Thursday, June 9, 2022



સરળ નિદ્રાના ઉપાયો 

                                          આજના હરીફાઈવાળા અને એકદમ ધમાલિયા જીવનમાં માનવીઓમાં માનસિક  તણાવ વધી ગયો છે  એની અસર એના ઊંઘ પર થાય છે . જે જીવનમાં શારીરિક તકલીફો ઉભી કરી દે છે. નિદ્રા એલ એવી વસ્તુ છે જે માનવીને જીવનના બોજામાંથી રાહત આપી નવ શક્તિ અર્પિત કરે છે. એથી જરુરુયાત પ્રમાણે માનવીએ નિદ્રા લેવાની જરુરુયાત છે. આજકાલ મોટામાં મોટી તકલીફ અનિદ્રાની છે જેણે માનવી જીવનની વિટંબણાઓ  વધારી દીધી છે.



                                                           આથી તંદુરસ્ત ઊંઘ માટે સુવાનો અને ઉઠવાનો વખત નિશ્ચિત કરવાની જરુરુયાત છે . એને નિયમિત કરવાથી ઊંઘ આવવામાં મુશ્કેલી ઓછી થાય છે. સૂતી વખતે પથારીમાં પડી વિચારોમાં વિહરતા રહેવાથી ઊંઘ ઉડી જાય છે. એવા સંજીગોમાં ઉભાથઈ થોડીવાર પછી ઊંઘવાનો પ્રયત્ન કરવો જોઈએ . બીજું ઊંઘને કઈ કામ નહિ હોઈ તો લેવાની વૃત્તિ પણ છોડી દેવી જોઈએ. એટલેકે યોગ્ય વખતે જ સુવા જવું જોઈએ.  ઊંઘને  દૈનિક કાર્યકમમાં એક ભાગરૂપ  લેવો જોઈએ.

                                                              ૬ કલાકથી ઓછી ઊંઘ હાર્ટ અને માનસિક અસ્થિરતા ઉભી કરે છે.૭ કલાકની સતત ઊંઘ એ તંદુરસ્ત ઉંફહ ઘણાય છે. પરંતુ એ પણ વ્યક્તિની જરૂરિયાત પર આધાર રહે છે. વધારે પડતી ઊંઘ પણ જીવનમાં આળસ અને બેચેની ઉભી કરે છે. 

                                                                એટલા માટે જીવનમાં નિયમિતતા ઊંઘને પણ નિયમિત કરે છે. જે  જીવનને તંદુરસ્ત અને આનંદમય બનાવે છે. જીવનને સુખથી ભરી દે છે.

                                 ***************************************   

                                                             

Sunday, May 22, 2022

 


વિજ્ઞાનની  નવી દોડ 

                                     અનિયમિત રીતે વધારે પડતું ખાવાથી શરીરની  સ્થૂળતામાં વધારો થાય છે. વધારે પડતી ભૂખ પણએક રોગનો નિર્દેશ કરે છે. એના માટે વિજ્ઞાનીકોએ મગજમાં એકભાગને જેને સેરેબેલમ તરીકે ઓળખી કાઢ્યો છે જે વધારે પડતા ખાવાની વૃત્તિને કાબુમાં રાખી શકે છે. એ ભાગ મનુષ્યના લાગણી અને એની વર્તણુક પણ સારો એવો પ્રભાવ ધરાવે છે. એ માટે ઉંદરના મગજના એ ભાગ પર ન્યુટ્રોનને  એકટીવ કરવાનો પ્રયોગ વિજ્ઞાનીકો દ્વારા પ્રથમ  કરવામાં આવ્યો હતો .જે લોકો વધારે પડતું ખાવાની આદત હોય છે એ લોકોના મગજના એ ભાગમાં કોઈ ઉણપ હોય છે . આથી ઘણા પ્રયોગો બાદ વિજ્ઞાનીકોએ પ્રશ્નને હાલ કરવા માંગે છે. 

