Sunday, November 16, 2014



જમ્મૂ અને કાશ્મીરને લગતી કલમ ૩૭૦ શુ છે?
                                                                                                                                                            ૧)જમ્મૂ અને કાશ્મીર ના લોકો પાસે ડ્યૂયેલ નાગરિકતા છે અને જમ્મૂ કાશ્મીરનો ફ્લૅગ પણ જુદો છે.
૨)જમ્મૂ અને કાશ્મીરની ધારાસભાની મુદત ૬ વર્ષની છે જ્યારે ભારતના રાજ્યોની મુદત પાંચ વર્ષની હોય છે.
૩)ભારતના ફ્લૅગ કે કોઈ પણ રાસ્ટ્રિય ચિન્હોનુ અપમાન જમ્મૂ અને કાશ્મીર રાજ્યમા ગુનો બનતો નથી.
૪) ભારતની સુપ્રીમ કોર્ટ ના કોઈ પણ ચૂકાદાઓ જમ્મૂ અન કાશ્મીર રાજ્યમા લાગુ પડતા નથી.
૫)ભારતની પાર્લામેંટ મર્દાયિત ક્ષેત્રમા જ જમ્મૂ કાશ્મીર માટે કાયદાઓ બનાવી શકે છે.
૬) જમ્મૂ અને કાશ્મીર રાજ્યની સ્ત્રી ભારતના કોઈ નાગરિક સાથે  લગ્ન કરે તો ઍ જમ્મૂ અને કાશ્મીર રાજ્યની નાગરિકતા ગુમાવી દે છે પરંતુ જમ્મૂ અને કાશ્મીર રાજ્યની કોઈ સ્ત્રી પાકિસ્તાની સાથે લગ્ન કરે તો . ઍ પાકિસ્તાની નાગરિકને જમ્મૂ અને કાશ્મીર રાજ્યની નાગરિકતા મળી શકે છે.
૭) શેરિયત કાયદો જમ્મૂ અને કાશ્મીરની સ્ત્રીને લાગુ પડે છે.
૮) જમ્મૂ અને કાશ્મીર રાજ્યના બહારનો કોઈ પણ નાગરિક મિલકતની માલિકી જમ્મૂ અને કાશ્મીરમા ધરાવી શકે નહી.
૯) પંચાયત રાજ્યનુ જમ્મૂ અને કાશ્મીરમા અસ્તિત્વ નથી. લઘુમતી જેવીકે હિન્દુ અને શિખોને ૧૬% રિસરર્વેશન જમ્મૂ અને કાશ્મીરમા નથી.
૧૦) આર ટી આઇ, સી ઍ જી, આર ટી ઈ, અને કોઈ પણ ભારતીય કાયદાઓ જમ્મૂ અને કાશ્મીર રાજ્યમા લાગુ પડતા નથી.

                                         બીજી રીતે જોઈેતો જમ્મૂ અંને કાશ્મીર રાજ્ય ભારતમા સ્વતંત્રતા ધરાવતુ રાજ્ય બની રહ્યુ છે. આથી ૩૭૦ મી કલમ ચાલુ  રાખવી કે કાઢી નાખવી ઍ ભારતના લોકોે ઍ વીચારવાનો સમય આવી ગયો છે.
                                         *****************************************

Sunday, November 9, 2014


સ્થિતપ્રજ્ઞતા
                                                                                                                                                        માનવી ઈન્દ્રીઓની વિષય વાસનાને લીધે માયુષ થઈ જાઇ છે અને દુઃખી દુઃખી થઈ જાય છે. બધા દૂષણોના મુળમા પણ વાસનાઑ જ છે. ગીતામા કૃષ્ણ અર્જુનને કહે છેકે તારી વાસના અને માયાઍ તને નીર્બળ બંનાવી દીધો છે. આથી તૂ તારા કર્મમાથી વિચલિત થઈ ગયો છે.  અર્જુન બહુ જ દુઃખી હતો કારણકે તેણે ઍની ઈન્દ્રીયો પર કાબૂ ગુમાવી દીધો હતો.  તારી  ઈન્દ્રીઓજ તને મિથ્યા અભિમાન કરાવે છે કે તુ સામે ઉભેલા બધા શત્રુઓને મારી નાખવાનો છે. સત્ય તો ઍ છેકે ઍ મરેલા જ છે અને ઍમનુ મૃત્યુ નિસ્ચીત છે. તુ તો ફક્ત નિમિત માત્ર છે. આખરે કહે છે તુ સ્થિતપ્રજ્ઞ થઈ જા જેથી તારા બધા દુઃખો દૂર થઈ જશે.


