Monday, May 1, 2017


  કો કો કોલા                                                          
                                                            કો કો કોલા વિશ્વનુ અતિપ્રિય પીણા તરીકે પ્રખ્યાત છે, પરંતુ ઍના બીજા ગુણો જાણવા જરૂરી છે.
 ૧)  કપડા પર ગુંદર ચીટક્યો હોય ઍનાથી સાફ થઈ શકે છે.
૨) જીવડાના ડંખોથી થતી ખુજાલિઓ દૂર કરવામા મદદ રૂપ થાય છે.
૩) સિલ્વર જેવી ધાતુને સાફ કરી પોલિશ કરી શકાય છે.
૪) ઍનાથી કપડા પરના તેલના  ડાઘા અને  ફ્લોર પરના  ડાઘા સાફ થઈ શકે છે.
૫)  રસોડૂ અને બાથરૂમને પણ સાફ કેરી શકાય છે.
                                                                     જે  વસ્તુ જીવનમા થાક અને પ્રેશર દૂર કરવા  મદદ રૂપ થાય છે ઍ બીજી રીતે કેવૂ ઉપયોગી છે ઍનો પ્રયાગો કરી જોવા જેવુ છે.
                                                         *************************************

Wednesday, April 12, 2017


જાસુસીનુ  મહા નાટક
                                                               કુલભુષણ જાદવ જે  નેવીના નિવૃત્ત  ઑફીસર છે.  જેમનુ  ઈરાનથી  અપહરણ કરી પાકિસ્તાન લાવવામા આવ્યા, અને .ઍનાપર જાસૂસીનો આરોપ લગાવી પાકિસ્તાની  સેનાની અદાલતે ફાંસીની સજા ત્વરિત ફરમાવી દીધી છે. પરંતુ જે ગતિથી સજા પૂરાવા પ્રસિધ્ધ કર્યા વગર કરવામા આવી છે ઍ શંકા જનક છે. ભારત સરકાર અને ભારતની જનતા ઍ ઍક અવાજે ઍનો વિરોધ કર્યો છે. પાકિસ્તાની મેડિયાઍ પણ ઍ બાબતમા શંકાઓ જગાવી છે. આમતો કુલભુષણ ધંધા અંગે ભારતના પાસસપોર્ટ પરઈરાન ગયેલા હતા પરંતુ પાકિસ્તાને ઍમને ભારતની જાસુસી સંસ્થા' રો' ના  જાસૂસ ઠેરવી દીધા છે.

                                              વાત પરથી લાગે છેકે આની પાછ ળ પાકિસ્તાનની ઉંડી ચાલ છે. થોડા વખત પહેલા જ પાકિસ્તાની નિવૃત્ત લેફ્ટનન્ટ કર્નલ મોહમદ હબીબ નેપાળ સરહદ પરથી ગુમ થયા છે. અહેવાલ પ્રમાણે જે ટીમે કુલભુષણ નુ  અપહરણ ઈરાનથી કર્યુ હતુ ઍ ટીમના હબીબ પણ સભ્ય હતા. તે ઉપરાંત હબીબ પણ પાકિસ્તાની જાસુસી સંસ્થા 'આઇ ઍસ આઈ' ના સભ્ય છે ઍમ માનવામા આવે છે.આથી પાકિસ્તાનને હબીબની ચિંતા છે અને પાકિસ્તાન માનેછેકે હબીબ ભારતના હાથમા પડી ચૂક્યા છે.
                                            આથી કુલભુષણને કરવામા આવેલી ફાંસીની સાથે હબીબની ઘટનાની સાથે સબંધ છે. પાકિસ્તાન કદાચ મોહમદ હબીબને  છોડાવા માટે કદાચ કુલભુષણનો પણ ઉપયોગ કરે. આખરે તો  આઍક પાકિસ્તાની સરકાર દ્વારા રચાવામા આવેલા નાટકનો ભાગરુપ લાગે છે. પરંતુ મુદ્દાની વાતતો ગમે તેવા સંજોગોમા  કુલભુષણ જાદવના જીવનને બચાવવાની છે. ભારત સરકારને માટે ઍ મુશ્કેલ કામ કેવી રીતે પૂરુ પાડવુ ઍ ઍક કોયડો છે?
                                             ***********************************

