Friday, May 15, 2015


પંજાબ, પંજાબી સુબા, અને ગુરુનાનક
                                                                                                                                                                ભારતનો ઇતીહાસ પોતાના સ્વાર્થ, અહમ્ અને જાતીવાદથી ખરડાયેલો  છે. અંગ્રેજોેઍ પોતાના સ્વાર્થ માટે આજનુ ભારતનુ નિર્માણ કર્યુ. મહાભારતના કાળમા પણ ભારતવર્ષની સરહદો આટલી પથરાયેલી હશે ઍ પણ શંકાજનક બાબત છે. મુળમાતો ભારત નાના રાજ્યોમા છવાયેલુ હતુ. આથી પરદેશીઓને આપણા પર રાજ કરવાનુ સહેલુ  પડતુ હતુ. ઍક બીજાને અંદર અંદર લડાવી પરદેશીઓ ફાવી જતા હતા.
                                                      ૧૯૪૭મા પણ હિન્દુ મુસ્લીમને લડાવી અંગ્રેજો ભારત અનેપાકિસ્તાન બનાવ્યુ. અંગ્રેજોની ઈચ્છા તો દલિસ્તાન બનાવી ભારતના ત્રણ ટુકડા કરવાની હતી. પરંતુ  ડોક્ટર આંબેડકર જેવા નેતાઓને લીધે ઍ ત્રીજો ભાગ થતા અટકી ગયો. તે છતા ભાષવાદ, જાતિવાદના નામે ભારતમા કેટલા ઍ રાજ્યો ઉભા થઈ ગયા  છે. લોકોની આકાંશાઓને પુરી કરવી ઍમા કઈ ખોટુ નથી પરંતુ ઍમાથી દેશની ઍકતાને હાની પહુચવા લાગી છે. અને પરદેશી તત્વો ઍને ઉશ્કેરી રહ્યા છે.
                                                        અકાલીઓને ખતમ કરાવા ઇંદિરા અને  જૈલસિંગ દ્વારા ઉભી કરવામા આવેલી ખાલિસ્તાનની યોજનાઍ શીખો, પંજાબને અને ભારતની ઍકતાને ઘણુ નુકશાન પહોચાડ્યુ છે. ઍના અનુસંધાનમા શિખ ધર્મની રચનાનો ઇતીહાસ જોવો જરૂરી છે. શિખ ધર્મની રચના જ હિન્દુ મુસ્લિમ  ઍકતા પર રચાયેલી છે. આજે પણ શિખોના કુટુંબમા ઍક પુત્રને હિન્દુ રાખવાની પ્રથા ચાલુ છે.  આથી હિન્દુઓને શિખથી અલગ પાડવા મુશ્કેલ છે.

                                                        શિખ ધર્મના સ્થાપક ગુરુ નાનક  શુ કહે છે ઍ જાણવુ  બહુ જરૂરી છે.
૧) ઈશ્વર ઍક જ છે.
૨) સ્ત્રી અને પુરુષ સમાન છે.
૩)જંગલમા ભાગી જવાથી નિર્વાણ મળવાનો નથી.
૪) તમેજ તમારા ગુરુને શોધો.
૫) નિસ્વાર્થ રહો અને અંધશ્રધ્ધાથી દૂર રહો
૬) સાદગીમા જ સૌદર્ય છે.
૭) પ્રવાસ કરતા રહો.
૮) પાંચ દૂષણો જ જીવન ચલાવે છે. - અભિમાન, ક્રોધ,
 લોભ,  મોહ અને લાગણી.
                                                                 હિંદૂની ગીતા  ઍનાથી ક્યા જુદી બોલી બોલે છે! સત્ય તો ઍ છે કે સ્વાર્થી લોકો પોતાની  ખિચડી પકાવવા માટે ભાગલા પડાવતા રહેતા હોય છે.
                                                   *****************************************

