Saturday, July 23, 2022

 


ચામડીનું કેન્સર 

                                                             ચામડીના કેન્સરમાં ચામડી પાર ડાઘાઓ પડવા અને એમાંથી જે મનોવિજ્ઞાનિક પીડાઓ થાય છે જે સમજવી મુશ્કેલ હોય છે. ચામડીના કૅન્સરનું મૂળ કારણ સૂર્યના અલ્ટ્રાવાયોલેટ કિરણો હોય છે.

                                 એમાં વૃદ્ધો  વધારે ભોગબને છે. તે ઉપરાંત વિજ્ઞાનિકોનું માનવું છે કે જેની ચામડી વધારે સ્વેત હોય,  ભૂરી આંખો અને રૂપેરી વાળો હોય એવા લોકોમાં ૩૦% વધારે દેખાય છે. તે ઉપરાંત ચામડીનું કૅન્સરનો આધાર ચામડીનો તેનો સામનો કરવાની શક્તિઓ પર પણ છે. ટૂંકમાં જ્યાં સૂર્યના કિરણો સીધા વધારે પહોંચે ત્યાં વધુ થવાનો સંભવ છે. ઈમમયુનો થરાપી દ્વારા ૯૩%લોકોને ચામડીના કૅન્સરથી બચાવી શકાય છે.

                                 ન્યૂઝીલેન્ડમાં અલ્ટ્રા વાયોલેટ રેડિએશન ૪૦ %વધુ હોય છે. એથી ચામડીને એનાથી  વધુ અસર થાય છે,  આમ પણ  દક્ષિણ ગોળાર્ધમાં પૃથ્વી  એક બાજુ ઢળવાથી તે ઉનાળામાં  સૂર્યની  નજદીક આવી જાય છે એની અસર એ પ્રદેશો પર પડે છે. અને સૂર્યના કિરણો ચામડી પર કેન્સર જેવા રોગો ઉત્પન્ન કરે છે.

                                    ઉત્તરધ્રુવના પ્રદેશો એટલે સ્કેન્ડિનેવિયન દેશોમાં લોકો સ્વેત હોય છે અને એમને મેડિટેરિઅન દેશોમાં પ્રવાસ કરવાનો શોખ હોય છે. તેઓ ત્યાં ચામડીના કૅન્સરનો ભોગ બને છે.



                                     ઘણા લોકોમાં  સૂર્યના  કિરણોને લીધે ચામડી  બળવાનો વારો આવે છે. એમાં એમની  વિવિધ પ્રવૃત્તિઓ પણ જવાબદાર હોય છે.  જેમકે ખુલ્લા સ્વિમિંગ પુલમાં પડી  લાંબો સમય તરતા રહેવું, ખુલ્લામાં બહાર રખડતા રહેવું, અને સૂર્ય સ્નાન જેવી પ્રવૃત્તિઓથી ચામડીનું બળવું શક્ય છે. એમાંથી ચામડીનું કૅન્સર થવાનો પણ સંભવ છે.



                                             તે ઉપરાંત ચામડીની કેટલીક ઉણપને લઈને પણ ચામડીનું કૅન્સર થવાનો સંભવ છે. જેમકે આફ્રિકાના નામિબિયાન દેશમાં  લોકો ચામડીના કૅન્સરથી વધારે પીડિત છે. ત્યાં લોકોની ચામડી પણ કાળી છે તે છતાં ચામડીનું કેન્સર વધારે પ્રવર્તે છે.

                   મૂળમાં સૂર્યનો સીધો સામનો ચામડીના રોગોનું કારણ બની શકે છે. 

                          ***********************************************************        

                                      

Monday, July 18, 2022



દુનિયાના  પહેલા  અબજોપતિની  - અજબ કહાની 

                                                                                        દુનિયાના એક્વખતના પહેલા  અબજોપતિ  એવા અમેરિકાના જ્હોન ડી  રોકફેલરની આ  વાત છે. જે ૩૭ મેં વર્ષે દુનિયાના સૌથી મોટા ઓઇલ રિફાઇનૅર બન્યા હતા. અમેરિકાની ૯૦%  ઓઇલ રિફાઇન કરનારા એ ઉદ્યોગપતિ હતા. ૫૦ વર્ષની ઉંમરે  એમણે દુનિયાના  સૌથી ધનવાનનું બિરુદ મેળવ્યું હતું.

