Saturday, July 9, 2016


આપણે નિમિત્ત માત્ર
                                જીવનમા માનવીનો  મોટામા મોટો દુશ્મન  અહંકાર છે અને અહમ્ જ દુખનુ મોટામા મોટુ કારણ છે. હૂ કરુ, મે કર્યુ, અને મારી શક્તીથી મેળવ્યુ ઍ માનવુ મિથ્યા છે કારણકે આખરે તો પ્રભુ ઇચ્છા અંતિમ હોય છે. .આપણને પ્રભુઍ કર્મ કરવાનો હક્ક જરૂર આપ્યો છે પરતુ ઍના ફળનો દોર તો ઈશ્વરે પોતાની પાસે જ રાખ્યો છે. ઍટલે ગીતામા ક્હ્યુ છે કે આપણને ફળ પર અધિકાર નથી.
                                 શ્રી કૃષ્ણઍ ગીતામા અર્જુનને કહ્યુ હતુકે તુ ઍમ માનતો હશે કે તુ સ્વજનોને મારવા જઈ રહયો છે પરંતુ ઍતો મરી જ ગયેલા છે તુ તો માત્ર નિમિત્ત માત્ર છે. ઍમનુ જીવન  મૃત્યુ મારી ઇચ્છાને જ આધીન છે. આથી ઍ બાબતમા ખેદ કરવો છોડી દે. અર્જુન દુઃખી હતો કારણકે ઍ અહમ પીડાતો હતો.
                                   મહાભારતના યુધ્ધ વખતે અર્જુન જ્યારે કર્ણ સામે લડતો હતો ત્યારે અર્જુનના બાણો ના મારાઓ કર્ણના રથનૅ બહુ પાછળ ધકેલતા હતા જ્યારે કર્ણના બાણો અર્જુનના રથને ફક્ત સાત ડગલા જ પાછળ ધકેલતા હતા તે  છ્તા કૃષ્ણ મહારથી કરણની જ પ્રસંશા કરતા રહેતા  હતા. આથી અર્જુનને ખેદ થયો અને કૃષ્ણને પુછ્યુ ' ભગવાન મને પ્રસંશામા આવો અન્યાય શા માટે? કૃષ્ણે હસીને કહ્યુ  'પાર્થ   તારા ર થ પર  મહાબલી હનુમાન વિરાજે છે. હૂ સ્વયમ્ તારો સારથી છુ ઍથી તને મદદ મળી છે પરંતુ મહાવીર કર્ણ ઍના બાહુબલથી લડી રહ્યો છે. ઍટલા માટે ઍ પ્રસંશાને પાત્ર છે, ઍ સાંભળીને અર્જુન ભગવાનને પડી ગયો. ઍને ખાતરી થઈ ગઈ કે ઍનો વિજય ભગવાનની ઇચ્છાને લીધે જ છે ઍતો ઈશ્વરની ઈચ્છાનુ સાધન માત્ર જ છે.
                                    મહાભારતના યુધ્ધને અંતે અર્જુનને અહમ્ તો આવ્યો હતોકે ઍણે મહાન યોદધા ઑનો વધ કરી વિજય મેળવ્યો હતો. શ્રી કૃષ્ણ ઍના મિત્રના ઍ  અહમથી વાકીફ હતા. આથી યુધ્ધના અંતે જ્યારે પરત   ઘરે  આવ્યા ત્યારે સૌથી પહેલા  અર્જુનને રથ પરથી ઉતાર્યો અને કહ્યુ ' દુર જઈને ઉભો રહે.' પછી પોતે ઉતર્યા ઍટલે રથ બળીને ભસ્મ થઈ ગયો. અર્જુન તરફ ફરીને ક્હ્યુ ' તારો રથ તો ક્યારનો ભીષ્મપિતામહ,   દ્રોણાચાર્ય, કૃપાચાર્ય, અને કર્ણના દીવ્યાંગ શસ્ત્રોતી બળી ગયો હતો.'  સાંભળીને અર્જુનના અભિમાનના ચૂરેચુરા થઈ ગયા કારણ કે ઍતો નિમિત્ત માત્ર  હતો પરીણામતો પ્રભુની ઈચ્છાને આધીન હતુ.
                                      આથી ટુંકમા ઈશ્વર દરેક  વસ્તુ માટે માનવીને નિમિત્ત બનાવે છે. ઍથી સારા પરિણામ માટે અભિમાન પણ ન કરવુ અને ખરાબ વસ્તુ માટે દુઃખ પણ ન લાવવુ. પોતાને યોગ્ય હોય ઍવા સદ્કર્મો ઈશ્વરમા શ્રધ્ધા રાખી કરે જવુ.
                                                      ***************************************

