Thursday, July 6, 2017


નીંદર
                                                                                     દરેક માનવી ઍના જીવનનો ૧/૪ ભાગ  ઉંઘવામા કાઢે છે.  તે ઉપરાંત જો કોઈને ૧૦ દિવસ સુધી ઉંઘ ન આવે તો ઍ મોતને ભેટી શકે છે. આથી ઉંઘ ઍવી ચીજ છે  જે માનવીના મગજના તંતુઓને નવુ જીવન આપે છે અને શરીરના  શુક્ષમ સેલોની માવજત પણ કરે છે. ઉંઘ દરમિયાન  લોહીમા અગત્યના હોરમન્સ પણ ઉત્ત્પન થાય છે. ઍથી ઉંઘ માનવીના જીવનનુ અગત્યનુ અંગ છે.
                                                                                       નાના બાળકો દિવસના ૧૬ કલાક જેટલુ ઉંઘે છે, જ્યારે યુવાનો દિવસના દસ કલાક ઉંઘે છે. જેમ ઉંમર વધતી જાય છે ઍમ ઍમ ઉંઘ ઑછી થતી જાય છે. આથી  મધ્યમ વયના લોકો આંઠ કલાક ઉંઘે છે અને વૃધ્ધો ૬ કલાકો જ ઉંઘે છે. ઘણા વૃધ્ધો તો  ઈનસોમિયાની બિમારીથી પીડાતા હોય છે.

                                                                                          ઉંઘમા સ્વપ્નાઓ પણ આવે છે. ઍમા માણસોને ૭૦% સ્વપ્નો જાણીતા ચહેરાઓ વિષે આવે છે.  ઍમાના ૧૨% જેટલા સ્વપ્નો સામાન્ય રીતે   બ્લૅક/ વાઇટ મા હોય  છે.
                                                                                           માનવીની સુવાની આદત પરથી  ઍના સ્વભાવને નક્કી કરતુ  શાસ્ત્ર પણ અસ્તિત્વમા છે.

                                                                                             પશુ અને પક્ષીઓમા પણ ઍમની આદતો જૂદી જુદી હોય છે.  કોઅલાસ (ઔસ્ટરાલિયાનુ  પ્રાણી) દિવસના ૨૨  કલાક  ઉંઘે છે જ્યારે ઍશિયન હાથીઓ દિવસના  આસરે ૩ કલાક જ ઉંઘે છે.  ઉંઘમા ડૉફલિનનુ અડધુ મગજ ચાલુ હોય છે જ્યારે બિજુ અડધુ મગજ ઍને   શ્વાસોશ્વાસ  લેવામા  મદદ કરે છે.

                                                                                              આંધળાઑ જોઈ શકતા નથી પરંતુ ઉંઘમા  સપનાઓમા  આકૃતિઓ જોઈ શકે  છે. આ બધી નીંદરની અજાયબીઓ છે. પરંતુ ઍક વાત સત્ય છે કે જે માનવીને સંતોષકારક ઉંઘ આવતી હોય ઍ સુખી અને નસીબદાર ગણાય છે અને ઍનુ સ્વાસ્થ્ય પણ સારુ રહે  છે.

                                                                     ***************************************

Saturday, July 1, 2017


યુરોપનુ મુસ્લીમીકરણ
                                                                                   ઍક જમાનમા યુરોપના ઘણા દેશોઍ પોતાની રાજ્ય સત્તાઓ ઘણા દેશોમા સ્થાપેલી હતી. ઍ ગુલામ દેશોના લોકોની સમૃધ્ધિને નીચોવી પોતાના દેશોમા લઈ ગયા. જ્યારે ઍમાથી યુરોપના ઘણા દેશોઍ પોતાનો  ઉધ્ધાર પણ કર્યો. પરંતુ હવે ઍવુ લાગે છે કે પછાત અને ગરીબ દેશોના લોકોઍ યુરોપ તરફ દોટ મૂકી છે. ઍમાથી મુસ્લિમો પણ બાકાત નથી. બીજુ યૂરોપને સસ્તા મજુરોની પણ જરૂર છે ઍમા કેટલાઍ મુસ્લિમોને નિરાશ્રિત તરીકે પણ સમાવવામા આવ્યા છે. આંતકવાદના  ઉધ્ધભવે ઍમાના કેટલાક મુસ્લિમોઍ યૂરોપને આંતકવાદની હોળીમા હોમી દીધુ છે.

