Tuesday, February 4, 2014

આધિપત્ય

                                                                                                                                                   ૨૦૧૪ મા લોકસભાની ચૂટણી  આવી રહી છે, ઍથી સત્તા માટેની લડાઈ વિવિધ પક્ષો વચ્ચે શરૂ થઈ ગઈ છે. ઍમા ધન અને સત્તાના આધિપત્ય નો સવાલ છે. ગાંધીજીને મન ધનવાનો લોકોના ટ્રસ્ટીઓ સમાન હતા આથી ઍમનુ મોટા ભાગનુ ધન લૉકહિતમા વાપરાવવુ જોઇઍ ઍમ માનતા, જ્યારે સત્તા લોકસેવા માટે વાપરવી જોઇઍ ઍવો ઍમનો મત હતો. આજેતો ઍનાથી ઉંધુ જ ચાલી રહ્યુ છે. ધન લોકોના શોષણમા વપરાય છે અંને સત્તા ઘણુકરીને પૈસા ભેગા કરવા અને લોકોને દબાવી શોષણ કરવા માટે ઉપયોગ કરવામા આવે છે. ધારાસભ્યો અને લોકસભાના સભ્યોંની વફાદારીને ખરીદવામા પેસાનો ધોધ વહેવડાવવામા આવે છે. આખરે તો બધામા આધિપત્યનો સવાલ હોય છે. ઍક પર બીજાનુ મહત્વ ઍ  આ ચાલી આવતો સંગ્રર્ષ છે.
 આધિપત્ય
========
ઍકપર બીજાનો પ્રભાવ ઍ સત્તાની લીલા છે
નબળા પર બળવાનનો જુલમ ઍ પણ ઍક લીલા છે
બુધ્ધિવાનો બુધ્ધિ થકી પોતાના વિચારો ઠોકી દે છે
સત્ય અસત્યનુ ભાન ભૂલી  ઘણા સ્વીકારી લે છે
ધનવાનોની ધન લીલામા કેટલાઓ સપડાઈ જાય છે
સારા નરસાનુ ભાન ભૂલી લક્ષ્મીને શરણે જાય છે
ધર્મગુરૂઓની અબાધિત સત્તા ધર્મને નામે ઉપજ હોયછે
નિજ સ્વાર્થ કાજે ધર્મને  મચડી, અસત્યને સત્ય બતાવાય છે
બધા પાપાચારોમા મુળમા  કોઇ અબાધિત સત્તા હોય છે
આવી વિવેક હિન સત્તા નાશને પંથે લઇ જાય છે
આથી મર્યાદા વિહીન ધન અને સત્તા આધિપત્ય લાવે છે
પણ ઍનો દુરાચાર કરનારનો નાશ જરૂર  લાવે છે
ભારત દેશાઇ
                               આથી સત્તા અને ધનનો સદઉપયોગ થાય ઍ જરૂરી છે નહી તો વર્તમાનના બધા દૂષણોનો કોઈ અંત નથી.
                                  ********************************************************

Tuesday, January 7, 2014


અગ્નિ
                                                                                                                                                       અગ્નિનો મહિમા આપણા પુરાણો ઍ પણ ગાયો છે.ઍને દેવો જેવી પવિત્રતા પણ અર્પણ કરી છૅ. ઍની પાછળ વિજ્ઞાનિક કારણો છે. અગ્નિ પૃથ્વી પરના જીવનનો મુખ્ય આધાર છે. અગ્નિની ગરમીથી પૃથ્વી પર જીવન ટકી રહ્યુ છે નહી તો પૃથ્વી આજ સુધીમા બરફોના ઢગલાઓમા આળોટતી હોત.
                                                               અગ્નિના કેટલાક ગુણો ઘણા નોંધનીય છે. અગ્નિ જેમ આકાશમા ઉપર જાય તેમ તેની શક્તિ વધતી જાય છે પરન્તુ  સ્વરુપ નરમ થતુ જાય છે. મનુષ્યો ઍ પણ જેમ ચડતી થાય તેમ નમ્ર બનવુ જોઈયે. અગ્નિ પોતે બળીને બીજાને ગરમી આપે છે.તેમ મનુષ્યે પોતે ભોગ આપી લોકોને સુખ આપવુ જોઇઍ. અગ્નિ વાતાવરણમાથી અશુધ્ધિ દૂર્ર કરેછે  તેમ મનુષ્યે પણ વાતાવરણ ને શુધ્ધ બનાવવુ જોઇઍ.
                                                                હિન્દુઓ અને પારસીઓ અગ્નિને પવિત્ર  માને છે . પારસીઓ તો ઍમની અગીયારિમા અગ્નિની પૂંજા કરે છે. હિન્દુઓ યજ્ઞ અને પૂંજા પાઠ દ્વારા અગ્નીની પૂંજા કરતા રહે છે
 આખરે અગ્નિ  શુ છે?
અગ્નિ--
અગ્નિ અંધકારના પ્રકાશમા છે
પ્રકાશની અદભૂત શક્તિમા છે
દિપાવલીના દિવાઑમા છે
તો ચિતાઓની જ્વાલાઓમા છે.
અગ્નિ--
સૂર્યની પ્રચંડ શક્તિઓમા છે
તો જબુક્તા તારાઓના પ્રકાશમા છે
ઍ ક્યા નથી  ઍ શોધવુ મુશ્કેલ છે
કારણકે ઍ પ્રાણી માત્રના ઉદરમા છે
અગ્નિ--
ભારત દેસાઈ
                                                 ********************************

