાર જેવા દ્રશ્યો જોવા મળે છૅ.
                                            માનવ અધિકારનુ ઘણીવાર ભંગ થતો જોવામા આવે છે. ન્યાય તંત્રમા ક્યાક્ ક્યાક્ ભ્રષ્ટાચાર ઉપર આવી જાય છે. અત્યારે ચૂટણીનુ વાતાવરણ જામેલુ ત્યારે ચૂંટણી પંચને પણ હવે  લલકારવામા આવી  રહ્યુ છે. ચૂટણીના નીયમોનુ  પણ પાલન કરવામા આવતુ  નથી.  અભદ્ર ભાષાનો પણ ઉપયોગ કરતા અચકાતા નથી.  આમ ખુલ્લમ ખુલ્લા બંધારણીય સંસ્થાઓનુ  હનન કરવામા આવે ત્યારે રાષ્ટ્રની પ્રગતી  અને ઉધ્ધારની અપેક્ષા કેવી રીતે રાખી શકાય? આથી આવા અસામાજીક તત્વોને સામાજીક અને રાજકીય ક્ષેત્રોમાથી  નાબૂદ કરવા પડશે ત્યારે જ  ભારતનો ઉધ્ધાર થશે.
                                          *************************************    

Wednesday, April 23, 2014



માયા
                                                                                                                                     
                        દુનિયામા માયા ઍવી ચીજ ચીજ છેકે તે મૃત્યુના સ્મસાન વૈરાગ્યને પણ ભૂલવી દે છે. આપણી સામે આપણે બીજાના મૃત્યુને જોઇઍ છે. શરીરમાથી જીવ જાય ઍટલે શરીરને ઉતારીને જમીન પર મૂકી દેવામા આવે છે. શરીરને ઘરની બહાર કાઢવાનો વખત પણ તરત જ નક્કી કરી દેવામા આવે છે. મૃત શરીરને લઈ જતી વખતે દરેક સિકંદરની જેમ ખાલી હાથે જ જાય છે.  તે જાણ્યા બાદ પણ લોકો આ મારુ, આ તારુ કરીને  વેર, ઈર્ષા, પ્રપંચ સાથે જીવન પસાર કરી નાખે છે. ઍ પણ નથી સમજતા કે સારા કામોજ જગતમા મૂકી જવાના છે. બાકી તો જીવન ઍ નાટક છે. ઍ નાટક, જન્મ અને મૃત્યુ વચ્ચે દરેકના જીવનમા ભજવાય છે. જે લોકો આ જીવન  નાટકને સમજી જાય છે, ઍ લોકો બધા દુખોમાથી નીકળી જાય છે.


જેમ-
ખુદા તે અજબ જિંદગી બનાવી
માયાને બનાવી માનવોને દીધા હરાવી
ખુદા તે---
જન્મ અને મૃત્યુ રચાવ્યુ
વચમા જીવન નાટક બનાવ્યુ
સંસાર બનાવી સંઘર્ષ રચાવ્યો
સુખ દુખના દિવસો લાવી
માનવ જીવને મૃગ જળ રચાવ્યા
ખુદા તે---
ભારત દેસાઈ
                      ---------------------------

