Wednesday, June 24, 2015


 સિલિકન વેલીની બીજી બાજુ

                                                                                                         અમેરીકામા સિલિકન વેલી ઍક સમૃધ્ધ પ્રદેશ છે ત્યા ગૂગલ, ઍપલ, ઈન્ટેલ, સિસ્કો, અને ફેસ બુક જેવી સમૃધ્ધ કંપનીઓ આવેલી છે. આખા અમેરિકાની સરેરાસ પ્રત્યેક માણસ દીઠ આવક આશરે $૩૬૦૦૦ ની સામે સિલિકન વેલી ની સરેરાસ પ્રત્યેક માણસ દીઠ આવક આશરે $ ૪૪૦૦૦ જેટલી છે. ઍનુ કારણ હાઈ ટેક્ની સમૃધ્ધિ છે
                                                                પરંતુ  ઍ સમૃધ્ધિના ચન્દ્ર સમાન  સૌદર્યમા ઘણા લોકો ઘરબાર વગરના  છે, અને ઍ લોકો રસ્તા પર કે પછી તોતીંગ પુલોની નીચે કે પછી નદી નાલાઓને કિનારે જીવન વિતાવે છે. ઍમા કેટલાક નિવૃત્ત સૈનિકો પણ છે. ઍમાના કેટલાક તો માનસિક રીતે પડી ભાંગેલા કે પછી માનસિક રોગિષ્ટ પણ છે.
                                                                આજના સરવે પ્રમાણે ૨૦૧૫ મા ૬૫૫૬ ઘરબાર વગરના લોકો હજુ પણ રસ્તા પર રખડે છે.  ૨૦૧૩ મા ઍવા ૭૬૩૧ વ્યક્તિઓ હતા.  આથી સંતોષ લેવાની વાત છે કે હોમલેસ માણસો ઑછા થયા છે અને સત્તા વાળાના અને ખાનગી સંસ્થાઓનાપ્રયત્નો  થોડે અંશે સફળ થયા છે.
                                                                     તે છતા ઍક બાજુ  અઢળક  સમૃધ્ધિ અને બીજી બાજુ આવી કંગાળતા ઍ વ્યાજબી નથી. ટૂકમા આજે દુનિયાંમા ઍક બાજુ સમૃધ્ધિ અન બીજી બાજુ કંગાળતા ફેલાયેલી છે ઍમાથી અમેરિકા પણ થોડે અંશે ઘેરાયેલ લાગે છે.
                                           ********************************************