Monday, July 4, 2016


બિનસાન્પ્રદાયિક્તા અને અતિરેક
                                                   ભારતમા પોતાને  ઉદાર અને બિનસાંપ્રદાયિક  બતાવવા માટેની હરીફાઈ ચાલે છે. કટ્ટર કોમવાદી થવુ ઍ પણ ભારતીય સંસ્કૃતીનુ  અપમાન સમાન છે. ભારતીય સંસ્કૃતી  બધા ધર્મોને સમાન મહત્વ અને માન આપવા પર રચાયેલી છે. ઍટલે કટ્ટરતાને સ્થાન નથી. આનો અર્થ ઍવો પણ નથી કે હિન્દુ ધર્મને  તરછોડી બીજા ધર્મોને વધારે મહત્વ આપવુ. બિજુ હિન્દુ ધર્મ વિષે વાત કરવી કે ઍનો બચાવ કરવો ઍ ગુનો બનતો નથી. તે ઉપરાંત બિનસાંપ્રદાયિકતાને નામે હિન્દુ લાગણીઓને દુભવવી ઍ યોગ્ય નથી. ઘણીવાર બિનસાંપ્રદાયિકતા ઍ હવે ફેશન બની ગઈ છે.
                                                                                      હિન્દુ સંસ્કૃતિના ભારતમા  બીજા ધર્મો પ્રત્યેની ઉદારતાના મોજુદ દાખલાઓ છે.વોશિંગ્ટનમા  ૨૧  અને લંડનમા ૭૧ ચર્ચો  છે જ્યારે  દિલ્હીમા  ૨૭૧ ચર્ચો છે. ભારતમા ૩ લાખ મસ્જિદો છે જે બીજે  જોવા નહી મળે. હિન્દુઓ ઇફ્તારની પાર્ટી મુસ્લિમોને આપશે. હિન્દુઓ ટોપી પહેરીને મઝારો પણ જાય છે. હિન્દુઓ પરદેશી સંસ્કૃતિના વખાણ કરતા પણ જોવા મળશે. હિન્દુઓ ગિરજાગ્રુહો અને ગૂરૂદ્વારામા પણ જવામા સંકોચ અનુભવતા નથી. ટુંકમા હિન્દુઓની બિનસાંપ્રદાયીક ઘણી વધારે છે.
                                                                              ભારતની લોકશાહીમા મતોની મહત્વને કારણે લઘુમતીને ખુશકરવામા બિનસાપ્રદાયિકતાની વ્યાખ્યાને વિકૃત કરી નાખવામા આવી છે. ઘણીવાર તો બહુમતીને અન્યાય થવા જેવી સ્થિતિ સર્જાય છે ઍ અયોગ્ય છે. ઍ વિચારવા જેવી બાબત છે . બિન સાંપ્રદાયિકતાનો અતિરેક પણ ઘણીવાર રાષ્ટ્ર માટે નુકસાન કારક બની રહે છે. બહુમતીને નૈતિક દ્રષ્ટિેઍ પણ નબળી બનાવી દે છે.
                                                    ***************************************