                                             એમના જીવનમાં એક કમનસીબી આવી હતી કે ૫૩ વર્ષની ઉંમરે તે મોટી બીમારીનો ભોગ બન્યા હતા . તેઓના વાળ ખરી પડ્યા હતા અને આખું શરીરમાં દુખાવો રહેતો હતો . તેઓને નિદ્રાની પણ તકલીફ હતી. સિગરેટની મઝા પણ ન માણી શકતા. ફક્ત સૂપ અને બિસ્કિટ જેવી વસ્તુ જ ખાઈ શકતા હતા.  ડોક્ટરોના અભિપ્રાય પ્રમાણે તે એક વર્ષથી વધારે  જીવી શકશે નહિ. તે વખતે એમને થયું કે આ બધી સંપત્તિ મારે અહીએ મૂકીને જ જવાની છે.

                                           તેમણે તેમના ઉચ્ચ અધિકારીઓ અને વકીલોને બોલાવી હોસ્પિટલ  અને  સંશોધન માટે એમની સંપત્તિનું દાન કર્યું . આમ જ્હોન ડી રોકફેલર ફોઉન્ડેશનની રચના થઇ. એ ફોઉંડેશને પેનિસિલનની શોધ કરી.  મેલેરિયા, ડિફથેરીયા અને  ક્ષય જેવા જીવલેણ રોગોનો ઈલાજ પણ શોધ્યો. 



                                           પોતાની સંપત્તિનું દાન  ઉદારતાથી કર્યું અને ભગવાને પણ એમના પર  દયા દ્રષ્ટિ કરી અને એમની તબિયતમાં સુધારો થયો અને એ ૯૮ વર્ષ જેટલું લાબું જીવન જીવ્યા.

                                            એમના  મૃત્યુ પહેલા  એ કહેતા ગયાકે ' મારુ જીવન લાંબી  રજાના દિવસો જેવું સુખમય હતું. જે  સારું એવું કામમય અને મારે માટે સુખમય નીવડ્યું '

                                          ગીતામાં કહ્યું છેકે ' જે થાયછે તે સારા માટે જ હોય છે. જેમ જ્હોન ડી રોકફેલરની  બીમારીએ એક એવી સંસ્થા ઉભીકરી જે  દુનિયા માટે ફાયદા કારક નીવડી.

                                            ***********************************

                                          

  

Wednesday, July 6, 2022

 


અધારા પેરેઝ સાંચેઝ -દુનિયાની  અસામાન્ય બુદ્ધિશાળી છોકરી 

                                                                                                            અધારાનો બુદ્ધિનો  અંક  દુનિયાના બે બુદ્ધિશાળી વ્યક્તિઓ આઈન્સ્ટાઈન અને સ્ટિફેન્સ હૉક કરતા પણ વધારે છે. એ મેક્સીકન છોકરીનો બુદ્ધિ અંક ૧૬૨ છે જે ૧૬૦ અંકકરતા વધારે છે જે ઉપ્પરની બુદ્ધિશાળી વ્યક્તિઓ કરતા પણ વધારે છે.

                                                                                          એને  એસ્ટ્રોનૌટ  બનવાનું  સ્વપ્ન છે. એને અવકાશમાં પ્રવાસ કરી મંગળ પાર પહોંચી ત્યાં વસાહત ઉભી કરવી છે.  એણે ૩ વર્ષની ઉંમરે  ઍલ્જિબ્રા શીખી લીધું હતું.  એણે બહુજ  નાની વયે  વાંચવાનું અને ૧૦૦ જેટલા  બહુ જ મુશ્કેલ કોયડાઓ ઉકેલ્યા હતા.  ૧૦ વર્ષની ઉંમરે તે મેક્સિકોમાં  બે ડિગ્રીઓ ' સિસ્ટમ એન્જિનિરીંગ અને ગણિતમાં  યુનિવર્સિટીમાં અભ્યાસ કરી રહી છે.  ૩ વર્ષની વયે  તે એવા રોગમાં સપડાયેલી હતી કે  લોકો સાથે વાતચીત કરવામાં મુશ્કેલી અનુભવતી હતી. એના કલાસિસમાં એ ઘણીવાર સુઈ જતી. અને નહીં ગમતા વિષયો પર અણગમો બતાવતી હતી. આથી ધીમે ધીમે એને સ્કૂલે જવું પણ ગમતું ન હતું . એને તો વાંચીને અભ્યાસ કરવામાં રુચિ હતી. એને એવી શિક્ષણિક સંસ્થાની જરૂરિયાત  હતી જે એની જરૂરિયાતને  પુરી કરી શકે.



