Tuesday, October 14, 2025



સાઉથ કોરિયા 

                                                     વિશ્વ્ સત્તાઓની સાંઠમારીમાં કોરિયાના ભાગલા થયા અને આજે નોર્થ કોરિયા એન્ડ સાઉથ કોરિયા નામના બે રાષ્ટ્રો બન્યા. નોર્થ કોરિયા સામ્યવાદી વિચારદ્વારા ઉત્તર કોરિયાએ અપનાવીને અને આખરે એ સરમુખત્યારી પદ્ધતિ અપનાવી. જયારે દક્ષિણ કોરિયા એ  લોકશાહી અપનાવી અને દુનિયાની પાંચમી અર્થ વ્યવસ્થા બની રહી . દક્ષિણ કોરિયાએ સામાજિક, મિલિટરી , અને   ટેક્નોલોજીમાં  પ્રગતિ કરી છે.



                               દક્ષિણ કોરિયા એ અત્યારેજ અમેરિકામાં $૧૫૦ બિલ્લીઓનનું રોકાણ   કરવાની જાહેરાત કરીછે. તે ઉપરાંત અમેરિકા પાસે ૫૦ બિલ્લીઓન ડોલરના બોઇંગ વિમાનો કોરિયન એરલાઇન ખરીદવાની છે. આજ  કોરિયાની સમૃદ્ધિની એક નિશાની છે. સેમસંગ , હુન્ડાઈ જેવી મોટી કંપનીઓ પણ અહીએ ફૂલીફાલી છે.

                                 કોરિયામાં લોકશાહી પણ મજબૂત બની રહી છે. થોડા વખત પહેલા કોરિયન પ્રમુખને ભ્રસ્ટાચારના આરોપો પર દૂર કરવામાં આવ્યા હતા . અને નવા પ્રમુખ લી  જેઇ -મયુન્ગ ચૂંટીકાઢ્યા હતા.



                                                                                      સાઉથ કોરિયા આમ પણ રહેવાલાયક દેશ છે. એના બુદ્ધ મંદિરો વિષે પ્રખ્યાત છે. તે ઉપરાંત કુદરતી દ્રષ્ટિએ પણ એસમૃદ્ધ છે. એની પર્વતીય ગ્રામ્ય વસ્તી લીલોતરીથી છવાયેલી છે. એમાં ચેરીના ઝાડો એના સૌંદર્યમાં વધારો કરે છે 



                                                           એની રાજધાની સિઓલ  ટેક સિટી છે. અને એની વાહન વ્યહવાર વ્યવસ્થા બહુજ સુંદર છે. અહીનું જીવન ઉચ્ચ કોટિનું છે.   સાઉથ કોરિયન   હેલ્થ કેર  પણ  ઉત્તમ કક્ષાનું છે. લોકો મૉટે મૉટે થી વાત કરવાની  ટેવને પસંદ કરતા નથી. સરકારે અઠવાડિયામાં  ૫૨ કલાક કામ  કરવાનો કાયદો બનાવ્યો છે. જેમાં વધારે વધારે ૧૨ કલાકનો ઓવરટાઈમ  રાખેલો છે. આથી મજૂર કાયદાઓ પણ  મજબૂત છે. 

                              એશિયામાં  નાનો એવો દેશ મજબૂત રીતે વિકસીને વિકસિત દેશ બન્યો છે.    

                                      ******************************************* 

                               

                                 

Monday, October 6, 2025

 


પ્રાણી જીવદયા અને ઉદ્દભવતા પ્રશ્નો 

              ,                                                     આજકાલ દુનિયામાં  જીવદયા માટે મોટું  આંદોલનો ચાલી રહ્યા છે. એમાં ધાર્મિક લાગણીઓ , અથવા કરુણા પણ સંકળાયેલી છે. પરંતુ જયારે લાગણી, કરુણા,  અને ધાર્મિકતા  જવાબદારી વગર ઉભી થાય ત્યારે એ લોકો માટે  એક મુસીબત  બની જાય છે.  વધતી જતી  શહેરોની વસ્તીએ આમપણ પ્રાણીઓને શહેરના રસ્તાઓ પર લાવી દીધા  છે કારણકે તેમના રહેવાની જગ્યાએ એટલે કે જંગલની જગ્યાએ ઝાડોને કાપી  મોટા મોટા કોન્ક્રીટના  જંગલો ઉભા કરી દીધા છે.

