કુદરતનો આક્રોશ
આજકાલ કુદરતે એનો આક્રોશ જગાવી દીધો છે. જ્યાં ઠંડી પડતી હોય ત્યાં ગરમી અને ગરમીની જગાએ તોબા કરાવી દે એવી ઠંડી પડે છે. એ પણ કુદરતની વિચિત્રતા છે. એને વિજ્ઞાનીકો એને ક્લાઈમેટ બદલાવ કહે છે. આશ્ચર્યની વાત તો એછે કે રેતાળ પ્રદેશોમાં પણ હવે ધોધમાર વરસાદ પડે છે અને પૂર આવી રહ્યા છે. ઉત્તર ધ્રુવના ઠંડા પ્રદેશમા પણ ગરમીનો પરિચય થઇ રહે છે. આને કુદરતનો ખોપ માનવો કે કુદરતની આડાઈ માનવી .
પણ પૃથ્વી અને કુદરત સાથે કેર વર્તાવ્યો છે. જમીનોને ખોદી એના પાર અત્યાચાર આદર્યો છે. જંગલો કાપીને પૃથ્વીને બોળીમનુષ્યોએ કરવામાં બાકી નથી રાખ્યું. મોટા બંધો બાંધીને પાણીના વહેણ બદલી કાઢ્યા છે. દરિયા કિનારે મકાનો અને કોંક્રિટના જંગલો ઉભા કરી દીધા છે એ દરિયાના પ્રવાહોને અટકાવી એને આક્રમક બનાવી રહ્યા છે . આવા ઘણા કારણો છે કે કુદરત રૂઠી હોય એમ લાગે છે. અતિશય વરસાદ ક્યાંતો દુકાળ ઉભો કરે છે. અતિશય બરફના અને સ્નો ના તોફાનોએ પૃથ્વીને રોળી નાખી છે. અમેરિકા જેવા સમૃદ્ધ દેશો વારે ઘડીએ કુદરતના ખોપનો ભોગ બની કરોડો ડોલરનું નુકશાન ભગવી રહ્યા છે. ત્રાહિ ત્રાહિ પોકારી રહ્યા છે.
ઘણીવાર કુદરતના ખોપને લીધે વરસાદ વર્ષો સુધી પડતો નથી અને લોકો પ્રાર્થના કરવા માંડે છે.
મેઘ
====
મેઘ મન મૂકીને વર્ષી લે
સૂકી ધરાને થોડી ઠંડક દઈ દે
તળાવો સુખા અને નદીઓ છે વેરાન
તારા નિર્મલ જળથી એના ઉર ભરી દે
મેઘ મન મૂકીને ---
પાકો તારી રાહમાં લાગ્યાછે કરમાવા
એને તું તારા અમૃત જળથી નવજીવન દે
આગ ઝરતી ગરમીથી ધરા પણ ત્રાસી ગઈ છે
એ પણ ધીરજ ગુમાવી ધુણવા લાગી ગઈ છે.
મેઘ મન મૂકીને---
માનવોના અત્યાચારોથી તું રૂઠી ગયો છે આજે
ગરીબ બિચારી ધરાને ત્રાસ દઈ રહ્યો શા કાજે.
મેઘ મન મૂકીને ---
એવો વખત નહિ આવે કે કુદરતની દરેક વસ્તુઓ માટે મનુષ્યોએ આવી આજીજી ન કરવી પડે જે સરળતાથી મળી રહેતી હતી.
**************************************
.jpg)

.jpg)
No comments:
Post a Comment