                                                                 એણે ૫ વર્ષે   પ્રાઈમરી સ્કૂલ , ૬ વર્ષે માધ્યમિક અને ૮ વર્ષે  હાઈ સ્કૂલ પાસ કરી નાખી હતી . એ  યુનિવર્સિટીમાં  કલા અને સંસ્કૃતિના વિષયો પણ ભાગ  લઇ ચુકી છે. યુનિવર્સિટી ઓફ એરીઝોનાએ એને જોડવા આમંત્રિત કરી છે , જે અવકાશ ક્ષેત્રમાં  પ્રખ્યાત છે.  આમ એનું સ્વપ્ન પણ પૂરું થશે.

                                                              તે ઉપરાંત તે સામાજિક મંચ પર  પણ 'ઑટિસન સ્પેક્ટ્રમ ' વિષય પર વિકલાંગ બાળકોને પ્રેરિતકરવા પ્રયત્ન કરી છે.  આમ એ ઉચ્ચ  વિચારોથી પ્રેરિત છે અને ભગવાને અર્પેલી અદભુત શક્તિઓનો સદઉપયોગ  કરી રહી છે. 

                             ***************************************************** 

Thursday, June 23, 2022



સુખની ચાવી 

                                                   લોકો સુખને માટે આમતેમ ભટકતા હોય છે જયારે સુખ તો આપણી નજીક અને આપણા હાથમાં જ છે. એ બાબતમાં આપણી પોતાની દ્રષ્ટિ બદલવાની જરૂર છે.

                          આથી દરેકે સુખ માટે પોતાની  જાતનું જ અવલોકન કરવું જરુરી છે. પોતાની  જાતને સુધારવાનો અને સારા બનાવવાની પ્રયત્ન કરવો જોઈએ. લોકોની બાબતમાં વધારે ધ્યાન આપવાથી દૂર રહેવું જોઈએ.  લોકોની પંચાતમાં  પડી પોતાની શક્તિને વ્યર્થ કરવાથી વ્યક્તિની બેચેની વધી જાય છે અને દુઃખ પણ વધી જાયછે . આથી સુખી થવા માટે એ વિચારસરણી  છોડી દેવી જોઈએ.



                            આપણને ગુસ્સો આવે છે ત્યારે આપણને ખુબ દુઃખ થયું હોય છે. આથી ગુસ્સા પરકાબુ રાખવો જોઈએ. ગુસ્સામાં અપશબ્દો પણ બોલાઈ જવાય છે. જે આવકારદાયક નથી. તે ઉપરાંત ગુસ્સો ઊતરી જાય ત્યાર બાદ જે સંબંધમાં નુકશાન થયું હોય છે તેનો ખ્યાલ આવે છે. અને પછી દુઃખ વધી જાય છે. આથી ગુસ્સાથી દૂર રહેવું જોઈએ અને એના પર કાબુ રાખવો જોઈએ. ગુસ્સા પર કાબુ એ પણ સુખનો એક રસ્તો છે.

                              ઘણા કહે છેકે પોતે  ભૂલ કરીને શીખવા માંગે છે.  ઘણી ભૂલો એવી હોય છે કેજીવનને દુઃખથી ભરી દે છે. એના કરતા બીજાની ભૂલમાંથી શીખવું જરૂરી છે જેથી બીજાએ કરેલી ભુલોનું પરિવર્તન કરી પાતાના જીવનને દુઃખી ન કરીએ. આથી સુખી થવા માટે બીજાની ભૂલોથી શીખવું જરૂરી છે.



                              પોતાના  દુઃખનું વિવરણ બીજાને કરવાથી કઈ ફાયદો નથી. લોકોતો તમારા દુઃખમાં ટીકા કરશે અથવાતો મફતમાં સલાહ આપશે પણ એ તમારી સમસ્યાનું નિવારણ નહિ લાવી શકે.  તમારા દુઃખમાં પણ વધારો થશે. આથી દુઃખની સમસ્યા માણસે પોતે જ શોધવી જોઈએ એજ દુઃખનો ઉકેલ છે.

                               લોકો સાથે વાત કરવામાં યોગ્ય  શબ્દોનો ઉપયોગ કરવો જરૂરી છે. અયોગ્ય શબ્દો લોકો સાથે તણાવ વધારી દે છે. અને દુઃખનો પાયો નાખે છે. સારા શબ્દોનો ઉપયોગ સદભાવના ઉત્પન્ન કરે છે અને સમસ્યાના ઉકેલ તરફ લઇ જાય જાય છે. અને સુખની ચાવી રૂપ બની રહે છે.