Monday, June 22, 2015



ફાધર ડે ઍટલે કે પિતાને પ્રત્યે માન  દાખવાનો અવસર-૨૧જુન ૨૦૧૫

                                                                      અમેરીકામા ૨૧મી જૂને ફાધર ડે ઉજવાઈ ગયો. ઘણા પુત્રો અને પુત્રીઓેઍ ઍને આદરથી ઉજવ્યો. પૂર્વની સસ્કૃતિમા તો પિતાને 'પિતરુદેવ' કહેવામા આવે છે  અને પિતાને આદરપૂર્વક જોવામા આવે છે. પશ્ચિમમા (અમેરીકામા) પણ વર્ષના ઍક દિવસે પિતાના દિવસ તરીકે ઉજવાય છે, ઍટલેકે ૨૧ જુન.
                                                                   પિતા ઍ કુટુંબના નેતા સમાન હોય છે અને ઍને કુટુંબના હિતમા ઘણા અપ્રિય અને દુખદ નિર્ય ણો લેવા પડે છે. ઍથી ઍની સ્થિતિ ગણી મુશ્કેલ હોય છે. ઍને ઍની લાગણીઓને દબાવી રાખવી પડે છે. પ્રેમના આવેશને દબાવી રાખવો પડે છે. ઍને બધુ કુટુંબમા આંધાધુંધી ફેલાતી અટકાવવામાટે કરવુ પડે છે. ઍથી ઍ હમેશા બલીના બકરા જેવી હાલતમા હોય છે.
                            પિતા જે નથી કેરી શકતા તેની ઉણપ માતા પુરી કરે છે, ઍટલા માટે બાળકો હમેશા માતા ના પર ઍમનો પ્રેમ વધારે વરસાવતા રહે છે.  નાનપણમા બાળકો પિતા સાથે રમતા રહે છે. ઍમની જરૂરીયાતો પણ પિતા દ્વ્રારા સંતોષતા રહે છે. પરંતુ મોટા થતા જેટલી દાખવવી જોઇઍ ઍટલી ઉદારતા દાખવી શકતા નથી ઍનુ કારણ પિતાના તેમની બાબતમા સખત નિર્યણો ઘણીવાર  જવાબદાર હોય છે.
                            ઍમ કહેવાય છેકે નાનપણમા પિતા ઍના બાળકો માટે મહાન અને વિદ્દ્વાન હોય છે.  મધ્ય ઉંમરમા  બાળકોને પિતા ક્રોધી, અને સમયને અનુકુળ લાગતા નથી. આગળ જતા ઍમના માટે પિતા મુશ્કેલ બનતા જાય છે. પરંતુ ઍજ બાળકો જ્યારે ૪૦ ની ઉપ્પર વયના થાય અને ઍમને પણ સંતાનો હોય ત્યારે ઍમને ખ્યાલ આવે છેકે અમારા પિતાઍ અમને કેવી રીતે  ઉછેર્યા હશે? અને જ્યારે ઍ ઘરડા થાય  ત્યારે ઍમને ખ્યાલ આવે છેકે ઍમના પિતા કેટલા ભવિષ્યવેતા અને કેટલી હોશીયારીથી ઍમનુ જીવન ઘડ્યુ હતુ. ત્યારે જ ઍમને પિતાની નિપુણતાનો ખ્યાલ આવે છે. પરંતુ  ઍ વખતે ઘણુ મોડુ થઈ ગયુ હોય છે. કદાચ પિતા હયાત પણ નહી હોય. આજ પિતાની કહાનીનો કમનશીબ ભાગ છે.
                           ઍક વાત ચોક્કસ છે કે પિતા કુટુંબનો ભાર જ નથી ઉપાડતા પણ દરેક સભ્યની ઉણપોનો ભાગ ઉપાડી ઍને સલામત  સ્થળે પહોચાડે છે. ઍટલા માટે ભારતીય સંસ્કૃતિમા પિતાને વંદનીય સ્થાન પર મુકવામા આવેલા છે.
                                      *********************************  

Monday, June 15, 2015


હોશીયારી અને સફળતા

                                                                                                                                     સફળતા ઍ માનવીને સમાજમા ઉચા સ્થાન પર પહોચાડી દેછે.પરન્તુ હોશીયારી ને સફળતા સાથે ગાઢ સબંધ છે. આથી સફળ માનવી હોશીયારી વગર સમાજમા ટકી શકતો નથી. આથી હોશીયારીનુ વિવરણ કરવુ જરૂરી છે. ઍટલેકે હોશીયારી કોને કહેવાય?
                                હોશીયારી નુ ઘણા ચિન્તકોઍ પોતાના શબ્દોમા  વર્ણન કર્યુ છે. તેનો નિચોડ આ મુજબ છે.
૧)હોશીયાર માણસો પોતાની  મુશ્કેલી અને મર્યાદાને સમજે છે  આથી સંજોગોને વશ  થઈને વર્તે છે.
૨) ઍમને ખબર હોય છેકે ઍમનુ  જ્ઞાન કેટલુ છે અને ઍમની ઉણપને પુરી કરવા પ્રયત્ન કરે છે.
૩) ઍમની કતુહલતા  અપાર હોય છે. આથી ઍ કતુહલતાને સંતોષવા  ઍમની પાસે પ્રશ્નો પણ તૈયાર હોય છે.
૪) ઍ લોકો તદ્દન સ્પષ્ટ પ્રશ્નો  પૂછી લા છે અને ઍના ઉત્તરો મેળવીને જ જમ્પે છે.
૫) ઍ લોકો બીજાના વિચારોને અને લાગણીનેં સમજી શકે છે. બીજાના સારા વિચારો અને માન્યતાને અપનાવી લે છે.
૬) ઍ લોકો  ઉદ્દાર માનસ ધરાવતા હોય છે.
૭) ઍક અગત્યની વાત ઍ છે કે જ્યા સુધી  કોઈ પણ વસ્તુ પૂરાવા સહિત મગજમા ન ઉતરે ત્યા સુધી હોશિયાર લોકો ઍને અપનાવતા નથી.
                               આથી કહેવાય છે કે માનવીય સફળતા માનવીની  હોશીયારીને વરેલી છે.
                              ***********************************************