Tuesday, May 5, 2015


પરિવાર
                                                                                                                                                        પરિવાર પધ્ધતિ ઍશિયા ખંડમા ભારત અને ચીનમા ઍમની સંસ્કૃતિમા વિકસેલી છે. ભારતમાથી બુધ્ધ ધર્મ ચીન ગયેલો છે ઍટલે ચીનની સંસ્કૃતિમા પરિવાર પધ્ધતીનો સારો ઍવો વિકાસ થયેલો છે. ઍ પધ્ધતિ  રાષ્ટ્ર અને સમાજનો બોજો  ઘણે અંશે લઈ લે છે. પરિવાર જ વૃધ્ધ, વિકલાંગ, વિધવા, જેવા લોકોનો બોજો ઉપાડી લે છે. ઍ પણ સત્ય છેકે ઍ પધ્ધતીનો   હવે ધીમે ધીમે વિલય થઈ રહ્યો છે.  ઍ કારણે ઘરડા ઘર, વિધવા સહારા ઘરો અને વિકલાંગ માટેના સ્થળોની હાટ લાગી છે. અંતે નુકસાનતો સમાજ અને રાષ્ટ્રને જ થયુ છે.  પશ્ચિમમા પણ અમુક  જુનવાણી કુટુંબોમા આ પ્રથા પ્રચલીત છે, પરંતુ ઘણેખરે અંશે ઍ  ત્યા અસ્તિત્વમા નથી. આથી વૃધ્ધો અને વિકલાંગોનો બોજો સરકાર પર રહેલો છે. પરંતુ પ્રશ્ન ઍ છે કે ક્યા સુધી સમાજ અને સરકારો ઍનો બોજો ઉઠાવી શકશે?

                   અમેરીકામા નિરાધાર વૃધ્ધો, વિકલાંગો , અનાથ બાળકો, વગેરે ઍવા સમૂહોની સરકાર સારી ઍવી મદદ કરે છે. પરંતુ ઍનો બોજો વધતો જ  જાય છે ત્યારે પરીવાર પધ્ધતિની મહત્વતા સમજાય છે. ઍટલા માટે પશ્ચિમના દેશોમા આપણી પરિવાર પધ્ધતિંની પ્રસંસા કરવામા આવે છે.

                   પરિવાર પધ્ધતિના પાયામા શુ છે ઍ  જાણવુ જરૂરી છે?  પરિવારમા કોઈ લેખિત બંધારણ હોતુ નથી પણ દરેક સભ્યોમા સમજણ હોય છે. દરેક સભ્ય પોતાની જાતે જ પરિવારમા શિસ્ત જાળવે છે. દરેક સભ્યને ભરોસો હોય છે, ભય જેવી કોઈ ચીજ હોતી નથી. બીજાનુ શોષણ કરવાની વૃતિ હોતી નથી પણ સભ્યોને  ઍક બીજાને મદદ કરવાની દ્ર્ઢ લાગણી હોય છે. બધા આગ્રહ રાખવાને  બદલે ઍક્બીજાને માન આપે છે. પરિવારજનો ઍકબીજાથી દુર હોય તો પણ સબંધ ટકાવી રાખે છે. અને હંમેશા પરિવારજનોને આર્થિક, સામાજીક, તથા  શારીરિક સહાય આપતાજ રહે છે. આવી સાકારત્મક કુટુંબિક વૃત્તિ હોય તો સમાજ અને દેશને બોજો ક્યાથી રહે?  આથી  આપણી  સંસ્કૃતીઍ  આપેલી અણમોલ પરિવાર પધ્ધતિને  મજબૂત બનાવવાની સમયની માંગ છે.
                                          **************************************************

Saturday, April 18, 2015


માનસિક શાન્તિની તલાશમા
                                                                                                                                                        માનસિક શાંતિ માટે જીવનમા સાકારત્મક અભિગમ જરૂરી છે. ઘણા જાણતા પણ હોય છે પરંતુ જીવનમા ઉતારવામા  નિષ્ફળ નીવડે છે. તે છતા નીચેની બાબતો પર ધ્યાન આપવા જેવુ છે.
૧) બીજાની બાબતમા ધ્યાન આપવુ યોગ્ય નથી.