                                      સ્થિતપ્રજ્ઞતા  સાગરની શાંતિમા છે કારણકે કેટલીેઓ નદીઓ ઍનામા આવી પડે છે પરંતુ ઍ સાગરને અશાંત કરી શકતી નથી. જેમ કેટલીઓ મુશીબતો યોગિની શાંતીને હણી શકતી નથી. સ્થિતપ્રજ્ઞતામા માનવી તોફાની નદીમા સ્થિર નાવ જેવી સ્થિતિ અનુભવે છે. જેવી રીતે વિચારોના વંટોળમા બુધ્ધિ સ્થિર રહે ઍ પણ સ્થિતપ્રજ્ઞતાનો ઍક દાખલો છે. જે અહંકાર, મમતા, વિકારને ત્યાગે ઍજ પરમ શાંતિ અને સુઃખ પામે છે.


                                       બધા જ દુઃખો અને સંતાપોના મુળમા માયા, જે ઈન્દ્રીઓને કાબુની બહાર દોરવી જાય છે. આથી નિરમોહિતા જ  સ્થિતપ્રજ્ઞતાનુ ઍક સ્વરુપ છે. માનવીઓ ઍ  દિશામા પ્રયત્નો કરતા રહે ઍમા જ ઍમનુ હિત છે. ઍજ ગીતાનો સાર છે.
                                  *******************************************. 

Tuesday, November 4, 2014


કાળુ નાણુ
                                                                                                                                                                 અત્યારે કાળા નાણા વિષે પાનાઓ ભરી ભરીને મીડિયામા સમાચારો આવતા રહે છે. લોકોને પણ કહેવામા આવ્યુ છેકે જે કરોડો રૂપીયા ગેરકાયદા પૂર્વક પરદેશોમા પડેલા તે દેશમા લાવવામા આવેતો દેશની ગરીબી હટાવવામા મદદ રૂપ થાય ઍમ છે. ૧૪૫૦ અબજ ડોલરનુ કાળુ નાણુ પરદેશમા પડેલુ છે ઍવુ અનુમાન કરવામા આવે છે. ગયી ચૂંટણીમા ઍ પ્રશ્નને રાજનેતાઓે દ્વારા પણ ચગાવવામા આવ્યો હતો. આથી લોકોની અપેક્ષાઓ પણ વધી ગઈ છે.
                          સરકાર પાસે જે નામો આવ્યા છે તે અમુક પ્રક્રિયાઓ પુરી કર્યા સિવાય બહાર પાડી શકાય ઍમ નથી. બિજુ જેના નામો ઍમા છે તેઓે ઍ કદાચ પૈસા ઉપાડી પણ લીધા હોય તો ઍમા કઈ નવાઈ નહી કારણ કે સરકારે હજુ સુધી ઍ ગેરકાયદેસર ખાતાઓને સ્થગિત પણ કર્યા નથી.
                            રાજકારણીઓ આ પ્રશ્નને ઍક્બિજાને બ્લૅકમેલ કરવા માટે ઉપયોગ કરતા દેખાય છે. ઍમા મુખ્ય મુદ્દો તો બાજુ પર જ રહી જાય છે. વડા પ્રધાન કાળાનાંણા ને પરત લાવવાની બાહેદારી આપે છે પરંતુ ઍમની પાસે પણ કેટિલી ગેરકાયદેસર રકમ પરદેશમા પડેલી છે તેની માહિતી નથી.
                             સરકારે કાળા નાણા માટે ઍક કમિશન સુપ્રીમ કોર્ટની સૂચનાથી નિમેલુ છે જે સરકારે આપેલા નામોની પણ તપાસ કરી રહયુ છે.  તે દરમ્યાન સામાજીક વેબ સાઇટ પર ઍક બિજુ લીસ્ટ પ્રગટ થયુ છે, જેમા રાજ઼ કરતી "બીજેપી" ના નેતાઓના નાંમ પણ કાળા નાણા ની બાબતમા પ્રસિધ્ધ થયા છે. આથી પ્રશ્ન ગુચવાતો જાય છે અને ઍમા નાટકીય તત્વ ઉમેરાતુ જાય છે.
                              આથી દેશમા અસંતોષનુ મોજુ પ્રસરતુ જાય છે.   ભારતીય જનતા પાર્ટી ના નેતા સુબ્રમણિયમ સ્વામી ઍ વડા પ્રધાનને પત્ર લખી માગણી કરી છે કે પરદેશની બેન્કમા ગેરકાયદેસર રાખેલા પૈસાને દેશની સંપતી ગણી લેવાનો  વટહુકમ સરકારે બહાર પાડવો જોઈ ઍ અને ઍ પૈસા પાછા લાવવાની ભારતીય નાગરિકોને ફરજ પાડવી જોઇઍ.લિસ્ટમા જેના નામો છે ઍ બધાની સામે યોગ્ય કારવાહી કરવી જોઇઍ. ઍમા પરદેશી દેશો સાથેની ગુપ્તતાનિ કોઈ સમજૂતી લાગુ પડતી નથી.