 


                                   એક એવો પ્રશ્ન થાય છે કે રણપ્રદેશમાં જ્યાં હવામાન એકદમ વિષમ હોય છે. એટલેકે સખત ઠંડી , સખત ગરમી અને વરસાદ પણ ભાગ્યેજ હે છે એવા વિષમ પ્રદેશમાં કેટલાક જંગલી  વિજ્ઞાનિક  છોડો ઉગે છે એ કેવી રીતે બની શકે છે ? એની પાછળ પણ વિજ્ઞાનીકો સંધોધન કરી રહ્યા છે. વિજ્ઞાનીકોનું  માનવું છેકે રણપ્રદેશના  જંગલી છોડોના  મૂળિયામાં એવા બેક્ટરિયા હોયછે જે વિષમ હવામાનમાં પરિસ્થિતિમાં  નાઇટ્રોજન ઉત્પન્ન કરી ઉજ્જડ પ્રદેશમાં છોડને ઉગવામાં મદદ રૂપ બનેછે. તે ઉપરાંત કેવી જાતનું જિન એવા જંગલી છોડમાં હોય છે એના પર પણ વિજ્ઞાનીકો સંધોધન કરી રહ્યા છે. એ શોધને અંતે કોઈ પણ છોડને અતિ વિષમ હવામાનમાં પણ ઉગાડી શકાશે. બદલાતા હવામાનનના જમાનામાં આવા સંધોધનો બહુ જ ઉપયોગી નીવડશે .



                                               જ્યારે માનવી શરીર પર ઘા પડ્યો હોય અને એમાં સડો ખરાબ બેક્ટરિયાને લીધે વધી જાય, અને એની જાણ વખતની  અંદર ન થાય તો એ જીવન માટે ભયજનક બની રહે છે. એના માટે વિજ્ઞાનિકોએ સેન્સર ચિપ  શોધ કરીછે જે ઘા  ઉપર પાટા સાથે   લગાડી રાખવામાં આવેછે.  જે સ્માર્ટ ફોન દ્વારા વખતો વખત  સડાની  માહિતી આપતી  રહેશે . આમ ઘણા જીવનો  બચી જશે. કેટલાક વિજ્ઞાનિકઓ હાઈ ટેક ઇમેજિંગ દ્વારા ઘા ના સડાને નિયમન કરવા પ્રયત્નો કરી રહ્યા છે .

                                               આમ વિજ્ઞાનીકો સસત કોઈને  કોઈ નવા સંધોધન પાછળ પડેલા છે આથી આજનું સંધોધન એ  કાલ જૂનું થઇ રહે છે. 

                                       ****************************************** 

Friday, May 13, 2022

 


પ્રથમ બ્લેક સ્ત્રી  ન્યાયમૂર્તિ - અમેરિકાની ઉચ્ચ ન્યાયાલયમાં 

                                                                                                                 સદીઓ પહેલા અમેરિકામાંથી ગુલામી પ્રથા નાબૂદ કરવામાં આવી હતી. તે વખતે આંતરિક યુધ્દ્ધમાંથીઓ  અમેરિકાએ  પસાર થવું પડ્યું હતું. અબ્રાહમ લિંકને તે વખતે એમની બહુજ જાણીતા વ્યક્તવ્યમાં કહ્યું હતું કે  'આપણા બંધારણે  સ્પષ્ટ કહ્યું છે કે બધાજ માનવો સમાન હક્કોને પાત્ર છે. ' પરંતું એને અમલમાં મૂકવું એટલું સહેલું પણ નહોતું. હવે અમેરિકા ધીમે ધીમે સાકારત્મકરીતે  આગળ વળી રહ્યું છે. આજે કમલા  હેરિસ  જે ઇન્ડિયન અમેરિકન  મૂળ ધરાવે  છે એ  અમેરિકાના ઉપપ્રમુખ પદે પહોંચ્યા છે. અમેરિકાને બારાક ઓબામા જેવા  એક  અશ્વેત પ્રમુખ પણ મળી ચુક્યા છે.

                                                                       હવે એક અશ્વેત સ્ત્રી જજ  કેતનજી બ્રોઉન  જેકસનને સુપ્રીમ કોર્ટના  જજ તરીકે અમેરિકી પ્રમુખે નિમણૂંક કરવાની દરખાસ્ત કરી  છે. એ સુપ્રીમ કોર્ટની પ્રથમ અશ્વેત મહિલા જજ હશે. અમેરિકાના બંધારણની જોગવાઈઓ પ્રમાણે જજ જેકસનને નિમણુંક પહેલા  સેનેટ  જ્યુડીસરી કમિટી સમક્ષ હાજર થઇ એમની ચકાસણી માંથી પસાર થવું પડે છે. 