Saturday, April 8, 2017


ઑસ્ટ્રેલિયા, સાઉથ અમેરિકા, આફ્રિકા અને ઇંડિયા
                                                                             ન્યૂજિલેન્ડ, ઑસ્ટ્રેલિયા, ન્યૂગિનીના આદિવાસીઓ દેખાવમા ભારતીય જેવા જ દેખાય છે. ૪૦૦૦૦ હજાર વર્ષો પહેલા આવેલા જમીનના ફેરફારોમા ઍ બધા  ઍક હતા તે જુદા જુદા ખંડોમા  છવાઈ ગયા. આજે ઑસ્ટ્રેલિયા, આફ્રિકા, સાઉથ અમેરિકા, ઇંડિયા હજારો માઈલ દૂર જુદા ખંડો બની ગયા છે.  પરંતુ ઍના ઍક હોવાના પૂરાવા આજે પણ મોજુદ છે.
૧) ઍમા રહેતા આદીવાસીઓના ચહેરા, કેટલાક રીતરીવાજો ભારતીયોને  મળતા આવે છે.
૨) ભારતીય સ્થાપત્યના નમૂનાઓ  પણ મળી આવ્યા છે.
૩)  ઑસ્ટ્રૅલિયાની' ઉરુ મેગાલિથિક સાઇટ' પાછળ સંસ્કૃત ભાષાનુ રહસ્ય રહેલુ છે. સંસ્કૃતમા 'ઉરુ' નો અર્થ પૃથ્વી થાય છે. અને  ઑસ્ટ્રેલિયાનો 'અસ્ત્રનો' અર્થ હથિયાર થાય છે.  અને અલિયાનો અર્થ  ઘર થાય છે.આથી ભારત સાથેના સબંધનો ઍમા મહિમા સમાયેલો છે.

૪)  ઈંગલીશ ઇતિહાસકારો ' ગીમ્પ સાઇટ' ને પિરામિડ કહે છે જે  ઇજીપ્તના લૉકૉ ઍ બનાવ્યો હોવાનુ માનવામા આવે છે. પરંતુ ઍનો આકાર  ગણેશજીની મૂર્તિ જેવો છે.

૫)  પદમાસન મુદ્રામા વેદિક દેવની મૂર્તિ પણ  ઑસ્ટ્રેલિયામાથી મળી આવી છે.
૬) અજબની વાતતો ઍ છેકે  ઑસ્ટ્રેલિયાના આદીવાસીઓના કપાળ પર ભારતીય  વિષ્ણુ ભક્તો જેવૂ ટીલુ કપાળપર લગાડેલુ હોય છે.
                                                                                આજે હજારો ભારતીયો  વિદેશી તરીકે ઑસ્ટ્રેલિયામા રહે છે ઍમણે કદાચ કલ્પ્યુ પણ નહી હોય કે ઍમના  પૂર્વજો ૪૦૦૦૦ વર્ષ પહેલા અહિઍ રહેતા હશે.
                                                   *************************************