                                             શહેરી કુતરાઓ , બિલાડીઓ ,ગાયો , ભેંસો અને વાંદરાઓ  જેવા જાનવરો તો હવે શહેરોમાં અવરોધ ઉભા કરી રહ્યા છે. ઘણીવાર  તો જીવદયા મંડળીઓ , અને ધાર્મિક લોકો એના માટે મોટા  જવાબદાર બન્યા છે.  એમને એક કે બીજા કારણોએ એ જાનવરોને રક્ષણ આપી રહ્યા છે. એક બે ભારતીય શહેરોમાં તો ચિત્તાઓ પણ ઘૂસી જવાના બનાવો બની ચુક્યા છે.



                                              દિલ્હી જેવા શહેરમાં તો એક વર્ષમાં ૨૫૦૦૦ જેટલા કુતરા કરડવાના બનાવો બન્યા છે. યુનિટેડ નેશન્સના રિપોર્ટ પ્રમાણે આશરે વાર્ષિક ૧૮૦૦૦ જેટલા લોકો ભારતમાં  કુતરા કરડવાને લીધે મૃત્યુઓ થયા છે. જે આખી દુનિયાના ૧/૩ આંકડો છે. મ્ર્ત્યુઓમાં મુખ્યત્વે બાળકો હતા .

                                            ભારતમાં રસ્તા પર રખડતી ગાયો રસ્તાપરના ટ્રાફિકને  નડતર રૂપ હોય છે.  વાંદરાઓ ખોરાક ઉપાડી જાય છે.ઘણી વાર તો મોબાઈલ પણ ઉપાડી જાય છે. જંગલી  રસ્તા પર રખડતા કુતરાઓ ચાલતા લોકોને કરડી જાય છે. અમદાવાદમાં તો સવારના ફરવા નીકળેલા  એક ઉદ્યોગપતિને  જંગલી કૂતરો કરડી ગયો અને મૃત્યુ પામ્યા હતા . આજ બતાવે છે કે રસ્તા પર રખડતા કુતરાઓ લોકોને કેટલી હેરાનગતિઓ  ઉભી કરી રહ્યા છે. હવે તો શહેરોમાં પણ સર્પો દેખાવા  માંડયા છે. 



                                            એમાં ધાર્મિક માન્યતા જેમ કે વાંદરો   હનુમાનના પ્રતીક , સર્પોની નાગપંચમીને દિવસે પુંજા કરવામાં આવે છે . ગૌ માતા તરીકે પુંજાવામાં આવે છે એથી એ અવરોધોને દૂર કરવા  મુશ્કેલ છે. આથી એ રાજકીય પ્રશ્ન બની રહ્યો છે  અને એના નાશ ન થાય એના માટે કાયદાઓ પણ બનાવવા આવ્યા છે.

                                            રાજકીય અને ધાર્મિક લાગણીઓને  લીધે ભારતીય  સુપ્રીમ કોર્ટને પણ જંગલી કુતરાઓને નાબૂદ કરવાના એમના ચુકાદાને  નરમ બનાવી દેવો પડ્યો હતો.  આમ  ભારતના  શહેરોમાં રખડતા જાનવરોનો શહેરી  રંજાડ સહન કરવા લોકોને  બેજાર બનાવી દેવામાં આવ્યા  છે. આમ  જવાબદારી વગરની જીવદયા ભારતમાં આજે બોજારૂપ બની ચુકી છે.



                                               આથી જંગલી અને રસ્તા પર રખડતા જાનવરોના પ્રશ્નો વિજ્ઞાનિક દ્રષ્ટિએ જોવો રહ્યો નહીકે  લાગણીની દ્રષ્ટિએ. દુનિયામાં ઘણા દેશો પણ એવાજ પ્રશ્નોનો સામનો કરી રહયા છે. જેમ કે  ઇંગ્લેન્ડમાં જંગલી ટર્કીઓનો  પ્રશ્ન , જર્મનીમાં  જંગલી બોઅર્સનો  પ્રશ્ન , અને આર્જન્ટિનામાં  કેપિબર્સ  જેવા જાનવરોનો ત્રાસ શહેરોમાં વધી ગયો છે .

