Sunday, February 3, 2013



સુખ અને દુખ
========
                                                   સુખ અન દુખ મનુષ્યની દ્રષ્ટીના બે વિભાગ છે. અનુકુળતા  ઍટલે સુખ અને પ્રતિકૂળતા ઍટલે દુખ. આથી સુખ અન  દુખ ઍ મનમા પ્રવર્તતી સ્થિતિ છે. ઘણીવાર આપણે દુખ માટે પ્રભુને દોષ દઈઍ છે. પરંતુ ઘણીવાર  દુખ પણ આપણે માંગી લીધેલુ હોય છે. કોઈના સુખને જોઈને અને તેની સાથે રહેલા દુખને  જાણ્યા વગર સુખને માંગી લીધેલુ હોય છે. આથી દરેક સુખની સાથે દુખને જોઈ ત્રાસી જવાય છે. ઍમા પ્રભુનો શો વાંક? પ્રભુ આપણને જન્મ આપે અને પછિ મોત આપે તે પણ દુખ રૂપ હોય છે. આથી પ્રકૃતીને બદલવા કરતા આપણે બદલાવવાની જરૂર છે.
                                                   આનો સહેલો ઉપાય છે કે પ્રભુ આપે ઍમા સંતોષ હોવો જોઈ ઍ.  આપણા દુખનુ મૂળ તો આપણી મનોવ્રુત્તિ જ હોય છે. કોઈની પાસે મારા કરતા વધારે છે ઍ દુખનુ કારણ છે અથવા મારા કરતા કોઈની પાસે વધુ ન હોવુ જોઇઍ ઍમ માનવુ ઍજ બધા દુખોનુ કારણ છે.
                                                   આપણી પાસે જો બધુ ન હોય તો નરસી મહેતાની જેમ માનવુ કે " ભલુ થયુ ભાંગી જંજાળ સુખે ભજીશુ શ્રી ગોપાલ" તો દુખનુ કારણ રહેશે નહી.  ગીતામા કૃષ્ણ ઍ કહ્યુ છેકે "દુખનુ કારણ ઈર્ષા પણ હોય છે. કોઈની સાથે હરીફાઈ કરવી ઍ યોગ્ય છે પરંતુ હરીફ પાછળ રહી જાઇ ઍમ ઈચ્છવુ ઍ ઈર્ષા છે" આથી ઍવી મનોવરત્તિનો ત્યાગ કરવો ઍમા જે સુખ રહેલુ છે.  ગાંધજી ઍ કહ્યુ છેકે ' ભગવાન જેના પર ઍનો આશીર્વાદ વરસાવવાનો હોય તેની બરાબર પરીક્ષા લે છે"  આથી દુખને આફત માણવા કરતા આપણને વધુ મજબૂત અને યોગ્ય બનાવવાના આશીર્વાદ માનવુ. આવા દ્રષ્ટિકોણથી જીવન આનંદમય બની રહે છે.
                                                આથી ભગવાન જે આપે તે આનદથી સ્વીકારી લેવુ. ઍનો અર્થ ઍ વો નથી કે પ્રયત્નો પણ ન કરવા. પ્રયત્નો કરવાથી પણ જે મળે તે સ્વીકારી લેવુ કારણકે  કુદરત કહો કે પ્રભુ આગળ્ આપણી મર્યાદાઓ છે. આ બાબતમા ઍક કવિ ઍ ક્યુ છે કે " મને ઉદાસ જોઈને ખુદા ઍ કહ્યુ ' મારી હયાતી મા તને કોઈ દુખી નહી કરી શકે.' ઍમ જ.બન્યુ!
'જીવનમા દુખો મળ્યા  ઍ  ઍણે આપ્યા.'  આમા માનવીની બેબસતા કરતા મર્યાદાની વાત છે. આથી દુખોને આનંદ પૂર્વક અપનાવી લેવામા જ સુખ સમાયેલુ છે.
                        આથી સુખ દુખને પ્રભુને ચરણે ધરી દેવા અને જીવનનો આનંદ માનવો.
પ્રભુજી તારે શરણે આવ્યો છુ-
તે આપેલા સુખ દુખ, તને ધરવા આવ્યો છુ
ભકતોને કાંટા અને દૂરજનોને ફૂલમાળા
તારિઍ અજબ લીલાને સમજવા આવ્યો છે
પ્રભુજી તારે શરણે આવ્યો છુ-
ભારત દેસાઈ
                      ****************************************************