Tuesday, April 4, 2017


દારૂનો જાદૂ
                                                                                 વધારે પડતો દારૂ પીવાથી શરીર તો ખલાસ થાય છે પણ  સાથે સાથે પૈસેટકે કુટુમ્બો પણ બરબાદ થાય છે.  આથી દારૂ પીવામા સંયમની જરૂર છે. કેટલાક લોકો દુખો ભુલવા, જીવનના દબાણોથી બચવા દારૂનો સહારો  લે છે ઍ ઍમના માટે વિનાશક બની રહે છે.  પશ્ચિમના દેશોમા દારૂ ઍ જીવન જીવવાની હળવી શૈલી માનવામા આવે છે. ઍમા સંયમ અને મર્યાંદા હોય છે.  ઍક તથ્ય છે કે અમર્યાદિત દારૂ પીનારાઓ ઍમના  કુટુંબને અને ઍમની અર્ધાંગિનીઓને દુખી અને બરબાદ કરી દે છે. આથી સ્ત્રીઓનો દારૂ સામે મોટો વિરીધ પણ છે.
                         દુનિયાના મોટા મોટા દેશો જેવાકે અમેરિકા અને રશિયાઍ પણ દારુબંધીનો પ્રયોગ  કરી લીધો પરંતુ ઍમા ઍમને નિષ્ફળતા મળેલી છે. તે છતા  ભારતમા ગુજરાત, બિહાર. કેરાલા, મણિપુર  અને  નાગાલેન્ડ જેવા રાજ્યોમા દારુબંધી ચાલુ છે. ઉત્તર પ્રદેશમા દારુબંધી માટે મહિલા આંદોલન ચાલુ છે. આ દારૂના દૂષણો સામેના પગલા છે.  વસ્તુ ખરાબ હોતી નથી પરંતુ ઍને સેવન કરનારાઓની આદતો ખરાબ હોય છે.  કેટલાક અહેવાલો પ્રમાણે જો દારૂનુ  મર્યાદામા અને કદીક દવા તરીકે સેવન કરવામા આવે તો માનવીને  ઘણી બિમારીઓમાથી બચવા મદદ કરી શકે છે.  જેમ કે -
બીયર- હદયની અને ઉંચા લોહીના દબાણની બીમારીઓ દૂર કરવામા અમુક અંશે મદદ રૂપ થાય છે.
રેડ  વાઇન - ઍ  જીવન સમય લંબાવવામા મદદ રૂપ  થાય છે. સારો  કૉલોસ્ટરાલ વધારે છે અને ખરાબ કૉલોસ્ટરાલ ઘટાડે છે.
વોડકા- મોઢાની દુર્ગંધ દૂર કરે. સ્ટ્રેસ અન સ્ટ્રૈઈનને ઑછા કરે, ચામળીને તંદુરસ્ત બનાવે અને  ઍંટીસેપ્ટિક તરીકે કામ કરે છે.
વિશ્કી- ગરમ પાણી સાથે વિશ્કીના કોગળાકરવાથી ગળાની બિમારીમા રાહત મળે. વિશ્કીથી સારો કૉલોસ્ટરાલ વધે અને  હૃદયને તંદુરસ્ત રાખે.
રમ-  હાર્ટ તંદુરસ્ત રાખે અને લોહીને પાતળુ રાખે.
                          આ થોડા નૂસકા ડૉક્ટરની સલાહ પ્રમાણે અજમાવવામા આવે તો દારૂ ઉપયોગી પણ થઈ શકે ઍવુ મનાય છે.
                                       **************************************  

Saturday, March 18, 2017


કાયાનુ રહસ્ય
                                                                                                   આપણી  કાયા અનેક તત્વોની બનેલી છે જેનુ વિશ્લેષણ આપણા શાસ્ત્રોમા પણ થયેલુ છે.  આપણે હાડ માંસની કાયા માટે આખી જિંદગી શુ ન શુ નથી કરતા.  મોહ, માયા અને કામ માણસને આંધળો બનાવી ન કરવા જેવી વસ્તુઓ પણ કરાવી નાખે છે. પરંતુ માનવીને ખબર નથી કે કાયાતો નાશવંત છે. ઍમા રહેલો જીવ જ અમર છે જેને ઍક શરીરમાથી બીજા શરીરમા કર્મ પ્રમાણે ભટકવુ પડે છે. ભગવાન કૃષ્ણઍ પણ ગીતામા ઍનુ પ્રતિપાદન કર્યુ છે.
                                         મુખ્ય પ્રશ્ન  ઍ છેકે કાયા શાનુ બનેલી છે? અને ઍની પાછળ વિજ્ઞાનિક દ્રષ્ટિેઍ શુ રહસ્ય રહેલુ છે. મુળમા તો કાયા દુન્યવી તત્વોની જ બનેલી છે .આખરે તો ઍ ઍમાજ  મળી જાય છે. પરંતુ  ઍ તત્વો તરફ માનવીની  ફરજો કુદરતે નક્કી કરેલી છે. પૃથ્વી (માટી), પાણી, અગ્નિ, વાયુ અને આકાશની આપણી કાયા બનેલી છે ઍમા જ ઍ આખરે વિલીન થઈ જાય છે. આને હિન્દુ શાસ્ત્રોમા મહાપંચ ભૂતો તરીકે ઓળખવામા આવે છે. ઍ છતા માનવી ભગવાને આપેલી કાયાનો ઉપયોગ કરતા  દૂરઉપયોગ વધારે કરે છે.
                                         કાયાની નાશવંતતાને સમજાવવા ઘણા કવિઓે કટાક્ષમા પણ લખ્યુ છે. મ્ર્ત્યુ બાદ શરીરને ઍક કપડાથી  ઢાકવામા આવે છે.  ઍ બાબતમા ઍક કવિઍ લખ્યુ છેકે ' સાથે કઈ લઈ જવા માટે કફનમા પણ ખિસૂ નથી હોતુ. 'આખરે તો કાયા જમીનમા  ધૂળધાનિ થઈ જાય છે. ઍક મુસ્લિમ ગુજરાતી કવિ  જાલન માતરી ઍ લખ્યુ છે કે-
"ગમે તેવા સ્વરૂપે નહી છોડુ આ ધરતીને
  મરણ બાદ પણ રહેવાનો છુ અહિઍ કબર થઈને"