                                          એનો ઉકેલ લાવવાંમાં નહિ આવશે તો એ પ્રશ્ન વિકટ બનતો જશે અને માનવ હાનિ વધતી જ જશે .         

                      *************************************************************   


                                             

Tuesday, September 16, 2025

    


 વિશ્વ સત્તાના નવા સમીકરણો 

                                                                              અમેરિકાના ટેરિફ હુમલાથી ઘાયલ થયેલા દેશો અત્યારે નવા બઝારો અને સત્તાના નવા સમીકરણો રચવા માંડયા છે. અમેરિકા એ ચીન, ભારત , જાપાન , સાઉથ કોરિયા , ઇન્ડોનેશિયા, વિએટનામ , જેવા દેશો પર આકરી ટેરિફઓ  નાખી છે. એથી વિશ્વના વેપાર ઉથલપાથલો થઇ રહી છે. જેનાથી બ્રિક સંઘઠન વધારે સંઘઠિત  થવા માંડ્યું  છે. આથી અમેરિકા વધારે ક્રોધિત થઇ રહ્યુંછે કારણકે એનાથી ડોલર પર અવળી અસર થશે અને ડોલરનું મૂલ્ય ઓછું  કરવાનો પ્રયત્ન પણ થઇ શકે છે.



                                                        અત્યારે થોડા વખત પહેલા જ ચીનમાં 'શંઘાઇ  કોઓપરેશન સંસ્થાના'  હેઠળ 20 દેશોના પ્રમુખો અને  વડા પ્રધાનો મળ્યા હતા એમાં રશિયા, ચીન , ભારત , ઉત્તર કોરિયા જેવા દેશો પણ જોડાયા હતા.  સહકારને નામે અમેરિકાની ટેરિફ થી આડ અસર થવાની છે એનો ઉકેલ શોધવા ગુંથાયેલા હતા. એમાં પરસ્પર આયાત અને નિકાસને કેવી રીતે વાળવી કે જેથી તેમના દેશોના હિતો ટેરિફ સામે ટકી શકે. એમાં એવો પણ પ્રશ્ન પણ ચર્ચાયો હોયકે એશિયાના દેશોની નાણાકીય , લશ્કરીઅને સલામતીની વ્યવસ્થા કેવીરીતે 'નાટો' જેવી સંસ્થા ઉભી કરીને જાળવી શકાય? શંઘાઇ સંમેલનમાં અમેરિકાની સેંકશન અને ટેરિફ યુદ્ધમાં સપડાયેલા રશિયા , ચીન અને ભારતે નક્કી કર્યું હતુંકે ' બને ત્યાં સુધી તેમનો પરસ્પર વેપાર તેમના ચલણમાં  જ કરવો . એ પણ નોંધનીય છેકે ચીને ૨૦૧૯ માં તેના વેપારનો ૩૦% ભાગ એના ચલણ યુઆનમાં જ કર્યો હતો . આખરે તો આ બધી પ્રક્રિયાઓ અમેરિકાના ડોલર સામે જ જાય છે. જેનાથી ડોલર એટલા અંશે નબળો પડે છે.

                                                          ટેરિફ અસરો હવે જણાવા લાગી છે . ભારતે રશિયા , ચીન , બ્રિટન  અને યુરોપ સાથે ફ્રી વેપારના કરારો કરવાની વાતો  ચાલી રહી છે. ચીન પણ બીજા રાષ્ટ્રો સાથે વાટાઘાટો ચલાવી રહ્યું છે. એ કેટલા અંશે સફળ રહેશે એતો ભવિષ્ય જ કહેશે.

                                                        ટેરિફને લીધે અમેરિકાની આવક  વધશે અને એના બજેટમાં  ખાંધ  ઓછી  થશે પણ લાંબેગાળે  મોંઘવારી, બેરોજગારી  અમેરિકામાં વધવાની સંભાવના છે . તે ઉપરાંત અમેરિકાની સામે એના હરીફોમાં એકતા વધશે. જેથી અમેરિકાને  નુકશાન થવા પણ સંભવ છે.