                                                                               આમતો જજ જેકસન ની કારકિર્દી જજ તરીકે સ્વચ્છ છે. તે ઉપરાંત તેઓ શિક્ષણિક રીતે પણ યોગ્ય છે. તે છતાં તેઓ  અશ્વેત છે અને સ્ત્રી છે એટલે એમને કઠિન પરીક્ષામાંથી પસાર થવું પડશે. એમને કેટલાક  કાલ્પનિક કે પછી  અશ્વેત  પ્રત્યેના જાતિ  પૂર્વગ્રહને લીધે એમની લાગણી દુભાઈ હોય  એવા પ્રશ્નોનો પણ જવાબ માનસિક બેલેન્સ રાખીનેઆપવા પડ્યા છે. ટૂંકમાં પ્રશ્ન દ્વારા એને ઉશ્કેરવા અને પછી એમના ક્રોધને ગુસ્સાભરી અશ્વેત સ્ત્રી ઠરાવીને એની બધી મહેનત પર પાણી ફેરવી નાખવું . જેથી એમની નિમણુંક ખોરંભે ચડી જાય એવી પણ કેટલાક સભ્યોની વૃત્તિ હોય છે.

                                                                          હજુ પણ કેટલાક અમેરિકાનો પોતાને અશ્વેતો કરતા ચડિયાતા સમજે છે એમાંથી બહાર આવતા અમેરિકાને કેટલાએ વર્ષો કાઢવા પડશે.  હજુ પણ અમેરિકી અશ્વેત સમાજ મને છેકે 'એમને  અડધું મેળવવા બે ગણું કામ કરવું રહ્યું.'  એક  સારી  નિશાની  એ છેકે ' કેટલાક સ્વેત અમેરિકનો  અશ્વેતોને આવા ઉચ્ચ પદ પર પહોંચવા માટે અભિનંદન પણ આપી રહયા છે. 

                                            **************************

Thursday, May 5, 2022



વિજ્ઞાન અને વિજ્ઞાનિકઓ  

                                                             ઘણા વિજ્ઞાનીકો એમની સંધોધન લેબમાં ઘણો ખરો સમય પસાર કરે છે. એ લોકો કેટલાક કલાક ઊંઘે છે એમને પણ ખબર નથી હોતી. તેઓ એમના  ધેયની પાછળ ઘેલા હોય છે. 

                                       પ્રખ્યાત વિજ્ઞાનિક થોમસ  આલવા એડિશન પણ એટલું કામ કરતા કે માત્ર  ચાર કલાક જ ઊંઘ લેતા પણ કદીક ઝોખા ખાઈ લેતા . એ માનતાકે ઊંઘ એ સમયનો વ્યય છે. આથી તે બે હાથમાં બોલ પકડી ને સુઈ જતા જેથી જેવી ઊંઘ આવે એટલે પેલા બોલ હાથમાંથી નીચે પડે અને એમને જગાડી દે . જેથી જે ઉમદા વિચારોને ઊંઘમાં ગુમાવી દઈએ છે મેળવી શકાય. આ એડિશનના વિચારો હતા.

                                   હવેના સંધોધનો કહે છેકે નવા સંધોધનોના વિચારો જયારે માનવી ઝોકાના સમયે આવી જાય છે એ વધુ મહત્વના અને ઉપયોગી હોય છે. એટલેકે ઊંઘમાં પડવા પહેલાના વિચારો  ઉપયોગી અને   ઘણા નવ નિર્માણ કરનારા હોય છે.

                                  આના અનુસંધાનમાં ઘણા વિકટ  ગણિતના પ્રશ્નો એવા લોકોને આપવામાં આવ્યા હતા જેઓ હળવીઊંઘોમાંથી પસાર થયા હોય . એમને માટે એવા પ્રશ્નોને ઉકેલવામાં વધુ સરળ પડતું હોવાનું જણાયું હતું.

