Monday, March 23, 2015


ગુજરાતનુ આંતરાષ્ટ્રીય નાણાકીય હાઇટેક શહેર
                                                                                                                                                   ગુજરાતના પાટનગર ગાંધીનગરની બાજુમા આંતરાષ્ટ્રીય કક્ષાનુ નાણાકીય શહેરનુ નિર્માણ ચાલુ છે. જે સિંગાપોરે, શંગાઈ, અને હૉંગકોંગ જેવુ નાણાકીય મથક બની રહેશે. ઍને ગિફ્ટ સિટીના પ્રૉજેક્ટ તરીકે  રજૂ કરવામા આવ્યુ છે. તે હાઈટેક સ્માર્ટ શહેર થવા આગળ વધી રહ્યુ છે.

                                                             .  ઍની વસ્તી અત્યારે ચાર મિલિયન ગણવામા આવી છે અને ઍક મિલિયન લોકોને રોજગારી આપવામા આવશે ઍમ ગણતરી કરવામા આવી છે. ઍને  છ લાઇનના ઍક્સપ્રેસ રોડ્સ વડે સારા ગુજરાત સાથે જોડવામા આવશે. ઍમા  નાણાકીય વ્યવસ્થા, સલામતી, ઉર્જા, વેપારી માર્કેટઑ મનોરંજન, ટ્રાન્સપોર્ટ,  પાણી પુરવઠો, શાળાઓ, હોસ્પિટલો હોટેલો,  ગગનને ચુંબતા મકાનો, રહેઠાણ અને ઑફીસ વિસ્તારોનુ આયોજન આંતરાષ્ટીય ધોરણે કરવામા આવશે. ઍનુ પોતાનુ બૅંકિંગ અને ઈન્સ્યુ રન્સ હબ હશે. ઍનુ પોતાનુ સ્ટૉક ઍક્સચેંજ હશે જે ૬૨ મિલિયન સ્ક્વેર ફીટમા પથરાયેલુ રહેશે.


                                                            પોતાની જ ઉર્જા અને ગૅસ વિતરણની વ્યવસ્થા હશે. વેસ્ટ અને કચરા માટેના નિકાલ તદ્દન આધુનીક   પ્લાન્ટ હશે. ૧૨૦૦૦૦ કાર પાર્ક કરી  શકાય ઍવી વ્યવસ્થા કરવામા આવશે. મેટ્રો, બી આર ટી ઍસ જેવી ટ્રાન્સપોર્ટ  વ્યવસ્થા  પણ હશે. અંડર ગ્રાઉંડ યૂટિલિટી ટનલ બનાવવામા આવશે જેથી રસ્તાઓવારેઘડી ખોદવા ની જરૂર ન પડે. સિસ્કો સિસ્ટમ  અને ટાટા કમ્યૂનિકેશન  સેંટ્રલ કંટ્રોલ સિસ્ટમ બનાવવામા મદદ કરશે. અત્યારે ૧૧૦ મકાનો અને બે લૅંડ માર્ક બિલ્ડિંગ બનાવવામા આવશે. ૧૫૦ બેડની હોસ્પિટલ, ૫૦૦૦ રૂમની હોટેલ્સ (આંતરાષ્ટ્રીય કક્ષાની), અને ૨ સ્કૂલસ બનાવવામા આવશે. ગિફ્ટ સિટીને ઇંટરનૅશનલ ઍરપોર્ટ સાથે જોડવામા આવશે. ૮૧૦૦૦ કરોડ ની ગિફ્ટ સિટી દુનિયાની સ્માર્ટ અને  હાઇ ટેક સિટી બની જશે અને ગુજરાતને  આંતરાષ્ટ્રીય નાણાકીય નકશા પર મૂકી દેશે.
                                         ********************************************