Sunday, January 5, 2014



માનવી અને માનવતા
                                                                                                                            માનવોમા ભગવાને બધુજ આપ્યુ છે પરંતુ ઍમની અપેક્ષાની કોઈ મર્યાદા નથી. માનવીને મગજ આપીને ભગવાને હદ કરી નાખી છે કારણકે ઍને નાથવુ મુશ્કેલ છે. જાનાવરોને ભગવાને માનવી જેવુ મગજ નથી આપ્યુ પણ તે પણ મર્યાદામા રહે છે. જેમકે ધરાઈલો સિંહ શિકારને હાથ લગાડતો નથી અને શિકાર પણ ઍની જરૂરીયાત પ્રમાણે જ કરે છે.
                                      ઍટલે ઍકબાજુ સમૃધ્ધિં ની રેલમછેલ હોય છે જ્યારે બીજી બાજુ કરોડો માનવીઓ ગરીબી અને ભુખે મરતા હોય ચ્હે છે. ઍમા પણ માનવીઓની નિર્દયતા અને નરી સ્વાર્થવૃતિ જ જવાબદાર છે. આમ પણ માનવીઓની જરૂરીયાત ક્ષિતિજ જેટલી હોય છે. આથી ગમે તેટલો સુખી માણસ પણ બીજાનુ લૂટી લેવામા અચકાતો નથી અને વખત આવે અન્યનુ ખૂન કરતા પણ અચકાટ આવતો નથી. ઍ બાબતમા કવિ પંકજ મકવાણા કહ્યુ છેકે
"ઍક ઈચ્છા ઍટલી વરસી પડી
જીલવા આકાશ પણ નાનુ પડે"
 બીજા ઍક કવિ ગૌરાગ ઠક્કર આગળ વધીને કહે છેકે -
"હૂ મંદિરમા આવ્યોને દ્વાર ખોલ્યુ
પગરખા નહી બસ અભરખા ઉતારો"
                                          ટૂકમા રવિ પણ સંધ્યાકાળે ભગવો ધારણ કરે છે કારણકે ઍ માનવોની કરુણામય લીલાઓ આખો દિવસ જોઈને ત્રાસી જાય છે. ઍનો અર્થ ઍ પણ નથી કે આખી માનવતા મરી પરવારી છે. પરંતુ ગણ્યાગાંઠા સારા લોકો  બહુમતી નિર્દય માનવતા સામે શુ કરી શકે?


કુતરાને-
કુતરાને રોટલો નાખો તો ઍ વફાદાર રહેશે
સાપને પણ દૂધ આપો તો તમને વશ થશે
વાઘસિંહને પણ પ્રેમથી કાબૂમા લેવા શક્ય છે
બધુ આપ્યા છતા માનવીનો વિશ્વાસ ક્યા શક્ય છે?
ઍતો માનવતાની કમનસીબી છે
જે કરુણતાથી ભરપુર ચ્હેલી છે
કુતરાને-
ભારત દેસાઈ