Thursday, June 11, 2015

કેટલીક આશ્ચર્યજનક વાતો----

                                                 
                                                                                                                                         ૧)ચીનના સામ્યવાદી ક્રાંતિના નેતા માત્સે તુંગનૅ નેતાગીરીના પાઠ ઍની માતાઍ  શીખવ્યા હતા. ઍમા ધીરજની બહુ જરૂરીયાત હોય છે. માતાઍ આપેલા ઍક છોડને મોટો કરતા કરતા માઓનો દમ નીકળી ગયો હતો.
૨) ગાંધીજીઍ ઍમના મોટા પુત્ર હીરાલાલની બાબતમા કહ્યુ હતુકે" હુ આખી દુનિયાને સંસ્કાર આપી શક્યો પરંતુ મારા પુત્રના સંસ્કારની બાબતમા નિષ્ફળ નીવડ્યો છુ."

૩)હિટલરને ટાઇમ  મેગે જિને  'મૅન ઓફ ધ  ઇયેર' ૧૯૩૮મા જાહેર કર્યો હતો.  ૧૯૩૯મા ઍજ હિટલર નુ નાંમ  નોબલ શાંતિ પ્રાઇજ઼ માટે મોકલવામા  આવ્યુ હ્તુ.  પરંતુ  બિજુ વિશ્વ યુધ્ધ ૧૯૩૯મા શરૂ થયુ.

૪) લાસ વેગસ કેસિનોમા ક્યાક્ પણ ઘડિયાળ દેખાસે નહી.
૫) ઍપ્રિલ ૪, જુન ૬, ઑક્ટોબર ૧૦, અને ડિસેંબર ૧૨  અઠવાડિયાના ઍક્જ દિવસે પડે છે.
૬) ઍક વર્ષમા ૬૭૦૦૦ જેટલા લોકો મૃત્યુને ભેટે  છે. જેના માટે ડૉક્ટરઓના લપસતા હસતાઅક્ષરો જવાબદાર હોય છે.
૭) ગ્રીસના રાષ્ટ્રીય ગીતમા ૧૫૮  પંકતીઓ છે.

૮) મેરલિન મનરોનો 'આઇ ક્યૂ' (૧૬૩) આલબેર્ટ  આઇનસ્ટાઇન કરતા ૩ પોઈન્ટ વધારે હતો.
                                       *************************************

Wednesday, May 27, 2015


હ્યુ ઍન સાંગ,ચીની મુસાફર- ૭ મી સદીની ભારતની વર્ણ વ્યવસ્થા પર
                                        હ્યુ ઍન સાંગા લખે છે કે ભારતમા તે વખતે ચાર જાતી વ્યવસ્થા હતી.  ચાર આશ્રમઓમા જીવવાની વ્યવસ્થા હતી.  કિશોર અવસ્થા, ગ્રહસ્થ અવસ્થા, વાનપ્રસ્થ અવસ્થા ( ૫૭ વર્ષે) અને સન્યાસ અવસ્થા (૭૫ વર્ષે).  ઍના પ્રમાણે ઍ બધી અવસ્થાઓ વ્યહવારુ ન હતી. તે પહેલા ઋષિ વ્યવસ્થા હતી જે સર્વોપરી હતી. સન્યાસીઑ બહાર નજરે પડતા ન હતા.
                                       ત્યાર બાદ મહાવીર અને બૌધ સમય શરૂ થયો જેના કારણે વર્ણ વ્યવસ્થા બંધ પડી ગઈ. વર્ણ  વ્યવસ્થામા બે ભાગ થઈ ગયા.  ગ્રહસ્થ અને સાધુ અવસ્થા. યુવાનીમા પણ લોકો સાધુ થઈ જતા ઍટલા માટે બૌધ સાધુઑઍ  મઠઑ અને મોનેષ્ટ્રીઓ  બનાવી. ઍમા યુવાન સાધુઓને શાશ્ત્રો વિષે અભ્યાસ કરાવવામા આવતો. નાલંદા બૌધ કાલની દેણ હતી. ત્રણ બાળકમાથી વચલાને સાધુ બનાવવો પડતો હતો. આથી બૌધ સાધુઓ વધી ગયા.
                                        જ્યારે જૈનોમા સતત ભ્રમણ પ્રવૃતિઓ ચાલતીઍના પ્રમાણમા બૌધો ઘણા ઉદાર હતા. તેમણે જૈનો જેવા  સખત નિયમો રાખ્યાં ન હ્તા. બૌધોઍ આહારમા બધી છૂટો આપી હતી તે જૈનોમા ન હતી. આથી બૌધ ધર્મ વીશ્વવ્યાપી બન્યો અને ઍને વધુને વધુ યુવાન સાધુઓ મળ્યા. આથી યુવાન બૌધ સાધુઓેઍ વધારે જ્ઞાન અને વિજ્ઞાનનો ફેલાવો કર્યો.