                                                        આવા સંજોગોમાં અમેરિકા સામે બીજા રાષ્ટ્રોનો મોરચો પણ ઉભો થઇ શકે છે. અમેરિકાએ જે રાષ્ટ્રો રશિયા અને ઈરાન પાસે સસ્તું તેલ ખરીદે છે એવા  રાષ્ટ્રો પર 50% સુધી ટેરિફઓ નાખી છે. એમાં ભારતનું મંતવ્ય છે કે' અમને જે અમારા રાષ્ટ્રના હિતમાં લાગશે એ પ્રમાણે જ અમારી નીતિ ચાલુ રહશે. એમાં રાષ્ટ્રગૌરવ અને અમારી  સ્વાતંત્રતાના હિતનું પણ રક્ષણ કરતા રહીશું .'



                                                         બ્રિક સંઘઠનમાં બ્રાઝીલ,રશિયા, ચીન , ભારત , સાઉથ આફ્રિકા , ઈરાન અને સંયુક્ત અમીરાત, જેવા રાષ્ટ્રો છે અને એ રાષ્ટ્રો પોતાના ચલણમાં વેપાર કરવાની યોજના બનાવી રહ્યા હતા. એથી ડોલરને અસર થશે એમ અમેરિકાનું પણ માનવું છે. એથી અમરિકાએ બ્રિકને ચેતવણી  આપી છેકે એ ચાલનો જવાબ ૧૦૦%  ટેરિફ થી કરવામાં આવશે.



                                                             આથી ટેરિફ યુધ્ધ દુનિયાના સત્તાના સમીકરણો બદલવામાં  કારણભૂત બને તો એમાં આશ્ચર્ય પામવા જેવું નહિ હોય.

                                        ******************************************


Wednesday, September 10, 2025



 દેશ નાના પણ કામ મોટા 


                                                  યુરોપના  ઉત્તર ભાગમાં અને એન્ટાર્ટીકાની  નજદીક ડેનમાર્ક , સ્વીડન , ફિનલેન્ડ અને નોર્વે  જેવા દેશો આવેલા છે. તેમનું હવામાન ઠંડુ છે પરંતુ એમની રાજ્યવ્યવસ્થા અતિ સુંદર અને સરળ છે. ત્યાં વેપાર કરવા માટેનું સરળ વાતાવરણ  આવેલુંછે.  એ દેશોમાંથી દુનિયાની ઘણી જાણીતી કંપનીઓ આવેલી છે જેણે દુનિયાભરમાં  નામના કાઢેલી છે. 



                                                          'કાર્લ્સબર્ગ ' જે દુનિયાના મોટી દારૂ બનાવનારી  કમ્પની છે. ડેનમાર્ક જેવા નાના દેશની કંપનીએ  આટલી નામના કાઢેલી છે એ દુનિયા માટે કોયડો છે? '03% 'જેની વસ્તી છે અને' 1% 'દુનિયાનો જેનો  'જીડીપી'  છે એવા એ દેશોમાં દુનિયાની પ્રસિદ્ધ કમ્પનીઓ  આવેલી છે. ફિનલેન્ડ , ડેનમાર્ક , નોર્વે , અને સ્વીડન 'નૉર્વેક' દેશો તરીકે ઓળખાય છે.



                                                         સ્વીડનની 'આઇકિયા'  એ દુનિયામાં સારામાં સારું ફર્નીચર બનાવે છે જયારે' લેગોના'  રમકડાંઓ જગતભરમાં  વેચાય છે.  નોર્ડીક દેશોમાં 'એટલાસ કોપકો ' મશિનરી બનાવે છે અને 'નોકિયા' અને 'એરિક્સન'  મોબાઈલ  અને ટેલિકોમ્યુનિકેશનમાં અગ્રગણ્ય  કંપનીઓ  છે. 'ઑટોલાઇવ ' જેવી કમ્પની  'ઓટો સીટ બેલ્ટ 'બનાવે છે. ' કોન'લિફ્ટ બનાવે છે. 