                              આખા પ્રશ્નનોના મુળમા દેશનો ચાલી રહેલો ભ્રષ્ટાચાર પણ છે. દેશમા સરકારી નોકરો, વેપારીઓ અને રાજકારણીઓજ  ભ્રષ્ટાચાર, અને યોગ્ય કર ન ભરવાથી કાળુ નાણુ પેદા કરેછે. જે  આખરે પરદેશી બેન્કોમા પહોચી જાય છે. આથી ભારતમા મિડ્લ સ્તરે જ મોઘવારી વરતાય છે. બહારનુ આર્થિક વાતાવરણ જોઈને ભારતમા મોંઘવારી છે ઍ સાંભળીને આશ્ચર્ય જ થાય ઍવી પરિસ્થિતિ છે.  આથી દેશમા ઉત્પન્ન થતી કાળા નાણાની ટંકશાલને નાથવી ઍ વિકટ પ્રશ્ન છે.ઍક વાત ચોક્કસ છે કે કાળાનાંણા ને નાથવામા ભારત જો નિષ્ફળ જશે તો દેશ આર્થિક  રીતે પાયમાલ થઈ જશે. 

Sunday, October 26, 2014


ગાંધી જયંતિ- ઑક્ટોબર, ૨ ૨૦૧૪
                                                                                                                                                                          આ મહિનામા જ ગાંધીજયંતિ ગઈ અને ઍને ઉપચારિક રૂપે  ઉજવવામા આવી. ગાંધીવાદનુ પાલન કરવા કરતા આપણે ભારતીઓ ઍનો ઉપયોગ કરવાનુ શીખી લીધુ છે. આપણે ઍમજ માનવા માંડ્યા છેકે ગાંધીવાદ સમયને અનુરૂપ નથી અને ઍને અત્યારના અનૈતિક વાતાવરણમા ઉપયોગ થઈ શકે ઍમ નથી. ઍમા લોકોનો વાંક નથી ઍને જે રીતે રજૂ કરવામા આવ્યો છે તે પ્રસ્તુત કરનારાઓનો વાંક છે ઍમા કેટલાક વેદિયા ગાંધીવાદિઑ પણ સામેલ છે.

                                              ગાંધીજીની અહિંસાની પણ આ જગતમા ઠેકડી ઉડાડવામા આવે છે. પાકિસ્તાન અને ચીન જેવા દેશો સામે ગાંધીજીની અહિંસા હાસ્યજનક છે.  ગાંધીજી સ્પષ્ટ પણે માનતા હતા કે અહિંસા દૂષ્ટતાનિ આગળ પગવાળી બેસી જવાની સ્થિતિ નથી. જ્યા કેવળ કાયરતા અને હિંસા વચ્ચે જ પસંદગી કરવાની હોય ત્યા તેઓ હિંસાની સલાહ આપતા હતા. હિન્દુસ્તાન પોતાના અપમાનનુ લાચાર બનીને સાક્ષી બને અથવા રહે તેના કરતા તે પોતાની આબરૂ જાળવવા શસ્ત્રોના આશ્રય લેવો જ જોઈઍ.