                                 એવું પણ કહેવામાં આવે છે કે એડિશનની માન્યતાનો ઉપયોગ સિકંદર  અને એલ્બર્ટ  ઈન્સ્ટાઇને  પણ કર્યો હતો. કલાકારોની  કલાઓ પણ એ રીતથી ખીલી ઉઠે છે એમ માનવામાં આવે છે. એવા સમયમાં મગજના તંતુઓ પણ  લાખો અને કરોડોમાં  ફેકાય છે જેમાંથી નવ સર્જનના વિચારો ઉત્પન્ન થાય છે.

                                  આમ વિજ્ઞાનીકો દ્વારાજ  એક વધુ સંધોધન બહાર આવ્યું છે. વિજ્ઞાન ક્યાં જઈને અટકશે એ એક પ્રશ્ન ઉભો છે?

                                ************************************** 

Thursday, April 28, 2022



ધર્મને નામે 

                                                     ધર્મના નામ પર ધર્મગુરુઓ, મૌલાનાઓ અને પાદરીઓએ દુનિયામાં ઘણી ખોટી વસ્તુઓ ચલાવે  રાખે છે અને લોકોમાં  ઝેર ઉત્પન્ન કરવામાં આવે છે  એ આપણી કમનસીબી છે. મોટા ધર્મ યુદ્ધો થયા છે જેમાં લાખો લોકોના જાનો ગયા છે. બે  કોમો વચ્ચે હુલ્લડો પણ થયા છે.  તે ઉપરાંત ધર્મને નામે ખોટી પ્રથાઓ પણ દાખલ કરી દેવામાં આવી છે એ વાહિયાત હોય છે. શુસ્ક અને નકામી બાબતો પણ લોકો લડી મરે છે. આ બધું પરમાત્માને પામવા માટેની જુદી જુદી પદ્ધતિને નામે એટલે કે ધર્મોને  નામે  ચાલે છે. 

                      આખરે વિવિધ ધર્મો નું  ધૈય  એકજ હોય છે. પરંતુ એને  જુદી જુદી રીતે રજુ કરવામાં આવે છે.  ટૂંકમાં ઇસ્લામમાં કહેવામાં આવ્યું છેકે ' એની આગળ કઈ નથી. એની બાદ કઈ નહિ થાય .જે દેખાય છે અને જે નથી દેખાતું તે પણ છે. જેમ કે ચંદ્રમાની એકબાજુ દેખાય છે.  પરંતુ એની પાછલી બાજુ પણ કૈંક  છે.

                       વેદો કહેછેકે  ' જેનો આજ નહિ અને અંત નહિ , એટલેકે' આદિ નહિ કે અંત નહિ '. વ્યક્ત  છે અને અવ્યક્ત પણ છે. પરંતુ એ બધાને જાણનારો  પરમાત્મા છે. પરમાત્મા નિરાકાર છે એથી એની કોઈ મૂર્તિ બની શકતી નથી. પરંતુ મૂર્તિ પુંજામાં માનવીની પરમાત્મા માટેની ભાવના સમાયેલી છે પરિણામ લાવી શકે છે. 

                     બાઇબલ કહે છે કે જે શુષ્ક  બાબતો માટે આપણે લડીએ છે એ તરીકે જ આપણે પરમાત્માને જાણીયે છીએ.

                          શુફીઓ અને ફકીરો  આત્માને જ 'અહં બ્રહ્મ અસ્મિ ' એમ સમજે છે. આમ દરેક પંથ પરમાત્માને પોતપોતાની રીતે પરમાત્માને ઓળખે છે. 

                          હિન્દૂ સમાજમાં સતી પ્રથામાં ધર્મના નામે અધર્મ ચલાવવામાં આવતો હતો જેને નાબૂદ કરવામાં આવી છે. આવી ઘણી અધાર્મિક પ્રથાઓ વિવિધ  ધર્મમાં  ધર્મને નામે ચલાવવામાં આવે જેનો સમાજ સેવકો અને સુધારકો  દ્વારા  વિરોધ કરીને દૂર કરવામાં આવે છે.