                                        ઘણા લોકો તો ઍટલે સુધી કહી નાખ્યુ છે કે ' યુરોપનુ મુસ્લીમીકરણ થવા માંડ્યુ છે ' પરંતુ ઍ કથન વધારે પડતુ અને ક્સમયનુ છે.  છતા યુરોપની મુસ્લિમ વસ્તીના આંકડાઓ જોતા ઍના  પડછાયા દેખાઈ રહયા છે. યુરોપના મુસ્લિમ વસ્તીના નીચે બતાવેલા  આંકડાઓ જોતા જણાશે કે  યૂરોપમા મુસ્લિમોની વસ્તી ઍક દાયકામા ૧% લેખે વધી રહી છે.  ફ્રાન્સમા મુસ્લિમો ઍની વસ્તીના ૭.૫% છે. જ્યારે   બેલ્જિયમ મા ૫.૯ % છે.  બ્રુસેલ્સમા  તો ઍક ઍવો ઍરિયા છે જે તદ્દન મુસ્લિમ છે જ્યા જવા માટે પોલીસે પણ પૂરતી તૈયારી કરીને જવુ પડે છે.  જર્મનીમા મુસ્લિમો વસ્તીના ૫.૮ %  છે, જ્યારે 'યૂકે' મા વસ્તીના ૪.૮  છે.  પરંતુ બધે મુસ્લિમ સંઘથિત છે અને મળતા બધા સામાજીક ફાયદાઓનો લાભ ઉઠાવે છે.

                                             આ  બાબતમા ' યુકે' નો દાખલો જોવા જેવો છે.   નવ મોટા શહેરોના મેયરો મુસ્લિમો છે. ઍમા લંડનનો પણ સમાવેશ થાય છે.  'યૂકે' મા ૩૦૦૦ જેટલી મસ્જિદો છે.  ૧૩૦ મુસ્લિમ શેરિયત કોર્ટ છે, અને ૫૦ મુસ્લિમ શેરિયત કાઉન્સિલ છે. ૭૦% મુસ્લિમ સ્ત્રીઓ અને ૬૩% મુસ્લિમ પુરુષો કામ કરતા નથી અને  ફ્રી મળતા સામાજીક અને રહેઠાણ ની  સગવડોનો ફાયદો ઉઠાવે છે. આમ ૪ મિલ્લિયનમુસ્લિમો  ૬૬ મિલિયનની  વસ્તીમા ફાયદાઓ મેળવે છે, ઍજ ઍમનો પ્રભાવ બતાવે છે.
                                                      *****************************************

Saturday, June 10, 2017


ભારતના ખેડૂતોનો બળાપો
                                                  ભારતમા ખેતી અને ખેતીની જમીનો પ્રત્યે ભયંકર દુર્લક્ષ સેવવા મા આવી રહયુ છે. ખેતીની જમીનો ઑછી થતી જાય છે ઍના માટે શહેરો માટેનુ આકર્ષ ણ અને સરકારી બેદરકારી પણ જવાબદાર છે. ૧૯૮૮મા કુલ ૧૮૫૪લાખ હેક્ટર જમીન ખેતી લાયક હતી તે ઘટીને ૨૦૧૫મા ૧૮૧૩ લાખ હેક્ટર પર આંકડો પહોચી ગયો છે. તે ઉપરાંત સ્વતંત્રતા વખતે ૮૦% લોકો ખેતીમા પડેલા હતા તે ઘટીને ૨૦૧૭ મા ૫૨ % ના આંકડા પર આવી ગયો છે ઍ દેશ માટે સારી નિશાની નથી.
                                                      ખેડૂતોની સ્થિતિ બહુ  દયાજનક છે કારણકે ખેતીમાથી ઍમને પુરતુ વડતર મળતુ નથી. સરકાર પણ  ખેતીના પાકને યોગ્ય વડતર ચૂકવવા બેદરકારી પૂર્વક વર્તી રહી છે આથી  ખેડૂતોને ઍમનુ ઋણ ચૂકવવામા પણ ફાફા પડે છે. આવી વિસમ પરીસ્થિતિમા   ૧૯૯૫ થી ૨૦૧૫ સુધીમા ત્રણ લાખ ખેડૂતો આપઘાત કરી ચૂક્યા છે.