Sunday, April 13, 2014


બળાત્કાર
                                                                                                                                                              ઍક યુવાન યુવતીનો દિલ્હી ખાતે મોડી રાત્રીના થયેલ બળાત્કાર ઍ  લોકોમા મોટો ઉહાપોહ મચાવી દીધો હતો. આખા ભારતમા ગુનેગારોને ફાંસીની સજા આપવાનુ આંદોલન ઉભુ થયુ હતુ. તેના થોડા સમય પછી ઍવી જ ઘટના મુંબઇની પરેલની બંધ પડેલી મિલમા ઍક યુવતી પત્રકારની સાથે પણ બની હતી. અને લોકોનો ક્રોધનો પાનો ઉપ્પર ચઢી ગયો હતો. અને સરકારની આંખો ખૂલી ગઈ અને કાયદામા ફેરફાર કરી બાળાત્કાર જેવા કેસોમા ગુનેગારોને મોતની સજા ફરમાવવાની જોગવાઈ કારવામા આવી છે. આતો ઍવાકેસો છે જેનો અહેવાલ ટીવી, અને વર્તમાન પત્રોઍ આપેલો હતો પરંતુ દેશના આંતરિક અને પછાત પ્રદેશોમા  ઍવા હજારો કેસો બને છે જેનો કોઈઅહેવાલ આવતો નથી અને સ્ત્રીઓ રીબાઈને મરે છે. ઘણા કેસોમા તો ગુનેગારો બહુજ આર્થિક અને સત્તાની દ્રષ્ટિે ઍ વગદાર હોય છે. રાજકીય નેતાઓને કમને પણ પગલા તો લેવાજ પડે છે કારણકે ઍ ગુનાઓમા ઍમની મોટી વોટ બૅંક સ્ત્રીઓમા નુકશાન વોહરવુ પડે છે.  નૈતિકતાની દ્રષ્ટિે ઍ બળાત્કાર મોટોમા મોટો ગુનો છે પરંતુ પૈસાદાર અને ગુનેગારોમાટે ઍ મનોરંજનનુ સાધન જ બની રહે છે. આથી બળાત્કાર સામેના કાયદાનો અમલ સ્ત્રીઓના રક્ષણ માટે પછાત, ગ્રામીય પ્રદેશમા પણ જરૂરી છે. ઘણી વાર રાજકારણીઓ અને સત્તાધારીઓ સ્ત્રીઓને ઍકલ દોકલ જગાઑ પર ન ફરવાની સલાહ આપીને કે  કપડા વ્યવસ્થિત પહેરવાની વાત કરીને છ્ટી પડે છે. પરન્તુ ઍમા સ્રીઓને સલામતી ન આપી શકવાની લાચારી હોય છે. તેઉપરાંત આ વખતની  ચૂંટણિમા યુવાનો બહુમતિમા છે. તેમા ૫૦% તો  પુરુષ જ છે. ઍમનો પક્ષ લેવો ભી જરૂરી છે. આથી કેટલાક રાજકીય નેતાઓ બળાત્કારની બાબતમા ગમે તેમ બોલી ઍ પ્ર્રશ્નને ગૂચવી રહ્યા છે.
                         સોશિયલિસ્ટ પાર્ટીના વડા મુલાયમસિંઘે ઍક વિચિત્ર પ્રશ્ન ઉઠાવ્યો છે." છોકરાઑ  બળાત્કારની ભુલ કરેતો ફાંસીની સજા કેમ?" બીજા ઍક નેતા અબુ અજ઼ામી ઍ કહ્યુ " વ્યભીચારી મહિલાઓને પણ ફાંસી આપો"  ઘણા રાજકીય પુરોષો અનીતિનો બચાવ " 'નીજી મામલો કરીને ટાળે છે." જેમ વુડી ઍલન કહે છે તેમ" સેક્સ તણાવ ઘટાડવાનુ સાધન છે"  આમા હોશીયારીનો વ્યભીચાર છે. મુળમા બળાત્કારતો માનવતા સામેનો ગંભીર ગુનો છે જેને માટે  સખતમા સખત સજા આવશ્યક છે.