                         ટૂંકમાં ધર્મને નામે ધર્મગુરુઓએ કેટલી અધર્મી પ્રથાઓ  દાખલ કરી લોકોને અંદર અંદર લડાવી મારે છે. એ પણ એક લોકોની  કમનસીબી છે. કોઈ પણ ધર્મમાં પરમાત્માને નામે અધર્મ  ફેલાવવાની  કોઈ જોગવાઈ નથી એ સત્ય છે. પરંતુ  વિશ્વમાં જે  વેરઝેર  અને હિંસા લોકોમાં ચાલે છે એમાં  ધર્મ ગુરુઓનો જ ફાળો હોય છે. એ બધું ધર્મને નામે જ ચાલતું હોય છે.

                               *************************************


 

                      

Thursday, April 21, 2022



મંગળની અજાયબી 

                                           મંગળનો ગ્રહ લાલ ઘુમ દેખાય છે એટલે એણેઘણું ક્તુહલ ઉભું કર્યું છે. આપણા પુરાણોમાં પણ મંગળ વિષે ઘણું લખાયું છે. ભારતીય જ્યોતિષ શાસ્ત્રમાં મંગળ ઘણો ખતરનાક ગ્રહ છે. લગ્ન જીવનમાં પતિ કે પછી પત્નીના  કુંડળીમાં મંગળ  પડ્યો હોય તો બીજાના જીવન માટે તે  ખતરનાક બની રહે છે. આથી પતિ પત્ની  બંનેની કુંડળીમાં મંગળ હોય એવો મેળ પાડવામાં આવે છે.

                                           બધા ગ્રહોમાં મંગળ લાલ દેખાય છે એ વિજ્ઞાનીકો માટે પણ રસનો વિષય બની રહ્યો  છે. આથી એના વિષે સંધોધન કરવા માટે ઘણા દેશો રોકેટ દ્વારા એના પર  પહુચવા પ્રયત્ન કરી રહ્યા છે.



                                           જે  સેટેલાઇટ (માર્સ ઇનર-૯ )  મંગળના ઓર્બીટમાં  દસકાથી ફરી રહ્યો  છે  તે ત્યાંથી ફોટો દ્વારા એના વિષે માહિતી મોકલી  રહ્યો  છે. કદાચ મંગળનો લાલ રંગ  મંગળ પરના જ્વાળા મુખીને  કારણે પણ હોય શકે છે. એમાં એક જ્વાળામુખીનો ડાયામીટર ૩૦૦ માઈલ જેટલો છે જે પૃથ્વી પરના કોઈ પણ જ્વાળામુખીના ડાયામીટર કરતા વધારે છે. તે ઉપરાંત જ્વાલામુખીનું ઊંડાણ ચાર માઈલ જેટલું  છે એમ માનવામાં આવે છે.



                                       આવા કેટલાએ જ્વાળામુખીઓ તેમનો  લાવા  મંગળ પર ઓકતા હશે જે  મંગળને લાલ ઘુમ બનાવતા હશે.

                                          જેમ જેમ મંગળપરની સૃષ્ટિનું  સંધોધન  વધતું જશે તેમ ઘણા નવા નવા રહસ્યો બહાર આવતા જશે. એક વાત ચોક્કસ છે કે  વિજ્ઞાનીકોમાં  પણ મંગળ વિષે જાણવાની ક્તુહલતા  વધી રહે છે.

                                    *********************************** 

                                             

                                            

Sunday, April 3, 2022

  