Friday, March 20, 2015


દેશવીદેશોની વાતો
                                                                                                                                                              દરેક દશની પોતાની સંસ્કૃતી અને વિચારશરણી હોય છે ઍના પરથી ઍની ખાશિયતોની ઓળખ થાય છે.
૧) આર્જેન્ટાઈનામા કહેવાય છેકે ' તમે વાંદરને ભલે સિલ્ક્ના કપડાથી સજાવો તો પણ ઍતો વાંદરો જ રહેવાનો.' ટૂકમા કપડા થી શણગારવાથી વસ્તુની પ્રકૃતી બદલાતી નથી.
૨)બેલ્જિયમમા લોકો માને છેકે ' જે લોકોનાનીવસ્તુઓમા રસ ધરાવતા નથી, ઍ લોકો  મોટી વસ્તુઓને લાયક નથી હોતા.'
૩)બ્રાજિલમા કહેવાય છેકે 'જેને કઈ પણ  ખબર નથી ઍને કોઈ શંકા હોતી નથી.' ઍવા લોકો બેફીકર જીવન જીવે છે. અને ઍમનુ જીવન વેડફાઇ જાય છે.
૪)ચીનમા કહેવાયુ છેકે ' કાનમા ગયેલી ઍક અફવા કેટલાઍ મુખમાથી નીકળે છે.' ઍટલે કે ઍક અફવા જુદા જુદા મોઢેથી જુદા જુદા સ્વરૂપે બહાર આવેછે.  અને અંતે હાનિકારક બની રહે છે.
૫)ડેન્માર્ક મા લોકો રસ્તો ભુલવા કરતા બીજાને બે વાર પૂછ વૂ સારુ ઍમ માને છે.
૬) બ્રિટનમા કહેવત છે કે ' મૂર્ખો ઍક ક્લાકમાઘણા પ્રશ્નો પુછ્સે જેના જવાબો હોશીયારો સાત વર્ષે આપી શકે.' મૂરખના સવાલો નકામા અને ટાઈમ બગાડનારા હોય છે.
૭)જર્મનિમા કહેવાય છેકે ' લાંબા કેસ કરતા, ટૂકુ ટચ  અગ્રીમેન્ટ  સારુ.'  ઍમા કાયદાકીય બાબત કરતા ઘણીવાર સમજદારી બહેતર હોય છે.

૮) ભારતમા મનાય છેકે ' સાપ તો ડંખ મારવાનો જ છે ભલે તમે ઍની પ્રત્યે ગમે તેટલી દયા બતાવો.'આથી દૂષ્ટજે માણસોથી દૂર રહેવામા જ હિત રહેલુ છે.
૯) ફ્રેંચ લોકો કહે છેકે ' સ્વચ્છ અંતરાત્મા જેવો કોઈ પૉંચો તકીઓ નથી. આમ સ્વચ્છ આત્મા જ પરમ શાંતિ આપી શકે છે.
૧૦) હંગેરીમા લોકો માને છે કે ' જ્યા મહત્વ કાંક્ષાનો અંત આવે છે, ત્યાથી સુખની શરૂઆત થાય છે.' માણસની મુરાદો જ જીવનમા દુખનુ સિંચન કરે છે.
૧૧) ' હસતા હસતા જીવો અને પ્રભુનો  સાથ માણો.' ઍવુ જાપાન ના લોકો માને છે. ઍટલે કે પ્રત્યેક હસતુ જીવનમા પ્રભુનો વાસ છે.
૧૨)રશિયામા કહેવામા આવે છે કે 'સફળતા અને આરામ બંને સાથે જતા નથી, ઍટલે સફળતા હંમેશ સતત શ્રમ માંગે છે જ્યા આરામને સ્થાન નથી.
૧૩)નૉર્વેમાલોકો 'નશીબને  ઉધારથી લીધેલી વસ્તુ માનવામા આવે છે, કારણકે ઍના પર કોઈની માલિકી નથી.' ટૂકમા નસીબ પર ભરોસો રાખવો  ઍ મુર્ખામી છે.
૧૪) 'સારાપણુ ફક્ત  ગુનગુને છે, જ્યારે દૂષ્ટતા બૂમ બારાડા પાડે છે. ' ઍવુ તિબેટમા મનાય છે. ઍટલેકે  સારાઈ ઍની  પ્રસિધ્ધિ કરતી નથી, જ્યારે બુરાઈ  ખોટી ખોટી બડાઈ મારે છે.