                                            પરંતુ  કુદરત જેણે આપણી કાયા બનાવી છે ઍની પ્રત્યે  માનવીઍ ઍની કૃતજ્ઞતા દાખવવી જોઇઍ. જેમકે સાત્ત્વિક ખોરાક ખાઈને આપણે પૃથ્વી  તરફ, દરરોજ ત્રણથી ચાર લિટર પાણી પીને પાણી તરફ, કસરત કરીને અગ્નિ તરફ,  પ્રાણાયમ કરીને વાયુ  તરફ અને પ્રાર્થના દ્વારા આકાશને આહુતિ આપિયે, જેથી આ બધા તત્વોનુ બનેલી આપણી કાયાને તંદુરસ્તી બક્ષે.
                                                      **********************************                  

Sunday, March 12, 2017


હોળી
                                                                                          આ વર્ષે '૧૨ મી માર્ચે' અને પૂર્ણિમાને  દિવસે  હોળી મનાવવામા આવી રહી છે. હોળીની  જ્વાળાઓમા રાગ, દ્વેષ, વેર વગેરે બળીને ભસ્મ થઈ જશે,  ત્યારબાદ ધુળેટીમા લોકો રંગેબેરંગી  રંગો ઉડાડી વાતાવરણને  પવિત્રમય બનાવી દેશે. હોળીનો તહેવાર બદલાતી ઋતુના વધામણા કરે છે અને હોળીનો પવિત્ર અગ્નિ  માનવીના મનની બધી મલિનતાને  દુર કરી નાખે છે.
                                                                                          ઍક કવિેઍ હોળી માટે કહ્યુ છેકે-
જગતમા હોળી જાત જાતની હોય છે
કદી હિંસાની હોળી તો ક્યાક્  સ્વાર્થ અને દ્વેષની હોળી
હોળીમા કદીક શૃંગાર અને કામલીલા દેખાય
તો કદીક સંસારના સંગ્રામમા હોળી ઉભી થાય છે.
જગતમા હોળી----
વસંતની હોળી બહુ અધભૂત  હોય છે
જે દિલોને દિલો સાથે મેળવે
અને ઉમંગોને રંગ દ્વારા ઉડાડીને
 મૌસમને મદમસ્ત બનાવે છે.
જગતમા હોળી----
હોળી  કહે છે કે મારી જ્વાળામા બધી  બુરાઈયા બાળી દો
 અને દુનિયામા  સુખની નદિયા વહાવી દો
જગતમા હોળી----

                                                                                               હરિવંશરાય બચ્ચને  ઍક સુંદર કવિતા હોળીના અનુસંધાનમા લખી છે.
ઍક વરસમે ઍકબાર હી જલતિ હૉલીકી  જ્વાલા
ઍકબારહી  લગતી દીપોકી માલા
દુનિયાવાલો કિસી દિન  આ મદિરાલયમે દેખો
દિન કો હોલી, રાત દિવાલી રોજ મનાતી મધુશાલા
                                              આમ હોળી બુરાઈ પર અચ્છાઈના  વિજયનુ પર્વ છે.
                                                          ****************************
                                     