                                                        આના અનુસંધાનમા ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, અને મહારાષ્ટ્રમા ઉદભાવેલા ખેડૂત આંદોલનને જોવાની જરૂરીયાત છે. ચૂટણી વખતે મતો લેવા માટે ખેડૂતોને આપેલા બેફામ વચનો ઍ પણ આગમા પેટ્રોલ નાખવાનુ કામ કર્યુ છે. પાણીની અછત, વરસાદની કમીઍ પણ ખેડુતોના બેહાલ  કરી નાખ્યા છે અને તેઓ ઋણ માફી તરફ વળ્યા છે.  ઉત્તર પ્રદેશે ખેડુતોના ઋણ માફ કર્યા ઍટલે બીજા રાજ્યોમા પણ ખેડૂતોનો દાવાનળ ફાટી નીકળ્યો છે. ઍ ક્યા જઈને અટકસે ઍ કહેવુ મુશ્કેલ છે.
ઉત્તર પ્રદેશમા ૩૬૦૦૦ કરોડ જેટલુ ખેડૂતોનુ દેવુ માફ કરવામા આવ્યુ.ઍની અસર મહારાષ્ટ્રમા થઈ ખેડૂતો રસ્તા પર ઉતરી આવ્યા કેટલાઍ લિટર દૂધ રસ્તા પર ધોળી નાખ્યુ. શાકભાજીઓને રસ્તા પર ફેકી વિરોધ નોધાવા માંડ્યા છે. વિરોધ પક્ષે ઍમા જોડાઈને ખેડૂતોનો પક્ષ લીધો છે. થોડા  ખેડુતોના  આપઘાતે આગમા ઘી ઢોળ્યુ છે. મહારાષ્ટ્ર સરકારે પણ ઋણ માફ કરવા તૈયારી કરી લીધી છે.ઍમા પણ હજારો કરોડના ખેડુતોના  દેવા માફ કરવા પડશે, મધ્ય પ્રદેશમા પણ ખેડુતોના ઋણ માફ કરવા માટે આંદોલન ચાલુ થઈ ગયુ છે. ગોળીબારમા ૫ થી વધુ ખેડુતોના મોત થયા છે.   ખેડૂતોઍ કેટલાઍ વાહનોને આગ લગાડી ઍનો નાશ કર્યો.  ખેડૂતોને શાંત કરવા અને ઍમની માંગણીઓને સંતોષવા વાતચીત ચાલુ છે. ઍમા કેટલા હજારો કરોડનુ આંધણ થશે ઍનો ખ્યાલ આવતો નથી,  આ ખેડૂત આંદોલનના  પડઘાઓ દક્ષીણ ભારતના રાજ્યોમા પણ પડવા માંડ્યા છે. રિજ઼ર્વબૅંકના  વડાઍ તો સરકારની  ખેડુતોના ઋણને માફ કરવાની નીતીની ટીકા કરી છે. ઍમના મતે ઍ નીતિ ભારતીય અર્થતંત્રને લાંબે ગાળે નુકસાન કરશે અને ઍને નબળુ પાડશે.

                                                                                           ખેડૂતોનીસ્થિતિ સુધારવા માટે બીજા ઘણા રસ્તાઓ છે. જેવાકે ખેતીમા આધુનિક પધ્ધતિ દાખલ કરવી. નહેરોના પાણી અને ઉચ્ચ ખાતર દ્વારા ખેતીનુ  ઉત્ત્પાદન વધારવુ, વરસાદી પાણી પરનો વધુ પડતો આધાર ન રાખવો.  સરકારે પણ ખેતીની પેદાશ માટે ઉંચ ભાવ રાખી ખરીદી કરવી જોઇઍ. આથી ખેડૂતો દલાલો અને ખાનગી ધિરાણદારોના પ્રભાવમાથી બહાર
આવી શકે.

                                               
                                                    *****************************

Friday, June 2, 2017


ઉનાળો અને પાણીનો ત્રાસ
                                                    અત્યારે ભર ઉનાળો ચાલી રહ્યો છે, અને ગામડાઓમા પાણીની શોધમા પનિહારીઑ ભટકી રહી છે. પક્ષીઓ વરસાદની રાહમા આકાશ તરફ તાંકીને બેસી રહેતા હોય છે.  જગતનો તાત ખેડૂતો માથે હાથ દઈને બેઠા છે.  ત્યારે ફક્ત મેઘને વરસવા માટે પ્રાર્થના કરવી રહી.