                                        ********************************************

Saturday, April 5, 2014


દુનિયાની  મહાસત્તા કોણ?
                                                                                                                                      અત્યારે અમેરિકા, રશિયા, જર્મની, ચીન, જેવા દેશોની  મહાસત્તા તરીકે ગણાય છે. પરંતુ તેમની આર્થિક શક્તિનુ વિવરણ કર્યા બાદ જ  ખબર પડે મહાસત્તાની કોણ છે. ઍમા નો ઍક દેશ ચીન બધાની નજર બહાર ઍની આર્થિક શક્તિઓ વધારી રહ્યુ છે. ચીને અબજો ડૉલરનુ રોકાણ  ઍશિયા, આફ્રિકા અને દક્ષિણ અમેરિકન દેશોમા પણ કરેલુ છે. તે ઉપરાંત ઉત્તર ધ્રુવથી દક્ષિણ ધ્રુવ સુધી ઍના હિતો પથરાયેલા છે. નીચેના આંકડાઓ જ બતાવશે કે ઍ મહાસત્તાથી દૂર નથી.
૧) ચીનના આયાત અને નિકાસના આંકડાઓ જોતા ઍ દુનિયાના ટૉંચ પર છે.
૨) અમેરિકાંનુ ચીન સાથે ૨.૩ ટ્રિલિયન ડૉલરનુ  દેવુ છે.
૩)ચીનનુ આજે પણ આખી દુનિયામા વધારેમા વધારે વિદેશી નાણાનુ રિજ઼ર્વ ફંડ છે.
૪)ચીનમા મોટરોનુ ઉત્પાદન અમેરિકા કરતા બમણૂ છે.
૫) ચીન આજે દુનિયામા વધારેમા વધારે સોનાનુ ઉત્પાદન કરે છે.
૬) ચીન દુનિયામા વધારેમા વધારે ઍનર્જી વાપરે છે. તે ઉપરાંત  વધારેમા વધારે સૂર્ય અને પવન શક્તીનુ ઉત્પાદન કરે છે.
૭) ચીન ૩ગણુ વધારે ઉત્પાદન કોલસાનુ અને ૧૧ ગણુ વધારેલોખંડનુ  ઉત્પાદન અમેરિકા કરતા કરે છે.
૮)  ચીને પોર્ક બનાવતી અમેરિકન કંપની ૪.૭ બિલિયન ડૉલર મા ખરીદી છે જે ૨૬ અમેરિકન રાજ્યોમા પથરાયેલી છે. ઍમા લાખો અમેરિકાનો કામ કરે છે.
૯) ચીને ૨.૬ મિલિયન ડૉલર મા ઍ મ્ સી, ઍંટરટેનમેંટ કંપની ખરીદી લીધી છે, જેના આખા અમેરીકામા  વધારેમા વધારે સિનેમા ગ્રહો છે.
૧૦) ચીને તેનેસીમા ૬૧૬ મિલિયન ડોલરમાકોલસાની  ખા ણૉ ખરીદી છૅ તેની સામે અમેરિકન લોકોનો ઉગ્ર વિરોધ છે. ચીન અમેરિકન ખનિજ નો જ઼ે રીતે ઉપયોગ કેરી રહ્યુ છૅ તે સામે ઍ અસંતોષ ભડકી રહ્યો છે.
૧૧) ચીન મૅન હૅટન કરતા પણ મોટુ શહેર અમેરીકામા બાંધી રહ્યુ છે.
૧૨) ચીન પોતાની મિલિટરી શક્તીનુ પ્રદર્શન દ્વારાજાપાન, ભારત, વીઍટંનામ, થાઈ લૅંડ, જેવા દેશોને ભયભીત કરવા પ્રયત્ન કરી રહ્યુ છે.
હવે આ બધુ જાણ્યા બાદ  કોઈ  પણ કહી શકશેકે દુનિયાની મહા સત્તા કોણ છે?
                        ******************************************************