                                                 ગાંધીજીના અર્થ વ્યવસ્થા માટેના  વિચારોં પણ સ્પષ્ટ છે.  ઍમની વિચારશક્તિ ત્રણ સીધ્ધાંતો પર આધારિત હતા. દરેકે પોતાની ફરજો દરેક ક્ષેત્રમા નીષ્ઠાપુર્વક બજાવવી જોઇઍ જેથી આર્થિક વિકાસ ત્વરિત થાય. દરેક કમાણીના તમે ટ્રસ્ટી છો ઍટલે સમાજ પ્રત્યે તમારી આર્થિક મદદ કરવાની ફરજ છે. ઍનાથિ સામાજીક ઘર્ષણને દૂર રાખી શકાય છે. ત્રીજુકે દરેક વસ્તૂમા ઑછામા ઑછા કંટ્રોલો હોવા જોઇઍ. ઍટલે માનવ વિકાસ માટે મુક્ત આર્થિક વ્યવસ્થાના તેઓ ટેકેદાર હતા. રાજ પર વધારે પડતા આધારને ઘાતક સમજતા. તેઓ મૂડી વાદ અને સામ્યવાદ ના મહાન સંયોજક હતા.
                                                  તેઓ ગીતાને જીવન માર્ગ  દર્શક સમજતા હતા અને રામરાજ્યને આધુનિક જમાનામા જડતા પૂર્વક અપનાવ્યા સિવાય તેમણે લૉક કલ્યાણનો માર્ગ સુચવ્યો હતો.  તેઓના સામાજીક વિચારો આધુનિક જમાનાને અનુરૂપ હતા. સ્ત્રી સ્વાતંત્ર,અને સ્ત્રી શિક્ષણના હિમાયતી હતા.

                                                       આખી દુનિયાઍ આજે વિકટ પ્રશ્નોના ઉકેલ માટે ઍમના વિચારોમાથી માર્ગદર્શન મેળવ્યુ છે ત્યારે આપણા દેશને માટે તેઓના વિચારો કેવી રીતે સમયને અનુકુળ નથી ઍ સમજવૂ મુશ્કેલ છે? નેલ્સન મૅંડેલા, ડૉક્ટર માર્ટિન લુથર કિંગ, ગાંધીના વિચારે સફળ નીવડ્યા છે. બરાક ઓબામા અમેરિકન પ્રમુખ ઍમના વિચારોની કદર કરે છે ત્યારે ઍટલૂ તો સમજવૂ જ રહયુ કે ગાંધીવાદ હજુ સારા વિશ્વમા જીવીત છે અને વિશ્વના વિકટ પ્રશ્નો માટે પથદર્શક છે.

                                                         અંતે ભારતીય શાંતિ નોબલ પ્રાઇસ વિજેતા કૈલાશ સત્યારથી ના શબ્દોમા કહિયેતો " હૂ મારી જાતને વધુ સન્માનિત અનુભવત જો મહાત્મા ગાંધીને પહેલા આ પુરસ્કાર અપાયો હોત." આનાથી વધુ સારી શ્રધ્ધાઅંજલી ગાંધી વિચાર અને ગાંધીવાદને હોય શકે?
                                                        ******************************

Thursday, October 23, 2014


દિપાવલી
                                                                                                                                                           દિવાળીનો  મહીમા અનોખો છે. અંધારામાથી પ્રકાશ તરફ દોરી જનારુ પર્વ, ગંદકીમાથી સ્વચ્છતામા લઇ જનારુ પર્વ, દુઃખમાથી ઉલ્લાસમા દોરી જનારુ પર્વ,  બાહ્ય અને આંતરિક મેલોને સાફ કરનારુ પર્વ છે. કુદરત પણ પુરબહાર મા ખીલવા માંડે છે. લોકોની આંખોમા ચમક આવી જાય ઍવો ઍ તહેવાર છે જેથી લોકો દીપા વલીની આતુરતાથી રાહ જુઍ છે અને ઍને નવા નવા કપડાઓ, અને આભુષણો પહેરી ઍને ઉજવે છે. જાત જાતની મિઠાઈઓ ખાઈને ઉજવે છે. આથી દિવાળીનો મહિમા આવો પણ છે.
આવી દિવાળી---
આવી દીવાળીને લાવી છે દીવા
નાવરચનાના દ્વારો ખુલ્લા કરવા
ધનવાનો માટે લાવી નવ સંદેશા
દરિદ્રો માટે થોડો થોડો ત્યાગ કરવા
આવી દિવાળી---
મજદુરો માટે લાવી નવ આશા
વધુ પસીનો વહાવી વધુ સમરુધ્ધિ મેળવવા
લોકસેવકો માટે લાવી નવી પ્રેરણા
ત્યાગની ભાવનાથી વધુ સેવા કરવા
આવી દિવાળી---
આવોસાથે મળી ઍક અવાજે વાતો કરિયે
ઍકતા અને પરિશ્રમ દ્વારા દેશને આગળ લઈ જઈ ઍ
આવી દિવાળી---
ભારત દેસાઈ
                                 **********************************