Saturday, January 26, 2013












ડીઍનઍ અને જીન
============
                                 ડીઍનઍ અને જીન  સાયન્સે  મેડિકલ વિભાગમા અદભૂત પરિવર્તન લાવ્યા છે. કેટલાઓ ગુનાઑ અને સામાજીક પ્રશ્નોને ઉકેલવામા મ દ દ કરી છે. ભૂતપુર્વ  ગવર્નર ઍન ડી તિવારી ને જ્યારે ઍમના લોહીના નમુના  ઉચ્ચ અદાલતે ઍક  વિવાસ્પદ કેસમા આપવાની ફ્રરજ પાડી ત્યારે મોટો હોબાળો મચી ગયો હતો. ઍમની આનાકાની પણ તદ્દન  સમજી શકાય ઍમ છે કારણકે ઍમના પિતૃત્વની  પરીક્ષા ઍમના ડી ઍન ઍ  દ્વારાજ થઈ શકે ઍમ છે.
                                  ઍજ પ્રમાણે  ગુગલના  સ્થાપક સરજી બ્રિનની પત્નીને જ્યારે ઍમના જીન રિપોર્ટ પરથી ખબર પડીકે ઍમના જીનમા અમુક ઉણપો છે જેનાથી ઍમના બાળકોને અમુક રોગો થવાના સંભવ છે તો ઍણે અત્યારથી ઍ પ્રમાણે કાળજી પોતાના બાળકોની લેવા માંડી છે.  પરંતુ  સાયન્સની આગેકૂચે કેટલીક બાબતોને ગુચવાડા ભરી બનાવી દીધી છે. દરેક વસ્તુની માહિતી વખતસર થવી જોઇઍ. જલ્દી કે વિલંબમા ગુંચવાડો ઉભો થાય છે. લોકો માટે ચિંતાનો વિષય બની જાય છે. જીન શોધનો ઉપયોગ ઍવા રોગો માટે થવો જોઇઍકે જેના માટેના પગલા તર્ત લેવાની જરૂરીયાત હોય. ભવિષ્યના થવાના રોગોની આગાહિથી હાયતોડો કરવાથી શુ ફાયદો?
                                   તેથી ઘણા ડોક્ટોરોને નિષ્ણાતો માને છેકે જીન વિશેની માહિતી વેબ પર જ રાખવી જોઇઍ અને જરૂરીયાત પૂરતી જ માહિતી દરદીને પુરી પાડવી જોઇઍ. ઍક વાત ચોક્કસ છેકે જીનની લગતી શોધોઍ શરીર શાસ્ત્રનો ભંડારો ખોલી નાખ્યો છે. પરંતુ દરેકને ડીઍનઍ અને જીન વિષે જાણવાની ઉત્સુકતા તો જરૂર થાય જ !
                                   માનવીના શરીરના બધા જીનોની શોધખોળમા ૨.૭ બિલિયન ડૉલર્સ વાપરવામા આવ્યા છે. ઍક ચમચી લોહી ને અમુક રસાયણ સાથે ભેળવી ડી ઍન ઍ મેળવ્યા બાદ મશીન દ્વારા માનવીના સંપૂર્ણ જીનો વિષે માહિતી મેળવી શકાય છે.  ૨૧ જીનોની ઉણપ દ્વારા જાણી શકાય કે કઈ સ્ત્રીઓના સ્તન કૅન્સરની  કઇ જાતની કેમીઓથેરેપિ વડે સારવાર આપી શકાય. આથી ઘણો ખર્ચો બચી જાય છે.  ઍપીઑઈ૪ જીન બાળકમા હોય તો ઍને મગજને લાગતો રૉગ થવાઁની શક્યતાઑ વધી જાયછે. આથી હવે ડાયાબિટીસ, કૅન્સર, અન પારકિનસન જેવા રોગોની આગાહી જીન સાયન્સ પરથી કરી શકાય છે. પરંતુ આગાહીઓ માનવીના જીવનને સુખી કરવા કરતા દુખી વધારે કરે છે. કારણકે ઍનો નજદિકમા કોઈ ઉપાય હોતો નથી. આ બતાવે છેકે ઘણીવાર જાણકારી કરતા અજાણતા આશીર્વાદ રૂપ બની રહે છે.  તે છતા માનવીના આરોગ્યમા જીન શાશ્ત્રે  ક્રાંતિ લાવી દીધી છે.
                                              ****************************