Friday, June 24, 2016


ફાધર ડે
                                                                                                                                                              જૂન મહિનાના ત્રીજા રવિવારે અમેરીકામા ફાધર ડે મનાવવામા આવે છે. તે દિવસે પિતાને યાદ કરીને અંજલી આપવામા આવે છે. ભારતની સંસ્કૃતિમા પિતાને હમેશ માન આપવામા આવે છે અને ઍના સલાહ સૂચનને સ્વીકારવામા આવે છે. તે છતા સાહિત્યમા, સંતોમા, વીદ્વાનોમા, માતાનૂ સ્તુતિ અને સાહિત્ય વધારે જોવા મળે છે.  પિતાઍ  કુટુંબના હિતમા ઘણીવાર નાખુશ કરનારા નિર્ણયો લેવા પડે છે જ્યારે માતા સંતાનોંની સાથે રહે છે અને ઍમને હુફો આપે છે. આથી સંતાનોનું માતા સાથેનોં સબંધ બહુજ નજદિક રહે છે. આથી સંતાનો હમેશા માના ગુણગાનો ગાતા રહે છે. આજ કારણે સંતો, સફળ મહાન પુરુષો દ્વારા માતા વિષે સારુ ઍવૂ સાહિત્ય જોવા મળે છે. ટુંકમા કોઈની પણ સફળતા પાછ્ળ માતાનો પ્રેમ અને પિતાનો પડદા પાછળનુ બલિદાન જવાબદાર હોય છે. પિતાને ઘણીવાર અન્યાય પણ થાય  છે.
ઈશુની મા મૅરી પિતાનુ કોઈ નામ નથી
કૃષ્ણની મા દેવકી, વાશુદેવનુ  નામ લેવાતુ નથી
કવિઓ, લેખકોે, અને સન્તોઍ માતાના .દૈવી ગુણ ગાયા
પિતાઓની અવગણના સિવાય બીજુ કઈ નથી
સખ્તાઈ કરી કુટુંબને તારે ઍજશુ ઍનો ગુનો છે?
સમાજને સારા માનવો આપવા ઍ પણ કોઈ ગુનો છે?
જીવનની  કમાણી, શક્તિ, અને વખત આપનાર પણ પિતા છે
ઍવી વ્યક્તિને અંજલી આપવી ઍ સર્વની ફરજ છે
                       ઍવા પિતાઓને  સુખી 'ફાધર ડે'

                             ****************************

Wednesday, June 8, 2016


સરહદ પાર
                                                                                                                                                       અમેરિકા અને મૅકક્સિકો વચ્ચે માઈલોના માઈલો સુધી ખુલ્લી સરહદો ચ્હે. આથી ઍક બાજુ સમૃધ્ધિ અને બીજી બાજુ ગરીબીને કારણે લાખો લોકો ગેરકાયદેસર અમેરીકામા પ્રવેશી જાય છે. વખત જતા ઍમાના ઘણા અમેરિકામા મળતા લાભો ઍક કે બીજા કારણે મેળવતા થઈ જાય છે. ઍટલે કોઇકે કટાક્ષમા કહ્યુ છેકે અમેરીકામા તમે ઘુસી જાવ તો ઍવા લોકોને  નોકરીથી માંડીને તે બધા લાભો મળતા થઈ જાય છે. પરંતુ આ કથન ગેરદોરવણી ભર્યુ છે. અમેરીકામા પણ ગેરકાયદેસર પ્રવેશ સજા પાત્ર છે.
                       દુનિયાના બધા દેશો ગેરકાયદેસર પ્રવેશ માટે સખત સજાનો પ્રબંધ કરેલો હોય છે. ઍ બાબતમા સબરજિત સિંઘનો સરહદ પાર કરવાનો અને  પાકિસ્તાનની જેલમા રિબાઈ રીબાઈને મારવાનો કિસ્સો મશહૂર બની ચૂક્યો ચ્હે ઍના પર ચલચિત્ર પણ ઉતારવામા આવ્યુ છે.
                        સરહદને ગેરકાયદેસર પાર કરવામાટે  જુદી જુદી સખત સજાઓ જુદા જુદા દેશોઍ રાખેલી છે.
૧)નોર્થ કોરેિયા ૨૨વર્ષની સખત કેદની સજા કરે છે.
૨)ઈરાનતો  અનિશ્ચિત સમય માટે જેલમા નાખી દે છે.
૩) અફગાનિસ્તાનમા તો મારી નાખવાંમા આવે છે.
૪)  સાઉદી અરેબીયામા જેલમા નાખી દેવામા આવે છે.
૫) ચીનમા તો  નામનીનિશાન મિટાવી દેવામા આવે છે.
૬)  વેનેજુઍલામા જાસૂસ માની ગમે તેટલી સજા થઈ શકે છે.
૭) ક્યુબામા રાજકીય કેદી તરીકે આખી જિંદગી કાઢવી પડે છે.
                          ટુંકમા ગેરકાયદેસર સરહદ પાર કરવી ઍ ઘણો ગંભીર ગુનો છે.
                                   *************************************