                                      *****************************************

Sunday, March 1, 2015


પ્રાર્થના
                                                                                                                                                           પ્રભુની ભક્તિમા અનોખી શક્તિ સમાયેલી હોય છે. વસ્તુને શુની શુ બનાવી દે છે!  બીજા અર્થમા ઍ માનવીના જીવનમા કઈક નવો જ બદલાવ લાવી દે છે. રસ્તા પર પડેલો પથ્થરને જેમ શિલ્પી મંદિરમા પૂંજાતો કરી નાખે છે. ઍવી જ અજાયબી પ્રાર્થનામા હોય છે. ભક્તિ ઍવી વસ્તુ છે જે લુંટારામાથી ઋષિ વાલ્મિકીનુ પણ સર્જન કરી નાખે છે
       જ્યારે પ્રાર્થના સાથે  ખાવાનો ખોરાક મૂકાય છે ત્યારે ઍ પ્રસાદ કહેવાય છે.
       જ્યારે પ્રાર્થના સાથે  અન્નસન થાય છે તેને ઉપવાસ કહેવાય છે.
       જ્યારે પ્રાર્થના સાથે પવિત્ર જળ પ્રભુને અર્પણ કરાય તેને પંચામૃત કહેવાય છે.
       જ્યારે પ્રાર્થના સાથે પ્રવાસ યોજાય છે તે યાત્રા બની જાય છે.
       જ્યારે પ્રાર્થના સાથે સંગીત ભળે છે ઍ કિર્તન કહેવાય છે.
       જ્યા બધા પ્રાર્થના કરે છે ઍ સ્થળ મંદિર બની રહે છે.
       જ્યા પ્રાર્થના સાથે કામ થાય ચ્હે ઍ સત્કર્મ કહેવાય છે.
       જ્યારે કોઈ પણ સ્ત્રી પુરુષ પ્રાર્થનામા તલ્લીન થઈ જાય છે ત્યારે ઍ લોકો ખરેખર માનવી બની રહે છે.
             આવી શક્તિ પ્રભુ પ્રત્યેની પ્રાર્થનામા હોય છે.
              ******************************************

Saturday, February 21, 2015


સુખની શોધમા-
                                                                                                                                                               સુખ ઍ ઍક મૃગજળ સમાન છે. લોકો ઍની શોધમા શુ નથી કરતા. ઘણા તો મંદિરો, ચર્ચ અને મસ્જિદોના આંટા મારે છે જેથી પ્રભુની કૃપા થાય. ઘણા દેવદેવીઓ, સંતો, અને સુફિઓંની બાધાઓ પણ માને જેથી સુખ મળે. પરંતુ સુખ અન દુખ બન્ને માનવીની માનસિક અવસ્થાના ભાગરુપ હોય છે. ટુંકમા સુખ અન દુખને સમાન રીતે ભોગવવા માનસિક સ્થિતિ કેળવવા જરૂરી છે. ઍને માટે થોડીક માનસિક અવસ્થા ઉભી કરવા જરૂરી બને છે.  ઍવી તે કઈ અવસ્થા છે જે દુખને પણ સુખની જેમ જીરવી જાણે છે?