                               આમ સુખની ચાવી આપણા હાથમાં જ હોય છે.

                       ********************************************************


                              

  

Friday, June 17, 2022

અફગાનિસ્તાન ફરીથી અંધકારમાં

                                                                    અફઘાનિસ્તાન એટલેકે મહાભારતકાળમાં એને ગાંધાર તરીકે ઓળખાતું હતું. એ કૌરવોનું મોસાળ હતું. ગાંધારી એટલેકે દુર્યોધનની માતાનું પિયર અને મહાભારતના મહાવિલન શકુનિનું રાજ્ય હતું. આજે પણ અફગાનિસ્તાનમાં ગાંધાર પ્રાન્તનું  અસ્તિત્વ છે એ બતાવે છે કે ત્યાં સુધી હિન્દૂ  વૈદિક સંસ્કૃતિ ફેલાયલી હતી. એ અફઘાનિસ્તાન આજે દયામય સ્થિતિમાં જીવી રહ્યું છે. જ્યારથી મુસ્લિમોએ એનો કબ્જો લીધો અને સનાતન હિંદુઓને ત્યાંથી ભાગવું પડ્યું ત્યારથી ત્યાં હિન્દૂ સંસ્કૃતિનો નાશ કરવામાં આવ્યો અને ત્યારથી અફગાનિસ્તાનની પનોતી બેઠી છે. 

                                                           ત્યાંના રાજવીઓ વારંવાર ભારત પર આક્રમણ કરતા રહયા અને લૂંટફાટ કરતા રહ્યા. એમાં શાહબુદ્દીન ઘોરી, મહમૂદ ગઝનવી , અને છેલ્લે મોગલો પણ ત્યાંથીજ ભારતમાંઆવી સૈકાઓ સુધી ભારત પર રાજ કરતા રહ્યા. તે છતાં આજે પણ અફઘાનિસ્તાન ગરીબીમાં સબળી  રહ્યું છે. અફઘાનિસ્તાન આમતો ડુંગરાળને રમણીય પ્રદેશ છે પરંતુ એની મુશ્કેલ ડુંગરાળ ભૂમિ કોઈ પણ બહારના પ્રદેશના લોકોમાટે એના પર પ્રભુત્વ જમાવવાનું મુશ્કેલ બનાવી દે છે. એમાં આધુનિક કાળમાં રશિયા અને અમેરિકાને પણ એનો અનુભવ થઇ ચુક્યો છે.  

                                                          એમાં અફઘાનિસ્તાનમાં યોજાયેલા આંતકવાદી કાવતરામાં અમેરિકાના કેટલાએ વિસ્તારોને નુકશાન કરવામાં આવ્યું હતું. અને ન્યૂયોર્કના વર્લ્ડ સેન્ટરનો પણ નાશ કરવામાં આવ્યો હતો. તે વખતે પણ અફઘાનિસ્તાનમાં કટ્ટર તાલિબાનો રાજ કરતા હતા. એનો નાશ કરવા અમેરિકાએ અફઘાનિસ્તાન પર આક્રમણ કરી એમાં લોકશાહી સરકારની સ્થાપના કરી. પરંતુ અમેરિકા પણ અફઘાનિસ્તાન માં વધુ  સમય અંકુશ રાખી ન શક્યું અને એને અફગાનિસ્તાનને છોડી જવું પડ્યું. અને આખરે તાલિબાનોએ ફરીથી અફઘાનિસ્તાન પર કબજો જમાવ્યો. 

                                                            આમ અફઘાનિસ્તાનમાં લોકો અત્યારે ફરીથી કટ્ટર ઇસ્લામીવાદીઓને  હાથે ગરીબાઈ અને જુલમો વચ્ચે જીવી રહયા છે. સ્ત્રીઓની સ્થિતિ બહુજ દયાજનક  છે. લોકો ભૂખે મારી રહયા છે. ત્યાંની સરકારે સેકન્ડરી શાળાઓ છોકરીઓ માટે બંધ કરી દીધી છે. એમાં છોકરીઓના શાળા પહેરવેશ પણ નાખુશી જાહેર કરી છે. અફઘાની સ્ત્રીઓ પુરુષો વગર બહાર નીકળી શકતી   નથી  એટકે એમના માટે નોકરી કરવાની તક પણ નથી. તે ઉપરાંત તેઓ  હોસ્પિટલ કે બજારમાં ખરીદી કરવા જય શકતી નથી. આથી સ્ત્રી સ્વાતંત્રતા અને એમના શિક્ષણને  તાળા મારી દેવામાં આવ્યા છે. સ્રીઓ માટે પાર્કમાં પણ અલગ જગ્યા કરી દેવામાં આવી છે એના માટે અનાચાર ન થાય એવું કારણ આપવામાં આવ્યું છે. સરકારી નોકરોને અફઘાન પહેરવેશ પહેરવાનું ફરમાન કરવામાં આવ્યું છે. અને દરેક પુરુષને સરકારી દફતરોમાં દાઢી રાખવાની ફરજ પાડવામાં આવી છે. આમ સ્ત્રીઓને ઘરે જ બેસાડવામાં આવી છે.