                                                        તે ઉપરાંત સંગીતમાં પણ 'સ્પોટીફાઈ 'જેવી લોકપ્રિય કંપનીઓ આવેલી છે.'કલરના' જેવી ક્રેડિટ કાર્ડ કંપનીઓ પણ અહીએ ફૂલીફાલી  છે. સ્થૂળતાને દૂર કરનારી દવા' નોવો નોર્ડીસક' અહીએ બને છે. મૂળમાં નોર્ડીક દેશો  ઘણી બાબતમાં  યુરોપમાં આગળ છે. 



                                                       આ બધી કંપનીઓ દુનિયાની એની હરીફ કંપનીઓ કરતા નફામાં પણ આગળ છે. નોર્વેમાં લાકડાનું ઉત્પાદન વધારે છે અને લોખંડ જેવી  ધાતુઓ પણ સારા પ્રમાણમાં  મળે છે. ડેનમાર્કમાં જેવેલરી ઉદ્યોગ દુનિયાનો ૧%  જેટલો છે.



                                                                               વેપાર ઉદ્યોગનો વીકાસ અહીંની સરકારોને આભારી છે. આ દેશોનો આરોગ્ય અને શિક્ષામાં  તથા બેરોજગારીમાં સરકાર તરફથી સારો એવો સહકાર મળી રહ્યો છે. એથી નવા નવા ઉદ્યોગીક સાહસિકો  ઉદ્યોગીક સાહસ કરવા પ્રેરાય છે. આથી દરેક ક્ષેત્રમાં નાના ઉદ્યોગીક સાહસો ઉભા થયા છે. તે ઉપરાંત અહીંની પ્રજામાં કંપનીના નફા માટે રાહ જોવાની અનોખી ધીરજ છે. એટલેકે કંપનીને સફળતા માટે પૂરતો વખત મળે છે. અહીંના નિષ્ણાતોનું માનવું છે કે 'સફળતા ફક્ત તાકાતવારને જ મળે છે એવું નથી પરંતુ સફળતા સંજોગોને અનુકૂળ થાય એવા લોકોને મળે છે.

                                    ************************************

 

Wednesday, September 3, 2025

 


સિનિયર નાગરિકો 

                                  આજકાલ  વયસ્થ નાગરિકો વિષે  દુનિયાભરમાં ચર્ચાઓ ચાલી રહી છે. એમના સ્વાસ્થ્ય , એમના જીવનને સરળ અને સુખી બનાવવા માટે પણ સમાજ જાગૃત છે. તેઉપરાંત વિશ્વના ઘણા રાષ્ટ્રો વૃદ્ધ થઇ રહ્યા છે એટલેકે જન્મ  આંકડાઓ ઓછા થઇ રહ્યા છે અને વૃદ્ધોનો આંકડો વધી રહ્યો છે.

                                 એમાં જાપાન , ચીન , અમેરિકા જેવા સમૃદ્ધ રાષ્ટ્રોમાં પણ વૃદ્ધોની સંખ્યા વધી રહી છે એ આર્થિક રીતે ચિંતાનો વિષય છે.  એમાં નિવૃત્તિનો સમય કેવી રીતે પસાર કરવાનો એમાં પણ વિવાદ છે. ઘણા એવું સમજેછેકે નિવૃત્તિ એટલે ખાઈ પી ને મઝા કરવાની. પરંતુ એ પ્રવૃત્તિ લાંબા ગાળે માનસિક અને શારીરિક મુશ્કેલી ઉભી કરે છે.  એટલા માટે નિવૃત્તિનો સમય ગાળવો મુશ્કેલ છે જો તેના માટે યોગ્ય યોજના ન બનાવી હોય.

                                જાપાનમાં, કે પછી અમેરિકા જેવા દેશોમાં વૃદ્ધો મોટી ઉંમર સુધી નાના મોટા કામો કરી  સમય વિતાવે છે. એટલેકે સમૃદ્ધ દેશોમાં એ સમસ્યાને અનુકૂળ રીતે સિદ્ધ કરવામાં  આવીછે. પરંતુ  ભારત અને બીજા રૂઢિચુસ્ત દેશોમાં આ સમસ્યા વિકટ થતી જાય છે. કારણકે આર્થિક સ્થિતિ બળતી જાય છે. સંયુક્ત કુટુંબો તૂટતાં જાય છે અને વૃદ્ધ માબાપો દયામય સ્થિતિ માં આવી પડે છે અને ઘણા આવી પડેલા છે.  વૃદ્ધાશ્રમો વધી રહ્યા છે.