૧) જીવનમાથી કોઈને માટેના તિરસ્કારથી દૂર રહેવુ
૨)ચિંતા ઍવી વસ્તુ છે જે કાલ્પનિક હોય છે. ઍનો કોઈ ઉકેલ હોતો નથી. આથી જીવનમા થી તીજાંજલી આપી દેવી જોઇઍ. આપણામા કહેવત છેકે ચિંતા ચિતા સમાન છે.
૩)જીવન ની જરૂરીયાતો ઑછામા ઓછી રાખવી.
૪) લોકો પાસે લેવા કરતા વધુ આપવાની વૃત્તિ રાખવી જરૂરી છે.
૫) નકારત્મક વિચારશરણીથી દૂર રહેવુ જરૂરી છે.
૬) ભૂતકાળને ભૂલી આગળ વધો.
૭)જાતને મહત્વ આપવાનુ  છોડી દેવુ આવશ્યક છે.
૮) દરેકની હામા હા મેળવવુ જરૂરી નથી.
૯) દરેકને ખુશ રાખવાની વૃત્તિ છોડી દો
૧૦) કોઈને દુખ થાય ઍવી સાચી વાતો  પડતી મુકો
૧૧) તમારુ આત્મ સન્માન કેળવો.
૧૨) તમારામા વિશ્વાસ  કેળવો અને ભવિષ્યની  ચિંતા છોડી દેવી જરૂરી છે.
 આમ કરવાથી તમારા જીવનના સુખ અને દુખનુ સ્થાનમા કોઈ ફરક નહી પડે.
                       *********************************

Thursday, February 12, 2015


દિલ્હીમાચૂટણી સુનામી
                                                                                                                                                            આમ આદમી પાર્ટી ઍ દિલ્હી ચૂંટણી મા ૭૦ માથી ૬૭ સીટો પર ઍનો સપાટો બતાવી આપ્યો છે. આમ આદમી પાર્ટીની આ ભવ્ય જીતને ઉધ્ધવ ઠાકરે ઍ સુનામી ગણી છે તો ઘણા ઍને બીજેપીની કેન્દ્રિય સરકારના નબળા દેખાવને જવાબદાર ગણે છે. પરંતુ મુળમા તો લોકોનો રોષ મતો  દ્વારા બહાર આવ્યો છે.
                               બધા પક્ષો ઍ લોકોને જાત જાતની લાણીઓ ચૂટણી પૂર્વે ઍમના ચૂટણી ઢંઢેરામા કરી હતી. ઍમા આમ આદમી પાર્ટી પણ પાછળ ન હતી. પરંતુ ઍ પણ હકીકત છેકે કે લૉકૉ ભારતીય જનતા પાર્ટી અને કૉંગ્રેસને અજમાવી ચુક્યા છે. ઍમા ઍમને ઘોર  નિરાશા મળેલી છે. કારણકે આજે દિલ્હીની હાલત સારી નથી. ગંદકી, અસલામતી, પ્રદુષણથી દિલ્હી પીડાઈ રહ્યુ છે.  વીજળી અને  પાણીની અછત અને મોંઘાઈ દિલ્હીને સતાવી રહી છે. ઠેર ઠેર ગંદી વસાહતો ઉભી થઈ ગઈ છે. યમુના તદ્દન પ્રદુષિત અને ગંદી વહે છે અને ઍને કિનારે રાજકીય વ્યક્તિઓનુ ક્બ્રસ્તાનો ઉભા કરવામા આવ્યા છે. આવી કરુણ સ્થિતિમા દિલ્હી છે. આથી લોકો ત્રાસી જાય ઍમા આશ્ચર્ય પામવા જેવુ કાઇ નથી. આથી લોકોેઍ  હવે દિલ્હીનુ ભાવી આમ આદમી પાર્ટીના હાથમા સોપ્યુ છે. આમ આદમી પાર્ટીની પરિસ્થિતિ વિકટ છે.

                                આમ આદમી પાર્ટી ઍ ઍમના ચૂટણી  ઢંઢેરામા ઘણા વચનો આપેલા છે ઍ પૂરા કરવામા ઘણી મુશ્કેલીઓ આવવાની છે. વચનો આપવા અને ઍને પૂરા કરવા ઍ ભગીરથ કાર્ય છે. આથી આમ આદમી પાર્ટીના વચનો નુ પૃથકરણ કરવુ જરૂરી છે. કારણકે કેટલીક વસ્તુઓ ઍમની સત્તાની બહારની છે.