                                           આમ બૌધ ધર્મનો  ફેલાવો કેમ વધ્યો ઍનુ  સચોટ કારણ હ્યુ ઍન સાંગે આપ્યુ. તે  છતા આગળ જતા શંકરાચાર્યે હિન્દુ ધર્મનો પુનર્સ્થાન કર્યુ અને સ્થાપિત કર્યુ કે જે બૌધ ધર્મમા છે ઍના બધાજ મૂલ્યો હિન્દુ ધર્મમા છે. કાશીમા બૌધ સાધુઓ પર વિજય મેળવી ઍનુ પ્રતિપાદન કર્યુ.
                                       ****************************************

Friday, May 15, 2015


પંજાબ, પંજાબી સુબા, અને ગુરુનાનક
                                                                                                                                                                ભારતનો ઇતીહાસ પોતાના સ્વાર્થ, અહમ્ અને જાતીવાદથી ખરડાયેલો  છે. અંગ્રેજોેઍ પોતાના સ્વાર્થ માટે આજનુ ભારતનુ નિર્માણ કર્યુ. મહાભારતના કાળમા પણ ભારતવર્ષની સરહદો આટલી પથરાયેલી હશે ઍ પણ શંકાજનક બાબત છે. મુળમાતો ભારત નાના રાજ્યોમા છવાયેલુ હતુ. આથી પરદેશીઓને આપણા પર રાજ કરવાનુ સહેલુ  પડતુ હતુ. ઍક બીજાને અંદર અંદર લડાવી પરદેશીઓ ફાવી જતા હતા.
                                                      ૧૯૪૭મા પણ હિન્દુ મુસ્લીમને લડાવી અંગ્રેજો ભારત અનેપાકિસ્તાન બનાવ્યુ. અંગ્રેજોની ઈચ્છા તો દલિસ્તાન બનાવી ભારતના ત્રણ ટુકડા કરવાની હતી. પરંતુ  ડોક્ટર આંબેડકર જેવા નેતાઓને લીધે ઍ ત્રીજો ભાગ થતા અટકી ગયો. તે છતા ભાષવાદ, જાતિવાદના નામે ભારતમા કેટલા ઍ રાજ્યો ઉભા થઈ ગયા  છે. લોકોની આકાંશાઓને પુરી કરવી ઍમા કઈ ખોટુ નથી પરંતુ ઍમાથી દેશની ઍકતાને હાની પહુચવા લાગી છે. અને પરદેશી તત્વો ઍને ઉશ્કેરી રહ્યા છે.
                                                        અકાલીઓને ખતમ કરાવા ઇંદિરા અને  જૈલસિંગ દ્વારા ઉભી કરવામા આવેલી ખાલિસ્તાનની યોજનાઍ શીખો, પંજાબને અને ભારતની ઍકતાને ઘણુ નુકશાન પહોચાડ્યુ છે. ઍના અનુસંધાનમા શિખ ધર્મની રચનાનો ઇતીહાસ જોવો જરૂરી છે. શિખ ધર્મની રચના જ હિન્દુ મુસ્લિમ  ઍકતા પર રચાયેલી છે. આજે પણ શિખોના કુટુંબમા ઍક પુત્રને હિન્દુ રાખવાની પ્રથા ચાલુ છે.  આથી હિન્દુઓને શિખથી અલગ પાડવા મુશ્કેલ છે.