૨) અપમાન અને  આઘાત આપનારાઓને માફ કરી  દેવા.
૩)કોઈ પણ બાબતમા પ્રસન્સાની અપેક્ષા રાખ્યા વગર કામ કરતા રહેવુ.
૪) કોઈની પણ ઈર્ષા  કરવી  જોઇઍ નહી.
૫) જેનો કોઈ ઉકેલ નથી ઍને છોડી દેવામા ભલુ છે ઍમ માની સંજોગો સાથે સમાધાન કરી લેવામા જ હીત સમાયેલુ છે.
૬)આજુબાજુના વાતાવરણ સાથે પગ મીલાવવામા ઘણીવાર હીત રહેલુ હાય છે.
૭) તમારી શક્તીની બહારનુ કામ હાથમા ન લેવુ.

૮) આત્મ સર્વેક્ષણ અને પૂંજામા પણ વખત આપવો જરૂરી છે.
૯) માનસિક રીતે કદી પણ  અવકાશ ઉભો ન થવા દેવો.
૧૦)ભૂતકાળ ને વાગોળવાથી કઈ ફાયદો નથી. ઍમા શક્તિઓનો વ્યય જ થાય છે.

                               ઉપરની બાબતોનુ ધ્યાન રાખી અમલમા મુકવાથી  દુખ અને સંતાપ દૂર રહે છે અને . મન શાંત રહે છે.  જીવન સુખમય બને છે. આ અજમાવી જેવો પ્રયોગ છે.
                                            **************************************************

Friday, April 10, 2015

કાશ્મીરી પંડીતો
                                                                                                                                                       કાશ્મીરી પંડિતોનો ૫૦૦૦ વર્ષ જૂનો ઇતીહાસ છે. તેઓ સારસ્વત બ્રામ્હણ કુળમાથી આવેલા છે. સારસ્વત જાતી બ્રામ્હણોની ઉચ્ચ જાતી ગણાય છે. કાશ્મીરી બ્રાહ્મણોઍ કળા, સાહિત્ય, અને સંગીતમા સારુ ઍવુ પ્રદાન કરેલુ છે. સંસ્કૃતના ઘણા મહાન ગ્રન્થો કાશ્મીરની  જ દેણ છે. કાશ્મીરની આબુહવા ઍવી ખુશનુમા છેકે કળા, સાહિત્ય, અને સંગીતને  પ્રોત્સાહિત કરે છે. આવા પ્રદેશની ભારતની સ્વતંત્રતા પછી પનોતી બેઠી છે. પહેલા પાકિસ્તાની આક્રમણ અને પછી કોંમીદાવાનણે  કાશ્મીરની શાંતિને હણી લીધી છે.

                            કાશ્મીરમા મુસ્લિમો બહુમતિમા છે અને હિન્દુઓ લઘુમતિમા છે, ઍનો લાભ લઈને મુસ્લિમોઍ હિન્દુ બ્રાહ્મણોને હેરાન પરેશાન કરી ખીણમાથી ૨૫ વર્ષ પહેલા હાકી કાઢ્યા હ્તા. આથી ૩૫૦૦૦૦ જેટલા  નિર્વાસિત તરીકે  ખરાબ હાલતમા જમ્મૂ અને દિલ્હી ખાતે સરકારી કેમ્પોમા રહે છે. ઍમને ઠેકાણે પાડવા માટે ભારત સરકાર કટિબધ્ધ થઈ છે પરન્તુ  જમ્મૂ કાશ્મીર સરકારના કોમવાદી  કાશ્મીરીતત્વો હવે રાજકીય રમતો રમી રહયા છે. ઍ ઘરબાર વગરના લોકોને માટે ઘરો બાંધી આપવાના  ભારત સરકારના પ્રયત્નોનો વિરોધ ચાલુ થઈ ગયો છે.


                             ઍમને ક્યા પુર્નવાસિત કરવા ઍ મુદ્દાને વિવાસ્પદ બનાવવામા આવી રહ્યો છે.   ઍમના  જૂના ઘરોનો નાશ થઈ ગયેલો છે, આથી ઍમના માટે નવી કૉલોની બાંધવા સિવાય બીજો કોઈ રસ્તો નથી. ઍથી નવી કોલોનીનો મુદ્દો બંનાવી પ્રશ્નને  વિલંબમા નાખવાનો પ્રયત્ન થઈ રહયો છે. પરંતુ ભારત સરકાર અને ભારતીય નાગરિકોની ફર્જ છેકે આપણા દેશજનોને ઍના ઘરો, હક્કો,  અને જમીનો . કાશ્મીરમા પરત આપાવવી. આપણા જ દેશમા આપણા નાગરિકોને થતો અન્યાય સહન  ન કરી શકાય.
                                      *************************************************