Friday, June 3, 2016


દુનિયાની અજાયબીઓ
                                                                                                                                                                        વિશ્વમા જે આધુનિક વિજ્ઞાનિક શોધો થઈ રહી છે,. ઍનાથી આખી દુનિયાની સકલ બદલાઈ રહી છે.
ઍ બધી શોંધો અજાયબી રૂપે પ્રગટ થઈ રહી છે.
૧) શૉપિંગ મૉલમા હવે વેચાતી વસ્તુઓ  'ઍલસીડી' પડદા પર દેખાશે અને જોઇતી વસ્તુઑ પર અડવાથી ઍ નોંધાઈ  જશે. તમે બહાર કાઉંટર પર જાઓ ઍટ લામાં બી લ સહિત બધી વસ્તુઓ તૈયાર મળશે.
૨) ઍવા મોબાઈલ ફોન બનાવવામા આવ્યા છેકે જેને તમારે જોઇઍ ઍ રીતે વાળી . શકો છો. ઍ ફોન કામ પણ સ્માર્ટ ફોનની જેમ જ કરે છે.
૩) તમારુ કોમ્પ્યુટર ઘંટડી પણ વગાડી શકશે અને તમારુ ઈમેલ ખાતુ પણ તપાસી શક્શે. અમુક બાબતમા તમને ચેતવશે પણ ખરુ. તથા બીજાઓ સાથે નેટપર વાત પણ કરાવી શકશે.
૪) માણસે પોતાની આંખમા ગોઠવેલા  કેમેરા  તમને જોઈ શકશે.
૫)નવા યુગના ગૂગલ ફાઈબર દ્વારા  અત્યારથી ૧૦૦ ગણુ વધારેગતિ વાળુ ઇંટરનેટ મળશે.
૬) કૅમપિંગ સ્ટવ હવે રાંધવા સિવાય ઍવી શક્તિ ઉત્તપન   કરશે કે બેટરી પણ ચાર્જ કરી શકાશે.  બિજુ બધુ પણ 'યુસબી' દ્વારા ચાર્જ કરી શકાશે.
૭)ઍવી કચરા પેટી બનાવવામા આવશે કે ફેકેલા કચરાને કેચ કરી શકશે.
૮) સ્માર્ટ ફોનો ૨૦ વર્ષ પહેલાની બધીજ માહિતીઑ  ઍમનામા સમાવી શકશે.
૯) બાયોનીક હાથો  હવે ગમે તેવી હિલચાલ કરી શકશે.
                                          *************************************

Sunday, May 8, 2016

મારી મા
                                                                (મારી મા શાંતાબહેન )        
                                                                                                                                                               આજે '૮ મી મેને દિવસે 'અમેરીકામા ' મધર ડે' તરીકે ઉજવવામા આવે છે.  ઍટલેકે માતાઑ દ્વારા કુટુંબમા અને સમાજમા આપવામા આવેલા પ્રદાનઓને અંજલી આપવાનો દિવસ.' મા' ઍટલે પ્રેમ, ત્યાગ, અને બલિદાનની દૈવી  મૂર્તિ. મે નીચેના લેખમા મારીં માને નિષ્ઠાપૂર્વક અંંજલી આપી છે.-