                             આવી પરિસ્થિતિમાં સરકારો પણ હવે સંચિત  બની છે. અને વૃદ્ધો માટે સહાયક યોજનાઓ બનાવી રહી છે. એમાં વૃદ્ધો  માટે યુવા વસ્તીને કેટલું માન છે એના પર આધાર રહે છે. જો કેટલાક વૃદ્ધોને વપરાઈ ગયેલી શક્તિ માની એની ઉપેક્ષા કરે તો વૃદ્ધોને સ્થિતિ વિષમ બને છે. પરંતુ કેટલાક પશ્ચિમી દેશોમાં વૃદ્ધોને દેશની સમૃદ્ધિમાં પાયારૂપ માનવામાં આવે છે. એટલા માટે  તેમને દરેક જાતની સહાય આપી એમના જીવનને સુખમય બનાવે છે. એનાથી વૃદ્ધોનું  સન્માન પણ વધે છે. વૃદ્ધોના જીવન અનુભવોનો પણ યુવા પેઢી લાભ લઇ શકે છે.



                           વૃદ્ધોને અપાતી સગવડોનો સદુપયોગ પણ થવો જોઈએ. પશ્ચિમના દેશોમાં બધી સગવડો સાથે ના વૃધ્ધાશ્રયો બનાવેલા છે પરંતુ વૃદ્ધો એમની યુવાનીની ટેવો  પ્રમાણે  સેક્સ ,ડ્રગ  એવી અનેક પ્રવૃતિઓ ચાલુ રાખે છે. એ શરીર માટે નુકશાન કારક પણ નીવડે છે. ઇંગ્લેન્ડ જેવા દેશમાં ૬૫ ની ઉપ્પરના  ઘણા  લોકો  ભયજનક રોગોના ભોગ બન્યા છે. અને તેઓ સામાજિક સમસ્યાઓ ઉભી કરી રહ્યા છે. એમાં વૃદ્ધોને અપાતી સગવડોનો દુરુપયોગ પણ કદાચ જવાબદાર હોઈ શકે ?



                           ટૂંકમાં વૃદ્ધોના અનુભવો પ્રમાણે સરકારે એનો ઉપયોગ લોકઉપયોગી કામો માટે કરવો જોઈએ  જેથી તેઓ એમનો સમય યોગ્ય રીતે પસાર કરે. કામ વગરના વૃદ્ધો સમાજ અને દેશ માટે પણ સમસ્યા બને તો એમાં નવાઈ પામવા જેવું નથી.

                            ******************************************* 

                          



Sunday, August 24, 2025

 


 આદિ માનવનું રહેઠાણ- ગુફા 

                                                                આદિ માનવીઓ હંમેશા અસલામતીમાં જીવતા. હિંસક પ્રાણીઓ અને આંતરિક લડાઈઓ એમને સતાવતી. ત્યારે  કાયદા અને વ્યવસ્થા જેવું કઈ હતુજ નહિ અને લોકોનું જીવન અસ્તિવ એમની કાબેલિયતને અને આવડત પર અવલંબિત હતી. એવા ભયજનક વાતાવરણમાં તેઓ કુદરતને ખોળે જે રક્ષણ મળતું લઈને રહેતા.

                                     એમાં એમનું રહેઠાણ ગુફાઓમાં રહેતું. ઘણીવાર તેઓ કુદરતી ગુફાઓમાં વાસ કરતા. અને જેમ જેમ એમની કલા વિકસતી ગઈ તેમ જાતે પણ પથ્થરો કોતરી  ગુફા બનાવી રહેવા માંડ્યા. જેમ સંસ્કૃતિ વિકસી તેમાં નકશીકામ અને ચિત્રકામ પણ વિકસાવ્યું. આવી ઘણી ગુફાઓ દુનિયામાં ઘણી જગાએ મળી આવી છે. આ પથ્થર યુગની વાત છે જે વખતે પથ્થરના શસ્ત્રો શિકાર કરવા અથવા નાના મોટા સંગર્ષો  પણ વપરાતા હતા. 