Saturday, October 11, 2014



 સૌરાષ્ટ્ર


                                                                                                                                                     (Rukhmani Temple-Dwarika)


                                                                 
                                                                                       આસૌરાષ્ટ્રની રસધાર પવિત્ર ભૂમિ છે
                                                                                      જ્યા કલાપીનો કલારવ ગુંજ્યો તો
                                                                સ્વતંત્રતાનો શંખનાદ જ્યાથી મેઘાણી ઍ ફૂક્યો તો
                                                                                      ઍવી સૌરસ ભરી આ પવિત્ર ભૂમિ છે
                                                                                      આ સૌરાષ્ટ્રની---
જ્યા જલારામ બાપુઍ વાણી વહાવી હતી
નરશી મહેતા જ્યા પ્રભુ ભક્તીથી નાહ્યાતા
ભગવાન કૃષ્ણે જ્યા દ્વારિકા વસાવી હતી
ઍવી  આ શોરઠની પુણ્ય ભૂમિ છે
આ સૌરાષ્ટ્રની---
                                                                               
                                                   ( Lions in Safari park- Gir forest)                                    
                                                                                 હજુ પણ ગરવો ગીરનાર જ્યા ઉભો છે
                                                                                 તળેટીમા સાવજની જ્યા ત્રાડ સંભળાય છે
                                                                                 હજુ પણ સાગરને કિનારે સોમનાથના ઘંટારવ થાય છે
                                                                                 ઍવી રસ તાલ સૌરાષ્ટ્રની ભૂમિ છે.
                                                                                 આ સૌરાષ્ટ્રની---
                               
                                  (Before Bhavnath Temple and Girnar in the background- Junagadh)

                                                          (On the Sea shore of Somnath)
ભારત દેસાઈ

                     *************************

Thursday, October 9, 2014



પ્રભુ ક્યા નથી?


                                                                                                           
                                                                                                              " જાહિદ શરાબ પીને દે
                                                                                                                 મસ્જિદ મે બૈઠ કર
                                                                                                                  યા વો જગહ બતાદે
                                                                                                                   જહા ખુદા નહી"
                                                                                                                   -મિર્જા ગાલિબ-
ત્યાર બાદ ઈકબાલે લખ્યુ
" મસ્જિદ ખુદા કા ઘર હૈ
   પિનેકી જગહ નહી
   કાફિર કે દિલંમે જા
   વ હા ખુદા નહી"
                                                   અને ત્યારબાદ૨૦મી સદીમા ફરાઝે ઍના જવાબમા લખ્યુ
                                                                  " કાફિરકા દિલસે આયા હૂ
                                                                      મે ઍ દેખ કર ફરાઝ
                                                                       ખુદા મૌજુદ હૈ વહા
                                                                       પર ઉસે પતા નહી"

ઍટલે થયુ-
હરિ તને દેખુ હર ચેતનમા
હર પલ ઍક નયા રૂપમા
વાયુના સુસવાટે તારો સંચાર છે
વીજળીના ઝબકારે તુ તો દેખાય છે
હિમ શીખરોના સૌદર્યોમા તુ
વહેતા ઝરણાના સંગીતમા તુ
જીવનભર શોધી રહ્યો હૂ તને જગમા
ક્યારનો તુ બેઠો મારા અંતરમા
હરિ તને દેખુ---
ભારત દેસાઈ


                                                  આજ બતાવે છેકે સર્વ ધર્મો માને છે કે પ્રભુ સર્વત્ર છે.

                                               
                               **************************************