                                                                 "  મા ઍટલે પ્રેમ, બલિદાન અને પોતાના સંતાનો માટે જીવે ત્યા સુધી ત્યાગ કર્યા કરે ઍવુ મંગલ સ્વરુપ હોય છે. ઍને પોતાના સંતાનોમા  હમેશા  સદગુંણો દેખાય ઍનુ આલોચન કરે અને ઍમના અવગુણોને ઢાંકી ઍને સુધારવાના પ્રયત્નો કરે. ઍટલા માટે ગમે તેવા ખરાબ સંતાનો પણ ઍની માની આગળ આગળ ગળગળા થઈ  માથુ નમાવી દે છે. દુનિયામા ઍક માનવી બતાવો જે ઍની માને પ્રેમ ન કરતો હોઈ.
                                                                   મારી મા પણ પ્રેમ, ત્યાગ અને બલિદાનની જીવતી જાગતી મૂર્તિ હતી. ઍ અમારે માટે જ જીવતી હતી, પોતાને માટે નહી.સાદાઇ, અને સ્વચ્છતાના પાઠ શીખવી ગઈ હતી. આજે પણ ઍની યાદમા ઍની સૂતરની સાડીને સાચવી રાખી છે. ઍની યાદ આવી જાઇ ત્યારે ઍ સાડી પર આંસુ વહાવી લઉ છુ. પરંતુ ઍને ઘરેણાની જેમ કબાટમા સાચવી રાખુ છુ.
                                                                  નાનપણમા આમતો મે બહુ સીધોસાદા અને  શાંત છોકરાનીની છાપ ઉભી કરી હતી પણ મારી માને મારી આંતરિક મજાકિયા સ્વભાવની ખબર હતી. ઍક્વાર મે મારી નાની બહેનની ખુરસી સિફતથી હટાવી દીધી અને ઍ જમીન પર પટકાઈ. ઍના રડવાના અવાજથી આજુબાજુના લોકો હેબતાઈ ગયા. હૂ દૂર નિર્દોષતાથી ઉભો ઉભો તમાશો જોઈ રહ્યો હતો. ત્યાતો દૂરથી માનો અવાજ આવ્યો ' ઍ પેલા ભાલિયાનુ જ કામ છે. હવે  ઍની ખેર નથી. પછી મારા પર તૂટી પડી. બધાને આશ્ચર્ય થયુ પણ ઍ મારા અંદરના મસ્તીખોર સ્વભાવથી પરીચિત હતી. ત્યારથી હૂ શીખી ગયો કે ઍનાથી કઈ છુપાવવુ નહી. અને સાચી વાત ઍને કહી દેવી કારણકે જૂઠ સામે ઍને તિરસ્કાર હતો.
                                                                  મા આમતો બહુ ભણેલી ન હતી પરંતુ ઍ ભલભલી ઉંચ વ્યક્તિઓ સાથે કામ પાર પાડતી. ઍના આત્મવિસ્વાસ અજબનો હતો જેનુ આરોપણ અમારામા ક્રયુ હતુ. મોતને પણ ઍણે આત્મશક્તીથી કાબૂમા રાખ્યુ હતુ. ઍને હાર્ટ, ડાયાબિટીસ, બ્લડ પ્રેશર જેવી જીવલેણ બિમારી હતી, પણ  ઍ  બધી બિમારીઓ સાથે ઍણે ઍની જવાબદારીઓ નોભાવે રાખી. ઍક વાર ઍને મોટો હાર્ટ ઍટેક આવ્યો હતો. તે હોસ્પિટલમા જીવનમરણનો ખેલ ખેલી રહી હતી. અમે બધા સ્વજનો ઍ આશા ગુમાવી દીધી હતી પરંતુ ઍ હાફ્તી હાફ્તી ઍક જ્ર રટણ રટતી હતી કે હૂ પાછી ઘરે આવવાની જ છુ. તમે લોકો ચિંતા ન કરો. ઍ સાજી થઈ ઘરે પણ આવી. ત્યારે મને થયુ કે માણસનો આત્મવિસ્વાસ મૃત્યુ પર પણ વિજય મેળવી શકે છે. તે દિવસે માઍ મને જીવનમા આત્મવિસ્વાસ કેળવવાનો પાઠ શીખવ્યો.