Saturday, April 4, 2015

મોદી સરકારની  બેધારી નીતિ
                                                                                                                                                       
                                 મોદીની નીતિ  ઍમના  કહેવા પ્રમાણે' વિકાસ, અને   સહકાર દ્વારા દેશનુ નવનિર્માણ કરવાનો છે' ઍની સામે  કોઈને વાંધો ન હોઈ શકે.  દેશનો વિકાસ પણ દેશના બધા જ નાગરિકો વગર શક્ય નથી, પરંતુ મુશ્કેલી ઍ છેકે ઍના પાર્ટીના કેટલાક સભ્યોના ઉચ્ચારણો ઍમની કહેવાતી નીતીની સામે  જાય છે.  તે ઉપરાંત મોદી ઍમને રોકી શકતા નથી, કે સ્પષ્ટતાથી રદીયો પણ આપતા નથી. ઍ નીતીની બાબતમા વધુને વધુ ગુચવાડાઑ ઉભા થતા જાય છે અને  સરકારની છબી બગડ્તી જાય છે.
                                  પહેલા નિરંજના, પછી સાક્ષી મહારાજ અને હવે ગિરિરાજ સિંગના છબરડાઑ  ભારતીય જનતા પાર્ટીના નેતાઓની ઉંઘ ઉડાડી દીધી છે કારણ  હજુ બિહાર અને ઉત્તર પ્રદેશના વિધાન સભાની ચુંટિણીઓ બાકી છે જ્યા પછાત અને મુસ્લિમ વોટો 'બીજેપી' માટે અગત્યતા ધરાવે છે. પાર્ટી સભ્યોના  ઍલફેલ, અને મહિલાઓ વિરોધી  જુનવાણી વિચારો પાર્ટીને નુકસાન પહોચાડી શકે છે. તે છતા ઍવા નિવેદનઓને રોકવા અત્યાર સુધી 'બીજેપી' નિષ્ફળ નીવડી છે.

                                    ઍનુ વિવરણ કરતા લાગે કે  ઍની પાછળ રાષ્ટ્રિય સેવક સંઘના પરિબળો પણ. હોઈ શકે. નરેન્દ્ર  મોદીની પસંદગીમા પણ 'આરઍસઍસ' ઍ અગત્યનો ભાગ ભજવ્યો છે. મોદીના પ્રધાન મંડળમા પણ ઍવા પ્રધાનો છે જે 'આરઍસઍસ' સાથે ગાઢ સબન્ધ ધરાવતા હતા.  આથી માનવામા આવે છે કે ઍવા તત્વો હિદુત્વને લગતા આવેદનો કરી રહ્યા છે.  આથી ઍક વાત ચોક્કસ  છેકે ક્યાતો પાર્ટીઍ અમુક વિવાસ્પદ નિવેદનો કરતા તત્વો પર કાબૂ  ગુમાવી દીધો છે અથવાતો  ઍ લોકો પાર્ટીિના  ઢાંકેલા કાર્યક્રમના મોહારાઓ છે.

                                    ' આરઍસઍસ' કહે છેકે ઍને રાજકારણ સાથે  કોઈ લેવા દેવાનથી. ઍનીસામે વાંધો નથી પરંતુ  'બીજેપી' ઍ  ઍનો કાર્યક્રમ સ્પષ્ટ કરવો જોઈઍ. ઍ નહી કરવામા આવે તો  ઍનો અર્થ ઍ પણ નિકળસે કે 'બીજેપી' સારા દેશમા ઍની આણની રાહ જોઈ રહી છે, જેથી ઍના હિન્ડુત્વના કાર્યક્રમો અમલમા મૂકી શકાય.
                                       લોકશાહીમા બહુમતી લોકોની ઈચ્છા પ્રમાણે  કાર્યક્રમો ગોઠવી શકાય પરંતુ  નીતીની બાબતમા સ્પષ્ટતા હોવી જરૂરી છે, અનેઍના માટે હિમ્મત બતાવવી પણ આવશ્યક છે ઍના માટેની આ રજૂઆત છે.
                                            **************************************** 