                                   આવી ૨૦૦૦ જેટલી ગુફાઓ જેમાં આદિ માનવો જીવતા હતા તે સ્પેઇનના ડુંગરાળ પ્રદેશમાં શોધવામાં આવી છે.  યુરોપની  સૌથી મોટામાં મોટી ગુફાની વસાહત આજે ત્યાં ૩૦૦૦ માણસોને સમાવે છે. આજે  પણ દક્ષિણ ઓસ્ટ્રેલિયામાં સખત ગરમીથી બચવા માટે  એવી ગુફા જેવા ઘરોમાં રહે છે.

                                  આદિ માનવીઓ જ ગુફામાં રહેતા હતા એવું નથી પણ આજના યુગમાં પણ અમેરિકામાં ઉટાહ ખાતે  મોર્મોન્સ લોકો ૧૫ જેટલી ગુફામાં ઘર બનાવી રહે છે.



                                      તે ઉપરાંત ગ્રેનાડા, સ્પેઇનમાં  ગુફામાં રહેનાર લોકોએ ફલેમનકો  જેવી નૃત્ય કલાને ૫૦૦ વર્ષ પહેલા વિકસાવી હતી જે આજે જગપ્રખ્યાત  કલા બની ગઈ છે. આજે પણ સ્પેઇનમાં એવા જ વાતાવરણ વચ્ચે રાત્રીના સમયે એ નૃત્યકલાનું પ્રદર્શન કરવામાં આવે છે.



                                    આવી  ગુફા સંસ્કૃતિએ દુનિયાને  અનોખી કળાની પણ ભેટ આપી છે.  તે સાથે  ગુફાના ઠંડા અને આલ્હાદક વાતાવરણમાં રહેતા કેટલા તંદુરસ્ત વાતાવરણ માં રહેતા હતા અને એમાં પ્રદુષિત વાતાવરણને  સ્થાન પણ ન હતું .

                                       એમાંથી એક પ્રશ્ન ઉદ્ભવે છે.કે કોણ સુખી હતા? આદિ માનવ કે પછી આધુનિક માનવી?

                                   ***********************************

                                     

Saturday, August 16, 2025

 


ઇઝરાયેલ 

                                                      બીજા યુદ્ધ દરમિયાન  નાઝીઓને હાથે  જ્યૂઝ લોકોએ ઘણા અત્યાચારો સહન કર્યા તે અસહનીય હતા. કેટલાક જ્યૂઝોને તો ગેસ ચૅમ્બરમાં નાખીને મારી નાખવામાં આવ્યા હતા. આમ જ્યૂઝ પ્રજાએ ઘણા જુલમો સહયા હતાઅને એમના પ્રત્યે દુનિયાને સહાનુભૂતિ હતી.આમ તો જ્યૂઝ પ્રજા  આખી દુનિયામાં જઈને વસી  હતી પરંતુ હિટલરે અને નાઝી સત્તાએ એમને  વણી વણીને માર્યા હતા.  જ્યૂઝ પ્રજા જ્યાં વસી ત્યાં એમની બુદ્ધિ અને આવડતને લીધે નામના કાઢી હતી. આજે પણ દુનિયામાં નોબલ પુરસ્કાર મેળવવામાં આગળ છે. અમેરિકામાં શેર માર્કેટમાં, હોલિવુડમાં, રાજકારણમાં અને સમાજના દરેક ક્ષેત્રમાં જ્યૂઝ લોકો આગળ પડતું સ્થાન ધરાવે છે અને ઘણુંજ શક્તિશાળી જૂથ છે. એમ કહેવાય છે કે જુના સમયમાં જ્યૂઝો પેલેસ્ટાઇનમાં  રહેતા હતા પરંતુ એમને બહારના આક્રમણોકારોએ ત્યાંથી ભગાડયા હતા અને એ પ્રજા દુનિયામાં જ્યાં સ્થાન મળ્યું ત્યાં પથરાયેલા હતા. એટલેકે એમના માટે કોઈ દેશ હતો નહિ.  એમના પર થયેલ જુલમો અને એમાંથી ઉત્ત્પન થયેલી સહાનુભૂતિ એ ૧૯૪૮ માં પેલેસ્ટાઇનમાં થોડો પ્રદેશ કાઢીને અમેરિકા અને પશ્ચિમી દેશોએ ઇઝરાયેલ નામનો દેશ જ્યૂઝઓ માટે ઉભો કરવામાં આવ્યો ત્યારથી પેલસ્ટાઈનો અને બધાજ મુસ્લિમ દેશોને ઇઝરાયેલ પ્રત્યે રોસ છે કે ઇઝરાયેલ ઉભું કરીને એમની જમીન પચાવી પાડી છે. અને આજુબાજુના દેશો સાથે ઇઝરાએલનો  ટકરાવ ચાલુ રહ્યો  છે.