                                                               માને  ડરપોક માણસો ગમતા ન હતા અને અમારી ડરપોકતામા  ઍને પોતાની માવજતમા ખામી દેખાતી.  શહેરમા નાના છોકરાઓને ઉપાડી જવાના ઘણા કિસ્સા બન્યા હ્તા ઍથી હૂ ગભરાઈ ગયો હતો અને સ્કૂલમા જવાની મે ના પડી દીધી હતી. ઍણે મને બળજબરીથી સ્કૂલે મોકલાવ્યો હ્તો. અને ચેતવણી આપી હતી કે મારી ડરપોકતાને કદી તે સહન કરશે નહી. સાંજના સ્કૂલમાથી પાછો આવ્યો ત્યારે ઍણે  પ્રેમથી પુછયુ 'બધુ બરાબર હતુ ને દીકરા' ત્યારે મને લાગ્યુ કે આખો દિવસ ઍણે મારી ચિંતામા વિતાવ્યો હતો. મને લાગ્યુ કે જીવનમા ઍને માટે અમુક ગુણો મહત્વના હતા જેનો પ્રેમને ખાતર દરગુજર કરવા માગતી ન હતી. આમ મા  વજ્રની જેમ કઠોર હતી પરંતુ  હ્રદયથી બહુ નરમ હતી.
                                                            તે વખતે અમે મુંબઈમા કફ પરેડ રોડ, 'બૅક  બે 'સામે, બૅરક્સમા રહેતાહતા.  નરીમાન પોઈન્ટ વિસ્તારમા અત્યારની જેમ કોંક્રિટના મોટા બહુમાળી. મકાનો બંધાયેલા ન હતા. ઍથી ઍ વિસ્તાર અત્યાર જેટલો ગીચ ન હતો. રાતના આઠ વાગ્યા પછી ઍ વિસ્તાર તદ્દન શાંત થઈ જતો. ઍવા વિસ્તારમા અમે રહેતા હતા. ઍક્વાર મધરાતે ચોર અમારા ઘરમા ઘુસવા જતા અવાજ સાંભળી મા હાથમા લાકડી લઈ બહાર દોડી ગઈ. અમારો નોકર પણ જાગી ગયો અને ઍ પણ માની પાછળ  દોડ્યો અને પેલાને પકડી લીધો. અવાજને લઈને અમે જાગી ગયા. જોયુ તો મા લાકડી વડે પકડેલા ચોરને ફટકારી રહી હતી. અમે ઍની નીડરતાના દર્શન ઍ દિવસે થઈ ગયા. જેનો વારસો અમને પણ આપતી ગઈ છે.
                                                            માને લોકસેવાની લગન હતી. લોકો પાસે પૈસા ઉઘરાવીને ગરીબોને ઍમની જરૂરીયાતો પુરી પાડતી. અને ઍ નિસ્વાર્થ ભાવથી કરતી. ઍ માનતી કે ગરીબોની સેવા ઍ જ ઈશ્વરની ભક્તિ છે.  ઍ મુંબઈના શ્રીમંતો પાસે પૈસા ઉઘરાવતી અને ગિરનારના ભાવનાથના મેળામા સાધુઓ અને ગરીબો માટે ભંડારો કરતી. ઍમા કપડાઓ, ધાબળાઑ વહેચતી. વર્ષો સુધી ઍ કામ કરતી રહી અને જ્યા સુધી શરીર ચાલ્યુ ત્યા સુધી ઍ કામ ચાલુ રાખ્યુ. અને અમને હસતા હસતા કહેતી આવા કામો કરતા રહો ઍવો વારસો જ તમને આપી જવાનો છુ. ઍવી ભાવનાઓ અમારા જીવનમા છોડી ગઈ છે ઍટલે આજે પણ કાઇ સારા લૉક ઉપયોગી કામો નિસ્વાર્થ ભાવે કરવાની ભાવના અમારામા સીંચીને ગઈ છે.
                                                           છેલ્લે ઍ ઍના મોતને પણ જીતી અને શાંતીથી મરજી પ્રમાણે ચાલી ગઈ. મારા પિતાના મૃત્યુ બાદ અમને ક્હી દીધુ હતુ કે ' હવે હૂ મહિનાથી વધુ જીવવાની નથી.' અમારા ક્રીયા કર્મ કરાવનાર બ્રાહ્મણ ને બોલાવી ઍના મૃત્યુ બાદ કરવાની ક્રીયાઓ વિષે પણ સૂચના આપી. મારે માટે પણ ઍ આશ્ચર્ય જનક વાત હતી. પરંતુ ઍ ઍના નક્કી કરેલા વખતે જ અમને રડતા છોડી ચાલી ગઈ. પરંતુ ઍક વાતની અમને ખાતરી થઈ કે મારી માનો આત્મા પ્રભુને પણ પ્યારો હતો અને અમારે માટે ઉમદા જીવન જીવવા માટે અમૂલ્ય વારસો છોડી ગઈ."
                                  (પરદેશી ગુજરાતી લેખકો દ્વારા લખેલા પુસ્તક્ ' મારી માવલડી' માથી)
                                             ******************************
.