                                                          પરદેશી ટીવી ચેનલો બંધ કરી દેવામાં આવવી છે.એટલે કે દુનિયાથી અફઘાનિસ્તાનને અલગ કરી નાખવામાં આવ્યું છે .ટૂંકમાં અફઘાનિસ્તાનમાં જુલમ અને હિંસાનું વાતાવરણ ઉભું કરી દેવામાં આવ્યું છે. 

                                                             નાણાંકીય રીતે પણ અફઘાનિસ્તાન મુશ્કેલીમાં છે, વલ્ડ બેન્કે પણ ૬૦૦ મિલિયન ડૉલર્સની સહાય અટકાવી દીધી છે.  કોઈ પણ નાણાકીય સહાય શરત વગર આપવા કોઈ તૈયાર નથી. પરંતુ નાણાં વગર અર્ધું અફઘાનિસ્તાન ભૂખે મરી રહ્યું છે. સ્ત્રીઓને એમને હક્કઓ આપવા માટે કટ્ટરવાદીઓ તાલિબાનો કદી તૈયાર નહિ થાય.  ફક્ત તાલિબાનોમાંના  ઉદારવાદી તત્વોને મદદ કરવાથી જ  અફઘાનિસ્થાનની  સ્થિતિ સુધારી શકાય એમ છે.  પરંતુ અફઘાનો અત્યારે ગરીબી અને દયામય  સ્થિતિમાં તાલિબાન રાજમાં જીવી રહ્યા છે. 

                                                                કટ્ટર ધર્માનતા મનુષ્યને શિક્ષણ , સમૃદ્ધિ , અને ખોરાક આપી શકતી  નથી એ જીવનનું એક સત્ય સમજવા તાલિબાનોમાં સમાજનો અભાવ છે.

                                                *************************************


  

Thursday, June 9, 2022



સરળ નિદ્રાના ઉપાયો 

                                          આજના હરીફાઈવાળા અને એકદમ ધમાલિયા જીવનમાં માનવીઓમાં માનસિક  તણાવ વધી ગયો છે  એની અસર એના ઊંઘ પર થાય છે . જે જીવનમાં શારીરિક તકલીફો ઉભી કરી દે છે. નિદ્રા એલ એવી વસ્તુ છે જે માનવીને જીવનના બોજામાંથી રાહત આપી નવ શક્તિ અર્પિત કરે છે. એથી જરુરુયાત પ્રમાણે માનવીએ નિદ્રા લેવાની જરુરુયાત છે. આજકાલ મોટામાં મોટી તકલીફ અનિદ્રાની છે જેણે માનવી જીવનની વિટંબણાઓ  વધારી દીધી છે.



                                                           આથી તંદુરસ્ત ઊંઘ માટે સુવાનો અને ઉઠવાનો વખત નિશ્ચિત કરવાની જરુરુયાત છે . એને નિયમિત કરવાથી ઊંઘ આવવામાં મુશ્કેલી ઓછી થાય છે. સૂતી વખતે પથારીમાં પડી વિચારોમાં વિહરતા રહેવાથી ઊંઘ ઉડી જાય છે. એવા સંજીગોમાં ઉભાથઈ થોડીવાર પછી ઊંઘવાનો પ્રયત્ન કરવો જોઈએ . બીજું ઊંઘને કઈ કામ નહિ હોઈ તો લેવાની વૃત્તિ પણ છોડી દેવી જોઈએ. એટલેકે યોગ્ય વખતે જ સુવા જવું જોઈએ.  ઊંઘને  દૈનિક કાર્યકમમાં એક ભાગરૂપ  લેવો જોઈએ.