                                                        શિખ ધર્મના સ્થાપક ગુરુ નાનક  શુ કહે છે ઍ જાણવુ  બહુ જરૂરી છે.
૧) ઈશ્વર ઍક જ છે.
૨) સ્ત્રી અને પુરુષ સમાન છે.
૩)જંગલમા ભાગી જવાથી નિર્વાણ મળવાનો નથી.
૪) તમેજ તમારા ગુરુને શોધો.
૫) નિસ્વાર્થ રહો અને અંધશ્રધ્ધાથી દૂર રહો
૬) સાદગીમા જ સૌદર્ય છે.
૭) પ્રવાસ કરતા રહો.
૮) પાંચ દૂષણો જ જીવન ચલાવે છે. - અભિમાન, ક્રોધ,
 લોભ,  મોહ અને લાગણી.
                                                                 હિંદૂની ગીતા  ઍનાથી ક્યા જુદી બોલી બોલે છે! સત્ય તો ઍ છે કે સ્વાર્થી લોકો પોતાની  ખિચડી પકાવવા માટે ભાગલા પડાવતા રહેતા હોય છે.
                                                   *****************************************

Tuesday, May 5, 2015


પરિવાર
                                                                                                                                                        પરિવાર પધ્ધતિ ઍશિયા ખંડમા ભારત અને ચીનમા ઍમની સંસ્કૃતિમા વિકસેલી છે. ભારતમાથી બુધ્ધ ધર્મ ચીન ગયેલો છે ઍટલે ચીનની સંસ્કૃતિમા પરિવાર પધ્ધતીનો સારો ઍવો વિકાસ થયેલો છે. ઍ પધ્ધતિ  રાષ્ટ્ર અને સમાજનો બોજો  ઘણે અંશે લઈ લે છે. પરિવાર જ વૃધ્ધ, વિકલાંગ, વિધવા, જેવા લોકોનો બોજો ઉપાડી લે છે. ઍ પણ સત્ય છેકે ઍ પધ્ધતીનો   હવે ધીમે ધીમે વિલય થઈ રહ્યો છે.  ઍ કારણે ઘરડા ઘર, વિધવા સહારા ઘરો અને વિકલાંગ માટેના સ્થળોની હાટ લાગી છે. અંતે નુકસાનતો સમાજ અને રાષ્ટ્રને જ થયુ છે.  પશ્ચિમમા પણ અમુક  જુનવાણી કુટુંબોમા આ પ્રથા પ્રચલીત છે, પરંતુ ઘણેખરે અંશે ઍ  ત્યા અસ્તિત્વમા નથી. આથી વૃધ્ધો અને વિકલાંગોનો બોજો સરકાર પર રહેલો છે. પરંતુ પ્રશ્ન ઍ છે કે ક્યા સુધી સમાજ અને સરકારો ઍનો બોજો ઉઠાવી શકશે?

                   અમેરીકામા નિરાધાર વૃધ્ધો, વિકલાંગો , અનાથ બાળકો, વગેરે ઍવા સમૂહોની સરકાર સારી ઍવી મદદ કરે છે. પરંતુ ઍનો બોજો વધતો જ  જાય છે ત્યારે પરીવાર પધ્ધતિની મહત્વતા સમજાય છે. ઍટલા માટે પશ્ચિમના દેશોમા આપણી પરિવાર પધ્ધતિંની પ્રસંસા કરવામા આવે છે.

                   પરિવાર પધ્ધતિના પાયામા શુ છે ઍ  જાણવુ જરૂરી છે?  પરિવારમા કોઈ લેખિત બંધારણ હોતુ નથી પણ દરેક સભ્યોમા સમજણ હોય છે. દરેક સભ્ય પોતાની જાતે જ પરિવારમા શિસ્ત જાળવે છે. દરેક સભ્યને ભરોસો હોય છે, ભય જેવી કોઈ ચીજ હોતી નથી. બીજાનુ શોષણ કરવાની વૃતિ હોતી નથી પણ સભ્યોને  ઍક બીજાને મદદ કરવાની દ્ર્ઢ લાગણી હોય છે. બધા આગ્રહ રાખવાને  બદલે ઍક્બીજાને માન આપે છે. પરિવારજનો ઍકબીજાથી દુર હોય તો પણ સબંધ ટકાવી રાખે છે. અને હંમેશા પરિવારજનોને આર્થિક, સામાજીક, તથા  શારીરિક સહાય આપતાજ રહે છે. આવી સાકારત્મક કુટુંબિક વૃત્તિ હોય તો સમાજ અને દેશને બોજો ક્યાથી રહે?  આથી  આપણી  સંસ્કૃતીઍ  આપેલી અણમોલ પરિવાર પધ્ધતિને  મજબૂત બનાવવાની સમયની માંગ છે.
                                          **************************************************