Friday, March 28, 2014


ફાંસીવાદ
                                                                                                                                                              કોઈ પણ રાષ્ટમા જ્યારે બધી જ બંધારણીય પ્રક્રિયા નિષ્ફળ નીવડે છે ત્યારે ફાંસીવાદનુ કરુપ સ્વરુપ બહાર આવે છે. લોકશાહીની તદ્દન ધીમી ગતિ, ઍ અસંતોષમા ઘણીવાર અગ્નીમા ઘી નાખવા જેવી સ્થિતિ ઉભી કરે છે. જ્યારે કોઈ પણ અસંતોષ કે અન્યાયનો કોઈ ઉકેલ નથી ત્યારે પણ ફાંસીવાદના બીજ રોપાઈ જાય છે. જ્યારે ૬૬ વર્ષની સ્વતંત્રતા બાદપણ સરકારસામાન્ય માણસને મકાન, રોટી, વ્યવસાય, શિક્ષણ, પાણી, ઉર્જા,  અને પાયખાના જેવી સગવડો ૫૮% લોકોને ન આપી શકતી હોય ત્યારે જનતા ટૂંકા રસ્તાઓ શોધવા માંડે છે. ઍમા કદાચ ફાંસીવાદજેવો ઍક રસ્તો સ્વીકારી લે તો ઍમા આશ્ચર્ય પામવા કરતા ઍના ઉપાયો શોધવા માંડવા જરૂરી છે.
                          હજુ પણ ૩૦ %લોકો ભારતમા ગરીબી રેખા નીચે જાનવરની જેમ જીવતા હોય છે.  ઍ ફાંસીવાદના પાકને ઉગાડવામા ઍક ખાતર બની ગયુ છે. તેના પર કેટલાઍ રાજકીય તત્વો પોતાના રોટલાઑ શેકી રહ્યા છે. ફાંસીવાદને  રાજકીય નેતાઓ, સિધ્ધાંત અને રાષ્ટ્રના હીત માટે અથવાતો  ધર્મને નામે લોકો પર ઠોકી બેસાડેછે. ફાંસીવાદ જેટલો જલ્દી આવે છે ઍટલો જલ્દી જતો નથી.
                            મહાભારતમા દુર્યોધનનો ફાંસીવાદ વ્યક્તિગત હતો પરંતુ ઍમા હજારો માનવીઓનો નાશ થઈ ગયો હતો. રશિયા અને ચીનનો ફાસીવાદ  વિચારકીય હતો પરંતુ લોકોના આત્મા, વીચાર અને સ્વાતંત્રને કચડી નાખવામાઆવ્યા હતા. હિટલર લોકશાહીથી આવ્યો હતો અને દેશભક્તિનો પાનો ચઢાવી દુનિયાને વર્ષો સુધી બાનમા રાખી હતી.  માઓટસે તુંગે સીધ્ધાંતો નામે ફાંસીવાદ ચીનમા દાખલ કર્યો. જેનાથી અત્યારે પણ ચાઇનાની પ્રજા પીડાઈ રહી છે.
                              ભારતમા ફાંસીવાદના  ચીન્હ બહુજ સામાન્ય  રીતે નજર પડવા માંડ્યા છે. ઈંદિરા ગાંધી ઍ સત્તાને ટકાવવા ઈમરજન્સી દાખલ કરી બધા લોકશાહી હક્કોને બાજુ પર મૂકી સરમુખત્યારી દાખલ કરી હતી. ઍને કાઢતા કેટલા દેશ નેતાઓને જેલ ભોગવવી  પડી હતી. ઍ પણ ફાંસીવાદનો ઍક પ્રકાર જ હતો. ધારાસભાઓમા ઍક બીજાના કોલરો પકડવા, ઍક બીજા સાથે મુક્કબાજી કરવી, ચપ્પુ અન હથિયારો લોકસભામા બીજા સભ્યોને બતાવવા, મરચા જેવો પાવડર લોકસભામા વરસાવવો. તે પણ પોતાના મંતવ્યોને બીજા પર બળજબરીથી લાદવા માટે! ઍ પણ ફાંસીવાદનો ઍક પ્રયોગ જ છે કે પછિ ફાંસીવાદના આગમનની નિશાનીઑ છે.
                                              આજે રાજકારણમા પણ વિરોધી મંતવ્ય, આલોચકો ને સહન કરવાની વૃત્તિ નથી. આથી વિરોધીઓને નાબૂદ કરવાની પ્રવૃતિઓ ચાલી રહી છે. ભવિષ્યના વિરોધીઓને પણ છોડવામા આવતા નથી. આ બધા ફાંસીવાદના સંકેતો જ છે. ઍમા સામ, દંડ, ભેદના સર્વ પ્રયોગો કરવામા આવી રહ્યો છે. સર્વ ભયનુ વાતાવરણ હોય તો દરેક વીચારે છે કે મારે શુ? ઍ સહન કરનારાઓનો પ્રશ્ન છે. પરંતુ  ઍમનો વારો ફાંસીવાદી વૃતિમા ક્યારે આવશે ઍનો ઍમને ખ્યાલ નથી હોતો. આથી લોકશાહીમા ફાંસીવાદી તત્વોનો સામનો સહયોગથી કરવાથી બધાનુ હિત સમાયેલુ છે. આથી દેશનાદરેક નાગરિકે ઍ વીચારવાનો સમય આવી ગયો છે કે ફાંસીવાદનો કેવી રીતે સામનો કરવો? નહીતો નક્શલવાદ જેવાફાંસીવાદી તત્વો ભારતની લોકશાહીને ગળી જવા તૈયાર બેઠા છૅ.
                                             ******************************************    

Tuesday, March 18, 2014



પ્રકૃતિ
                                                                                                                                                        માનવી આખરે તો પ્રકૃતિને વરેલો  અને ઍની જ ઉપજ છે. થાકેલો, નિરાશ, ગમગીન ઍ પ્રકૃતિને શરણે  જાય છે. ઍથી ઍને નવજીવન મળે છે અને જીવન જીવવા માટે નવઉર્જા પણ મળે છે. કેટલાક લોકો પ્રકૃતિના શરણને પર્વત આરોહણ, કૅમપિંગ, આઇસ સ્લાઇડિંગ, સ્કિયિન્ગ, ગ્રાફ્ટઇન્ગ ના વિવિધ નામથી ઓળખે છે. આખરે તો પ્રકૃતિ ખોળામા જ જવાનુ હોય છે.
સીધી ભાષામા
મારે રખડવુ---
 મારે રખડવુ  હરીયાળી ખીણોમા,
નદીઓના ઉંડા કોતોરોમા,
પંખીઓના કલરવોમા,
જીવનમા પરમ આનંદ પામવામા
મારે રખડવુ---

 મારે પવનના સુસવાટે થથરવુ,
મેઘ અને વીજળીની જુગલબંધી ઍ નાચવૂ
જીવનનો આનંદ માલવા કાજે
ડુંગરોની ખીણોમા  રખડવુ મારે
મારે રખડવુ---

 નદીઓના નિર્મળ જલમા ડૂબકીઓ મારવી મારે
સાગરની લહેરો પર વિહરવુ મારે
જીવનનો આનંદ માણવા મારે
કુદરતને ખોળે આળોટવૂ મારે
મારે રખડવુ---
ભારત દેસાઈ
                      ****************************