સોનાનો મોહ 

                                                                      ભારતમાં સોનાનો ઉલ્લેખ ઘણા પુરાણોમાં પણ જોવા મળે છે. જેમકે સોનાનો મૃગ , સોનાની દ્વારકા અને લંકા. ઘણા લેખકોએ અને કવિઓએ સોનાનો મહિમા ગાયેલો છે. આમ ભારતની સંસ્કૃતિમાં સોનાના મૂળ બહુ ઊંડા છે. પુરાતન કાળથી સોનાને ભારતમાં મુસીબતના સમયમાં  મદદગાર તરીકે માનવામાં આવે છે. એટલેકે સંકટના સમયમાં સોનાને વેચી નાણાં મેળવી શકાયછે. તે ઉપરાંત સારા પ્રસંગે સોનુ આપવાનો રિવાજ છે. સ્ત્રીઓમાં સોનુ  ઘરેણા રૂપે ઘણું વપરાય છે . મંદિરોમાં પણ સોનુ ઘરેણા ના રૂપમાં  ધરાવવામાં આવે છે. ભારતના ગ્રામ્ય વિસ્તારોમાં ઘણું સોનુ ઘરોમાં સંગ્રહાયેલું પડ્યું છે. આથી ભારતમાં સોનુ સામાન્ય પ્રજા પાસે  સરકાર  કરતા વધારે સંગ્રહેલું પડ્યું છે. ભારતમાં લોકોમાં ૨૨૫૦૦ ટન્સ જેટલું સોનુ પડેલું છે જે અમેરિકા સરકારના સરકારી સંગ્રહ કરતા પાંચ ગણું વધારે છે. એની કિંમત અત્યારના ભાવ પ્રમાણે ૧.૪ ટ્રિલિયન ડોલર જેટલું છે. 



                                       સોનાની વધારે પડતી માંગ દેશના અર્થતંત્રને નુકસાન કરી શકે છે. આમ તો ભારતમાં સોનાનું ઉત્પાદન નજીવું છે એટલે બહારથી આયાત કરવું પડે છે. કેટલીકવાર  ભારત સરકારને સોનાનું દાણચોરી અટકાવવા પણ સોનુ આયાત કરવું  પડે છે. એ ભારતીય અર્થતંત્ર પર ભારરૂપ છે. એટલા માટે ભારત સરકાર સોના પર ૧૦% જેટલી આયાત કર નાખેલો છે. તે ઉપરાંત સરકારે લોકોમાં પડેલા સોનાને બહાર લાવવા માટે સોનાના બોન્ડ બહાર પડ્યા છે . અને કેટલીક  બેન્કોએ સોના સામે લોન પણ આપવા માંડી છે.  આશ્ચર્યની વાતતો એ છેકે ભારતમાં વિશાળ સોનાનો ભંડાર લોકોમાં હોવા છતાં ભારત સરકારને ભૂતકાળમાં  ભારતના ચલણની  કિંમત ટકાવી રાખવામાટે પરદેશથી  સોનુ આયાત કરવું પડ્યું હતું.



                                    સોનાની માંગ   ઘટાડવા  માટે ભૂતકાળમાં નાણાં મંત્રી તરીકે  મોરારજીભાઈએ ગોલ્ડ કંટ્રોલ ઓર્ડર પણ લાવ્યા હતા કારણકે તે વખતે  ભારત પાસે પરદેશી ચલણનું  ભંડોળ બહુ ઓછું હતું. એ કાયદો લોકોમાં અપ્રિય થઇ ગયો હતો અને એ કાયદાને  હટાવવો પડ્યો હતો. પરંતુ આજે પણ લોકોનો  સોનાની માંગનો  પ્રશ્ન સરકારને મૂંઝવી રહ્યો છે.  એના માટે કોઈ કાયદો લાવવાવાની સરકાર ગંભીર રીતે વિચારી રહી છે. મૂળમાં તો સોનાનો લોકોનો મોહ જ વિપરીત આર્થિક પરિસ્થિતિ ઉભી કરી રહી છે.



                                        કોવિદ -૧૯ ના રોગચાળા દરમિયાન શહેરોમાં લોકો ઓન લાઈન  સોનુ ભારતમાં ખરીદતા રહેતા હતા . પરંતુ ગ્રામ્ય વિસ્તારોમાં સોનાનું વેચાણ  ઘટ્યું હતું કારણકે દુકાનો બંધ હતી.  લોકોમાં સોનાનો મોહ  ઘટે તોજ એક આર્થિક પ્રશ્નનો  નીવડો આવી શકે છે.  ઘણા લોકોને એ પણ ખબર નહિ હોયુ કે સોનાને લાંબો વખત સંગ્રહ કરવાથી એ આખરે તો મતૃ રોકાણ જ બની રહે છે . એમાં દેશને અને લોકોને શું લાભ થાય? એ વિચારવું રહ્યું.

                                           ***********************************