Saturday, December 21, 2013


દ્વિધા
                                                                                                                                                     માણસના જીવનમા ઍક દ્વિધા સતાવી રહી હોય છે કે હોશીયારી પૂર્વક, અને મહેનત સાથે કરેલા કર્મમા પણ કેમ નિષ્ફળતા મળે છે? પ્રામાણિકતા અને સદભાવના વાળા કામો પણ કેમ નિષ્ફળ નીવડે છે? ત્યારે માનવ માત્રને નિરાશા આવે છે. ઘણી વાર ઘણા પ્રશ્નોના જવાબ જ નથી હોતા. કેટલાક  જવાબ મેળવવા જતા પોતાનુ માનસિક સ્વાસ્થ્ય ગુમાવી મૂકે છે તો કેટલાક તો ભગવાનમા વિશ્વાસ પણ ગુમાવી દે છે! 
અને પુછવા માડે છે કે

મને સમજાતુ નથી---
મને સમજાતુ નથી કે આવુ કેમ થાય છે?
વિચાર્યુ શુ હોય છે ને અવળુ થઈ જાય છે
જીવનભર મહેનત કરીને બધુ ભેગુ કરતો રહ્યો
ઍકજ પળમા બધુ ધૂળ ભેગુ થઈ જાય છે
મને સમજાતુ નથી---
હૂ કોણ? અને હૂ કરુ, મારા થકી આ દુનિયા ચાલે
ઍવા ભ્રમમા રહેનારા, ખાલી હાથે સીધા વી જાય છે
મને સમજાતુ નથી કે આવુ કેમ થાય છે
વિચાર્યુ  ન હોય ઍવુ બની જાય છે
મને સમજાતુ નથી---
સુરા સુંદરીઓમા રાચનારપ્રભુની જેમ પૂંજાય છે
ત્યાગ અને તપસ્યાઓના  પૂંજારી હાંસી પાત્ર થાય છે
 મંદિરો, મસ્જિદો, અને ગિરજાગૃહો ભક્તોથી ઉભરાય છે
તોયે દુનિયામા પાપોના ભાર ક્યા ઑછા થાય છે?
મને સમજાતુ નથી---
ભારત દેસાઈ
                        આવા પ્રશ્નોના કોઈ જવાબ નથી અને ઍમા કોઈ તાર્તિક્તા પણ નથી. પરંતુ કર્મ ના પરિણામોના રૂપમા પ્રભૂ જવાબતો આપતો જ હોય છે. કોઇકે ક્હ્યુ છે  કે ભગવાનને ગમતો જવાબ માંગો તો તમને ગમતો જવાબ મળી જ રહેશે.
                                            ********************************************

Monday, December 16, 2013


અમેરિકાના ગ્રાન્ડ કેનિયન પર
                                                                                                                  અમેરીકામા ગ્રાન્ડ કેનિયન પર જઈ કુદરતની કરામત જોવી ઍ ઍક લાહવો છે. કરોડો વર્ષોની પવનની થપાટો  સહન કરીને પણ ખડકોઍ ઍમનો રંગ બતાવી કુદરતના  સૌદર્યમા વધારો કર્યો છે. કુદરતની  આ અજબ  રંગોળીને જીવનમા ઍક વાર જરૂર જોવા જેવી છે. મેઘધનુષના બધાજ રંગો અહિયે ખડકોમા જોવા મળે છે.

પથ્થરોમા કુદરતે--
પથ્થરોમા કુદરતે અદભૂત કરામત કરી છે
જાણે નિપુણ કલાકારે મૂર્તિઓ ઘડી કાઢી છે
રંગોની વિવિધતા ઠાસી ઠાસીને ભરી છે
મેઘધનુષને ભૂલાવી દે ઍવી સુંદરતા ઉભરી છે
પથ્થરોમા કુદરતે--
લાલ ઘૂમ ખડકોની ટોચો મહાન ઋષીઓ જ઼ેમ ઉભી છે
પેલા પીળા શિખરો શીષ્યોની જેમ નમ્ર લાગે છે
કેશરી શિખરો પવિત્રતાની નિશાની છે
સફેદ ડુંગરમાલાઓ પરમ શાંતિના દુતો સમાન ખડા છે
પથ્થરોમા કુદરતે--
હજારો વર્ષોની ગાથાઓ  આ ખડોકોમા લખાયેલી છે
કુદરતે કોરો કોરીને રંગીન  સોન પાપડી બંનાવી છે
ઍને માણી જાણે ઍજ ઍની મીઠાશ માણે છે
પથ્થરોમા કુદરતે અદભૂત કરામત કરી છે
પથ્થરોમા કુદરતે--
ભારત દેસાઈ