Friday, March 10, 2017


પરદેશનુ ઘેલુ
                                                                              ભારતમા યુવાનોને પરદેશ જવાનુ ઍક ગાંડપણ  લાગ્યુ છે.  ઍમા વડીલો અને માબાપનો  પણ અમુક અંશે વાંક છે, ઍક  શાળાના વડાઍ મને ઍમ કહેતા આશ્ચર્ય વ્યક્ત કર્યુ હતુ કે 'કોઈ પણ વિદ્યાર્થીને ઍક પ્રશ્ન પુછોકે ' તુ શુ થવા ઇચ્છે  છે'? તો જવાબ  સામાન્ય હશે કે ' અમેરિકા, કે પછી કૅનડા કે ઑસ્ટ્રેલિયા  જવુ છે ! ઍ દેશ માટે સારા ચિન્હો નથી, આમા દેશમા તકોનો અભાવ કે પછી દેશ માટે કઈક કરવાની ઇચ્છાનો આભાવ પણ વર્તાય છે.
                                                                              આ ઘેલછા અત્યારની નથી પણ સ્વતંત્રતા મળ્યા બાદ વધી ગઈ છે.  શરુઆતમા દેશ પાસે પરદેશી નાણાની અછતને લીધે હોશિયાર વિદ્યાર્થીઓને વધુ અભ્યાસ માટે તક મળતી અને પરદેશી દેશોને ઍમના બુધ્ધિધનનો લાભ મળતો  પરંતુ ધીમે ધીમે  ઍમના  સગાઓને પણ ઍનો લાભ મળવા માંડ્યો. જે આપણા દેશમા ઠેકાણે ન પડે અને તક મળે તો પરદેશ મોકલવો ઍવી ઍક વૃતિ વધવા લાગી.
                                                                              મને  ખ્યાલ છે કે ૬૦ જ્યારે અમે કોલેજમા હતા ત્યારે ભારત સરકાર આફ્રિકાના દેશોના વિદ્યાર્થીઓને  ભારતીય  યૂનિવર્સિટીમા આગળ ભણવા માટે આર્થિક  મદદ કરતી પણ ઍમાના કેટલાક આફ્રિકન વિદ્યાર્થીઓ આભાર વ્યક્ત કરવાને બદલે કહેતા કે' ભારત સરકાર અમને મદદ કરે છે કારણકે ભારતની વધારાની વસ્તી અમારે ત્યા મોકલવા માંગે છે.' આમા ઍમની અજ્ઞાનતા કે પછી કોઈ બીજા ભયથી પીડાતા હતા. જેમ કે ભારત આજે બંગલાદેશીઓના ગેરકાયદેસર વસ્તીના આક્રમણથી પીડાય છે. ઍવી જ પીડા આજે અમેરિકા અને બીજા પરદેશી દેશો પીડાય રહ્યા છે. જે બહુ ભણેલા ગણેલા નથી ઍવા લોકો ત્યાના ઍવા લોકોનો રોજગાર ઝુંટવી લે છે
                                    આથી પરદેશ જવાની પીડામાથી મુક્ત કરી ભારત સરકારે ઍવા લોકો માટે રોજગારી ઉભી કરવી જોઇઍ. ઍથી ભારતને પણ લાભ થશે અને સમૃધ્ધ થશે. હોશિયાર અને કાબિલ ભલે જાય પરંતુ  સામાન્ય યુવાનો ઍ પરદેશનો મોહ છોડવો રહયો. ૬૦ અને ૭૦ મા વધારે અભ્યાસ કરવા ગયેલા ભારતીયોનો હવે ભારતને લાભ મળી રહ્યો  છે કારણ કે તેઓ સારી સારી જગ્યાઍ પરદેશમા બેઠા છે.

                                   ટ્રંપની અત્યારની અમેરિકાની નીતિ ઍના અનુસંધાનમા જોવાની જરૂરત  છે.  અમેરીકામા ભણેલા લોકોની બેકારી વધી ગઈ છે કારણકે ઍવાજ ભણેલા લોકો પરદેશમાથી સસ્તામા મળી જાય છે. પોતાના નાગરિકો બેકાર  હોય તે કોઈ પણ દેશ સહન ન કરી શકે. આથી અમેરિકા હવે કાબેલ અને હોશિયાર લોકોને જ અમેરીકામા સમાવવા માંગે છે. આથી ઍચ૧ બી વીસાની  તકલીફ અનુભવતા લોકો માટે મુખેશ અંબાણી ઍ કહ્યુ છે કે ' ઘણી વસ્તુ સારા માટે થાય છે'  ઍનાથી  ઉંચ શિક્ષણવાળા યુવાનોનો લાભ ભારતને મળશે અને ભારતની સમૃધ્ધિ વધશે. બહાર પરદેશ જવાની ઘેલછા ઑછિ થશે. ઈન્ફોસિસના સ્થાપક નારાયણ મૂર્તિ પણ પરદેશ પર વધુ આધાર રાખવાના મતના નથી,
                                                                ભારતના  યુવાનોનો ઉપયોગ ભારતમા જ કરવાનો મુદ્દો ભારતના હિતમા જ છે. ઍમા કુટુંબિક અને સામાજીક લાભ છે.
                                                 ******************************