                                ૧) લોકપાલ બિલ લાવવુ.
                                ૨) દિલ્હીને રાજ્યનો દરજ્જો અપાવવો.
                                ૩) સ્વરાજ માટેનુ બિલ પસાર કરવુ.
                                ૪) વીજળી બીલમા ૫૦% રાહત આપવી
                                ૫)  બીજીવીજળી કંપનીઑનો વિકલ્પ ઉભો કરવો
                                ૬) ૨૦૦૦૦ લીટર પાણી મહિને દીલ્હીવાસીઓને મફત પૂરુ પાડવુ
                                ૭) બે લાખ ટોયલેટ્સ પૂરા પાડવા.
                                ૮) યમુનાને શુધ્ધ કરવી
                                ૯) ૫૦૦ નવી સ્કૂલો અને ૨૦ નવી કોલેજો ખોલવી
                               ૧૦) મફત ' વાઈ ફાઇ' દિલ્હીમા પૂરુ પાડવુ.
                               ૧૧) દરેક બસ મા મહિલા સલામતી માટે ઍક ગાર્ડ રાખવા.
                               ૧૨) ૧૫ લાખ સીસીટીવી કેમેરા લગાવવા અને મોબાઇલ ફોનનુ બટન દબાવતા જ પોલીસ  સહાયની ખાતરી આપી છે.

                                    આ બધામા ઍક વસ્તુ ધ્યાનમા રાખવા જેવી છેકે પોલીસ અને બીજી ઘણી બાબતો દિલ્હી સરકારની સત્તાની બહાર છે.  આથી આપ સરકારને કેન્દ્ર સરકારના સહયોગની આવશક્યતાની જરૂર પડશે.  આવા સંજોગોમા કેજરીવાલ સરકાર જે કાઇ કરી શકશે તો  ઍમની કાબેલીયત ગણાશે. ઍમને આપણી શુભેચ્છાઓની પણ જરૂરીયાત છે.
                                          ***************************************

Tuesday, February 3, 2015

વિવિધ દેશોની ખાસિયત વિષે
                                                                                                                     
                         ૧) તમારી પાસે ઓઈલ હોય તો તમને સ્વતંત્રતા આપવી જરૂરી છે. -અમેરિકા
                         ૨)તમે અહી આવ્યા, તમે આંખો આંખ જોયુ કે તમારી કતલ નિશ્ચિત છે. -  ૧૩)અમે વોટતો આપિયે છીઍ પણ અમારીજાતીને.-ભારત
                         ૩) માનવ ઇતિહાસમા ૧૦૦૦૦ વર્ષ પહેલા અમારો ઉજ્જવળ ઇતીહાસ છે પરંતુ આજે અમે દેવાળીયા છે-ગ્રીસ
                         ૪) અમે અમેરિકા બનવાની તાલીમ લઇ રહ્યા છે- ઑસ્ટ્રેલિયા
                         ૫) અમારી બે સરકારો છે ઍક બેજિંગમા અને બીજી ધરમશાલામા-તિબેટ
                         ૬) અમારી ઍક વખત કીમત હતી પણ હવે  અમે જોડાઓ બનાવવા  માંડ્યા છે.- ઈટાલી
                         ૭) આમારે ત્યા વેપારમાટે આવેલા  લોકો મસાજ પાર્લરમા પહોચી જાય છે. - થાઈલેન્ડ
                         ૮)અમે આખી દુનિયામાથી પૈસા લેવા માટે તૈયાર છીઍ. -સ્વિજરલેંડ
                         ૯) હજુ અમે અમેરિકાને તોલે આવ્યા નથી.-કેનેડા
                         ૧૦)'લોર્ડ ઓફ ધ રિંગ' -ન્યૂજીલૅંડ
                         ૧૧) તમે જીવો ત્યા સુધી બોમ્બ ધડાકા થતા રહેશે-પાકિસ્તાન
                         ૧૨) ચિજ઼ અમારી બહુજ પસંદ છે અને શરણાગતિમા અમે માહિર છીઍ.
                         ૧3) ઘણા વર્ષો પૂર્વે થોડાક લોકો અહીઍ આવ્યા હતા. બસ ઍટલૂ જ! - ગ્રીન લૅંડ
                         ૧૪) ઘણા વર્ષો પૂર્વે થોડાક લોકો અહીઍ આવ્યા હતા. બસ ઍટલૂ જ! - ગ્રીન લૅંડ
                          ૧૫) બે હજાર વર્ષ પહેલા અમે અંમારા અસ્થિર સામ્રજ્યને ટકાવવા માટે દુનિયાની અજાયબી દીવાલ બાંધી હતી. હજુ પણ અમે ઍજ કેરી રહ્યા છે. -ચીન
                          ૧૬) અમે કુટુંબિક વેપારને રાષ્ટ્રનુ સ્વરુપ આપ્યુ છે.- સાઉદિ અરેબિયા
                          ૧૭) અંમારુ પહેલા વિશાળ સામ્રાજ્ય હતુ પરંતુ હવે લોકો અમને સ્પેનનો ભાગ સમજે છે. -પોર્ટુગલ
                          ૧૮)દોસ્તો અમારુ ખોવાયેલૂ વિમાન ક્યા છે?- મલેશિયા
                           ૧૯) અમારે માટે આખરે તો  વસ્તુ મુશ્કેલ બની રહે છે.-રશિયા
                           ૨૦) હજુ અમે શોધવા પ્રયત્ન કરી રહયા છેકે કોણ અમને છોડી ગયા છે?- મેંગોલિયા
                                      ***************************************