                                                        ********************************

Monday, December 9, 2013


જન્મભૂમિ
                                  વલસાડ ગુજરાતનો મહારાષ્ટ્ર સાથેની સરહદ પર આવેલો જીલ્લો છે. વલસાડની ઍકબાજુ પર અરબી સમુદ્ર છે. ઉત્તરે ઔરંગા નદી વહે છે અને  દક્ષીણે વાકી નદી વહે છે. વાંકી નદી વાંકી ચૂકી વહે છે આથી ઍનુ નામ વાંકી રાખવામા આવ્યુ લાગે છે. આશ્ચર્યની વાત તો ઍ છેકે ઍ વાંકી ચૂકી વહી દરિયાને નથી મળતી પણ ઔરંગા નદીમા મળી જાય છે. પરંતુ આ નદીઓ અને ફળદૃપ જમીનોઍ ચારે બાજુ  લીલોતરી ફેલાવેલી છે. આથી ઍ વલસાડની સુંદેરતામા વધારો કરે છે. બાજુમા આવેલો તીથલનો દરિયાકિનારો કુદરતી રીતેઅને આબૂહવાની દ્રષ્ટિે ઍ વલસાડને રમણીય બનાવે છે.
                                    વલસાડની આજુબાજુમા આંબા, ચીકુ, કેળાની ભરપુર વાડીઓ આવેલી છે જેઑ હરીયાળીની શોભા વધારે છે. વલસાડની બાજુમા બહુ  ઉદ્યોગો નથી જે ઍને પોલ્યુજૅન મુક્ત બંનાવે છે જેથી રહેવા લાયક સ્થળ બન્યુ છે. લોકો વાપી અને સૂરત જેવા ઉદ્યોગિક સ્થળે અહીથી જ આવજાવ કરે છે.
                                      બાજુમા પારનેરાનો ડુંગર છે જેનાપર શિવાજી વખતનો ખંડેર કિલ્લો અને માતાજીનુ મંદિર છે. વલસાડની પ્રાકૃતીક સૌદર્ય જોવુ હોય તો પારનેરા સારામા સારુ સ્થળ છે. પારનેરાની બાજુમાજ અતુલ અને સિબાના કારખાનાઓ આવેલા છે.
                                      વલસાડ રાજકીય દ્રષ્ટિેઍ પણ ઇતીહાસ ધરાવે છે. સ્વતંત્રતાની લડાઈ દરમિયાન ગાંધીજી તીથલ પર રહેલા છે.  વલસાડ માજી વડા પ્રધાન મોરારજીભાઇનુ, સ્વતંત્ર સેનાની અને  પ્રસિધ્ધ કાયદા સાસ્ત્રી ભૂલા ભાઈ દેસાઇનુ જન્મ સ્થળ છે. ભારતના માજી મજુર પ્રધાન  ખંડુભાઇ દેસાઇ ની ભૂમિ છે. જાણીતા કવિ  ઉનનસની કર્મ ભૂમિ છે. વલસાડમા પારસી, મુસ્લિમ, ઈસાઈ અને હિન્દુઓની પણ વસ્તી છે પણ કદી હૂલ્લડો થયા નથી. અહિઍ કુદરતી સૌદર્ય સાથે લોકો હળીમળીને રહે છે. આવી જન્મભૂમિમા વારે વારે જન્મ લેવાનો પણ ઍક લાહવો છે. ઍવી જન્મ ભૂમિને આમ જ અંજલી આપી શકાય.