Monday, March 23, 2015


ગુજરાતનુ આંતરાષ્ટ્રીય નાણાકીય હાઇટેક શહેર
                                                                                                                                                   ગુજરાતના પાટનગર ગાંધીનગરની બાજુમા આંતરાષ્ટ્રીય કક્ષાનુ નાણાકીય શહેરનુ નિર્માણ ચાલુ છે. જે સિંગાપોરે, શંગાઈ, અને હૉંગકોંગ જેવુ નાણાકીય મથક બની રહેશે. ઍને ગિફ્ટ સિટીના પ્રૉજેક્ટ તરીકે  રજૂ કરવામા આવ્યુ છે. તે હાઈટેક સ્માર્ટ શહેર થવા આગળ વધી રહ્યુ છે.

                                                             .  ઍની વસ્તી અત્યારે ચાર મિલિયન ગણવામા આવી છે અને ઍક મિલિયન લોકોને રોજગારી આપવામા આવશે ઍમ ગણતરી કરવામા આવી છે. ઍને  છ લાઇનના ઍક્સપ્રેસ રોડ્સ વડે સારા ગુજરાત સાથે જોડવામા આવશે. ઍમા  નાણાકીય વ્યવસ્થા, સલામતી, ઉર્જા, વેપારી માર્કેટઑ મનોરંજન, ટ્રાન્સપોર્ટ,  પાણી પુરવઠો, શાળાઓ, હોસ્પિટલો હોટેલો,  ગગનને ચુંબતા મકાનો, રહેઠાણ અને ઑફીસ વિસ્તારોનુ આયોજન આંતરાષ્ટીય ધોરણે કરવામા આવશે. ઍનુ પોતાનુ બૅંકિંગ અને ઈન્સ્યુ રન્સ હબ હશે. ઍનુ પોતાનુ સ્ટૉક ઍક્સચેંજ હશે જે ૬૨ મિલિયન સ્ક્વેર ફીટમા પથરાયેલુ રહેશે.


                                                            પોતાની જ ઉર્જા અને ગૅસ વિતરણની વ્યવસ્થા હશે. વેસ્ટ અને કચરા માટેના નિકાલ તદ્દન આધુનીક   પ્લાન્ટ હશે. ૧૨૦૦૦૦ કાર પાર્ક કરી  શકાય ઍવી વ્યવસ્થા કરવામા આવશે. મેટ્રો, બી આર ટી ઍસ જેવી ટ્રાન્સપોર્ટ  વ્યવસ્થા  પણ હશે. અંડર ગ્રાઉંડ યૂટિલિટી ટનલ બનાવવામા આવશે જેથી રસ્તાઓવારેઘડી ખોદવા ની જરૂર ન પડે. સિસ્કો સિસ્ટમ  અને ટાટા કમ્યૂનિકેશન  સેંટ્રલ કંટ્રોલ સિસ્ટમ બનાવવામા મદદ કરશે. અત્યારે ૧૧૦ મકાનો અને બે લૅંડ માર્ક બિલ્ડિંગ બનાવવામા આવશે. ૧૫૦ બેડની હોસ્પિટલ, ૫૦૦૦ રૂમની હોટેલ્સ (આંતરાષ્ટ્રીય કક્ષાની), અને ૨ સ્કૂલસ બનાવવામા આવશે. ગિફ્ટ સિટીને ઇંટરનૅશનલ ઍરપોર્ટ સાથે જોડવામા આવશે. ૮૧૦૦૦ કરોડ ની ગિફ્ટ સિટી દુનિયાની સ્માર્ટ અને  હાઇ ટેક સિટી બની જશે અને ગુજરાતને  આંતરાષ્ટ્રીય નાણાકીય નકશા પર મૂકી દેશે.
                                         ********************************************