મેઘ-
મેઘ મન મૂકીને વરસી લે
ગરમીથી ત્રાસેલી ધરાને ઠંડક દઈ દે
તળાવો સૂકા છે ને નદીઓ છે વેરાન
તારા નિર્મળ જળથી ઍના ઉરને ભરી દે
મેઘ-
લીલી ધરતી તારી રાહે લાગી છે સુકાવા
ઍ ને તારા અમૃત જળથી નવજીવન દઈ દે
આગ જરતી ગરમીથી ધરા ગઈ છે ત્રાસી
ઍ પણ ધીરજ ગુમાવી લાગી ગઈ છે  ધુણવા
મેઘ-
માનવોના પાપોથી  તૂ રૂઠી ગયો છે આજે
ગરીબ બિચારી ધરાને  ત્રાસ દઈ રહ્યો શા કાજે?
મેધ-

                                                                           માનવ ભલે ઍની ફરજમા ચૂકતો હશે પરંતુ કુદરત મેધ વરસાવીને અચૂક ઍની ફરજ બજાવે જ છે.
                                                               ***********************************************

Friday, May 26, 2017


કીડનીની તકલીફ અને ઍના ચિન્હો
                                                                           
                                                                     માનવી માટે હાર્ટ, બ્રેન, આંખ અને કીડની ઍ  મહત્વના અંગો છે. આથી ઍની કાળજી લેવી આવશ્યક છે. ઍમા કીડની  પણ મહત્વનુ અંગ છે.  કીડનીંની તકલીફના ચિન્હો  દેખાય તો ઍની અવગણના કરવી ન જોઇઍ.
કીડનીની તકલીફ હોય તો
૧) મોઢામાથી ગંધ આવે છે.
૨) લોહીનુ દબાણ વધી જાય છે.
૩) વારે ઘડી ઍ પીસાબ કરવા જવુ પડે છે.
 ૪) પીસાબમા લોહી અને ફીણ આવવુ.
 ૫) સોજા આવવા
 ૬) ચામડીના દર્દ થવા
૭) શરીરના સાંધાઓમા દર્દ થવુ.
૮) ઉલટી જેવુ  થવાના ચિન્હો ઉદ્ભવવા.
 ૯) નબળાઈઓ આવવી.

                                                                             આની સામે બચાવના પગલા પણ લઈ શકાય છે.
૧)આખા દિવસમા ૪ થી ૬ ગ્લાસ  પાણી પીવુ.
૨) મીઠાનો ઉપયોગ ઑછો કરી નાખવુ
૩) ડાયાબિટીસ અને બ્લડ પ્રેસરને કાબૂમા રાખવુ.
૪) તેલ, મસાલા વાળા અને ટૉક્સિક પદાર્થો ખાવાનુ બંધ કરવુ
૫) દારુ, સિગરેટ જેવા અન્ય નશા બંધ કરવા.
૬) કસરત કરવી
૭) પીસાબને રોકવો નહી.
૮)વજન પર કાબૂ રાખવો.
૯)  પૈન કિલર, અને  ઍંટી બાયોટીક ઑછીલેવી.
૧૦) ડૉક્ટર પાસે નિયમિત ચેક કરાવતા રહેવુ  જોઇઍ.
                                             આવા પગલાઓ નિયમિત લેતા રહેવા જોઇઍ
                                                           ******************************

Sunday, May 21, 2017


સુંદર, રમણીય, અલ્હાદક અને પવિત્ર ગિરિરાજ હિમાલય
                                                                                             તાજેતરમા જ હિમાલયને માણવાનો અવસર મળ્યો. ઍ  ઋષીઓ, સંતો અને દેવોની પવિત્ર ભૂમિ છે. હજારો વર્ષો જૂની હિન્દુ સંસ્કૃતીનુ ઍ મૂળ સ્થાન છે ઍનો અહેસાસ ત્યા પગ મૂકતા જ થઈ જાય છે.