ઍક બાજુ છે---
ઍક બાજુ છે દરિયો બીજી બાજુ નદિયા
વચમા મારુ ગામ, સ્વર્ગ છે ઍનુ નામ
નીત સવારેને સંધ્યાકાળે, મંદિરોના ઘંટારવમા
દિનદુખીને ધનવાનો પણ નમાવે મસ્તક જ્યા
ઍવુ મારુ ગામ, સ્વર્ગ છે ઍનૂ નામ
ઍક બાજુ છે---
કોઈના આંસુઍ આંસુ વહાવે, ગામ આખુ શોક મનાવે
હર્ષની રેલીમા  જ્યા ઍક્મેકના દિલ મિલાવે
ઍવુ મારુ ગામ, સ્વર્ગ છે ઍનુ નામ
ઍક બાજુ છે---
વર્ષામા નદિયાના પાણી, હરીયાળી ચાદર ફેલાવે
વસંતે દરિયાંની હવા ફૂલોની મહેકો ફેલાવે
ઍવુ મારુ ગામ, સ્વર્ગ છે ઍનુ નામ
ઍક બાજુ છે---
ભારત દેસાઈ
                                         ***********************************************
                                                

Sunday, December 8, 2013


નરેન્દ્ર મોદી- ઉગતો સિતારો

                                                     પાંચ રાજ્યો થયેલી તાજેતરની ચૂંટણીમા ત્રણ રાજ્યોમા ભારતીય જનતા પાર્ટી ઍ બહુમતી હાંસલ કરી છે. ઍ ચૂંટણી મા નરેન્દ્ર મોદી મુખ્ય પ્રચારક હતા. આથી ચૂંટણીના પરિણામો માટે ઘણે અન્સે મોદીને જ જશ જાય છે. દેશના નેતાઓ હવે મોદીને ઍક રાજકીય શક્તિ તરીકે ઓળખવા લાગ્યા છે. ૨૦૧૪ ના દેશવ્યાપી ચૂંટણીમા તેઓ બધા વિરોધી પક્ષો માટે તેઓ પડકાર રૂપ બની ચૂક્યા છે.
                                 નરેન્દ્ર મોદીમા ઍવુ તે શુ છે કે જે ભારતીય જનતાને આકર્ષિત કરી છે? બિનસાંપ્રદાયિકતાને નામે લઘુમતીઓને પંપાડવાની નીતિ સામે ઍમણે સર્વ ની પ્રગતિની વાત મૂકી છે. ફુગાવો, ભ્રષ્ટાચાર, અને નબળી વિદેશી નીતિ સામે ઍમ ણે મજબૂત દ્રષ્ટી કોણ દાખવ્યો છે. ભારતમા વધુમતી મતદારો યુવાનો છે જેમને આકર્ષિત કરી ઍમનામા નવવિકાશની આશાઓ ઉભી કરી છે.

                                તેઓ સ્વચ્છતા અને વ્યવસ્થિત જીવન જીવે છે. તેઓ આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરી પોતાના વિચારોનો પ્રચાર કરે છે અને લોકોના સંપર્કમા પણ રહે છે. તેઓ તેમના કપડા પોતે પસંદ કરી ડિસાઈન કરે છે અને  પ્રસંગો પ્રમાણે રંગીન ખેસો પહેરે છે.  ઍમના ખીસામા કાંસકી પડેલી હોય છે જેથી જાહેરમા કદી તે અગરવઘર દેખાતા નથી. તેઓ નવા નવા વિચારો અને પોતાની જ બ્રાંન્ડો પ્રસ્તુત કરે છે. ઍમનામા મોડેલ અને કલાકારના બધાજ ગુણો છે. તેઓ પશ્ચિમી સંસ્કૃતિથી રંગાયેલા નથી પરંતુ જરૂરીયાતની બહારની બનેલી વસ્તુઓ વાપરવાના શોખીન છે. તૅઓ સુંદર વક્તા પણ છે. આ ઍમની ખાસિયતોઍ પણ યુવા વર્ગમા ઍમને ઘણા જ પ્રખ્યાત નેતા બનાવી દીધા  છે.
                                  ભારતનુ રાજકારણ ઘણુ જ ગૂચવણ ભર્યુ છે. ભારતીય જનતા પક્ષ બહુમતી મેળવે તો પણ ઍ ભારતીય રાજકારણમા બધાને કેવી રીતે સાથે રાખી શકે તેના પર જ ઍમની સફળતાનો આધાર છે. ઍક પાર્ટી સાથે રાજ઼ કરવુ સહેલુ છે, પરંતુ અનેક જાતના પ્રાદેશિક પક્ષો અને વિવિધપ્રકારના લોકોના સહકાર મેળવી રાજ઼ કરવુ ઍ મુશ્કેલ કામ છે.  આથી થોભીને જોવા જેવી પરિસ્થિતી છે.
                                                 *******************************************