Saturday, January 19, 2013











ભારતની વિષમ પરિસ્થિતિ
=================
તાજેતરના ગેંગ બાળાત્કારના બનાવ બાદ ભારતની આબરૂનુ ધોવા ણ થઈ ગયુ છે. લોકોમા અને સ્ત્રીઓમા પણ અસલામતીની ભાવના ઉત્પન થઈ છે. વહીવટ અને ન્યાય તન્ત્રોના વિલંબને કારણે લોકોમા રોસ ભભુકી ઉઠ્યો છે.
                               ભારતની નાણાકીય, આંતરિક, અને આંતરાસ્ટ્રીય પરિસ્થિતિ પણ વિકટ બની રહી છે. પાકિસ્તાન, ચીન, નેપાળ, અને બાંગ્લાદેશ જેવા વિરોધી  દેશો વચ્ચે ભારત ઘેરાયેલૂ લાગે છે. દેશમા ભ્રષ્ટાચારે માજા મૂકી છે અને મોંઘવારી પર કોઈ કાબૂ નથી રહ્યો. ધનવાનો અને ગરીબો વચ્ચેનો તફાવત વધતો જાય છે.
                                ૨૦૧૨મા નિકાસમા ૭.૪%નો ઘટાડો થયો છે. પેટ્રોલ અનેસોનાની માંગને કારણે દેશ પર નાણાકીય બોજ વધતો જાય છે. જીડીપી ઘટીને ૨૦૧૨ મા ૫.૩% પર રહ્યો છે.  કરંટ અકાઉંટ  ડેફિસિટ  જીડીપી ની ૫% છે.  ઍ ૧૯૪૯ ના આંકડાઓ કરતા પણ ખરાબ છે.  આ પરિસ્થિતિની અસર રૂપિયા પર થઈ છે અને રૂપિયો ડૉલર સામે રૂપિયા ૫૫ પર પહોચ્યો છે. નિષ્ણાતોનુ માનવુ છેકે રૂપિયાની કિંમત ઘટીને ૬૦ સુધી પહોચી શકે છે. કરંટ અકાઉંટ ડેફિસિટ ૨૨.૩ બિલિયન ડૉલર સુધી પહુચિ ચૂકી છે. આ બતાવે છેકે ભારત નાણાકીય સંકટ નો સામનો કરી રહ્યુ છે.
                                 આ વિષમ સંકટોમા થી બચવા માટે પ્રામાણિક અને લોખંડી નેતાની  જરૂરીયાત છે. ત્યા સુધી ભગવાન જ  ભારતને બચાવે.
                                 *****************************************