Sunday, May 1, 2016


અમેરિકન પ્રમુખ હૅરી ટ્રૂમન અને જનરલ મૅક આર્થર
                                                                                           અમેરીકામા પ્રમુખ  વિશાળ સત્તાઓ ધરાવે છે.  ઍ અમેરિકન બંધારણનો ગણો મજબૂત ઓધ્ધો છે. ઍને ચુનોત્તિ દેવી ઍ તદ્દન મુશ્કેલ કાર્ય છૅ. ઘણા  પ્રમુખની સત્તાને પડકારવા જતા પોતાની કારકિર્દી ગુમાવી બેઠા હતા. ઍમાના ઍક અમેરિકન જનરલ મૅક આર્થર હતા.  તેમણે બીજા વિશ્વ યુધ્ધમા જાપાન સામે વિજય મેળવી  દુનિયામા અને અમેરીકામા પણ ભારે લોકપ્રિયતા મેળવી હતી. . ઍમણે ઍના મદમા આવી અમેરિકન પ્રમુખની સત્તાને પણ પડકારી હતી. અમેરિકન પ્રમુખ  હૅરી ટ્રૂમનઍ પણ અચકાયા વગર તે વખતના લોકપ્રિય જનરલ મૅક આર્થરને ઍના હોદ્દા પરથી બરખાસ્ત કરી નાખ્યા હતા.  આજ અમેરિકન પ્રમુખપદની ગરીમા અને સત્તા બતાવે છે.

                                                                               જનરલ મૅક આર્થર તે વખતની મિલિટરી મહા સત્તા જાપાનની શરણાગતી સ્વીકારવા જઈ રહ્યા હતા. પરંતુ તેમને જાપાન તરફ સખત પૂર્વગ્રહ હતો.  તેમણે પ્રમુખ ટ્રૂમનને ઍક ઈ મેલ સંદેશો મોકલાવ્યો હતો કે ' આવતી કાલે અમે બદમાશ પીળી કમ્મર વાળા જાપાનીસો સાથે શરણાગતિના દસ્તાવેજો સહી કરવા જઈ રહ્યા છે. તમારી જો કોઈ આખરી સૂચના હોય તો જણાવશો.' પરતુ પ્રમુખને  જનરલના અમુક  શબ્દો અયોગ્ય લાગ્યા. ઍમણે જવાબમા જણાવ્યુ કે ' સારી  રીતે  કામ પૂરુ કરવા માટે અભિનંદન. તમારે તમારો જાપાનીસો તરફનો  અણગમો પત્રકારોની સાથેની વાતચીતોથી દૂર રાખવો કારણ કે રાજકીય રીતે ઍ ઉચિત નથી.
                                                                              પ્રમુખની સલાહ કદાચ જનરલને ખુંચી હશે આથી ઍમ ણે  પુછયુ ' રાજકીય રીતે ઉચિતઍટ લે શુ? 'પ્રમુખે  જવાબમા લખ્યુ ' ઍ તર્ક હિન, લઘુમતી બીમાર મીડીયા  દ્વારા ઉભો કરેલો કરેલો  શબ્દ છે  ઍ લોકો માને છે કે ' ગંદી વસ્તુને  ઍના સ્વચ્છ છેડાથી પણ પકડી  શકાય છે.'
                                                                               આમ લોકપ્રિય  જ્નરલને કેટલી હોશીયારીથી અને ગરીમાથી અમેરિકન પ્રમુખ સલાહ આપી દે છે. આ પત્ર વ્યહવાર હજુ પણ પ્રમુખ ટ્રૂમનની લાઇબ્રેરીમા જાળવી રાખવામા આવ્યો છે.
                                                       ****************************************