                                          એમાં 'હમાસ' નામની  મુસ્લિમ ત્રાસવાદી સંસ્થાએ  ઇઝરાયેલ પર હુમલો કરીને ઘણા ઇઝરાયલી નાગરિકોને મારી નાખી ૨૦૦ થી  વઘારેનું અપહરણ કરી નાખ્યું  હતું. આજ ઇઝરાયેલ માટે રોસનું કારણ બન્યું   અને એ  ઇઝરાયેલ અને ગાઝા પટ્ટી વચ્ચે યુદ્ધનું કારણ બન્યું. અને એ આજે પણ ચાલુ  છે. 

                                             ત્રાસવાદી સંસ્થાના હમાસ  દ્વારા ઇઝરાયેલ પર થયેલા  હિંસક હુમલા બાદ ઈઝરાઈલે પોતાના રક્ષણ માટેના જે પગલાં લીધા એણે ગાઝાની બરબાદી નોતરી છે. ગાઝાના રસ્તાઓ , હોસ્પિટલો ખેતીની જમીનો ,સ્કૂલો ,અને માછીમારોના  વહાણોનો પણ બોમ્બમારાથીં નાશ થયો છે. ઈઝરાઈલે હમાસ  નાગરિકો , સ્કૂલો , હોસ્પીટલોનો ઉપયોગકરી પોતાનું રક્ષણ કરેછે' એમ કહી દરેક વસ્તુઓ પર બોમ્બમારો  વર્ષાવી ગાઝાને જમીનદોસ્ત કરી નાખ્યું છે. 'ગાઝામાં ૬૦% મકાનો ,૬૨%રસ્તાઓ , ૮૪% ખેતીની જમીનો, ૮૯% સ્કૂલો , ૯૪% હોસ્પિટલો અને ૭૨% માછીમારોના વહાણો ભીષણ  બોમ્બમારામાં નાશ પામ્યા છે . આજે ગાઝા ખંડેર હાલત માં  છે. હામાસની શક્તિનો નાશ કરી નાખવામાં આવ્યો છે. તેછતાં લાગેછેકે હજુ ઇઝરાયેલનું લક્ષ્ય પૂરું થયું નથી. 

                                                         બધી  માનવાધિકારી સંસ્થાઓ , પશ્ચિમી રાષ્ટ્રો પણ તેમના પ્રજામતને લીધે ઇઝરાયેલ પર યુદ્ધવિરામ કરવા દબાણ લાવી રહ્યા છે. પરંતુ ઇઝરાયેલ યુદ્ધના ક્ષેત્રને લેબિનોન , સિરિયા , અને ઈરાન સુધી વધારી દીધું છે. એની પાછળ ઇઝરાયેલ એના અસ્તિત્વના ભયને આગળ કરી રહ્યું છે. 

                                                            અમેરિકામાં પણ જ્યૂઝ લોબી બહુજ શક્તિશાળી છે જેથી અમેરિકા ઈઝરાયેલને  શસ્ત્રોની મદદ કરી રહ્યું છે. આથી આ યુદ્ધ ક્યાં જઈને અટકશે એ એક વિકટ પ્રશ્ન છે.?

                                       *******************************************