Tuesday, January 8, 2013



ગુલામી કાળના કાયદાઓ
====================
                                          ભારત હજારો વર્ષોથી ગુલામ હ્તુ અને અંગ્રેજોઍ ભારતને વ્યવસ્થિત રીતે ગુલામ બનાવ્યુ હતુ. ઍમણે આપણા લોહીમા ઉતારી દીધુ છે કે ઍમણે સ્થાપેલી બધી વસ્તુઓ ઉત્તમ છે અને ભારતીય બધી વસ્તુઓ ઉતરતી કક્ષાની છે. તેથી આપણી આધુનિક પેઢી પણ ઍમાથી બહાર આવી નથી. સ્વતંત્રતાને માણવા માટે સ્વતંત્ર માનસિક અવસ્થાની જરૂરત છે. આવતી મુક્ત પેઢીજ કદ્દાચ ઍ અવસ્થામાથી ભારતને મુક્ત કરાવશે.
                                    ભારતમા હજુ પણ અંગ્રેજી યુગના ઘણા કાયદાઓ ચાલુ છે. આપણા બંધારણમા, ક્રિમિનલ અને સિવિલ કાયદાઓમા, ન્યાય પધ્ધતિમા હજુ પણ અંગ્રેજી કાયદાઓં અને પધ્ધતિઓ ચાલે છે.
                                    અમેરિકા અને આધુનિક દેશોમા, ખરાબ રીતે ઘાયલ લોકોને, કે પછિ જીવલેણ હુમલામા મદદ કરવી ઍ લોકસેવાનુ કાર્ય ગણવામા આવે છે જ્યારે ભારતમા ઍને કાયદાની ચુગાળમા ફસાવા સમાન માનવામા આવે છે. આથી માનવતા ભૂલી કોઈ ઍમા પડવા માંગતુ નથી. અરે ગુનેગાર પકડાઈ જાય તો પણ ઍને સજા થતા વર્ષોના વર્ષો નીકળી જાય છે. અને સાક્ષીઓને હેરાન ગતિનો પાર હોતો નથી. આથી ઍવા દાખલાઓમા કોઈ જલ્દી મદદ કરવા આગળ આવતુ નથી. ઍ ભારતીય વ્યવસ્થા પધ્ધતિની કમનશીબી છે.
                                     દાખલા રૂપ અત્યારના જ સમુહ બાળાત્કારના કૅસમા દિલ્હીના રસ્તા પર ઘાયલ  સ્ત્રી નગ્ન અવસ્થામા લાંબો સમય પડી રહી ઍ શરમ જનક ઘટના હતી.  ઍની પાછ ળ કાયદાની ચુંગાળમા ન ફસાવવાની લોકોની વૃત્તિ જ કામ કરી ગઈ હતી. પોલીસો પણ ઍ સ્ત્રીને મદદ કરવામા વિલંબ કર્યો હતો કારણકે તેઓ કાયદાની ચુંગાળમા ફસાયેલા હોય ઍવી વર્તનૂક કરી હતી.
                                    આથી કાયદાઓને સમય પ્રમાણે બદલવાની જરૂરીયાત છે. જૂના કાયદાઓંનુ અવલોકન કરી નવા કાયદાઓ બનાવવાની પણ જરૂરીયાત છે. ઘાયલ અને વીપત્તિમા આવેલા લોકોને પહેલા મદદ મળવી જોઇઍ, પછી કાયદાકિય પ્રક્રિયા થવી જોઇઍ.  નાગરિકોઍ પણ આવા કિસ્સાઓમા ઍમની ફરજ જરૂર પડે તો બલિદાન આપિને બજાવવી જોઇઍ. સ્વતંત્રતા હમેશ  દેશવાસીઓનુ બલિદાન માગે છે.
આથી કહેવાય છેકે-
સ્વાતંત્રતા
---------
સ્વાતંત્ર વીરો પોતાનુ  ફના કરી સ્વાતંત્ર અપાવી ગયા
ઍને જાળવવાની  ફરજ દેશવાસીઓને   સોપતા ગયા
મેળવવા જેટલુ આપ્યુ ઍનાથી જાળવવા વધુ જોઈશે
કારણ કે  સ્વતંત્રતા કદી મફતમા ક્યા મળે છે?
તમે ઍને રક્ષણ ન આપો, તો ઍ પાછી ભાગી જશે.
ભારત દેસાઈ
                                         =============================

Sunday, December 23, 2012












બળાત્કાર
======
                             દુનિયામા બળાત્કારના  કિસ્સાઓ બધે જે બનતા હોય છે. ઍમા ધનિક,  ગરીબ, અભણ  કે  અશિક્ષિત દેશોમાથી કોઈ પણ અપવાદ નથી. ઍમા કામ ભૂખ અને આધુનિક જમાનાની વિકૃતિઍ કેરોસિન જેવો પદાર્થ નાખી ઍ આગને ભડકાવી છે.
                            થોડા દિવસ પહેલાજ દિલ્હીની ઍક બસમા કરુણ બળાત્કારનો કિસ્સો નોધાયો છે. ઍમા છ નારાધમોઍ ઍક પછી ઍક ૨૩ વર્ષની  યુવાન સ્ત્રી પર બળાત્કાર કરી અર્ધનગ્ન અવસ્થામા છોડી દીધી હતી. કોઇઍ ઍના શરીરને ઢાંકવાનો પણ પ્રયત્ન ન કર્યો. ઍને હોસ્પિટલમા  લઇ જવાની દરકાર પણ ન કરી. ઍનો ગુનો ઍ હતો કે ઍ મિત્રને મળી ઘરે જવા માટે  ખોટી બસમા ચઢી ગઈ હતી.
                             હજુ પણ ઍ કેટલી વાર ઍ ભયાનક  પ્રસંગને યાદ કરી બેભાન થઈ જાય છે. ઍના આંખમાથી હજુ પણ આન્શુઓ સુકાતા નથી. ઍના ભવિષ્યમા ઍને અંધકાર જ દેખાય છે.
                              ઍ બાળાત્કારને કારણે આખો દેશ ધ્રુજી ઉઠ્યો છે. ભારતની રાજધાનીમા પણ મહિલાંઓની કોઈ સલામતી નથી. ઍનાથિ સારો સમાજ કંપી ઉઠ્યો છે. મહિલા સમાજે, અને મહિલા સંસ્થાઓે ઍ દેખાવો યોજ્યા છે. મહિલા અને અન્ય નેતાઓે ઍ લોકસભામા અને રાજ્યસભામા  હંગામો મચાવ્યો છે. પોલીસ પણ જાગૃતિ પૂર્વક તપાસ ચલાવી રહી છે. ગુનેગારો પકડાઈ પણ જશે પરંતુ પછિ શુ?   ઍ મોટો પ્રશ્ન છે.
                              લોકોની માગણી છે કે ' કાયદાઓ બદલી ઍને સખત બનાવી  ગુનેગારોને સખત સજા થવી જોઇઍ જેથી ગુનેગારો પર ધારી અસર થાય અને આવા બનાવો બનતા અટકી જાય.  ઍ કોઈની તો બહેન હશે અથવા કોઈ ની પુત્રી હશે ઍમ માનીને ચાલવા કરતા આપણી પુત્રી અને બહેન માની સખ્ત કાયદા માટે બધોજ સહકાર આપવો જોઈેઍ.