                                                                                              ભવ્ય બરફ આચ્છાદીત શીખરો. પરમ શાંતિ અને ચારેબાજુ હરીયાળી ઍ માણસને ઉચ્ચ વિચારો, સાધના કરવામા સહાય કરે છે,  ઍમાથી જ સર્વોચ્ચ ભારતીય સંસ્કૃતીનુ નિર્માણ થયુ છે. ઍના વિષે કોઈ શંકા ન થઈ શકે. હિમાલયના પહાડોમાજ દેવી ગંગાનુ મૂળ છે જ્યા રામના પૂર્વજ ભગિરથે તપ કરી ગંગાને ભારતના મેદાનોમા ઉતારી હતી. ત્યા રાજા ભગીરથ અને ગંગાજી નુ મંદિર છે. આજુબાજુનો પ્રદેશ અત્યંત રમણીય છે જ્યાથી  નિર્મળ ગંગા નીકળે છે અને કલકત્તા પાસેની ગંગા સાગર જેવી દૂષિત બની નથી. આજ પ્રદેશમાથી જમુનાનુ મૂળ છે જે નદીને કિનારે ભગવાન શ્રી કૃષ્ણ ઍ ઍમની લીલાઓ કરી હતી. પરંતુ જમુનાના મુખ સુધી પહોચવુ મુશ્કેલ છે. ત્યા જમુનાજીનુ મંદિર બનાવાવામા આવેલુ છે. આ આખો પ્રદેશ રમણીય, હરીયાળો, પ્રદુષિત વિહીન અને બરફ આચ્છાદિત પર્વતીય શિખરોથી ભરપુર છે.

                                                                                                ઍકબાજુ પર ભગવાન શંકરનુ પવિત્ર મંદિર કેદારનાથ આવેલુ છે જે આશરે ૧૦૯૦૦ ફીટ પર આવેલુ છે ઍમા ભગવાન  શંકરના  પાડા સ્વરૂપની પીઠનુ મૂર્તિ છે જ્યારે ઍવુ કહેવાય છેકે ઍનુ મસ્તક નેપાળમા  પશુપતિનાથ મંદિરમા સ્થાપિત થયેલ છે. મંદિર ની  પાછળ બર્ફ આચ્છાદિત પહાડો આવેલા છે. અહિઍથી પાંડવ મોક્ષ દ્વાર તરફ આગળ ગયા હતા.

                                                                                                   હીંમાલયના પહાડોમા જ ભગવાન વિષ્ણુ નુ બદ્રીનાથનુ મંદિર આવેલુ છે જે આશરે ૧૦૩૦૦ ફીટ પર આવેલુ છે જ્યા ભગવાન   વિષ્ણુઍ તપ કર્યુ હતુ. ભગવાનના રક્ષણ માટે લક્ષ્મીજીઍ બોરનુ વૃક્ષ બની વિષ્ણુને રક્ષણ આપ્યુ હતુ. બૉરના  વૃક્ષને સંસ્કૃતમા બદરી કહેવાય છે આથી ઍ મંદિર બદ્રીનાથ કહેવાય છે. મંદિરની બાજુમા મંદાકીની નદી વહે છે અને કુદરત બહુજ  આલહાદક લાગે છે.

                                                                                                પર્વતો પરથી પડતા પાણીના રેલાઓ, બરફો માથી નીકળતુ   નિર્મળ જળ. અને રસ્તાઓ પરથી વહેતુ પાણી આખા વાતાવરણ ને  અલ્હાદક બનાવી મૂકે છે. અને બે ઘડી તો લાગે છેકે આપણે  સ્વર્ગમા આવી પહોચ્યા છે. આવી સુંદર છે ચારધામની દેવભૂમિ.
                                    ***************************************** 

Monday, May 1, 2017


  કો કો કોલા                                                          
                                                            કો કો કોલા વિશ્વનુ અતિપ્રિય પીણા તરીકે પ્રખ્યાત છે, પરંતુ ઍના બીજા ગુણો જાણવા જરૂરી છે.
 ૧)  કપડા પર ગુંદર ચીટક્યો હોય ઍનાથી સાફ થઈ શકે છે.
૨) જીવડાના ડંખોથી થતી ખુજાલિઓ દૂર કરવામા મદદ રૂપ થાય છે.
૩) સિલ્વર જેવી ધાતુને સાફ કરી પોલિશ કરી શકાય છે.
૪) ઍનાથી કપડા પરના તેલના  ડાઘા અને  ફ્લોર પરના  ડાઘા સાફ થઈ શકે છે.
૫)  રસોડૂ અને બાથરૂમને પણ સાફ કેરી શકાય છે.
                                                                     જે  વસ્તુ જીવનમા થાક અને પ્રેશર દૂર કરવા  મદદ રૂપ થાય છે ઍ બીજી રીતે કેવૂ ઉપયોગી છે ઍનો પ્રયાગો કરી જોવા જેવુ છે.
                                                         *************************************