Friday, March 20, 2015


દેશવીદેશોની વાતો
                                                                                                                                                              દરેક દશની પોતાની સંસ્કૃતી અને વિચારશરણી હોય છે ઍના પરથી ઍની ખાશિયતોની ઓળખ થાય છે.
૧) આર્જેન્ટાઈનામા કહેવાય છેકે ' તમે વાંદરને ભલે સિલ્ક્ના કપડાથી સજાવો તો પણ ઍતો વાંદરો જ રહેવાનો.' ટૂકમા કપડા થી શણગારવાથી વસ્તુની પ્રકૃતી બદલાતી નથી.
૨)બેલ્જિયમમા લોકો માને છેકે ' જે લોકોનાનીવસ્તુઓમા રસ ધરાવતા નથી, ઍ લોકો  મોટી વસ્તુઓને લાયક નથી હોતા.'
૩)બ્રાજિલમા કહેવાય છેકે 'જેને કઈ પણ  ખબર નથી ઍને કોઈ શંકા હોતી નથી.' ઍવા લોકો બેફીકર જીવન જીવે છે. અને ઍમનુ જીવન વેડફાઇ જાય છે.
૪)ચીનમા કહેવાયુ છેકે ' કાનમા ગયેલી ઍક અફવા કેટલાઍ મુખમાથી નીકળે છે.' ઍટલે કે ઍક અફવા જુદા જુદા મોઢેથી જુદા જુદા સ્વરૂપે બહાર આવેછે.  અને અંતે હાનિકારક બની રહે છે.
૫)ડેન્માર્ક મા લોકો રસ્તો ભુલવા કરતા બીજાને બે વાર પૂછ વૂ સારુ ઍમ માને છે.
૬) બ્રિટનમા કહેવત છે કે ' મૂર્ખો ઍક ક્લાકમાઘણા પ્રશ્નો પુછ્સે જેના જવાબો હોશીયારો સાત વર્ષે આપી શકે.' મૂરખના સવાલો નકામા અને ટાઈમ બગાડનારા હોય છે.
૭)જર્મનિમા કહેવાય છેકે ' લાંબા કેસ કરતા, ટૂકુ ટચ  અગ્રીમેન્ટ  સારુ.'  ઍમા કાયદાકીય બાબત કરતા ઘણીવાર સમજદારી બહેતર હોય છે.

૮) ભારતમા મનાય છેકે ' સાપ તો ડંખ મારવાનો જ છે ભલે તમે ઍની પ્રત્યે ગમે તેટલી દયા બતાવો.'આથી દૂષ્ટજે માણસોથી દૂર રહેવામા જ હિત રહેલુ છે.
૯) ફ્રેંચ લોકો કહે છેકે ' સ્વચ્છ અંતરાત્મા જેવો કોઈ પૉંચો તકીઓ નથી. આમ સ્વચ્છ આત્મા જ પરમ શાંતિ આપી શકે છે.
૧૦) હંગેરીમા લોકો માને છે કે ' જ્યા મહત્વ કાંક્ષાનો અંત આવે છે, ત્યાથી સુખની શરૂઆત થાય છે.' માણસની મુરાદો જ જીવનમા દુખનુ સિંચન કરે છે.
૧૧) ' હસતા હસતા જીવો અને પ્રભુનો  સાથ માણો.' ઍવુ જાપાન ના લોકો માને છે. ઍટલે કે પ્રત્યેક હસતુ જીવનમા પ્રભુનો વાસ છે.
૧૨)રશિયામા કહેવામા આવે છે કે 'સફળતા અને આરામ બંને સાથે જતા નથી, ઍટલે સફળતા હંમેશ સતત શ્રમ માંગે છે જ્યા આરામને સ્થાન નથી.
૧૩)નૉર્વેમાલોકો 'નશીબને  ઉધારથી લીધેલી વસ્તુ માનવામા આવે છે, કારણકે ઍના પર કોઈની માલિકી નથી.' ટૂકમા નસીબ પર ભરોસો રાખવો  ઍ મુર્ખામી છે.
૧૪) 'સારાપણુ ફક્ત  ગુનગુને છે, જ્યારે દૂષ્ટતા બૂમ બારાડા પાડે છે. ' ઍવુ તિબેટમા મનાય છે. ઍટલેકે  સારાઈ ઍની  પ્રસિધ્ધિ કરતી નથી, જ્યારે બુરાઈ  ખોટી ખોટી બડાઈ મારે છે.

                                      *****************************************