આવી હેવાનિયતભરી ઘટનાને કારણે પ્રભુ પણ ઘણો દુખી હશે!  આથી
ઍના અનુસંધાનમા લખુ છુ.
માધવ તારી આંખોમા-----
માધવ તારી આંખોમા આંસુઓ  દીઠા છે અપાર
માનવો ઍ મૂકી માનવતા તેથી તૂ છે લાચાર
માધવ તારી આંખોમા---
ધોળે દિવસે રસ્તા વચ્ચે અબળાઓ લૂટાઇ છે
રાત્રીના અંધકારમા કેટલા ઍ દેહો ચુંથાઈ છૅ
નરાધમોની ઈચ્છા ચાલે ને સજ્જનો ઘરમા થથરે છે
દૂરજનોની વાહ જોઈને ધર્મ બિચારો કંપે છે
માધવ તારી આંખોમા ---
ક્યા લગી તૂ મુગો મુગો જોતો રહેશે આવા પાપચાર
ક્યા લગી તૂ મંદિરેથી  જોતો રહેશે આવા અત્યાચાર
હવે તો પાર્થને કહી દેકે ચઢાવે ઍના ધનુષ બાણ
વીંધી નાખે પાપીઓને સ્થાપવા ધર્મ તણો આચાર
માધવ તારી આંખોમા---
ભારત દેસાઈ
                                                 


                                                *********************************

Thursday, December 20, 2012












ભારતનુ સૌદર્ય
--------------
પ્રભુઍ ભારતને ખોબે ખોબે ભરીને કુદરતી સૌદર્ય આપેલુ છે. ઉત્તરમા હિમાલય દક્ષિણમા કન્યાકુમારી તો પૂર્વમા બંગાળનો મહાસાગર અને પશ્ચિમમા પશ્ચિમઘાટની ગીરીમાલાઑ પથરાયેલી છે. ઍના સૌદર્ય નો  આનંદ  અદભૂત છે. ઍ બધામા  ઉત્તરમા હીંમાલયમા ઍવરેસ્ટ  અને કાંચનજંઘાના હિમાદિત શીખરોનુ પ્રભાતનુ  સોનેરી સૌદર્ય સ્વર્ગમય હોય છે. ઍના વિષે  લખવા માટે શબ્દો નથી પરંતુ લખવા નમ્ર પ્રયત્ન કર્યો છે.
કાંચનજંઘા
----------
વહેલી સવારનો સમય હતો
પર્વતો ખેડીને આવ્યાનો શ્રમ હતો
શીતલ હવા છરીની જેમ તીવ્ર હતી
મુખમાથી ગરમ વરાળ  વહેતી હતી
વહેલી સવારનો---
સૂર્યોદય થવાની થોડી વાર હતી
જાણે અંધારુ સરકતુ હતુ
ત્યાતો થયો અદભૂત ચમકારો
સુવર્ણમય બની ગયુ શીખર સારુ
ધરતી પર જાણે સ્વર્ગ સર્જાયુ
વહેલી સવારનો સમય હતો
હદયે સ્વર્ગ દ્વારે પહુચવાનો આનદ હતો
ભારત દેસાઈ