Friday, January 16, 2015

ગુજરાત અને સૂર્ય ઉર્જા

                                                                                                                                                     
ગુજરાતમા સૂર્યઉર્જામાથી ઈલેક્ટ્રીક સિટી ઉત્પન કરવાના મોટા પ્રોજેક્ટો ઉભા કરવામા આવી રહ્યા છે. ઉત્તર ગુજરાતમા સૂર્ય ઉર્જાનો ઉપયોગ કરવાનો ઍશિયામા મોટામા મોટો પ્લાન્ટ ઉભો કરવામા આવ્યો છે.
                             
                             હવે નર્મદા નદીની નહેરો પર ઍવા ઉર્જા પનલો મુકવામા આવશે જેથી જમીનનો પણ બચાવ થશે. નહેરના પાણીને સૂર્યની ગરમીથી ઉડી જતુ બચાવવામા આવશે અને સૂર્ય ઉર્જાથી ઉત્પન થનારી ઈલેક્ટ્રીક સિટી નહેરના પાણીને પમ્પોથી ઉલેચવામા મદદરૂપ થશે. તથા વધારેની ઈલેક્ટ્રીક સિટી નો ઉપયોગ ઈલેક્ટ્રીક ગ્રેડોને પણ આપવામા આવશે.
                                 ઍના અનુસંધાનમા  સરદાર નિગમ કૉર્પોરેશન દ્વારા વડોદરા નહેરો પર  ૧૦ મેગા વૉલ્ટ નો  સૂર્ય ઉર્જા  દ્વારા ઈલેક્ટ્રીક સિટી ઉત્પન કરવાની સોલર પેનાલો નાખવાંમા  આવી છે. ઍનો કુલ ખરચો ૧૮.૩ મિલિયન ડૉલર્સ અંદાજવામા આવ્યો  છે. મુદ્દરા ખાતે અદાણી પણ  ૨૫૦૦૦ કરોડનુ  સૂર્ય ઉર્જામા રોકાણ કરશે. આમ ગુજરાત  સૂર્ય ઉર્જામા આગળ વધી રહ્યુ  છે.
                                    સયુક્ત રાષ્ટ્રોના જનરલ સેક્રેટરી બાન કી  મૂને ભારતને   ૨૦૨૦ સુધીમા વિશ્વની  સૂર્ય ઉજા  શક્તિમા ૧૦% નો ફાળો નોધાવવાની અપીલ કરી છે.
                                        **********************************