                                                              ૬ કલાકથી ઓછી ઊંઘ હાર્ટ અને માનસિક અસ્થિરતા ઉભી કરે છે.૭ કલાકની સતત ઊંઘ એ તંદુરસ્ત ઉંફહ ઘણાય છે. પરંતુ એ પણ વ્યક્તિની જરૂરિયાત પર આધાર રહે છે. વધારે પડતી ઊંઘ પણ જીવનમાં આળસ અને બેચેની ઉભી કરે છે. 

                                                                એટલા માટે જીવનમાં નિયમિતતા ઊંઘને પણ નિયમિત કરે છે. જે  જીવનને તંદુરસ્ત અને આનંદમય બનાવે છે. જીવનને સુખથી ભરી દે છે.

                                 ***************************************   

                                                             

Sunday, May 22, 2022

 


વિજ્ઞાનની  નવી દોડ 

                                     અનિયમિત રીતે વધારે પડતું ખાવાથી શરીરની  સ્થૂળતામાં વધારો થાય છે. વધારે પડતી ભૂખ પણએક રોગનો નિર્દેશ કરે છે. એના માટે વિજ્ઞાનીકોએ મગજમાં એકભાગને જેને સેરેબેલમ તરીકે ઓળખી કાઢ્યો છે જે વધારે પડતા ખાવાની વૃત્તિને કાબુમાં રાખી શકે છે. એ ભાગ મનુષ્યના લાગણી અને એની વર્તણુક પણ સારો એવો પ્રભાવ ધરાવે છે. એ માટે ઉંદરના મગજના એ ભાગ પર ન્યુટ્રોનને  એકટીવ કરવાનો પ્રયોગ વિજ્ઞાનીકો દ્વારા પ્રથમ  કરવામાં આવ્યો હતો .જે લોકો વધારે પડતું ખાવાની આદત હોય છે એ લોકોના મગજના એ ભાગમાં કોઈ ઉણપ હોય છે . આથી ઘણા પ્રયોગો બાદ વિજ્ઞાનીકોએ પ્રશ્નને હાલ કરવા માંગે છે. 

 


                                   એક એવો પ્રશ્ન થાય છે કે રણપ્રદેશમાં જ્યાં હવામાન એકદમ વિષમ હોય છે. એટલેકે સખત ઠંડી , સખત ગરમી અને વરસાદ પણ ભાગ્યેજ હે છે એવા વિષમ પ્રદેશમાં કેટલાક જંગલી  વિજ્ઞાનિક  છોડો ઉગે છે એ કેવી રીતે બની શકે છે ? એની પાછળ પણ વિજ્ઞાનીકો સંધોધન કરી રહ્યા છે. વિજ્ઞાનીકોનું  માનવું છેકે રણપ્રદેશના  જંગલી છોડોના  મૂળિયામાં એવા બેક્ટરિયા હોયછે જે વિષમ હવામાનમાં પરિસ્થિતિમાં  નાઇટ્રોજન ઉત્પન્ન કરી ઉજ્જડ પ્રદેશમાં છોડને ઉગવામાં મદદ રૂપ બનેછે. તે ઉપરાંત કેવી જાતનું જિન એવા જંગલી છોડમાં હોય છે એના પર પણ વિજ્ઞાનીકો સંધોધન કરી રહ્યા છે. એ શોધને અંતે કોઈ પણ છોડને અતિ વિષમ હવામાનમાં પણ ઉગાડી શકાશે. બદલાતા હવામાનનના જમાનામાં આવા સંધોધનો બહુ જ ઉપયોગી નીવડશે .



                                               જ્યારે માનવી શરીર પર ઘા પડ્યો હોય અને એમાં સડો ખરાબ બેક્ટરિયાને લીધે વધી જાય, અને એની જાણ વખતની  અંદર ન થાય તો એ જીવન માટે ભયજનક બની રહે છે. એના માટે વિજ્ઞાનિકોએ સેન્સર ચિપ  શોધ કરીછે જે ઘા  ઉપર પાટા સાથે   લગાડી રાખવામાં આવેછે.  જે સ્માર્ટ ફોન દ્વારા વખતો વખત  સડાની  માહિતી આપતી  રહેશે . આમ ઘણા જીવનો  બચી જશે. કેટલાક વિજ્ઞાનિકઓ હાઈ ટેક ઇમેજિંગ દ્વારા ઘા ના સડાને નિયમન કરવા પ્રયત્નો કરી રહ્યા છે .

                                               આમ વિજ્ઞાનીકો સસત કોઈને  કોઈ નવા સંધોધન પાછળ પડેલા છે આથી આજનું સંધોધન એ  કાલ જૂનું થઇ રહે છે. 

                                       ******************************************