દક્ષીણમા કન્યાકુમારીનો સાગર જ્યા સ્વામી વિવેકાનંદ સત્યની ખોજમા  બેઠા હ્તા. ત્યાનો સુર્યાસ્ત પણ અદભૂત હોય છે.
કન્યાકુમારી
-----------
જ્યા ત્રણ સાગરોનુ મિલન થાય
ત્યા ભૂરા, ભૂખરા, લીલા રંગોની રંગોળી રચાય
જમીનનો ઍક  ટુકડો જ્યા સાગરને વીંધે
ત્યા દેવિ કાન્યાકુમારીનુ સ્થાન કહેવાય                                      
જ્યા ત્રણ---
ક્ષિતિજ સુધી છે  પાણી પાણી જ્યા
વચ ટાપુ પર  છે મંદિર ત્યા.
ઍક સંતે લગાવી હતી ધૂણી જ્યા
ભારતના આત્મ સન્માનની કરવા ખોજ અહા
જ્યા ત્રણ---
સુર્યાસ્ત જ્યા સપ્ત રંગોમા થાય
દૂર દૂર અગન ગોળો  સરકી જાય
જ્યા સપ્ત રંગોની રંગોળી પુરાય
આભ મંડળમા જાણે સ્વર્ગ રચાય
જ્યા ત્રણ સાગરોનુ---
ભારત દેસાઈ
                                    ==============================

Monday, December 3, 2012


અમેરિકા ઍટલે જ અમેરિકન
==================
ભારતમા લોકો અમેરિકાની સમૃધ્ધિ પર આફરીન છે પરંતુ ઘણાને ઍ ખબર નથી કે ઍ સમૃધ્ધિ અમેરિકનો પર આધારિત છે. ઍટલા માટે અમેરિકનોને સમજવાની જરૂરત છે. અમેરિકનો ઘણા પ્રેરણાદાયી છે. ઍ ખાસિયતો ઍમને ઇતિહાસીક વારસામા  મળેલી છે.અમેરિકનો ઘણા સાહસિક,  જબરી મહેનત કરનારા, અને  કલ્પનાને  હકીકત બનાવનારા છે. ઍ લોકો જીવનમા ડર વગર જંપલાવનારા છે. ઍટલે કે નિષ્ફળતાને પાચાવનારા છે. બેંજામીન ફ્રેક્લીનની જેમ પ્રયોગો કરીને ઍમાથી સફળતા મેળવવાંનો આત્મવિસ્વાસ ધરાવે છે.
               અબ્રાહમ લિંકનની જેમ સફળતા માટે દુશ્મનોનો પણ ઉપયોગ કરી જાણે છે. પૈસા કમાવવા માટે ગમે તે તળજોડ કરવા તૈયાર છે. રેનાલ્ડ રેગન માનતા હતા કે અમેરિકનો મુળભુત રીતે  ઉમદા,   અને ઉદાર, પ્રજા છે.  તે ઉપરાંત અમેરિકાની રચના કોઈ જાતી, વિચાર, કે ધર્મ,પર થયો નથી ઍટલે ઍનૂ ભાવી  અજોડ જ રહેશે. લિંકનના કહેવા પ્રમાણે  ગમે તેવા વાતાવરણમાથી આવેલા માણસોને પણ અમેરીકામા  ઍમનુ ઉંચ ભાવી લાગે છે. આથી અમેરીકામા મહત્વકાંક્ષી ઍવા વસાહતીઓની ભૂમિ બની રહી છે. અમેરીકામા રહી પોતાના મૂળને સાચવી દરેક અમેરિકન જીવી શકે છે ઍ મહત્વની વાત છે. યૂરોપીયન લોકો પહેલ કરવામા ઘણા નબળા પડે છે પરંતુ અમેરિકનો કહ્યા સિવાય કરનારી પ્રજા છે. અમેરિકોનોને માટે સમૃધ્ધિ, સ્વતંત્રતા, અને સાહસીકતા સમાનતા કરતા પણ વધારે મહત્વના છે. અમેરિકનો માટે  સ્વતંત્ર દ્રષ્ટી મહત્વની છે. વધારે પડતી સરકારી દરમ્યાનગીરીથી અમેરિકનો નો સ્વાસ રૂંધાય છે.  દરેક અમેરીકન નાગરિક સ્વતંત્રતાની કિંમત ચૂકવવા તૈયાર છે.   આથી અમેરિકાની આંધળી નકલ કરવા કરતા ભારતીયોયે અમેરિકન પ્રજાના ગુણ ઉતારવા આવશ્યક છે.
                                           *******************************